Opinion Magazine
Number of visits:
10132282
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (46)

સુમન શાહ|Opinion - Opinion|23 December 2020

કોઇક વાર દિવસે કે રાતે જો કોઈ ડીમન – રાક્ષસ – ચોરીછૂપીથી તમારામાં ઘૂસે, જ્યારે તમે તમારી નરી એકલતામાં સાવ એકલા હોવ, અને તમને કહે :

આ જીવન જે તું જીવું છું ને જીવતો આવ્યો છું એ તારે ફરી એક વાર અને અસંખ્યવાર, વારંવાર  જીવવાનું છે, અને એમાં નવું કશું હશે નહીં, પણ એ જ  દુ:ખ એ જ સુખ એ જ વિચાર એ જ નિસાસા અને તારા જીવનની કહી ન શકાય એવી નાની-મોટી દરેક વાત એ જ ક્રમે-ઉપક્રમે તારી પાસે / સામે પાછી આવશે –

તો તમે એવું કહેનારાને ઊછળીને દાંત પીસીને શાપ નહીં આપો? 

અથવા તમે અનુભવી હોત એ મહાન ક્ષણ, જ્યારે તમે એને કહ્યું હોત : આપ ઈશ્વર છો ને આથી વધારે દિવ્ય મેં કશું સાંભળ્યું નથી.

Nietzsche : Courtesy : Google

મને નિત્શે ગમે છે. આ છે મને ગમતી એમની eternal récurrence-ની વિભાવના, અને એ માટે એમણે નિરૂપેલી એક કલ્પનાયુક્ત ઉક્તિ.

વિભાવનાનો અર્થ એ છે કે જગતની તમામ ઘટનાઓ અવિરત ફર્યા કરતા ચક્રની જેમ એ-ના-એ જ ક્રમે પુનરાવર્તિત થયા કરે છે.

નિત્શે પોતાના વાચકને કહે છે :

દરેક વસ્તુ પાછી આવતી હોય છે. સૌથી વધુ પ્રકાશતો આકાશનો તારો sirius અને કરોળિયો, અને આ ક્ષણે પ્રગટેલા તારા વિચારો, અને આ તારો છેલ્લો વિચાર પણ, બધું જ પાછું ને પાછું આવ્યા કરે છે.

આ પરત્વે નિત્શે વાચકને વધારામાં એમ પણ કહે છે કે :

તું ગમે તે હોય – ગમતીલું પણ અજાણ્યું જન – તને હું અહીં પહેલી વાર મળ્યો, તું આ સુખદ ઘડીને તથા આપણી આજુબાજુની ને આપણી ઉપરની આ સ્તબ્ધતાનો લાભ લઈ લે; અને મને હમણાં જ એકાએક સૂઝેલો વિચાર, ચમકતા પણ ગમે ત્યારે ઓલવાઈ જનારા કોઈ આકાશી તારા જેવો, મને તને કહેવા દે કે હે મનુષ્ય ! તારું આખ્ખું જીવન રેત ભરેલી પેલી કલાક શીશી જેવું છે જેને હંમેશાં ઊંધી કરાય છે ને જે હંમેશાં ભરાવા માંડે છે. જેમાં તું સંડોવાયો છું એ વૈશ્વિક પ્રક્રિયાચક્રની એકોએક અવસ્થા પસાર ન થઈ જાય ત્યાં લગીની એક લાંઆંબી ક્ષણ …

અને ત્યારે તને દરેક સુખ ને દરેક દુ:ખ, દરેક મિત્ર ને દરેક શત્રુ, દરેક આશ ને દરેક ક્ષતિ, દરેક તણખલું ને દરેક સૂર્યકિરણ, ફરી એક વાર ભળાશે, અને તને તારી જિન્દગીને ઘડનારી ચીજોનું પોત પણ પરખાશે.

જેમાં તું માત્ર એક મામૂલી કણ છું એ આ ring – બન્ધન – દરેક વેળા પહેલાંની જેમ જ ચળકશે. અને માનવજીવનના દરેક ચક્રમાં એક એવી ઘડી આવશે, પહેલી વાર, અને પછી વારંવાર, ત્યારે તું, માણસ, વસ્તુઓના અનન્ત પુનરાવર્તન-વિચારને પામી શકીશ. માનવજાત માટે હંમેશાં એ મધ્યાહ્નની ઘડી હોય છે.

Demon : Courtesy : Screen-A-Geddin

વાચકને માટેનાં આ વચનો ‘નોટ્સ ઑન ધ ઇટરનલ રીકરન્સ’-માંથી છે. નિત્શેના ‘ગે સાયન્સ’ તેમ જ ‘ધસ સ્પોક જરથુષ્ટ્ર’-માં પણ આ વિભાવના સામેલ છે. ડીમનની પૂર્વોક્ત ઉક્તિ ‘ગે સાયન્સ’-માંથી છે.

નિત્શેની આ વિભાવનાએ કરીને આપણે ત્યાં કાયમથી બોલાયા કરતા ‘જનમ-મરણના ફેરા’ ‘લખચૉર્યાસીના ફેરા’ ‘ઘાંચીના બળદિયા જેવું જીવન’ પ્રયોગો યાદ આવી જશે. જો કે નિત્શે તો વસ્તુમાત્રના વારંવારના ફેરાની વાત કરે છે.

એ પ્રયોગોને તેમ જ નિત્શેની આ વિભાવનાને મારી દષ્ટિએ 'ગ્રાન્ડ નૅરેટિવ' કહેવાય, 'મૅટા નૅરેટિવ' પણ કહેવાય. એને ‘મહા વૃતાન્ત’ કહી શકીએ. એવું વૃતાન્ત જેમાં જિવાયેલા ઇતિહાસો પછી સંભવેલી એક સમગ્રદર્શી સમજ કે સમજદારી સંઘરાઈ હોય. એને માનવજીવનને વિશેની ‘મોટી વારતા’ પણ કહી શકીએ. એવી વારતા જેમાં સંસારનો સર્વસાર કે અર્ક સંભરાયો હોય.

આજકાલ આ કોરોના-કોવિડ-૧૯ નામની વિશ્વવ્યાપી વાસ્તવિક મહામારીએ લગભગ બધાં જ ગ્રાન્ડ નૅરેટિવ સામે પ્રશ્નાર્થ ખડો કર્યો છે. માણસ કયા સર્વસારને પકડે એ, પ્રશ્નોનો પણ પ્રશ્ન છે. નિત્શે હોત તો એમ જ કહેત કે આવા ને આવા પ્રશ્નો જ વારંવાર થયા છે ને થયા કરવાના છે …

બીજાં ગ્રાન્ડ નૅરેટિવ વિશે હવે પછી …

(December 22, 2020: USA)

Loading

23 December 2020 admin
← રાજ્ય ધર્મ અને નૈતિકતાઃ માનવવાદી મૂલ્યોના સંદર્ભમાં
અલવિદા, જોહ્ન લે કાર … →

Search by

Opinion

  • કોઈ મરે, તો જ કોર્પોરેશન કામ કરે…?
  • ખાલી ભરી ભરી
  • આખરે આપણી નાગરિકતા પુરવાર શાનાથી થાય છે?
  • શું અર્બન નક્સલ, શું દિમાગી નક્સલ જેન ઝી સારુ હર લેબલ કમઅક્કલ       
  • રાખડી ને રુદિયાની વાતું

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved