એકાણુમે

નિરંજન ભગત
19-08-2017

(વનવેલી)

જ્યારે આ સાંજ ધીમેધીમે નમતી જાય,
ત્યારે આ કોની છાયા ધીમેધીમે ભમતી થાય ?

ત્યારે સવારનાં ઝાકળનાં રૂપ
અને બપોરના તડકાના ધૂપ,
એ સૌની સ્મૃિતઓ મારા મનમાં રમતી થાય.

જ્યારે સાંજ ભાર સૌ ખમતી થાય
અને દૂર ક્ષિતિજે શમતી થાય
ત્યારે કોઈની છાયામૂર્તિ મને ગમતી જાય.

(સૌજન્ય : “કુમાર”, 1074; જૂન 2017)

Category :- Poetry