લખી શકે તો લખી જો વિચારોનો પડકાર છે,
ઢાળી શકે તો ઢાળી જો લાગણીઓનો પડકાર છે.
સંઘરીને બેસી રહેવાથી તો કાંઈ મળશે નહિ,
ઉઘડી શકે તો ઉઘડી જો કલમનો પડકાર છે.
શબ્દો સાથે ક્યાં સુધી અવિરત રમતો રહીશ?
રમી શકે તો રમી જો ઊર્મિઓનો પડકાર છે.
વેદનાઓને તો સજાવીને કંડારી દીધી કવિતામાં,
કેદ કરી શકે તો કરી જો અશ્રુઓનો પડકાર છે.
ઉદાસી ઓઢી બેઠો તું ઘરના જ ખૂણે ‘મૂકેશ’,
રડાવી શકે તો રડાવી જો વાંચકોનો પડકાર છે.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mail : mparikh@usa.com
 


 સૌંદર્ય! આજકાલ બોલબાલા છે, એની. અને ભારતની. જ્યારે વિશ્વ-શ્રેષ્ઠ-સૌંદર્યનો ઇલ્કાબ એક ભારતીય નારીને એકવીસ વર્ષના લાંબા ગાળા પછી, મળે એટલે પોરસ ચઢે જ, ગૌરવ પણ વધે, અને કેટલાંક સૌંદર્ય પ્રેમીઓને, અને દેશ પ્રેમીઓને, એક 'હમ કિસીસે કમ નહિ'ની ભાવના થાય.
સૌંદર્ય! આજકાલ બોલબાલા છે, એની. અને ભારતની. જ્યારે વિશ્વ-શ્રેષ્ઠ-સૌંદર્યનો ઇલ્કાબ એક ભારતીય નારીને એકવીસ વર્ષના લાંબા ગાળા પછી, મળે એટલે પોરસ ચઢે જ, ગૌરવ પણ વધે, અને કેટલાંક સૌંદર્ય પ્રેમીઓને, અને દેશ પ્રેમીઓને, એક 'હમ કિસીસે કમ નહિ'ની ભાવના થાય. જય વસાવડાએ એક રવૈયો મજાનો રાખ્યો છે કે વાંચવાલાયક પુસ્તકો અને જોવાલાયક ફિલ્મો વિશે વાચકોનું ધ્યાન વરસોવરસ દોરતા રહેવું. એમની હમણાંની યાદી(શતદલ, ‘ગુજરાત સમાચાર’, ડિસેમ્બર ૧, ર૦ર૧)માં એમણે પારુલ ખખ્ખરના કાવ્યસંગ્રહ ‘કરિયાવરમાં કાગળ’નોયે સમાવેશ કર્યો છે, તે નિમિત્તે કંઈક ઊહ અને અપોહના ખયાલથી થોડુંએક.
જય વસાવડાએ એક રવૈયો મજાનો રાખ્યો છે કે વાંચવાલાયક પુસ્તકો અને જોવાલાયક ફિલ્મો વિશે વાચકોનું ધ્યાન વરસોવરસ દોરતા રહેવું. એમની હમણાંની યાદી(શતદલ, ‘ગુજરાત સમાચાર’, ડિસેમ્બર ૧, ર૦ર૧)માં એમણે પારુલ ખખ્ખરના કાવ્યસંગ્રહ ‘કરિયાવરમાં કાગળ’નોયે સમાવેશ કર્યો છે, તે નિમિત્તે કંઈક ઊહ અને અપોહના ખયાલથી થોડુંએક.