કોઈ મેદાનમાં વહી રહેલી સરિતાની
જેમ શાંત છે યશોધરા
આજે ખૂબ નિર્ભ્રાન્ત છે યશોધરા!
સૂર્યની સોનેરી પાંખો ફફડી રહી છે
કોઈ પક્ષીની જેમ.
આજે યશોધરાનાં ભવનની બધી બારીઓ બંધ છે!
ખોળે સુતેલા રાહુલનું માથું પસવારતી
યશોધરા દિવસના અંધકારમાં બેઠી છે
એ જાણે છે કે
હવાના ઝોકાની જેમ જ
ખૂબ દૂર ચાલી ગયા છે સિદ્ધાર્થ
એની આંખોમાં આંસુ નથી
કેવળ યાદોનું વનરાવન છે!
યશોધરા સમક્ષ તરવરે છે એ દ્રશ્ય-
કિશોરોનાં ટોળાં વચ્ચે
શાંતિથી ઊભો છે એક બાંકેબિહારી જેવો નવયુવાન
જેની નજર એના પર પડે છે તે સોંસરી હૃદયને વીંધે છે
પિતાજીએ તો કહેલું કે એની ગ્રીવાએ વરમાળા ન પહેરાવ
આ દેહ મનુષ્યનો છે પરંતુ મનથી એ સંન્યાસી છે
પરંતુ કયાં માની હતી એ વાત યશોધરાએ ?
એ પુરુષ દેહ મનથી સ્ત્રીદેહ છે
ક્ષણભરમાં શત્રુ બનાવે છે મોસિયાત ભાઈ દેવદત્તને
તે પણ એક પક્ષીને વીંધે છે એટલે –
એક એવા તર્ક પર કે પક્ષી પર શિકારીનો નહીં
એને બચાવનારનો હક્ક છે.
એ દિવસે તો કેટલી ખુશ થઈ હતી યશોધરા!
તમે કહી શકતા ન હતા કે
કોળીઓ સામે યુદ્ધ કરવા ઈચ્છતા નથી
માનવતાને ખાતર
યુદ્ધથી બચવા માટે સ્વયં ભિક્ષુક બન્યા
ને દેશનિકાલ વહોરી લીધો
શું હું તમારી એ જીવનદ્રષ્ટિ
સાથે કે તમારી સાથે અસંમત થઈ હતી?
કોઈ સરિતાની જેમ
વચનબદ્ધ થઈ હું તમ સમક્ષ
એક બુંદ રહી જશે ત્યાં સુધી સિંચન કરતી રહીશ
હરીભરી પ્રકૃતિના પાલવ પર,
રાહુલ મારા ખોળે નિશ્ચિંત થઈ સૂતો છે
બાકી હું પણ સંન્યાસિનીની જેમ
છોડી શકતી હતી કપિલવસ્તુ!
કાલે જ્યારે તમે આવ્યા હતા મારી પાસે
ત્યારે શું હું રડી હતી?
કે તમારી સામે આજીજી કરી હતી?
શુ મેં કહ્યું હતું કે તમે સંન્યાસ ન લેતા?
કોઈ માની જેમ એટલું જ કહ્યું હતું કે
જાઓ અને કરો એક એવો માર્ગ પ્રસ્તુત
જે માનવતા માટે કલ્યાણકારી હોય !
તો પણ તમે ચાલી ગયા
કોઈ ગુનેગારની જેમ અમને છોડીને
સિદ્ધાર્થ અફસોસ,
છેવટે તમે પણ પુરુષ જ સાબિત થયા!
કોઈ મેદાનમાં વહેતી સરિતા જેવી
શાંત છે યશોધરા
આજે ખૂબ જ ઉદ્ભ્રાન્ત છે યશોધરા!
ઉદ્ભ્રાંત: વ્યાકુળ, મુંઝાયેલું.
•••••••••••••••••••••••••••••
॥ यशोधरा ॥
किसी मैदान में बह रही नदी सी
शांत है यशोधरा
आज बहुत उद्भ्रांत है यशोधरा!
सूर्य फड़फड़ा रहा है सुनहरे पंख
किसी पक्षी की तरह
आज बंद हैं
यशोधरा के भवन की सभी खिड़कियाँ
गोद में राहुल का शीश धरे
दिन के अंधकार में बैठी है यशोधरा
वह जानती है
बहुत दूर निकल गए हैं सिद्धार्थ
हवा के झोंके की तरह
उसकी आँखों में आँसू नहीं हैं
केवल स्मृतियाँ हैं!
तरुणों की भीड़ में
शांत खड़ा है एक बाँका नौजवान
जो देखते ही उसकी आँखों से
हृदय तक चला जाता है
पिता कहते हैं मत डालो वरमाला
यह शरीर से राजकुमार
और मन से कोई सन्यासी है
कब माना यशोधरा ने?
वह शरीर से पुरुष
और मन से स्त्री है
पल भर में शत्रु बना लेता है
ममेरे भाई देवदत्त को
वह भी एक तीर से बिंधे पक्षी के लिए
इस तर्क पर कि पक्षी पर
मारने वाले का नहीं
बचाने वाले का अधिकार है
उस दिन
कितनी प्रसन्न हुई थी यशोधरा!
तुम कह नहीं पा रहे थे
कि तुम नहीं लड़ना चाहते
कोलियों के विरुद्ध
कि तुमने युद्ध से
बचाने के लिए मानवता
स्वयं को बना लिया भिक्षु
ले लिया देश-निकाला
क्या यशोधरा कभी हुई असहमत
तुम से या तुम्हारी जीवन-दृष्टि से!
किसी नदी की तरह
दिया तुम्हें मैंने वचन
एक बूंद जल रहने तक भी
सींचती रहूँगी
प्रकृति का हरा भरा आँचल
राहुल सोया है मेरी गोद में
वरना मैं भी छोड़ सकती थी
कपिलवस्तु
किसी सन्यासिनी की तरह!
कल जब तुम आए मेरे पास
बताने अपना निर्णय
लेने मेरी अनुमति
क्या मैं रोई
या गिड़गिड़ाई थी तुम्हारे समक्ष?
क्या कहा मैंने
तुम मत बनना सन्यासी?
कहा तो यह था किसी माँ की तरह
कि जाओ और करो
किसी ऐसे पंथ का मार्ग प्रशस्त
जो हो मानवता के लिए कल्याणकारी!
फिर भी तुम चले गए
किसी अपराधी की तरह
हमें सोता हुआ छोड़ कर
सिद्धार्थ अफसोस,
अंततः तुम भी पुरुष ही निकले!
किसी मैदान में बह रही नदी सी
शांत है यशोधरा
आज बहुत उद्भ्रांत है यशोधरा!
——— राजेश्वर वशिष्ठ
[सुनो वाल्मीकि संग्रह से]
—
"AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.