Opinion Magazine
Number of visits: 10,243,534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જો હમને દાસ્તાં અપની સુનાઈ, આપ ક્યોં રોયે

સોનલ પરીખ|Opinion - Opinion|3 October 2026

જો હમને દાસ્તાં અપની સુનાઈ, આપ ક્યોં રોયે
તબાહી તો હમારે દિલ પે આઈ, આપ ક્યોં રોયે 

હમારા દર્દ–ઓ–ગમ હૈ યે, ઇસે ક્યોં આપ સહતે હૈં?

યે ક્યોં આંસૂ હમારે આપકી આંખોં સે બહતે હૈં?
ગમોં કી આગ હમને ખુદ લગાઈ, આપ ક્યોં રોયે?

બહુત રોયે મગર અબ આપકી ખાતિર ન રોયેંગે
ન અપના ચૈન ખોકર આપકા હમ ચૈન ખોયેંગે
કયામત આપકે અશ્કોં ને ઢાઈ, આપ ક્યોં રોયે?

ન યે આંસૂ રુકે તો દેખિયે ફિર હમ ભી રો દેંગે
હમ અપને આંસુઓં મેં ચાંદ તારોં કો ડુબો દેંગે
ફના હો જાયેગી સારી ખુદાઈ, આપ ક્યોં રોયે?

પૂછો ન હમેં હમ ઉનકે લિયે ક્યા ક્યા નઝરાનેં લાયે હૈં .. ગયા વખતે આપણે માણેલું આ સુંદર ગીત. આશા ભોસલે અને ઓ.પી. નય્યરની વાત કરતી વખતે. ગાયક અને સંગીતકારનું મહત્ત્વ ગીતમાં ખૂબ હોય છે એ ખરું, પણ ગીતનો પ્રાણ તો હોય છે એના શબ્દો, એનું કાવ્યત્વ, એનું સંવેદન. ‘પૂછો ન હમેં’ના શાયર હતા રાજા મહેંદી અલી ખાન. એમનો જન્મદિન 23 સપ્ટેમ્બરમાં આવશે. સાલ 1928. એ નિમિત્તે માણીએ એમનું લખેલું એક સુંદર ગીત ‘જો હમને દાસ્તાં અપની સુનાઈ આપ ક્યોં રોયે’ 

રાજા મહેંદી અલી ખાન

એમનો જન્મ બ્રિટિશ ભારતના ગુજરાંવાલા જિલ્લાના એક ગામમાં. તેઓ ચાર વર્ષના હતા અને પિતાનું અવસાન થયું. માતાએ પત્રકાર ભાઈની મદદથી દીકરાને શિક્ષણ અપાવ્યું. લાહોરની કૉલેજમાં તેઓ ભણ્યા અને ‘ફૂલ’ અને ‘તહઝીબ-એ-નિસ્વાન’ આ ઉર્દૂ મેગેઝીનના સંપાદકીય વિભાગમાં કામ શરૂ કર્યું. ઉર્દૂના પ્રખ્યાત કવિ મુહમ્મદ ઇકબાલથી તેઓ પ્રભાવિત હતા. ‘તેરે આઝાદ બંદો કી ન યે દુનિયા ન વો દુનિયા, યહાં મરને કી પાબંદી વહાં જીને કી પાબંદી’ ‘દુનિયા કી મહફિલોં સે ઉક્તા ગયા હૂં યા રબ, ક્યા લુત્ફ અંજુમન કા જબ દિલ હી બૂઝ ગયા હો’ જેવા એમના શેરોએ રાજા મહેંદી અલી ખાનના તરુણ મનને ઘડ્યું. 

1942માં તેઓ ઓલ ઈન્ડિયા રેડિયો દિલ્હીમાં લેખક તરીકે જોડાયા. અહીં તેમનો પરિચય સઆદત અલી મન્ટો સાથે થયો. મન્ટો ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય હતા. તેમના દ્વારા રાજા મહેંદી અલી ખાને ‘આઠ દિન’(1946)માં સંવાદો લખ્યા અને અભિનય પણ કર્યો. 1947માં એમણે શશધર મુખર્જીની ફિલ્મ ‘દો ભાઈ’માં સંગીતકાર એસ.ડી. બર્મન સાથે એમણે કારકિર્દીનાં પહેલાં બે ગીત આપ્યાં, ‘મેરા સુંદર સપના બીત ગયા’ અને ‘યાદ કરોગે’ એ વખતે રાજા મહેંદી અલી ખાન 18 વર્ષના હતા અને ગાયિકા ગીત દત્ત 16 વર્ષની. રાજા મહેંદી અલી ખાનના જીવનમાં બધું વહેલું આવ્યું – તક, સફળતા અને મૃત્યુ પણ. માત્ર આડત્રીસ વર્ષે તેઓ આ દુનિયા છોડી ગયા. 

ભાગલા વખતે તેમનું વતન પાકિસ્તાનમાં ગયું, પણ રાજા મહેંદી અલી ખાને ભારતમાં રહેવાનું પસંદ કર્યું. 1948માં તેમણે અનુપમ દેશભક્તિગીત આપ્યું, ‘વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હો, પુકારતે હૈ યે ઝમીનો આસમાં શહીદ હો’

‘આપ’ શબ્દને તેમણે ખૂબ લડાવ્યો છે અને વિવિધ અર્થછાયાઓ સાથે પ્રયોજ્યો છે. ‘આપકી નઝરોં ને સાંજ પ્યાર કે કાબિલ મુઝે’, ‘આપકો પ્યાર છુપાને કી બૂરી આદત હૈ’, ‘આપ યું હી અગર હમસે મિલતે રહે’, ‘આપ ક્યોં રોયે’માં પણ આ શબ્દની એક અલગ અર્થછાયા જોવા મળશે. 

 તેણે ગુલામ હૈદર, સચિન દેવ બર્મન, સી. રામચંદ્ર, દત્તા નાઈક (સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા), ઓ.પી. નય્યર (મૈં પ્યાર કા રહી હૂં), લક્ષ્મીકાન્ત પ્યારેલાલ (તું બિન જીવન કૈસે બીતા) કલ્યાણજી આણંદજી માટે ગીતો લખ્યાં. પણ તેમની સૌથી વધારે સફળ ભાગીદારી મદન મોહન સાથે રહી. શરૂઆત 1951ની ફિલ્મ ‘મદહોશ’(મેરી યાદ મેં તુમ ના આંસુ બહાના) થી થઈ. સંગીતકાર તરીકે મદનમોહનની એ ત્રીજી ફિલ્મ હતી. મદનમોહનને ભાવ, અર્થ અને કાવ્યત્વ ગમતાં, અને રાજા મહેંદી અલી ખાન ઊંડાણભર્યાં રોમેન્ટિક-ઈમોશનલ ગીતો લખવામાં માહિર. એકબે ફિલ્મો પછી આઠદસ વર્ષનો ગેપ આવ્યો, ત્યાર પછી, 60ના દાયકામાં બંનેએ એક એકથી ચડિયાતાં ગીતો આપ્યાં – ‘અનપઢ’ (આપ કી નઝરો ને સમજા, હૈ ઇસી મેં પ્યાર કી આબરૂ), ‘મેરા સાયા’ (તૂ જહાં જહાં ચલેગા, આપ કે પહલુ મેં), ‘વહ કૌન થી’ (લગ જા ગલે, નૈના બરસે), ‘નીલા આકાશ’ (આપકો પ્યાર છુપાને કી), ‘દુલ્હન એક રાત કી’ (એક હસીન શામ કો), ‘અનીતા’ (તુમ બિન જીવન કૈસે બીતા), ‘નવાબ સિરાજુદૌલા’ (બિન બુલાયે) જેવી 14 ફિલ્મો આવી. ‘નવાબ સિરાજુદૌલા’ એમના મૃત્યુ પછી રિલિઝ થઈ હતી. 

1964ની ‘વહ કૌન થી’નું ગીત ‘જો હમને દાસ્તાં આપણી સુનાઈ, આપ ક્યોં રોયે’ પોતાનામાં એક દાસ્તાન જેવું છે. સાધના 60-70ના દાયકાની શાલીન, સુંદર, સ્ટાઇલિશ અને એ વખતની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રીઓમાંની એક. તેની અનેક સફળ ફિલ્મોમાં ‘વહ કૌન થી’, ‘મેરા સાયા’ અને ‘અનીતા’ આ ત્રણ સસ્પેન્સ થ્રીલર ફિલ્મોનું આગવું સ્થાન છે. આ ત્રણે ફિલ્મોનાં ગીતકાર રાજા મહેંદી અલી ખાન હતા અને સંગીતકાર મદન મોહન. આ ફિલ્મનાં ‘લગ જા ગલે’, ‘નૈના બરસે’ અને ‘આપ ક્યોં રોયે’ સાધનાની પાછલી જિંદગી સાથે વધારે બંધ બેસતાં હતાં. સુખ અને સૌંદર્યની નશ્વરતાનો બહુ કઠોર અનુભવ ત્યારે એને થયો. પણ ‘વહ કૌન થી’ હિંદી ફિલ્મોના અને સાધનાના પણ સુવર્ણકાળની ફિલ્મ હતી. 

પ્રારંભના દૃશ્યમાં ડૉ. આનંદ (મનોજકુમાર), અડધી રાતે રસ્તામાં ઊભેલી, તેની લિફ્ટ માંગી કબ્રસ્તાનમાં ઊતરતી અને આપમેળે ખૂલી જતા દરવાજામાં પ્રવેશી જતી શ્વેતવસ્ત્રધારિણી યુવતી(સાધના)ને જોઈ આભો બની જાય છે. એક રહસ્યમય હવેલીમાં વિઝિટે જાય છે ત્યારે એ જ યુવતી તેની નજર સામે મૃત્યુ પામે છે અને પછી એ જ યુવતીને એની માએ પસંદ કરેલી પુત્રવધૂ સંધ્યા તરીકે પોતાના ઘરમાં જુએ છે. હકીકતે આનંદને એક મોટો વારસો મળવાનો છે, પણ એના કુટુંબમાં માનસિક બીમારીના બેત્રણ કિસ્સા બન્યા હોવાથી શરત એ છે કે તે માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ. તો આ આનંદની માનસિક અસ્વસ્થતાની શરૂઆત છે કે પછી તેને ગાંડામાં ખપાવી દેવાના કારસ્તાનની શરૂઆત છે? સંધ્યા સરળ છોકરી છે, આનંદને પ્રેમ કરે છે. કાવતરામાં એ સામેલ ન હોય તો પછી એ આનંદને સફેદ સાડીમાં ફરતા પ્રેતની જેમ વારંવાર કેમ દેખા દે છે? સંધ્યા ઘરમાં હતી તો પછી એ કોણ હતી  – વહ કૌન થી? પહેલાથી છેલ્લા દૃશ્ય સુધી જકડી રાખનારી આ ફિલ્મ ઉત્તમ મનોરંજનનું ઉદાહરણ હતી. રાજા મહેંદી અલી ખાનનાં ગીતો અને મદન મોહનનું સંગીત ફિલ્મને એક અલગ પરિમાણ આપતાં હતાં. મનોજકુમાર અને સાધના બંને ખૂબ સુંદર દેખાતાં હતાં ને જોડી તરીકે પણ જામતાં હતાં. 

‘લગ જા ગલે’ અને ‘આપ ક્યોં રોયે’માં અજબ પરિસ્થિતિમાં એકઠાં થયેલાં નાયક-નાયિકાના આકાર લેતા-ભૂંસાઈ જતા, ક્યાંક પહોંચતા ને ક્યાંક અટકી જતા સંબંધને ઘણી કલાત્મકતાથી ફિલ્માંકિત કર્યો છે. યોગ્ય ફિલ્માંકનના અભાવે સારામાં સારાં ગીતો મરી જતાં હોય છે. રાજા મહેંદી અલી ખાન-મદન મોહનનું જ અદ્દભુત ગીત ‘અગર મુઝસે મુહબ્બત હૈ’ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. રાજા મહેંદી અલી ખાને ઓ.પી. નય્યર સાથે 7 ફિલ્મો કરી હતી. જો કે આ ફિલ્મોમાં અન્ય ગીતકારો પણ હતા. ચાંદ ઝર્દ ઝર્દ હૈ, પૂછો ના હમેં, આપ યું હી અગર જેવાં યાદગાર ગીતો આ જોડીએ આપ્યાં છે.

જિંદગીમાં સમજાય-ન સમજાય એવું બન્યા કરતું હોય છે. પણ એક વાત નક્કી કે નિતાંત આત્મીયતાની ક્ષણો ભાગ્યે જ મળતી હોય છે. ‘લગ જ ગલે’ અને ‘આપ ક્યોં રોયે’ આવી નિતાંત નિસ્બતનાં રોમેન્ટિક ગીતો છે. 

 e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 18 સપ્ટેમ્બર  2026

Loading

3 October 2026 Vipool Kalyani
← પ્રભાતિયાંનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરનાર વિદુષી ફ્રૉન્ઝ્વૉઝ મૅલિસનની ચિરવિદાય

Search by

Opinion

  • પ્રભાતિયાંનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરનાર વિદુષી ફ્રૉન્ઝ્વૉઝ મૅલિસનની ચિરવિદાય
  • ઈકો ફ્રેન્ડલી તહેવારો ઊજવતાં શીખીએ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • વર્તુળ અને વમળ
  • 2,700ની દવાની MRP 27,000?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved