વચ્ચે એક તળાવ હતું
નદીની જેમ વહેતું હતું
હવે કોંકરીટના મહેલ છે વચ્ચે
જે પાણીની કબર પર ઉગ્યાં છે
અમસ્તુ જ નથી ગુમાવ્યું
શહેરોએ આંખોનું પાણી
ચોરાયેલી માટી નાખીને એને
સુકવી નાખ્યું છે
પ્રતીક્ષા કરી છે શહેરે
પ્રબળતાપૂર્વક
ત્યારથી બન્યા છે કિસ્સાઓ
તરસના
તરસે છે શહેર પાણી માટે
ઠેરઠેર ભટકી રહ્યાં છે શહેરવાસીઓ
આંખમાં પાણી માટે તલસાટ લઈને.
e.mail : rupaleeburke@yahoo.co.in