Opinion Magazine
Number of visits: 9839174
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 May 2026

સેલિબ્રિટીઝ, એથલિટ્સ, રાજારણીઓ, ટેક ફાઉન્ડર્સ અને દરેક ખંડના કલ્ચર આઇકન્સ મેટ ગાલાના ગેસ્ટ લિસ્ટમાં હતા. તેમણે અમુક નિયમો પણ ઘડ્યાં, જેમ કે અઢાર વર્ષથી ઓછી ઉંમરનાને પ્રવેશ ન આપવો, કાંદા–લસણને નો એન્ટ્રી, સ્મોકિંગ ન કરવું વગેરે.

ચિરંતના ભટ્ટ

દર વર્ષે મે મહિનાના પહેલા સોમવારે ન્યૂ યોર્કનું મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ (The Met) વિશ્વનું સૌથી વધુ ચર્ચિત સ્થળ બની જાય છે. મેટ ગાલા કોઈ સામાન્ય ફેશન શો કે એવોર્ડ સેરીમની નથી; આ એક એવું પરફોર્મન્સ છે જ્યાં મહેમાનો પોતે જ કળા સમાન હોય છે અને રેડ કાર્પેટ એક જીવંત કેનવાસ બને છે.

1948માં સાવ સાધારણ રીતે મેટ ગાલાની શરૂઆત થઈ હતી. વૉલ્ડોર્ફ ઑસ્ટ્રીયામાં મધરાતના જમણની કિંમત ત્યારે પચાસ ડૉલર્સ હતી અને ન્યૂ યોર્કની હાઇ સોસાયટી અને ફૅશન ઉદ્યોગના ઇનસાઈડર્સ તેમાં આવ્યા. એલિનોર લેમ્બર્ટ, એક તેજસ્વી અને ચકોર પબ્લિસિસ્ટ હતાં જેમને મેટ્રોપૉલિટન મ્યુઝિયમના કોશ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટ માટે ભંડોળ એકઠું કરવું હતું. વર્ષોમાં કોઈને સ્વપ્ને પણ કલ્પના નહીં હોય કે 2026માં થનારા મેટ ગાલાની એક જ રાતમાંથી $42 મિલિયન ડૉલરની આવક થશે. લેમ્બર્ટની ચાહ માત્ર એટલી હતી કે દુનિયા ફૅશનને સિરિયસ આર્ટ ગણે. 

1972માં ‘વોગ’ના લેજેન્ડરી ભૂતપૂર્વ એડિટર ડાયના વ્રિલેન્ડનું આગમન થયું અને તે આ કોશ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટનાં કન્સલ્ટન્ટ બન્યાં. વ્રીલેન્ડે થીમ આધારિત એક્ઝિબિશનની શરૂઆત કરી. દર વખતે કોઈ નવા વિચારની આસપાસ ક્યુરેશન થાય, સંકલ્પના થાય અને દરેક મહેમાને તેની સાથે મેળ ખાય એ રીતે વસ્ત્રો પહેરવાનાં. એલિઝાબેથ ટેલર, એન્ડી વૉર્હોલ, બિઆન્કા જેગર જેવાં મોટાં માથાંને આમંત્રણો અપાયા અને એ સાથે ગ્લેમરે મેટ ગાલામાં એન્ટ્રી મારી અને એ પછી આજ સુધી એક્ઝિટ નથી લીધી.

એ પછી વોગના એના વિન્ટૂરે 1995માં મેટ ગાલાનું સુકાન સંભાળ્યું તેમણે મેટ ગાલાને ‘ફેશન વિશ્વનું ઑલિમ્પિક’ બનાવ્યું. સેલિબ્રિટીઝ, એથલિટ્સ, રાજારણીઓ, ટેક ફાઉન્ડર્સ અને દરેક ખંડના કલ્ચર આઇકન્સ મેટ ગાલાના ગેસ્ટ લિસ્ટમાં હતા. તેમણે અમુક નિયમો પણ ઘડ્યાં, જેમ કે અઢાર વર્ષથી ઓછી ઉંમરનાને પ્રવેશ ન આપવો, કાંદા-લસણને નો એન્ટ્રી, સ્મોકિંગ ન કરવું, વગેરે. આજે અહીં પ્રવેશ મેળવવા માટે એના વિન્ટૂરની અંગત મંજૂરી અનિવાર્ય છે. આજે મેટ ગાલા એ સુપર બૉલ કરતાં બમણી મીડિયા ઈમ્પેક્ટ વેલ્યુ ઉપજાવે છે. મેટ ગાલાના પગથિયાં પર પહેરાયેલો એક ‘લૂક’ કોઈ ડિઝાઇનરની આખી કારકિર્દી ઘડી શકે છે.

તમને થતું હશે કે મેટ ગાલામાં લોકો તૈયાર થાય એ તો ઠીક છે પણ ચિત્ર-વિચિત્ર વાઘાં કેમ કાઢતાં હશે? મેટ ગાલાના થીમની માગણી જ એવી છે, આ કોઈ બ્લેક ટાઈ ઑકેઝન નથી, આ એક કોન્સેપ્ચ્યુઅલ થિએટર છે, ત્યાં જવું એક પરફોર્મન્સ છે. 2026નો થીમ હતો ‘કોશ્ચ્યુમ આર્ટ’ અને ડ્રેસ કોડ હતો ‘ફેશન ઇઝ આર્ટ’. અહીં પહેરાતાં વસ્ત્રો માત્ર કપડાં નથી, પણ હજારો કલાકની મહેનત અને કૌશલ્યનો દસ્તાવેજ છે. દરેક મહેમાને પોતાના શરીરને હરતું ફરતું એક્ઝિબિશન જ બનાવવાનું હતું. ત્યાં પહેરાતા ડ્રેસ એક થીસિસ છે તો પાછળ પહેરાતાં લાંબા કૅપ કે ખભાની આસપાસ ફેલાયેલું ડિઝાઈનર બખ્તર એક મેનિફેસ્ટો છે, તે એક સ્ટેટમેન્ટ છે. આ તમામ વસ્ત્રો એમ પોકારી રહ્યાં છે કે કૌશલ્ય પણ કળા જેટલું જ અગત્યનું હોય અને તેને પણ મ્યુઝિયમમાં જગ્યા મળવી જ જોઈએ. આ વર્ષના મેટ ગાલામાં કૌશલ્યને મહત્ત્વ આપવાની સૌથી સચોટ દલીલ ભારતે કરી છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. 

2026ના મેટ ગાલામાં ભારતે માત્ર હાજરી નથી નોંધાવી, પણ પોતાની સાંસ્કૃતિક સત્તા સાબિત કરી છે. કકરણ જોહરે મનીષ મલ્હોત્રાનું સર્જન ‘ફ્રેમ્ડ ઇન ઇટર્નિટી’ પહેર્યું. 86 દિવસની મહેનત અને રાજા રવિ વર્માની કૃતિઓથી પ્રેરિત એ પરિધાન ભારતીય ચિત્રકળાના પિતાને એક અંજલી સમાન હતું. રાજા રવિ વર્મા 19મી સદીના પહેલા ભારતીય ચિત્રકાર હતા જેમણે હિન્દુ પૌરાણિક પાત્રોને યુરોપિયન એકેડેમિક પેઇન્ટિંગની શૈલીમાં ઢાળ્યાં હતાં.

ઇશા અંબાણીએ ગૌર ગુપ્તાએ અને સ્વદેશ ફાઉન્ડેશનના સહયોગથી બનેલી સાડી પહેરી જેને બનાવવામાં 1200 કલાક લાગ્યા, 25 કારીગરોએ તેની પર કામ કર્યું હતું. તેના પરિધાનમાં હાથે રંગેલી પિછવાઈ હતી, સ્ટ્રક્ચર્ડ કૅપ હતું. મેટના પગથિયાં પર હોત કુતુર (haute couture) ઉચ્ચ સ્તરની ફેશનમાં પિછવાઇ જોવી એટલે જાણે મંદિરની દિવાલ ત્યાં પગથિયાં પર ખડી થઇ ગઇ તેમ લાગ્યું. સુધા રેડ્ડી કલમકારીથી ઇન્સ્પાયર્ડ પીસ ‘ધી ટ્રી ઑફ લાઇફ’ લાવ્યાં, જેમાં 90થી વધુ કારીગરોએ મળીને 3,459 કલાક કામ કર્યુ હતું. મનીષ મલ્હોત્રાએ સ્વાભાવિક રીતે જ પોતાનું સર્જન પહેર્યું જેમાં 960 કલાક સુધી 50 કારીગરોએ કામ કરી કૅપ તૈયાર કરી હતી જેમાં દરેક ટાંકા સાથે કારીગરોના નામ અને સહીં હતા. જયપુરના મહારાજા સવાઈ પદ્મનાભ સિંહે, કારીગરોએ 600 કલાકથી વધુ મહેનત કરીને તૈયાર કરેલ રાજસ્થાની ફૂલકારી સાથે કોટ પહેર્યો હતો. અનન્યા બિર્લાએ રોબર્ટ વુનની ડિઝાઈન પહેરી અને સાથે આર્ટિસ્ટ કસુબોધ ગુપ્તાએ તૈયાર કરેલ સ્ટ્રક્ચર્ડ માસ્ક પહેર્યું. સુબોધ ગુપ્તા વાસણોથી આર્ટ પીસ બનાવવા માટે વિશ્વ વિખ્યાત છે. તેમના કામ ટોટ મ્યુઝિયમથી માંડીને ગોગનહાઇમ સુધી પહોંચ્યા છે. 

આમાંનુ કશું ય ઉપરછલ્લું કે કરવા ખાતર નહોતું કરાયું. પશ્ચિમી વિચારો ભારતને એક્ઝોટિક ગણે છે અને આપણે તેમને આપણી કળાના મૂળિયાં, તેની મક્કમતા અને પ્રભાવનો પરિચય કરાવ્યો. આપણો વારસો અને સંસ્કૃતિ કેટલાં દમદાર છે તે તેમને દેખાડવાનો આ મોકો હતો અને ભારતે એ કરી બતાવ્યું. 

મેટ ગાલા હવે માત્ર કળા પૂરતું મર્યાદિત નથી, તે આર્થિક તાકાતનું પ્રદર્શન છે. મેટ ગાલા પૈસા પર ચાલે છે. તેની ટિકિટ્સ વ્યક્તિ દીઠ 10,00,000 ડૉલર્સ પર પહોંચી હતી જે ગયા વર્ષે 75,000 ડૉલર્સ હતી. 

આખું વર્ષ કન્વેન્શનલ એડવર્ટાઇઝિંગ પર જેટલો ખર્ચો થતો હોય તેની સામે આ એક સાંજ પર થતો ખર્ચ વાર્ષિક બજેટને ટક્કર મારે તેવો હોય છે. આ માત્ર સુંદર મોંઘા કપડાં નથી, આ માર્કેટ પોઝિશનિંગ છે. મેટ ગાલાએ સૌથી મોંઘું પણ સૌથી લાયક બિલબોર્ડ છે. બ્રાન્ડ્સ માટે આ સૌથી મોટું વૈશ્વિક પ્લેટફોર્મ છે. ભારતીય લક્ઝરી ફેશન જ્યારે આ સ્તરે પહોંચે છે, ત્યારે તે સાબિત કરે છે કે આપણી કારીગરી વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ અને સુસંસ્કૃત છે.

નીતા અંબાણી આજે મેટ્રોપોલિટન મ્યુઝિયમના બોર્ડમાં પ્રથમ ભારતીય ટ્રસ્ટી તરીકે સ્થાન ધરાવે છે. આવું દોઢસો વર્ષમાં પહેલીવાર થયું છે. આ પદ તેમણે વર્ષોની સંસ્થાગત પકડ અને આયોજનબદ્ધ ફિલાન્થ્રોફી દ્વારા મેળવ્યું છે. તેમના સ્વદેશ ફાઉન્ડેશન દ્વારા કોશ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટને મળેલી આર્થિક સહાય અને મ્યુઝિયમના નેતૃત્વ સાથેના સંબંધોએ ભારતને ‘સીટ એટ ધ ટેબલ’ અપાવી છે. હવે એક ભારતીય પાસે એ નક્કી કરવાની સત્તા છે કે કઈ સંસ્કૃતિઓની વાર્તા આ મ્યુઝિયમની દીવાલો પર કહેવાશે.

આ સાચો ‘સોફ્ટ પાવર’ છે. જ્યારે ભારત સરહદો પર ભૌતિક પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે સાંસ્કૃતિક મોરચે તે વિશ્વને નેતૃત્વ પૂરું પાડે છે. ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સમાં ભારત ૩૨મા ક્રમે હોવા છતાં, જ્યારે પોતાની શરતો પર રજૂ થાય છે, ત્યારે તે વિશ્વના સાંસ્કૃતિક નકશા પર છવાઈ જાય છે.

વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આનો અર્થ સમજવા જેવો છે. અત્યારે ભારત એક તરફ સરહદો પર લશ્કરી પડકારો ઝીલી રહ્યો છે, તો બીજી તરફ પેચીદાં રાજદ્વારી સંબંધો અને લોકશાહીની આંતરિક ખેંચતાણમાં તે અટવાયેલો છે. આ બધાંની વચ્ચે એક આંકડો જોવા જેવો છે કે, ‘ગ્લોબલ સોફ્ટ પાવર’ ઇન્ડેક્સમાં ભારત 32માં સ્થાને છે. હા, આ કંઇ બહુ આગળનો આંકડો નથી, મધ્યમ સ્તર છે પણ છતાં આ વર્ષે મે મહિનાના પહેલા સોમવારે ભારતીય ડિઝાઇનરો બેસ્ટ ડ્રેસ્ડ લિસ્ટમાં છવાયેલા રહ્યાં, કારીગરોને વાહવાહી મળી અને વિશ્વનાં સૌથી પ્રખ્યાત મ્યુઝિયમના પગથિયાં પર ભારતની પરંપરાગત કળા, સર્જકો અને કારીગરી ગુંજી ઉઠી.

બાય ધી વેઃ 

એપ્રિલ 2023માં ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ (NMACC) ખુલ્યું, ત્યારે તેને ‘ભારતના મેટ ગાલા’નું ટૅગ અપાયું હતું. અને એ સરખામણી યોગ્ય જ હતી, કારણ કે તે વીકએન્ડમાં મહેમાનોની યાદીમાં શાહરૂખ ખાન જેવા સ્થાનિક દિગ્ગજોની સાથે ઝેન્ડાયા, ટોમ હોલેન્ડ અને ગીગી હદીદ જેવા વૈશ્વિક સિતારાઓની હાજરીએ આંતરરાષ્ટ્રીય સ્તરની ચમક લાવી દીધી હતી. ત્યાંનું મુખ્ય પ્રદર્શન ‘ઇન્ડિયા ઇન ફેશન’ એ સદીઓથી પશ્ચિમી ડિઝાઈન પર ભારતીય કાપડ અને કારીગરીના પ્રભાવનો જીવંત પુરાવો હતું, બરાબર એ જ દલીલ, જે 2026માં ભારતીયોએ મેટ ગાલાના પગથિયાં પર કરી.

જ્યારે ગીગી હદીદ અબુ જાની-સંદીપ ખોસલાના 8,400 સ્વરોવસ્કી ક્રિસ્ટલ્સથી ઝળહળતા ગોલ્ડ-બીડ જરદોશી જેકેટમાં પહોંચી, ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે ભારત હવે બીજાઓના સૌંદર્યશાસ્ત્ર માટે માત્ર એક સંદર્ભ (Reference point) નથી, પણ પોતાની સાંસ્કૃતિક વાર્તાનું પોતે જ સક્રિય સર્જક બન્યો છે. મેટ ગાલા અને NMACCનું ઉદ્દઘાટન એ માત્ર બે ઘટનાઓ નથી, પણ એક જ વિસ્તારિત નેટવર્કની જોડાયેલી કડીઓ છે. જ્યારે કરણ જોહર મેટ્રોપોલિટન મ્યુઝિયમના પગથિયાં પર રાજા રવિ વર્માને પહેરે છે, અને જ્યારે નીતા અંબાણી ભારતમાં ભારતીય હસ્તકળાના પ્રારંભ રૂપે ‘ડિયોર’ જેવી બ્રાન્ડને રજૂ કરે છે, ત્યારે દુનિયાના બંને છેડેથી એક જ વાત મજબૂતીથી કહેવાય છે: ભારતનો વારસો હવે કોઈ પૃષ્ઠભૂમિ નથી, પણ તે પોતે જ ‘મેઈન ઇવેન્ટ’ છે.

 પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 મે 2026

Loading

10 May 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—340

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  
  • વિરોધ અને અન્યાય પ્રતિકારની અહિંસક નવતર રીતો
  • નકો નકો ચૂંટણી હાજરાહજૂર : લોકશાહીનો સ્વાંગ બરકરાર
  • ફરિયાદ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved