મને ખળભળતા જીવનનાં ઝરણથી દૂર રાખ્યો છે
અને શાંતિથી સ્વાભાવિક મરણથી દૂર રાખ્યો છે
મેં વાવ્યાં છે, ઉછેર્યાં છે વજીફા વાડી ને વૃક્ષો
મને એના જ છાંયાથી ને ફળથી દૂર રાખ્યો છે
મંદિર ઘડી મૂર્તિ ગર્ભગૃહ મેં શિખર ગુંબજ
મને એનાં પગથિયાંના શરણથી દૂર રાખ્યો છે
ગટરનાં નીતર્યા પાણી મેં પીધાં છે, પચાવ્યાં છે
હવે જળના ઠરણથી ને ઝમણથી દૂર રાખ્યો છે
મળેલા જીવને નોખા જનમની છાપથી કીધા
છૂટા પાડી જીસમથી ને જિગરથી દૂર રાખ્યો છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 14
![]()


“અમે પાણીનો જરા ય વેડફાટ કરતા નથી. તેને એકદમ જાળવીને, આર.ઓ. ફિલ્ટર વડે શુદ્ધ કરીને જ વાપરીએ છીએ.” આમ કહેનાર, માનનાર અને અમલ કરનાર વર્ગ મોટો હશે. દરેક જણ ઈચ્છે કે તેમને શુદ્ધ પાણી પીવા મળે. અલબત્ત, આપણા દેશમાં ઘણો મોટો વર્ગ એવો છે કે જેને પાણી મળે એ જ બહુ મોટી વાત લાગે છે. નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી સ્થાનિક સત્તાતંત્રની જવાબદારીમાં આવે છે. પણ સતત વિકસતી જતી આવાસયોજનાઓ અને તેની સાથે તાલ ન મિલાવી શકવાની તંત્રની મર્યાદાને કારણે પાણીની સુલભતા, શુદ્ધતા, દબાણ વગેરે સમસ્યાઓ સતત ચાલતી રહે છે. તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી આપણા ઘરના નળ સુધી પહોંચે એ જ મોટું આશ્વાસન હોય ત્યાં પાણીની ગુણવત્તા વિશે વિચાર કરવાનો ક્યાંથી આવે!
દરેક જ્ઞાતિના લોકોએ પોતાનાં બાળકોનાં નામ કેવાં રાખવાં કે જેથી સાંભળતાંવેંત વિશેષ ભાવ પેદા કરે, તેના નિયમ ‘મનુસ્મૃતિ’માં જોઈ શકાય છે. બ્રાહ્મણના નામથી 'શુભ; શુકન'; ક્ષત્રિયના નામથી 'તાકાત' ; વૈશ્યના નામથી 'સંપત્તિ' અને શૂદ્રના નામથી 'નગુણાપણા' (जुगुप्सितम्)ના ભાવ પેદા થવા જોઈએ. (૨:૩૧) બ્રાહ્મણ નામ 'સુખ' સૂચક; ક્ષત્રિય નામ 'રક્ષણ' સૂચક; વૈશ્ય નામ 'સમૃદ્ધિ' સૂચક અને શૂદ્ર નામ 'ચાકરી' સૂચક હોવાં જોઈએ (૨:૩૨)