Opinion Magazine
Number of visits: 10,318,831
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વપ્ન, સત્ય કે નાટક?

દેવિકા ધ્રુવ|Opinion - Opinion|30 October 2026

ઘણીવાર એવો વિચાર આવે કે, રાત્રે આંખ મીંચીને મીઠી નીંદરમાં ડૂબી જતો માનવી, પોતાના દિલ, દિમાગ અને દેહને ઘડીભર ભૂલી જઈને ક્યાં પહોંચી જતો હશે? કેવી રીતે આ પ્રક્રિયા આપમેળે થઈ જતી હશે? ખરેખર એ એક મોટું આશ્ચર્ય છે! અને એ એટલું સ્વાભાવિક છે, એવું કુદરતી છે કે, એના વિશે આપણે ઊંડું વિચારતાં પણ નથી! આઠથી દસ કલાકના એ સમય પછી, ફરી પાછો માણસ આંખ ખોલીને નિત્યકર્મમાં લાગી જાય છે! સાચે જ, આ એક ગહન ચિંતનનો વિષય છે.

ડોક્ટરોના કહેવા મુજબ, ઊંઘમાં મગજ સૌથી વધારે સક્રિય હોય છે અને એ વખતે તે સ્મૃતિઓ અને અનુભવોનાં મિશ્રણો કરીને જાતજાતની વાર્તા, ચિત્રો કે દૄશ્યો ઊભાં કરે છે. એ કોઈ દિગ્દર્શક જેવું કામ કરે છે અને સ્વપ્ન બની દેખાડે છે. કેટલાક લોકોને તો સ્વપ્નો યાદ પણ રહેતાં હોય છે. આમ તો ઊંઘમાં માણસની યાદ રાખવાની ક્ષમતા સૂઈ ગયેલી હોય છે. છતાં કેટલાક વધુ સંવેદનશીલ અને કલ્પનાશીલ માણસોને એ યાદ રહે છે.

ક્યારેક એ અજબ-ગજબનાં હોય છે, ઘણીવાર તો એટલાં સાચાં લાગે કે વાત ન પૂછો. એની કોઈ સીમા જ નથી હોતી. એટલે કે, ઊંઘ દરમ્યાન સૂતેલા માનવીનું એક જુદું વિશ્વ બને છે અને તે સમયે તો તેને માટે એ જ સત્ય હોય છે.

હવે સત્યના સંદર્ભમાં એનો અર્થ એ થયો કે, સત્ય એ બહારનું વિશ્વ છે. જ્યારે સ્વપ્ન એ વ્યક્તિની પોતાની અંદરનું વિશ્વ છે; જે તે સમય પૂરતું તેને માટે તો સત્ય જ છે. છે ને આશ્ચર્ય? વધુ વિચારતાં એમ પણ કહી શકાય કે, ઊંઘમાં મગજ નામનો ડિરેક્ટર અવનવાં ચિત્રો, દૄશ્યો વગેરે ચલચિત્રોની જેમ બતાવે છે અને એક નવી દુનિયા ઊભી કરી તેમાં ખેંચી જાય છે. 

જાગૃત અવસ્થામાં ખુલ્લી આંખે માણસ પોતે પોતાની મતિ-શક્તિ મુજબ વાર્તાઓ ઘડે છે, ફિલ્મો બનાવે છે, એક નવી દુનિયા ઊભી કરે છે, પાત્રો ગોઠવે છે, વગેરે વગેરે .. તો બરાબર તે જ રીતે, સૂફીઓ કહે છે કે, ઈશ્વર મોટામાં મોટો દિગદર્શક છે, પાત્રો સર્જે છે, મિશ્રિત ભાવ અને રંગોની વાર્તાઓ ઘડે છે અને આ આખું વિશ્વ ઘડીને એ સતત દિગ્દર્શન કરતો જ રહે છે ને? તો પછી હવે સવાલ એ થાય છે કે, જગત સત્ય છે કે સ્વપ્ન છે ?!! કે પછી પેલા રસિક દિગ્દર્શકનું એક સ્ટેજ છે જેનાં આપણે સૌ પાત્રો છીએ અને  માત્ર નાટક ભજવીએ છીએ?  એટલે હવે આમાંથી સવાલ એ ઊભો થયો કે જીવન સત્ય છે, સ્વપ્ન છે કે પછી નાટક છે?

બીજી રીતે જોઈએ તો, આ ત્રણે પોતપોતાની રીતે સાવ અલગ જ છે. કેટલીક બાબતમાં સમાન છે તો કેટલીક વળી અલગ પણ છે જ. પણ તે પાછો એક બીજો વિષય થયો જેની વાત અત્રે નથી કરવી.

અરે, આટલું વિચારતાંમાં તો દિમાગમાં પેલું ગીત જાગી ઊઠ્યું : “ज़िंदगी ख़्वाब है, ख़्वाब में झूठ क्या, और भला सच है क्या…”

ક્યારેક ક્યાંક વાંચેલી બીજી એક વાત પણ યાદ આવી કે, એકવાર એક બાળકે પૂછ્યું, ‘જીવન સ્વપ્ન છે કે સત્ય?’ સ્વામીજીનો જવાબ એ હતો કે, ‘જીવન એક સ્વપ્ન છે પણ એ સ્વપ્ન સત્ય છે.’  આ દૃષ્ટિકોણ સમજણને અનોખા શુદ્ધિકરણનો વિરલ રંગ ચડાવે છે.

 તો કોઈકે એમ પણ કહ્યું છે કે, “સાચું લાગતું આ જીવન હકીકતે તો લાંબુ ચાલી રહેલું એક સ્વપ્ન જ છે.”

ખેર, સત્ય અને સ્વપ્નની આ વાતમાં એક બાબત તો સૌ કોઈને સમજાય છે કે, ક્યારેક એમ લાગે છે કે, આ જિંદગીની સફર સુહાની છે તો કદીક લાગે ફોગટ કહાની છે. હકીકતે શું છે? સત્ય છે કે સ્વપ્ન? જીવન છે કે નાટક? કોનો કયો રોલ છે? શું આદિથી અંત સુધીના સંવાદોની જાણ છે?  હંમમમમ … ને તો ય સૌ આ નાટક ભજવે છે.. 

વિલિયમ શેક્સપિયરે પણ કહ્યું જ છે કે, Life is a stage and we are all actors playing our parts. 

આજે આ સત્ય, સ્વપ્ન અને બંનેના મિશ્રણથી ચાલતાં નાટક વિષયને અનુલક્ષીને મારી એક ગઝલ પ્રસ્તૂત છે :

તખ્તા પર આવી ઊભો છું, ને રોજ હું વેશ બદલું છું,
સંવાદો કોઈ જ યાદ નથી, ને તો ય હું રોલ ભજવું છું.

નાયક છું, ખલનાયક છું, વક્તા છું ને શ્રોતા પણ છું,
તાળી સાંભળી ફુલાઈ મનમાં, દરિયા જેટલું હરખું છું.

અંધાર તેજની વચ્ચે વચ્ચે, ચાંદ સૂરજ ભમતા જાય,
દૄશ્યો, અંકો ફરતાં જાય, ને રોલ બદલાતાં મલકું છું.

વારાફરતી પાત્રો આવે, કોઈ ટકે, કોઈ વહી જાય છે,
ક્યાંથી શરૂ ને ક્યાં ખતમ, વિચારી મનને મૂંઝવું છું.

હસતાં, રડતાં, પડતાં, ઊઠતાં, મળેલ મંચને ગજવું છું.
પડદો પડતાં, વેશ ઉતારી, અજ્ઞાત રહીને વિરમું છું.             

e.mail : ddhruva1948@yahoo.com

Loading

30 October 2026 Vipool Kalyani
← યુવાનની અનંત યાત્રા

Search by

Opinion

  • યુવાનની અનંત યાત્રા
  • સરકાર સુપ્રીમનું પણ સાંભળતી નથી …
  • ‘સંસારસુધારાનો પહેલા વર્ગનો જોધ્ધો’ : કરસનદાસ મૂળજી
  • મીરાંની પાઠશાળામાં ભણવા બેસવું : એમાં વળી પાછું માઠું લાગવા જેવું શું
  • તુક્કાઓ, ધક્કાઓ ને મુક્કાઓ …

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved