જપાની કવિ શોતેત્સુ (1318-1459)ના બે કાવ્યનો અનુવાદ પ્રસ્તુત કરું છું.
•
અંધારી રાત્રિમાં વીજળી
મારું હૈયું
સદાની માફક
અંધારું જ છે;
મારા માટે નથી
કોઈ અન્ય માટે છે
આ રાતની વીજળી.
•
વીજ
રાત્રિના અંધકારમાં
કોને કહીશ હું
મારા મનમાં જે છે તે?
અચાનક વાદળમાં હલચલ-
શરદ ઋતુનો વીજઝબકાર.
•
સૌજન્ય નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર
 
 ફેસબૂક પર પ્રીતમ લખલાણીની કલમથી વધારે પરિચિત થવાયું. રસવંતી, જોબનવંતી, નિર્ભીક અને બે રેખાની વચ્ચે સ્પષ્ટ થઈ જે કહેવું હોય તેવી સહજ લેખિની. ત્રેવીસ પ્રકરણોમાં એકવીસ વ્યક્તિઓ-સાહિત્યકારોની નિકટતા કેળવીને જે લખાયું તેને સરળ, શબ્દોમાં સહજતાથી એમણે એકસો છપ્પન પાનાંઓનાં ફલક પર વિસ્તાર્યું છે. આમ પણ આજકાલ મારો રસ મૂળ ભારતીય પરંતુ પરદેશ-ખાસ કરીને અમેરિકા સ્થિત લેખકો, મિત્રો, સ્વજનો એમનાં ૪૦-૫૦-૬૦ વર્ષોની અનુભવકથાને કઈ રીતે જુએ છે, મૂલવે છે તેમાં વધ્યો છે. આજ સુધી તો રંગૂન (બર્મા), આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જઈને વસેલાં લોકો માટે મનોમન પ્રભાવિત થવાનો જ સીલસીલો રહેલો. છેલ્લા બે-પાંચ વર્ષથી એનો ‘મોહભંગ’ થયો છે, છતાં હાલમાં જ વાંચેલાં સુચિબહેનનાં ‘આવો આવો’, અનિતા અને રમેશ તન્ના સંપાદિત ‘માતૃભાષા મોરી મોરી