પૂર્વગ્રહોના પથરા પગે બાંધ્યા છે તે છોડ
પછી ભલે તું જ્ઞાનને મારગ શિષ્યો લઈને દોડ.
જંત્રતંત્ર શીખવતાં પહેલાં અઢી અક્ષર તું બોલ,
મારગદર્શક બનતાં પહેલાં તારી આંખો ખોલ.
બોસ્ટન
સૌજન્ય : “નિરીક્ષક”, 19 ફેબ્રુઆરી 2016; પૃ. 10
પૂર્વગ્રહોના પથરા પગે બાંધ્યા છે તે છોડ
પછી ભલે તું જ્ઞાનને મારગ શિષ્યો લઈને દોડ.
જંત્રતંત્ર શીખવતાં પહેલાં અઢી અક્ષર તું બોલ,
મારગદર્શક બનતાં પહેલાં તારી આંખો ખોલ.
બોસ્ટન
સૌજન્ય : “નિરીક્ષક”, 19 ફેબ્રુઆરી 2016; પૃ. 10
પહેલાં મને
કુમારપાળ નામ કાને પડતાં જ
આબુના દેલવાડાની
સ્થાપત્યકલા દેખાતી.
હવે
કાને
કુમારપાળ નામ પડતાં જ
મને મારો પાડોશી
કુમારપાળ દેખાય છે.
કુમારપાળ એટલે વૃક્ષવિરોધી
જણ.
એક દિવસ
એણે ધડાધડ
અમારી ચારેકોરનાં વૃક્ષોનો
ખુરદો બોલાવડાવી દીધો.
વહેલી સવારે
પંખીઓના કલરવને બદલે
કુહાડીઓના ઘા સંભળાયા.
સફાળા જાગીને, ઊઠીને
બારીબહાર જોયું, તો
ઝાડ બધાં બોડાં-ઠૂંઠાં – અપંગ!
ના પાંદ, ના ફૂલ, ના ડાળખી, ન ડાળ
માત્ર માત્ર
જાણે
વસ્તુના વધસ્તંભોનું મેદાન.
મેં રાડ પાડી
આ કોણ છે?
ઝાડને બોડાં કરનારું?
બે-ચાર પાંદડાં કે નાનકડી ડાળખી
તો રહેવા દો,
આ ઝાડને
ચપટી શ્વાસ તો લેવા દો!
કોણ સાંભળે?
ફરી રાડ પાડી :
પોલીસને જ બોલાવું છું.
જે થાય તે કરી લે!
કુમારપાળની સાથે
પાડોશીઓનું ટોળું આવ્યું.
તને મચ્છર નથી કરડતાં,
કાચબાછાપ અગરબત્તીઓની,
ફૅક્ટરીઓ તારા બાપની છે?
હું મારી જાતને જ પ્રશ્નો
પૂછતો રહ્યો :
લીલોતરી એટલે મચ્છરોની મહેફિલ?
કે
ઝાડ કાપો એટલે જમીનના ભાવ
ઉંચકાય?
મેં ધ્રૂજતા હાથે
૧૦૦ નંબર જોડ્યો.
‘સ્ટાફ ક્યાં છે? છે જ નહીં!
અહીં જીવતાં માણસના ખુરદા
થાય છે…
અને તું
ઝાડની પત્તર ફાડે?’
ફોનનું રિસીવર
લબડી પડ્યું.
હું
ચાર દીવાલોમાં.
ગયા વર્ષે ધારાસભ્ય
સાથે વૃક્ષારોપણના ફોટા
પડાવવા પડાપડી કરતાં
પાડોશીઓ દેખાવા માંડ્યા.
કુડાડીઓના ઘાના અવાજો
કાને પડતાં રહ્યા,
બારી બંધ કરી.
રોજ સવારે ઊઠું
સૂતાં-સૂતાં જ પંખીઓનો
કલરવ સાંભળું.
ઊઠીને બારી બહાર જોઉં
એ જ ઝાડનાં ઠૂંઠા!
બારીનો પડદો પાડી દઉં,
ફરી
બારી બહાર જોઉં
પડદો પાડી દઉં…
આજે
પણ એમ જ જોઉં
બારી બહાર …
ઠૂંઠાં પર ખીલી છે
એક નાનકડી લીલીછમ્મ
કૂંપળ!
ઝાડ
તું
મારાથી તાકાતવાન છે.
મારાથી હિંમતવાન છે.
ઝાડ
તું
ચૂપ નથી.
(રોહિત વેમુલાએ આત્મહત્યા પૂર્વે લખેલી નોંધ વાંચતાં સ્ફુરેલું.)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2016; પૃ. 11
લેનિન, ગાંધી સ્તાલિન, માઓ અને
હિટલર
બેઠા હતા
બાગે ફિરદૌસના બાંકડે
ગપસપ કરવા,
ઢળતી સાંજે.
ચોગમ લહેરાતો હતો
પીળાં ફૂલોનો સમંદર.
સામેના બાંકડે બેઠો હતો
ગોડસે
માથું ઝુકાવી એકલોઅટૂલો.
લેનિન કહે,
‘ગાંધી, હવે તારી ને તારા પૂતળાંની દશા
મારા જેવી થવાની.’
‘હા, લાગે છે મને ય એવું!’ ગાંધી હસ્યા.
‘હવે ગોડસેનાં પૂતળાં
ગોઠવાઈ રહ્યાં છે ચોરે-ચૌટે!’
ગોડસે આ સાંભળી
મૂછમાં હસ્યો.
માઓ બોલ્યા,’ ‘મારા વારસદારોએ
મને તારી જેમ ગાંધી, નોટોમાં જ રાખ્યો છે !’
સ્તાલિન ખખડીને હસ્યો.
‘મને પણ વારસદારોએ જ ભૂંસી નાંખ્યો!
કેટલાં પૂતળાં મુકાવ્યાં’તાં મેં જીવતેજીવ!’
હિટલરે સ્તાલિનને તાળી આપી,
‘બિરાદર સ્તાલિન,
તમે મને દાટી દીધો હતો,’
પરંતુ
હવે પાછા મારા
‘અચ્છે દિન’ આવી રહ્યા છે!
જર્મની-ઇટાલીમાં તો ખરા જ,
પણ ગાંધી, તમારા
મહાન દેશ ભારતમાં પણ!’
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2016; પૃ. 11