Passwordના પરવાસી

ભારતી વોરા
19-08-2018

 

કંપ્યુટરના પટ પર આજે log on થાય છે રાસ
.comના   કોલાથી,   રાધા   બુઝાવે   પ્યાસ

મેઘદૂતના   સંદેશાની   કલા   હવે   તો   થઈ   વાસી
અમે તો  yahooની માયાનગરીમાં  passwordના પરવાસી

કોઈ લાગણીઓને મળતા discoના રજવાડી સેરા
કોઈ સંબંધોને સીધા wasteboxના રેનબસેરા

Shakespearની  window જુલિયેટનો પ્રેમઝરુખો
આજની ચબરાકી windowમાં Romeo લુખો સૂકો

તરતપણાના યુગમાં સજન અલપઝલપના મેળા
છૂટવાની ના દેરી ને મળવાની ના વેળા

રોમાંચોને જાય રઝળાવી મીકીમાઉસનું બચ્ચું
અવર ડોટના કોમમાં વતાયું સ્પંદનનું સપનું કચ્ચું.

[‘ભારતી પંકજની ડાયસ્પોરા કવિતા, પૃ. 77]

Category :- Poetry