Opinion Magazine
Number of visits: 9733300
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્વીન એલિઝાબેથ બીજાઃ 70 વર્ષ સુધી વિશ્વ આખામાં રાજવીપણાની ઓળખ સતત ઘૂંટનારી પ્રતિભા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 September 2022

એક રિપોર્ટ અનુસાર ક્વીનનાં એક બાળપણનાં મિત્ર સોનિયા બેરીએ એક અખબારને કહ્યું હતું કે, “શક્ય હોત તો ક્વીન એલિઝાબેથ બીજાંએ પોતાને માટે બહુ જુદી જિંદગી પસંદ કરી હોત. મોકો મળ્યો હોત તો તે લગ્ન કરી, પોતાનાં કૂતરાં અને અશ્વો સાથે શાંતિથી રહ્યાં હોત

HM The Queen at Buckingham Palace on 26th November 2001. Part of a series of photographs taken to commemorate the Golden Jubilee in 2002. (Photo by Lichfield Archive via Getty Images)

એક હતો રાજા અને એક હતી રાણી. પણ ખરેખર તો રાજ રાણીએ જ કર્યું. પોતાના વંશ-વેલા પરિવાર અને રાજપાટને બરાબર મુઠ્ઠીમાં જકડી રાખવામાં રાણીએ ભારે જહેમત કરી, ક્યારેક કડક નિર્ણયોથી તો ક્યારેક કંઇક જતું કરીને. આખરે જીવનના સાડા નવ દાયકા જીવીને રાણીએ અંતિમ શ્વાસ લીધો. ક્વીન એલિઝાબેથ બીજાં જ્યારે 25 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા જ્યોર્જ છઠ્ઠાનું નિધન થયું અને 1952માં તેમણે બ્રિટિશ રાજની ગાદી સંભાળી તે છેલ્લા શ્વાસ સુધી તેમણે એ જવાબદારી પોતાના હાથમાં જ રાખી. ઇતિહાસમાં કોઇ મહિલાએ આટલું લાબું શાસન કર્યું હોવાનો શ્રેય એલિઝાબેથ બીજાંને જાય છે. બ્રિટનના ૧૫ વડા પ્રધાન સાથે પણ તેમણે કામ કર્યું અને ગયા અઠવાડિયે ઑફિસમાં પ્રવેશેલાં લિઝ ટ્રસના આગમન વખતે તે જ બ્રિટનના સૌથી ઉચ્ચ રાજવી પદે હતાં. અમેરિકાના 14 પ્રમુખોમાંથી 13ને તે મળ્યાં છે અને અનેક રાજવી પ્રસંગોથી માંડીને રાજ્ય સંબંધિત કાર્યક્રમો માટે વિવિધ રાષ્ટ્રો, રાજ્યોની મુલાકાતો લીધી છે. ક્વીન એલિઝાબેથે ઇતિહાસ રચ્યો છે એટલું જ નથી, તે પોતે ઇતિહાસ છે. બ્રિટનની ૧,૦૦૦ વર્ષ જૂની રાજગાદી પર સૌથી લાંબો સમય શાસન કરનાર ક્વીન એલિઝાબેથનું જીવન એટલે કે એવી વાસ્તવિકતા જ્યાં રાજા-રાણીની કથાઓનું વાર્તા તત્ત્વ આજે પણ યથાવત્ છે.

આખી દુનિયામાં પહેલાંની સરખામણીએ રાજવીઓનું શાસન હવે ઘણું ઓછું થયું છે. આજે પણ વિશ્વમાં 44 મોનાર્કીઝ છે જેમાંથી 13 એશિયામાં છે, 12 યુરોપમાં છે, 10 ઉત્તર અમેરિકામાં છે, 6 ઓશિયાનામાં છે અને આફ્રિકામાં છે. દક્ષિણ અમેરિકામાં કોઇ મોનાર્કીઝ નથી. જ્યારે બ્રિટને રાજાશાહીમાંથી લોકશાહી તરફનો બદલાવ સ્વીકાર્યો ત્યારે પણ મોનાર્કી – એટલે કે રાજાશાહી એક બંધારણીય આવશ્યકતા હતી, તેનું સન્માન યથાવત્ અને વડા પ્રધાન એટલે કે સાર્વભૌમના પ્રથમ પ્રધાન. બ્રિટનના મામલે વડા પ્રધાન સરકારના વડા છે, પણ રાષ્ટ્રના વડા નથી. બ્રિટનના રાજવી પરિવારની અને તેના વડાની સૌથી મોટી જવાબદારી એ રહી કે દેખીતી રીતે સામાન્ય લોકશાહી લાગતા રાજ્યમાં એક વારસાગત રાજાશાહી છે, રાજકારણથી પણ ઉપર છે અને રાષ્ટ્રનાં મૂલ્યોનુ પ્રતિનિધિત્વ કરે છે.

ક્વીન એલિઝાબેથ બીજાં ગાદી પર હતાં તે દરમિયાન અધધધ ઘટનાઓ ઘટી છે. તેમણે યુદ્ધો જોયાં, મંદી જોઇ, પડી ભાંગતી અર્થવ્યવસ્થા જોઇ, મહામારીઓ જોઇ, બ્રેક્ઝિટ સુદ્ધાં જોઈ. વાત માંડવા બેસીએ તો પછી ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે. જો કે અમુક બાબતો એવી છે કે ક્વીન એલિઝાબેથના ઉલ્લેખ સાથે તેને કોઇને કોઇ રીતે ટાંકી જ લેવાય છે. માર્ગારેટ થેચર અને પ્રિન્સેસ ડાયના – આ બે મજબૂત સ્ત્રીઓની સાથેની ક્વીન એલિઝાબેથની ત્રિરાશીઓની વાત તો કરવી જ રહી.

બ્રિટનનાં વડા પ્રધાન માર્ગારેટ થેચર અને ક્વીન એલિઝાબેથ વચ્ચેના સંબંધો ખૂબ જટિલ હતા. 11 વર્ષ સુધી બ્રિટનના વડા પ્રધાન રહેલાં માર્ગારેટ થેચર અને બ્રિટનના રાણી વચ્ચે હંમેશાં બહુ ડ્રાય અને ઔપચારિક સંબંધો રહ્યા. આમ તો ક્વીન હંમેશાં રાજકારણથી છેટું રાખતા પણ છતાં ય ક્વીનને લાગતું હતું કે વડા પ્રધાન ‘અનકેરિંગ’ છે. દક્ષિણ આફ્રિકા પર શાસનના મામલે રંગભેદી નીતિ અને તેને લગતા પ્રતિબંધો લાદવાનો માર્ગારેટનો કટ્ટર ઇન્કાર ક્વીનને કઠતો હતો. તેમને લાગતું હતું કે થેચર વગર કારણના સંઘર્ષો ખડા કરે તેવાં છે. વડા પ્રાધન માર્ગારેટ થેચર આવા કોઇ પ્રતિબંધોને તરફેણમાં નહોતા જોતાં જેનાથી શ્વેત અને અશ્વેત વચ્ચેનો અલગાવ ચાલુ રહે, આ મામલે તે બીજા કોમનવેલ્થ દેશોની સાથે સંમત નહોતાં. મીડિયામાં અવારનવાર થેચર અને ક્વીન વચ્ચેના તંગ સંબંધો વિશે લખાયું. જો કે થેચરે પોતાની આત્મકથામાં એમ લખ્યું હતું કે મીડિયાએ ભલે એમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે ડાઉનિંગ સ્ટ્રીટ અને પેલેસ વચ્ચે વિખવાદો છે પણ ક્વીને સરકારના કામ પ્રત્યે હંમેશાં યોગ્ય અભિગમ રાખ્યો.

આ તો રાજકારણ અને રાજવી વચ્ચેના સંબંધોની વાત હતી, પણ દીકરા ચાર્લ્સની પત્ની પ્રિન્સેસ ડાયના સાથે ક્વીનના સંબંધો પણ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યા. પ્રિન્સ ચાર્લ્સ પહેલેથી જ કેમિલા પાર્કર સાથે સંબંધોમાં હતા છતાં પણ ડાયના સાથે તેમણે લગ્ન કર્યા. ડાયના ડિપ્રેશન અને બુલિમિયાનો શિકાર બની. તેના વહેવાર પ્રત્યે સમયાંતરે ક્વીન એલિઝાબેથનું વલણ બદલાયું, તે તેને અમુક હદે સમજ્યા અને તેમની વચ્ચેનો સંબંધ બહેતર બન્યો. ડાયનાએ રોયલ બાયોગ્રાફર ઇનગ્રિડ સીવૉર્ડને એમ પણ કહ્યુ હતું કે તેનાં સાસુ વિશ્વના શ્રેષ્ઠ સાસુ છે. પણ પ્રિન્સ ચાર્લ્સ સાથે સંબંધ બગડ્યા એટલે સાસુમા સાથે પણ સમસ્યાઓ થઇ, ડાયનાના વધુ પડતા સંવેદનશીલ સ્વભાવ સામે ક્વીન એલિઝાબેથને વાંધો હતો.  તે બન્ને આગવી પ્રતિભા ધરાવનારી સ્ત્રીઓ હતી અને ક્યારે ય એકબીજાં સાથે મોકળાશથી વાત ન કરી શકી. ક્વીન વિશે એમ પણ કહેવાયુ કે તે ઘરની સમસ્યાઓ ઉકેલવાની માથાકૂટને બદલે કામમાં વ્યસ્ત રહેવાનું પસંદ કરતાં. ડાયના પ્રિન્સ ચાર્લ્સથી છૂટી પડી અને તેનું મોત થયું તે પછી તેને રોયલ ન ગણવાની રાજવી પરિવારની જડતા પણ લોકોને કઠી ગઇ.

રાજવીપણું જેટલું ક્વીન એલિઝાબેથે જાળવી શક્યાં તેવું તો કદાચ બીજું કોઇ નહીં જાળવી શકે. ક્વીન એલિઝાબેથ આખી દુનિયાનાં રાણી હતાં એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આકસ્મિક રીતે જ રાજગાદી પર સ્થપાયેલાં લિલિબેટે, ક્વીન એલિઝાબેથ બીજાંનું ટાઇટલ સ્વીકારીને બહુ શાલિનતાથી, નિષ્ઠાથી તો ક્યારેક રાજવી જડતાથી પોતાના નાગરિકો માટે પોતાનું જીવન અર્પી દીધું. એક રિપોર્ટ અનુસાર ક્વીનનાં એક બાળપણનાં મિત્ર સોનિયા બેરીએ એક અખબારને કહ્યું હતું કે, “શક્ય હોત તો ક્વીન એલિઝાબેત બીજાંએ પોતાને માટે બહુ જુદી જિંદગી પસંદ કરી હોત. મોકો મળ્યો હોત તો તે લગ્ન કરી, પોતાનાં કૂતરાં અને અશ્વો સાથે શાંતિથી રહ્યાં હોત. સત્તા પર, ટોચ પર – જિંદગી સતત એકલવાઇ હોય છે, ભલેને તમે રાણી શું કામ ન હો.”

બાય ધી વેઃ

પ્રિન્સ ચાર્લ્સે ગાદીપતિ થવા માટે બહુ લાંબી રાહ જોવી પડી. 73 વર્ષની વયે જ્યારે તેમણે નિવૃત્ત થવાનું હોય ત્યારે તે એવી કામગીરી હાથમાં લઇ રહ્યા છે જેની તેમને તાલીમ તો મળી છે, પણ તે બહુ પૉપ્યુલર નથી. શું બ્રિટનમાં બાર્બાડોસ જેવા હાલ થઇ શકે? બાર્બાડોસમાં 2021માં લોકોએ પોતાના સામ્રાજ્યવાદી ઈતિહાસને નેવે મૂકીને ક્વીનની રાષ્ટ્રના વડા તરીકેની માન્યતા પાછી ખેંચી લીધી.  કોમનવેલ્થ દેશોમાં આવું ક્યાંક થઇ પણ શકે છે. વળી ક્વીન એલિઝાબેથે 7 દાયકા સુધી રાજવીપણાની જે આભા ખડી કરી છે તેને કોઇપણ નવી વ્યક્તિ માટે પુનઃસ્થાપિત કરવી આસાન નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 સપ્ટેમ્બર 2022

Loading

11 September 2022 Vipool Kalyani
← ઇસ્લામ એની જગ્યાએ સુરક્ષિત છે, મુસલમાન સુરક્ષિત નથી
થઈને ઈશ્વરાભિમુખ →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved