સળગાવી દો..
બધા બંધવા મજદૂરને …
એ પાછા નહીં ચૂકવી શકે તમારા પૈસા,
તમારાં રોજે રોજ વ્યાજ વધતાં પૈસા,
મફતમાં કામ કરાવ્યે રાખો,
ધમકાવો એ ગુલામને,એને પીટો,
એ ફાટી ગયો છે..(તમારા મતે)
૫૦૦૦ રૂપિયાની કિંમત શું?
એક જિંદગી શું જિંદગીભર તમારી ગુલામ?
કાયદાનો તમને ડર નથી,
ને અપરાધ તો જાણે રમત ..
ગરીબની જિંદગીનો રખેવાળ કોણ?
કમોતે, અત્યાચારી મોતે ગરીબ જ્યારે મરે,
એના ઘરે મોટાં મોટાં નેતાઓ આવે,
રાજકારણ ચલાવે,
સરકારી સહાય અપાવે,
ફોટા પડાવે, ટ્વીટ કરે ..
બસ …
ફટાકડા જેમ ફોડો જિંદગી મજૂરની,
એની વિધવા જીવતી મરશે,
જિંદગીભર તડપશે,
બાળકો માટે બધ્ધું જ કરશે
તમારાં બાપનું ક્યાં કૈં જશે ..
બસ ખાલી
૫૦૦૦ રૂપિયામાં.!!!
ધિક્કાર છે તમને …
તમારી આવનારી પેઢીઓને
આનું પરિણામ ભોગવવું જ પડશે …..
૯/૧૧/૨૦૨૦
e.mail : naranmakwana20@gmail.com
![]()


તહેવારનો મિજાજ જામ્યો છે ત્યારે ચિંતાઓ કોરાણે મૂકીને અને આ વર્ષ તો બહુ અણધાર્યું અને ન ગમે એવું ગયું એવો વિચાર ન કરીને એવી વાતો મમળાવીએ જે સાંભળીને સારું લાગે. ગૂડ ન્યૂઝ હવે તો જાણે કોરોનાના ઘટેલા આંકડા અને વેક્સિન સિવાય બીજા કોઇ આંખે ઊડીને નહીં વળગે એવી લાગણી થાય. એટલા ખાતર પણ આજે દેશમાં અને અન્ય રાષ્ટ્રોમાં સારું શું થયું તે જાણવાનો પ્રયત્ન કરીએ.
૧૯૩૪ના પ્રારંભમાં ગાંધીજી દક્ષિણના પ્રવાસે હતા ત્યારે તેમણે પોંડીચેરી જઇને શ્રી અરવિંદને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રી અરવિંદનો જાતે લખેલો ઉત્તર આવ્યો હતો કે તેઓ કોઈને મળતા નથી એટલે દિલગીર છે. ગાંધીજીએ શ્રી અરવિંદના શિષ્યા અને ઉત્તરાધિકારી માતાજીને મળવા લખ્યું તો તેમનો પણ કોઈ ઉત્તર ન આવ્યો એ જોઇને વલ્લભભાઇ પટેલને માઠું લાગ્યું હતું. વલ્લભભાઇનો ગાંધીજીને લખેલો પત્ર તો જોવામાં આવ્યો નથી, પણ ગાંધીજીએ વલ્લભભાઇને જે ઉત્તર આપ્યો હતો એના પરથી લાગે છે કે વલ્લભભાઇને આમાં ગાંધીજીનું અપમાન નજરે પડ્યું હોવું જોઈએ. તેમણે માતાજીને ‘માતાજી’ તરીકે સંબોધવામાં આવે એ પણ વિચિત્ર લાગ્યું હતું.