શ્રાવણી ઝરમારોની અસર છે
મૌસમ કેવી આ માતબર છે
પરિમલ પેઠે પુષ્પોનો જીવ છે
સર્વ બંધ કળીમાં ઉપવન છે
ઝાકળ સૂર્યઝલકને પામી
ફૂલો ય ચમનના ડાક ઘર છે.
હું કફસમાં છું, દિલ ચમનમાં છે
વાસ ને ગુલ, જ્યોત ને દીપક
ચમકતાં તારલા કોને ઘર છે ?
વસંતો જીવનમાં બધી ઉજવી છે
ગજબની જમાને ય હિંમત કરી,
ફરી એકથી કંઈ હકીકત કરી છે.
જ્યારથી નમણી નઝર થઈ છે,
દર્દ જીવનની તાન બની,
સકળ આલમની આઝાન બની છે.
ઘાટકોપર, મુંબઇ
e.mail : bijaljagadsagar@gmail.com
 


 પંજાબમાં ભગવંત માન મુખ્ય મંત્રી થયા તે સાથે જ કામે લાગ્યા છે. 19 માર્ચે કેબિનેટની પહેલી મીટિંગ મળી એમાં જ 25,000 સરકારી નોકરીઓને સરકારે મંજૂરી આપી દીધી છે. આમાં 10,000 નોકરીઓ પંજાબ પોલીસના જુદા જુદા પદની હશે, તો 15,000 અન્ય વિભાગ, બોર્ડ અને નિગમોની હશે. એ સાથે જ 26 માર્ચે માન સરકારે બીજો મહત્ત્વનો નિર્ણય લીધો – વન વિધાયક, વન પેન્શન. મુખ્ય મંત્રી ભગવંત માને જાહેર કર્યું કે પૂર્વ ધારાસભ્યોને હવેથી એક જ કાર્યકાળ માટે પેન્શન મળશે. મતલબ કે પૂર્વ ધારાસભ્ય ગમે એટલી વખત ચૂંટણી જીત્યા હોય, તો પણ પેન્શન એક જ કાર્યકાળનું મળશે. આ બહુ સાહસિક અને આવકાર્ય નિર્ણય છે. બનતું હતું એવું કે જેટલી વખત ધારાસભ્યની ટર્મ પૂરી થાય તેટલી વખત પેન્શન આગલા પેન્શનમાં ઉમેરાતું જતું હતું. કોઈ ધારાસભ્ય પાંચ વખત જીતે ને પછી હારી જાય કે તેને ટિકિટ ન મળે તો પણ તેનું પેન્શન ચાલુ રહેતું ને જેટલી ટર્મ પૂરી કરીને નિવૃત્તિ લીધી હોય તેમાં, પહેલી ટર્મનાં પેન્શનમાં પછીની ટર્મનું પેન્શન ઉમેરાતું જતું ને એ રકમ લાખોમાં જતી. માનના જ કહેવા પ્રમાણે એ રકમ 5.25 લાખ સુધી જતી પણ જોવાઈ છે. ધારાસભ્યને એક કાર્યકાળ માટે 75,000 પેન્શન મળે છે. તે પછી આગળની દરેક ટર્મના 66 ટકા પેન્શનના મળે છે. શિરોમણી અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ 11 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એમણે જો કે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન લેવાની ના પાડી છે, એ આવકાર્ય બાબત છે. માનનું માનવું છે કે આ રીતે વધારાનાં પેન્શનનો બોજ સરકારી તિજોરી પર પડે છે ને એ ઓછો કરવા એક જ કાર્યકાળનું પેન્શન આપવાનું સરકારે નક્કી કર્યું છે. ફેમિલી પેન્શનમાં પણ કાપ મૂકવાનું સરકારે નક્કી કર્યું છે, કારણ એ રકમ પણ સરકારને વધારે લાગી છે.
પંજાબમાં ભગવંત માન મુખ્ય મંત્રી થયા તે સાથે જ કામે લાગ્યા છે. 19 માર્ચે કેબિનેટની પહેલી મીટિંગ મળી એમાં જ 25,000 સરકારી નોકરીઓને સરકારે મંજૂરી આપી દીધી છે. આમાં 10,000 નોકરીઓ પંજાબ પોલીસના જુદા જુદા પદની હશે, તો 15,000 અન્ય વિભાગ, બોર્ડ અને નિગમોની હશે. એ સાથે જ 26 માર્ચે માન સરકારે બીજો મહત્ત્વનો નિર્ણય લીધો – વન વિધાયક, વન પેન્શન. મુખ્ય મંત્રી ભગવંત માને જાહેર કર્યું કે પૂર્વ ધારાસભ્યોને હવેથી એક જ કાર્યકાળ માટે પેન્શન મળશે. મતલબ કે પૂર્વ ધારાસભ્ય ગમે એટલી વખત ચૂંટણી જીત્યા હોય, તો પણ પેન્શન એક જ કાર્યકાળનું મળશે. આ બહુ સાહસિક અને આવકાર્ય નિર્ણય છે. બનતું હતું એવું કે જેટલી વખત ધારાસભ્યની ટર્મ પૂરી થાય તેટલી વખત પેન્શન આગલા પેન્શનમાં ઉમેરાતું જતું હતું. કોઈ ધારાસભ્ય પાંચ વખત જીતે ને પછી હારી જાય કે તેને ટિકિટ ન મળે તો પણ તેનું પેન્શન ચાલુ રહેતું ને જેટલી ટર્મ પૂરી કરીને નિવૃત્તિ લીધી હોય તેમાં, પહેલી ટર્મનાં પેન્શનમાં પછીની ટર્મનું પેન્શન ઉમેરાતું જતું ને એ રકમ લાખોમાં જતી. માનના જ કહેવા પ્રમાણે એ રકમ 5.25 લાખ સુધી જતી પણ જોવાઈ છે. ધારાસભ્યને એક કાર્યકાળ માટે 75,000 પેન્શન મળે છે. તે પછી આગળની દરેક ટર્મના 66 ટકા પેન્શનના મળે છે. શિરોમણી અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ 11 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એમણે જો કે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન લેવાની ના પાડી છે, એ આવકાર્ય બાબત છે. માનનું માનવું છે કે આ રીતે વધારાનાં પેન્શનનો બોજ સરકારી તિજોરી પર પડે છે ને એ ઓછો કરવા એક જ કાર્યકાળનું પેન્શન આપવાનું સરકારે નક્કી કર્યું છે. ફેમિલી પેન્શનમાં પણ કાપ મૂકવાનું સરકારે નક્કી કર્યું છે, કારણ એ રકમ પણ સરકારને વધારે લાગી છે. રશિયાએ યુક્રેન પર કરેલી ચઢાઈને મહિનો થવા આવ્યો. આ એક પૂરેપૂરો માનવતાવાદી સંઘર્ષ બની ચૂક્યો છે. પરંતુ પુતિનની જીદને કારણે પેટ્રોલ ડિઝલની કિંમત પર અસરો વર્તાવા લાગી છે. ઈંધણની કિંમતો વૈશ્વિક સ્તરે આસમાને પહોંચી રહી છે કારણ કે રશિયન ઓઇલ અને ગેસની વહેંચણી – વેચાણમાં વિક્ષેપ પણ પડ્યા છે. યુ.એસ.એ.ના પ્રમુખ જો બાઇડેને કરેલી જાહેરાત અનુસાર રશિયન ઓઇલની આયાત પર ત્યાં પ્રતિબંધ મુકાયો છે. રશિયા યુક્રેન સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જાના સંજોગો પર ઘેરી અને માઠી અસર પડી છે. ખાસ કરીને યુરોપને રશિયા ઓઇલ અને ગેસનો પુરવઠો પૂરો પાડે છે, ત્યારે હાલના સંજોગોમાં રશિયા ધારે તો પોતાના ફોસિલ ફ્યુઅલ – અશ્મિગત ઇંઘણનું જ સશસ્ત્રીકરણ કરી શકે તેમ છે, અને આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટ્સ તાણમાં છે. રશિયા યુક્રેનના સંઘર્ષના ઘેરા પ્રત્યાઘાતો જીઓપોલિટિક્સ – ભૌગોલિક રાજકીય સ્થિતિ પર પડી રહ્યા છે અને તે પ્રભાવ લાંબા સમય સુધી રહેશે.
રશિયાએ યુક્રેન પર કરેલી ચઢાઈને મહિનો થવા આવ્યો. આ એક પૂરેપૂરો માનવતાવાદી સંઘર્ષ બની ચૂક્યો છે. પરંતુ પુતિનની જીદને કારણે પેટ્રોલ ડિઝલની કિંમત પર અસરો વર્તાવા લાગી છે. ઈંધણની કિંમતો વૈશ્વિક સ્તરે આસમાને પહોંચી રહી છે કારણ કે રશિયન ઓઇલ અને ગેસની વહેંચણી – વેચાણમાં વિક્ષેપ પણ પડ્યા છે. યુ.એસ.એ.ના પ્રમુખ જો બાઇડેને કરેલી જાહેરાત અનુસાર રશિયન ઓઇલની આયાત પર ત્યાં પ્રતિબંધ મુકાયો છે. રશિયા યુક્રેન સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જાના સંજોગો પર ઘેરી અને માઠી અસર પડી છે. ખાસ કરીને યુરોપને રશિયા ઓઇલ અને ગેસનો પુરવઠો પૂરો પાડે છે, ત્યારે હાલના સંજોગોમાં રશિયા ધારે તો પોતાના ફોસિલ ફ્યુઅલ – અશ્મિગત ઇંઘણનું જ સશસ્ત્રીકરણ કરી શકે તેમ છે, અને આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટ્સ તાણમાં છે. રશિયા યુક્રેનના સંઘર્ષના ઘેરા પ્રત્યાઘાતો જીઓપોલિટિક્સ – ભૌગોલિક રાજકીય સ્થિતિ પર પડી રહ્યા છે અને તે પ્રભાવ લાંબા સમય સુધી રહેશે.