હોઠ ઉઘડે તો પરિચય થાય છે
આદમી ક્યાં મૌનથી સમજાય છે!
આ નગરમાં એક મોસમ વાય છે,
આદમીથી આદમી ગભરાય છે.
શિસ્તને બદલે દુકાનો પર હવે,
વાહ વાહની ભાવના વેચાય છે.
ફક્ત સંભળાતું હતું ,એ આજ સૌ,
દૂરથી……સંભળાય ને દેખાય છે.
પહેલાં નજરો, એ પછી જો દિલ મળે,
તો મહોબ્બતની ગઝલ સર્જાય છે.
અમદાવાદ.
e.mail : siddiq948212@gmail.com
![]()

