અંદરથી
મેં
બારણાંને સ્ટોપર મારી છે.
બહારથી કોઈ
લોખંડી સાંકળ વાસી ગયું છે.
આને તે કંઈ ઘર કહેવાય ?
હું
બારીની બહાર જોયાં કરું છું.
લીમડા પર ઊગી રહેલાં તાજાં રાતાં પાંદડાં
હલી રહ્યાં છે.
(16 જાન્યુઆરી 2019)
 
અંદરથી
મેં
બારણાંને સ્ટોપર મારી છે.
બહારથી કોઈ
લોખંડી સાંકળ વાસી ગયું છે.
આને તે કંઈ ઘર કહેવાય ?
હું
બારીની બહાર જોયાં કરું છું.
લીમડા પર ઊગી રહેલાં તાજાં રાતાં પાંદડાં
હલી રહ્યાં છે.
 
 સૅમિયોટિક ઍનાલિસિસ શું છે એ માટે સંકેતવિજ્ઞાન શું છે તે જાણવું જોઈશે. બહુ મોટો વિષય છે પણ એનો પાયો શું છે તે જાણી લઈએ, તો હાલ પૂરતું બસ થશે.
સૅમિયોટિક ઍનાલિસિસ શું છે એ માટે સંકેતવિજ્ઞાન શું છે તે જાણવું જોઈશે. બહુ મોટો વિષય છે પણ એનો પાયો શું છે તે જાણી લઈએ, તો હાલ પૂરતું બસ થશે.
એ સંકેતોનું વિજ્ઞાન છે. ભાષાવિજ્ઞાન શબ્દોનું વિજ્ઞાન છે પણ શબ્દો ય સંકેતો છે. એટલે ભાષાવિજ્ઞાનને સંકેતવિજ્ઞાનની છતરી હેઠળ મૂકીએ છીએ. પણ શબ્દ અર્થ આપે છે તેમ દરેક સંકેત પણ અર્થ આપે છે. શબ્દ ઉપરાન્ત રંગ, ફૅશન, પહેરવેશ, અવાજ, દૃશ્ય, ક્રિયા, પ્રવૃત્તિ, હાવભાવ; વળી, ચીજવસ્તુઓ કે પરિસ્થિતિઓ પણ સંકેતો છે અને તે પણ અર્થ આપે છે.
ત્યારે એ દરેકને સંકેતક કહેવાય છે અને જે મળે કે સંકેતાય તેને સંકેતાર્થ કહેવાય છે. સંકેતક અને સંકેતાર્થથી સંજ્ઞા બને છે જેને સાઈન કહીએ છીએ.
આ પાયાની ભૂમિકા છે.
પ્રકૃતિ સંસ્કૃતિ સમાજ કે મનુષ્યજીવનની ચોપાસ જે કંઈ છે તે સંજ્ઞાઓ છે. સંકેતવિજ્ઞાન એક વિદ્યાશાખાની રીતેભાતે તેનું અધ્યયન કરે છે અને તેનો પરામર્શ કરે છે.
કેન્દ્રવર્તી પ્રશ્ન આ છે : સંજ્ઞાઓ અર્થ કેવી રીતે ઘડે છે? અથવા, સંકેતકો સંકેતાર્થ પ્રગટાવે છે ત્યારે શી પ્રક્રિયા સંભવે છે.
‘સૅમિઓટિક ઍનાલિસિસ’ને ‘સંકેતવિષયક વિશ્લેષણ’ કહીશું. એવું વિશ્લેષણ કરનાર વ્યક્તિ બે વસ્તુઓ કરશે :
૧ : સંજ્ઞાઓના અર્થ જાણીને સંજ્ઞાઓને સમજશે અને તેનું અર્થઘટન કરશે :
૨ : સંજ્ઞા સંજ્ઞા વચ્ચે, સંજ્ઞાતન્ત્ર સંજ્ઞાતન્ત્ર વચ્ચે, કેવાક સમ્બન્ધ છે.
મેં ‘સંજ્ઞાતન્ત્ર’ શબ્દ વાપર્યો તો એથી શું સમજવાનું? અંગ્રેજીમાં એ ‘સાઈન સિસ્ટમ’ કહેવાશે એ તો ખરું પણ સંકેતવિજ્ઞાનીઓ પણ ‘સાઈન સિસ્ટમ’ જ પ્રયોજશે, કેમ કે એથી શાસ્ત્રીયતા સચવાય.
ભાષા પોતે જ એક સંજ્ઞાતન્ત્ર છે. પણ મેં આ અગાઉના લેખમાં આપેલાં દષ્ટાન્તો સંજ્ઞાતન્ત્રનાં છે, જેમ કે, મન્દિરનો ઘંટ. ખોપરી અને તેની નીચે ક્રૉસમાં ચીતરેલાં બે હાડકાં. હથેળીનાં વચલાં બે આંગળાં પોતાની તરફ હલાવીને બોલાવે; કોઈ પોતાને હોઠે આંગળાં ચૉંટાડીને તરત તમારી તરફ મોકલે, તો એ બધા હાવભાવ સંજ્ઞાતન્ત્ર છે. બધા વિદ્વાનો લાલ પીળા અને લીલા રંગના ટ્રાફિક સિગન્લનું દૃષ્ટાન્ત આપે છે એ પણ સંજ્ઞાતન્ત્ર છે.
મેં અગાઉના લેખમાં, ગુજરાતી ભાષાના આ બધા પ્રયોગો દર્શાવેલા : પેટ ‘ઠોકીને’ ખાધું : એ બાંગડને મારા ‘તાબામાં’ રાખીશ : સરખું વરત ને, શું ‘ગોથાંપિલ્લાં’ કર્યા કરે છે? : લોહી ‘પી’ ગ્યો : ‘ધૂનમાં ને ધૂનમાં’ હું એ બાજુ ચાલી ગયો : મારા બેડરૂમમાં આમ ‘ચોરપગલે’ નહીં આવવાનું : મારું ‘માથું’ ન ‘ખા’ : પેલાએ મનુને એવી ‘ફાચર’ મારી કે વાત પતી ગઈ : તેં ‘બાફ્યું !’ જોજે હવે તારી શી ‘વલે’ થાય છે.
એ દરેક પ્રયોગનું એક સાદું સંકેતવિષયક વિશ્લેષણ કરી શકાય. નમૂના દાખલ આ જુઓ :
પેટ ‘ઠોકીને’ ખાધું -માં પેટ, ઠોકવું અને ખાવું -ને કામચલાઉ ધૉરણે સંજ્ઞાઓ ગણી લઈએ.
પેટ મનુષ્યશરીરનો એ ભાગ છે જ્યાં ખોરાક પહૉંચે છે અને ચયાપચયની પ્રક્રિયાથી શરીરને શક્તિ મળે છે. પેટ સંજ્ઞાનો અર્થ જઠર કાળજું સ્વાદુપિણ્ડ તથા નાના અને મોટા આંતરડાં વગેરે પણ છે.
ઠોકવું-નો અર્થ છે, કશાક વડે કશાક પર હળવો કે ભારે ઘા કરવો. ઘણ પર હથોડો ઠોકાય, લાકડામાં ખીલો કે ખીલી ઠોકાય, તો ઠોકવું-નો અર્થસંકેત તે વખતે વાપરેલા બળ કે દબાણને કારણે બદલાય છે.
હવે, પેટ પર તો કશું ય ઠોકવામાં આવતું નથી તો પણ ‘પેટ ઠોકીને ખાધું’ એમ કહેવાય છે ત્યારે ઠોકવું સંજ્ઞાનો અર્થ સાવ જ બદલાઈ જાય છે બલકે એ મૂળ અર્થ રહેતો જ નથી. સંકેતવિજ્ઞાની એને connotation કહેશે – addition to denotation. (સંસ્કૃત કાવ્યશાસ્ત્રી એમાં મુખ્યાર્થબાધ જોશે અને લક્ષ્યાર્થ શોધશે).
મારા જેવો વિશ્લેષક ત્રીજી સંજ્ઞા ખાવું ભણી જોવા માંડશે. મને પ્રશ્ન થવાનો – ખાનારે ખોરાકને તો ઠોક્યો નહીં હોય ને ! એમ કહેતાં મને સમજાય છે એમ કે એનું પેટ ખોરાકને જેટલો સહી શકે એટલો દાબ આપીને એણે ખાધા કર્યું હશે. ઠોકવું એટલે દબાવવું અને તે પણ દાબના એક પણ સાધન વિના !

પણ સાધન વિના દબાવાય કેવી રીતે? મને એમ વિચારવાની ફરજ પડે છે કે એના હાથે મૉંએ જીભે દાંતે એ દાબનું કામ કર્યું હશે. જો કે એ અંગો સામાન્યપણે એ કામ વત્તે ઓછે અંશે કરતાં જ હોય છે.
તો? સ્વાદ અથવા ભૂખે એ કામ કરેલું. એ એવો સ્વાદિલો હતો કે ખાવા દરમ્યાન મળેલા વિવિધ પ્રકારના સ્વાદનો માર્યો ઘણું ખાઈ ગયેલો. એ જાતે એટલો સમ્પન્ન હશે અથવા એને ખવરાવનાર એટલો શ્રીમન્ત હશે. અથવા એ અતિથિ બ્રાહ્મણ હશે ને યજમાન વણિક હશે. પણ જો દાબ આપવાનું કામ ભૂખે કર્યું હોય તો એ ઉપવાસી હોવો જોઈએ અથવા ગરીબ ભિખારી; કે પછી સ્થૂળકાય ભૂખારવો.
સંકેતવિષયક વિશ્લેષણમાં સંજ્ઞાઓને સંજ્ઞાતન્ત્રના એકમો તરીકે તો જોવાય જ છે પણ આમ તેમની વચ્ચેના સમ્બન્ધોને પણ ઉકેવાના હોય છે. પરિણામે, દરેક સંજ્ઞાને અદકરો અર્થ મળે છે.
સંકેતવિજ્ઞાન એમ નિર્દેશ આપે છે કે કોઈપણ સંજ્ઞા કદી પણ અર્થ પરત્વે સ્વાયત્ત નથી હોતી, એને હમેશાં સંલગ્ન સંજ્ઞાઓથી પ્રભાવિત થવું પડે છે. એટલે આ સ્વરૂપના વિશ્લેષક પાસે ભાષાવિજ્ઞાન ઉપરાન્તની વિદ્યાશાખાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ.
જેમ કે, મેં હળવી રીતે, કદાચ ઝીણો શાસ્ત્રદ્રોહ કરીને, વિશ્લેષણ કર્યું પણ હું જો સમ્પન્ન-શ્રીમન્ત, બ્રાહ્મણ-વણિક અને ભિખારી વિશેના સમાજવિજ્ઞાનને જાણતો ન હોઉં તો મારું વિશ્લેષણ મનઘડંત ઠરે. મેં તો ભૂખારવો અને ઉપવાસી કહીને ખાનપાનની સનાતની શૂચિતાનો ઇશારો પણ કરી દીધો !
સંકેતવિજ્ઞાનનો આમ તો જીવન સમગ્ર સાથેનો પણ સવિશેષે નૃવંશવિજ્ઞાન મનોવિજ્ઞાન વગેરે વિજ્ઞાનો સાથેનો સમ્બન્ધ નૉંધપાત્ર ઠર્યો છે તે આ કારણે.
અમેરિકન ફિલસૂફ અને પ્રૅગ્મેટિક્સના ‘ફાધર’ ચાર્લસ સૅન્ડર્સ પર્સ પણ સંકેતવિજ્ઞાની હતા. એમને વિશેષ રુચિ હતી તર્કવિજ્ઞાનમાં જ્યારે સૉસૂરને હતી ભાષાવિજ્ઞાનમાં. તેમ છતાં, બન્ને મનીષીઓ એક હકીકત વિશે એકમત હતા કે વાણી અને લેખન પર્યાપ્ત નથી, મનુષ્યો બીજી અનેકાનેક રીતે અર્થો સરજે છે. (મને આ ક્ષણે કામૂનું વિધાન યાદ આવે છે, એ કહે છે કે માણસ અર્થ ઝરતું પ્રાણી છે.) એ ભૂમિકાએ બન્નેએ ભાષાને સંજ્ઞાતન્ત્રો સાથે જોડી અને સાઇન-પ્રોસેસની અથવા સૅમિયોસિસની વિચારણા ઘડી કાઢી.
સૅમિયોસિસ વિશે હવે પછી.
= = =
 
જે નાસ્તિક બુદ્ધને સનાતની હિન્દુઓએ ભગવાન વિષ્ણુના એક અવતાર બનાવી દીધા હતા એમના અનુયાયીઓએ એક સૂત્ર અપનાવ્યું હતું : संघम् शरणं गच्छामि। આ સૂત્રને પોતાની જાતને સનાતની હિન્દુ કહેનારા મહાત્મા ગાંધીએ જેની સ્થાપના ૧૯૨૦માં કરેલી તે ગૂજરાત વિદ્યાપીઠના કર્તાહર્તાઓએ RSSને શરણે જઈને સાર્થક કર્યું.
 રાજેન્દ્ર ખીમાણીનું કુલનાયક તરીકેનું રાજીનામું એ આ સૂત્ર મુજબની કાર્યવાહી છે. ચેસની રમતમાં એક નિયમ એ છે કે જે રાજાને ચેકમેટ કરે છે તેનો સૌથી પહેલો ભોગ લેવાય છે.  રાજા એટલે કે RSS, ભા.જ.પ. અને નરેન્દ્ર મોદી કે અમિત શાહને ચેકમેટ કરવાની હિંમત તો ગૂજરાત વિદ્યાપીઠ ક્યારની ય ગુમાવી ચૂકી હતી. એટલે સંઘને કે ભા.જ.પ.ને શરણે ગયા સિવાય છૂટકો નહોતો.
રાજેન્દ્ર ખીમાણીનું કુલનાયક તરીકેનું રાજીનામું એ આ સૂત્ર મુજબની કાર્યવાહી છે. ચેસની રમતમાં એક નિયમ એ છે કે જે રાજાને ચેકમેટ કરે છે તેનો સૌથી પહેલો ભોગ લેવાય છે.  રાજા એટલે કે RSS, ભા.જ.પ. અને નરેન્દ્ર મોદી કે અમિત શાહને ચેકમેટ કરવાની હિંમત તો ગૂજરાત વિદ્યાપીઠ ક્યારની ય ગુમાવી ચૂકી હતી. એટલે સંઘને કે ભા.જ.પ.ને શરણે ગયા સિવાય છૂટકો નહોતો.
કોચરબ આશ્રમમાં એક કાર્યક્રમમાં અમિત શાહને નિમંત્રણ આપ્યું ખીમાણીએ, અને પછી એમને નતમસ્તક પ્રણામ કરતો ખીમાણીનો ફોટો વાયરલ થયો ત્યારે જ સાનમાં સમજાઈ ગયું હતું કે પોતાની ખુરશી બચાવવા માટે ખીમાણીએ આ કારસો રચ્યો હતો.
યુ.જી.સી.ના અહેવાલ પછી અને હાઈ કોર્ટના આદેશને અનુસરીને ખીમાણીએ ન રાજીનામું આપ્યું કે ન ગાંધીવાદી ટ્રસ્ટીઓએ તેમનું રાજીનામું લઈ લીધું, એનું પરિણામ જ એ આવ્યું કે પરમ સંઘી અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહની કૃપાથી વિદ્યાપીઠના કુલપતિ તરીકે આચાર્ય દેવવ્રત નિયુક્ત થયા.
પ્રાપ્ત અહેવાલ મુજબ તો આચાર્ય દેવવ્રત એક ફોર્મ્યુલા મુજબ કુલપતિ થયેલા, અને તેમાં એમ હતું કે રાજેન્દ્ર ખીમાણીને કોઈ પણ રીતે કુલનાયક તરીકે ચાલુ રાખવામાં આવશે. વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક અને અનેક ગાંધી વિચાર પ્રેરિત સંસ્થાઓના ટ્રસ્ટી સુદર્શન આયંગર, સર્વોદય વર્તુળની જાણીતી વ્યક્તિ હસમુખ પટેલ અને રાજેન્દ્ર ખીમાણી પોતે અમિત શાહને મળેલા અને આ ફોર્મ્યુલા માટે સંમતિ આપેલી કે આચાર્ય દેવવ્રત કુલપતિ થાય અને કુલનાયક તરીકે રાજેન્દ્ર ખીમાણી ચાલુ રહે.
ખીમાણી ગયા અને દેવવ્રત થકી RSS અને ભા.જ.પ. પ્રસ્થાપિત થયા. આચાર્ય દેવવ્રતની સફાઈ ઝુંબેશમાં ખીમાણી કચરાની જેમ ફેંકાઈ ગયા.
આમ જુઓ તો સુદર્શન આયંગર, હસમુખ પટેલ અને રાજેન્દ્ર ખીમાણીએ મહાત્મા ગાંધી સ્થાપિત વિદ્યાપીઠ ભા.જ.પ. અને RSSને ચરણે ધરી દીધી. આમ તો, બધા ટ્રસ્ટીઓ પણ એને માટે એટલા જ જવાબદાર. આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવા માટે ટ્રસ્ટી મંડળની જે બેઠકમાં નિમંત્રણ અપાયું એમાં હસમુખ પટેલ મતદાન સમયે તટસ્થ રહે અને સુદર્શન આયંગર વિરોધ કરનારા અન્ય ટ્રસ્ટીઓ સાથે ભળી જાય એ તો એક રમતનો ભાગ હતો. આ રમત તેઓ શું પોતાની જિંદગીનાં લગભગ ૬૦ વર્ષ સુધી રાજકારણી રહેલા મહાત્મા ગાંધી પાસેથી શીખેલા? નવ ટ્રસ્ટીઓનાં રાજીનામાં પણ ઘોડો તબેલામંથી નાસી જાય પછી તબેલાને તાળું મારવા જેવી ઘટના હતી. ભયંકર ગેરવહીવટ અને ગેરરીતિના આરોપો છતાં આ ટ્રસ્ટીઓએ ભીષ્મ બનવાનું નક્કી કરેલું! એનું જ આ પરિણામ : संघम् शरणं गच्छामि ।
એક ટ્રસ્ટીએ મારા એક મિત્રને એમ પણ કહેલું કે, “હવે જોજે તું, નરેન્દ્ર મોદી વિદ્યાપીઠને ગ્લોબલ યુનિવર્સિટી બનાવી દેશે.” ગાંધી વિચારે રંગાયેલા આ ટ્રસ્ટીને નરેન્દ્ર મોદીની ક્ષમતામાં અચાનક કેટલી બધી શ્રદ્ધા જાગી! ભક્તિ યુગમાં નવું પગરણ અને નવું પહેરણ!
વિદ્યાપીઠ હોય કે ન હોય પણ, મહાત્મા ગાંધી તો ગ્લોબલ છે જ, માત્ર ગ્લોબલ નહિ પણ યુનિવર્સલ છે. એને ગ્લોબલ બનાવવાની નરેન્દ્ર મોદીની શી તાકાત? અને હા, વિદ્યાપીઠ ગ્લોબલ બને એવું ગાંધી ઈચ્છતા પણ નહોતા એ વિદ્યાપીઠ વિશેના ગાંધીનાં વાક્યો વાંચીએ તો ખબર પડે.
ગુજરાત વિદ્યાપીઠ હવે ગાંધી આશ્રમની જેમ જ સંપૂર્ણપણે ભા.જ.પ. અને RSSના હાથમાં આવી ગઈ છે. વિદ્યાપીઠમાં ગાંધી વિચાર સાથે જેમને નિસ્બત છે તે બધા વિદ્યાપીઠના સંદર્ભમાં હવે નરસિંહ મહેતાનું ભજન ગાય એ જ એક રસ્તો બાકી રહ્યો છે કે શું? : ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ!
લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારોનાં મૂલ્યો માટે જિંદગી આપનાર મહાત્મા ગાંધી સ્થાપિત સંસ્થાનું આ નસીબ છે! ભગવાન બુદ્ધના નિર્વાણ પછી બુદ્ધના વિહારોની આવી જ હાલત નહોતી થઈ? નવ કરશો કોઈ શોક, રસીકડાં, નવ કરશો કોઈ શોક! ગાંધી વિચાર માટેની લડાઈ વિદ્યાપીઠ કે આશ્રમ નહિ લડે, એ એમની તાકાત બહારની વાત છે! એ તો એમની બહાર જ લડાશે!
(અહીં જેમનાં નામો લીધાં છે તેઓ મારા દાયકાઓ જૂના મિત્રો છે. ટ્રસ્ટીઓમાં પણ ઘણા. પણ તેથી શું? તેઓ મને ક્ષમા કરે. પરંતુ આશરે ૬૦ વર્ષથી વિદ્યાપીઠને શ્વાસમાં અનુભવનારા માણસ તરીકે અને ૧૩ વર્ષ વિદ્યાપીઠના વિદ્યાર્થી તરીકે રહેનાર વ્યક્તિ તરીકે આ લખ્યું છે.)
 

