સત્યનિકેતન દુર્ઘટનાને આજે રવિવારે એક અઠવાડિયું થયું.
5 સપ્ટેમ્બરે સાંજે સાડા સાતના સુમારે દિલ્હીની શ્રીરામ કૉલેજ ઓફ કૉમર્સના શતાબ્દી સમારંભમાં, મુગ્ધ જેન-ઝીની તાળીઓ મેળવી હતી, જુમલાબાજી કરી, વિરોધ પક્ષોની નિશાન બનાવ્યા અને વિકાસનું ફૂલગુલાબી ચિત્ર યુવાઓ સામે બતાવ્યું હતું.
6 સપ્ટેમ્બરે બપોરે દોઢ વાગ્યાના સુમારે દિલ્હીના સત્યનિકેતન બિલ્ડિન્ગ દુર્ઘટનાએ સાધનસંપન્ન નહીં એવા પંદર ઝેન-જીની સપનાંભરી જિંદગી છિનવી લીધી. વડા પ્રધાન મોદીએ સાંજે 7.40 કલાકે વાગ્યે ટ્વીટ કર્યું : The collapse of a building at Satya Niketan is depressing. Condolences to those who lost their loved ones, Praying for the speedy recovery of the injured. Authorities are working at the site and assisting those affected in the mishap.
6 સપ્ટેમ્બરે રાત્રે 11.06 કલાકે મોદીએ ટ્વીટ કર્યું : It is a matter of great joy that BAPS Swaminarayan Hindu Mandir is being inaugurated in Paris.
6 સપ્ટેમ્બરે રાત્રે 11.30 કલાકે મોદીએ BAPSના પેરિસ ખાતેના મંદિરનું ઑનલાઈન ઉદ્દઘાટન કર્યું. તેમાં તેઓ નવ મિનિટ બોલ્યા. તેમણે એ મતલબનું કહ્યું કે ભલે તેઓ રૂબરૂ ઘટનાસ્થળે ન હોય, પણ ‘મનથી અને હૃદયથી’ તેઓ એ જ્ગ્યાએ છે. તેમણે સહુને ‘અઢળક શુભેચ્છા પાઠવી’.
8 સપ્ટેમ્બરની બપોરે બાર વાગ્યે મોદીએ વડોદરાના યુવાનો વચ્ચે રૅમ્પ વૉક કર્યું.

ઘટનાક્રમ અંગે કેટલાક મુદ્દા :
– મોદી પેરિસના મંદિરનું દિલ્હીમાં રહેતાં ઑનલાઈન ઉદ્દઘાટન કરી શકે છે. પણ તેમના નિવાસથી આઠેક કિલોમીટરના અંતરે આવેલા દુર્ઘટનાગ્રસ્ત સ્થળની મુલાકાત લઈ શકતા નથી.
– મોદી મનથી પેરિસવાસી સત્સંગીઓની વચ્ચે હતા, પણ ભોગ બનેલા યુવાનોના પરિવારો વચ્ચે શરીર કે મન બંનેથી ન હતા.
– દુર્ઘટના પર એક ઔપચારિક ટ્વીટ કર્યા પછી દસેક કલાકમાં જ યોજાયેલા ઉદ્દઘાટનમાં મોદી તેની જિકર સુદ્ધા નથી કરતાં, કે નથી અંજલિના બે શબ્દો કહેતા. BAPS માટેના શુભેચ્છા ટ્વીટમાં પણ આવું કશું જ નથી.
– વડોદરાના રૅમ્પ વૉકમાં મોદીના મનમાં આનંદલહેરો કેવી ચાલી રહી છે તે દેખાઈ રહ્યું છે. અહીં તો એ જેન-ઝીની વચ્ચે છે, અને સત્યનિકેતનમાં જે મરી ગયા તે જેન-ઝી જ હતા. વડોદરાની જેન-ઝી માટેના આખા ય તાયફામાં દિલ્હીના દિવંગત જેન-ઝીનું કોઈ અસ્તિત્વ જ નથી. ક્યાં ગયું ઓલું ઝેન-ઝી કનેક્ટ ?
– શ્રીરામ કૉલેજના અને વડોદરાના યુવાઓની મુગ્ધતા અકળાવનારી હતી, પણ અનપેક્ષિત ન હતી. તેમણે મોબાઈલમાં ફોટા પાડ્યા, રિલ્સ બનાવી. આ એ જ ગૅજેટ છે કે જેનાથી એમની ઉંમરનાં છોકરી-છોકરાઓએ દિલ્હી, રાંચી, પટનામાં માર ખાતાં ખાતાં પણ મોદી સરકારે શિક્ષણની કરેલી દુર્દશાને દુનિયા સામે મૂકી હતી.
– ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના જાણીતા કૉલમિસ્ટ તવલીન સિંગે તેમના લેખ Who are the real patriots ?-ની શરૂઆત મોદીના રૅમ્પ વૉકથી કરી છે. તેઓ જે ધૂનના તાલે ઝૂમી રહ્યા હતા તે We will rock you ગીતની ધૂન હતી. આ નોંધીને તવલીન લખે છે કે આ ધૂન જે ગીતની હતી તે ગીતના શબ્દો મોદીએ જાણ્યા હોત તો ‘તેઓ બેભાન થઈ ગયા હોત’. લેખક એ શબ્દો ટાંકે છે You got mud on your face, big disgrace. Somebody better put you back into your place. (તમારા મોં પર કીચડ છે, કેવું ખરાબ! કોઈકે તમને તમારી જગ્યા બતાવી દેવી જોઈએ) પછી જણાવે છે: 1977ની સાલનું આ ગીત એમની પોતાની બળવાખોર યુવાન પેઢીનું હતું.
તવલીન ધારદાર પ્રશ્ન પૂછે છે : Who was the IDIOT who advised the Prime Minister to attend this joyous event when a PG hostel has just crumbled in Delhi University’s south campus killing young students and their dreams ? (એ કયો મૂરખ હતો કે જેણે દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કૅમ્પસમાં પી.જી. હૉસ્ટેલ દુર્ઘટનામાં યુવાન વિદ્યાર્થીઓ તેમનાં સપનાં સાથે મોતને ભેટ્યા હોય એવા ટાણે વડા પ્રધાનને આ આનંદોત્સવ કરવાની સલાહ આપી હોય?) આ લખનાર પૂછી શકે કે એવા કેવા ∙∙∙ વડા પ્રધાન હોય કે જે આવા શોકના ટાણે રૅમ્પ ઇવેન્ટમાં જોડાવાની સંમતિ આપે ?
તવલીન નોંધે છે કે મેઈનસ્ટ્રીમ મીડિયાએ મૃત્યુ પામેલા સાત વિદ્યાર્થીઓની સ્ટોરીઝ કરવાનું એકંદરે તો ટાળ્યું જ છે. તેને બદલે લગભગ દરેક ન્યૂઝ ચૅનલે વડા પ્રધાનની ગુજરાત મુલાકાતની દરેક ક્ષણ કવર કરી છે કે જાણે એ દિવસના સહુથી મહત્ત્વના સમાચાર હોય. જો તેમણે સત્ય નિકેતન દુર્ઘટનાઓની સ્ટોરીઝ પર ભાર મૂક્યો હોત તો કદાચ એ દિલ્હીની ટ્રિપલ એન્જિન સરકારને આવી દુર્ઘટનાઓનાં મૂળ એવા ભ્રષ્ટાચાર અંગે વિચારવા માટે ઢંઢોળી શકી હોત. બાય ધ વે, સત્ય નિકેતન પી.જી. એ આર.કે. પુરમ મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય અને પી.જી. માફિયા અનિલ શર્માની માલિકીનું છે અને આખો વિસ્તાર એ માફિયાઓના હાથમાં છે.
ધીરેન્દ્રસિંહ ધુરંધર નામના એક કવિએ 7 સપ્ટેમ્બર 2026ના દિવસે લખેલી એક કવિતા વાંચવામાં આવી. તેના ચોટદાર શબ્દો છે :
देख लो! देख लो! दिल्ली स्थित
सत्य निकेतन नहीं – मृत्यु निकेतन
13 સપ્ટેમ્બર 2026
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

