બે બિલાડી કંઈ બોલી નહોતી,
ઊંચે બેઠેલો જોયો નહોતો.
વાંદરો જાતે જ વચ્ચે પડ્યો.
ના, એમનેમ નહીં, મનસૂબો હતો,
બે બિલાડીને મૂર્ખ બનાવી,
મસમોટો નફો કમાવવાનો.
રોટલામાં મસમોટો નફો?
ઉદ્યોગો, બાંધકામ, શેરસટ્ટો,
કારખાના, હવાઈઅડ્ડા, બંદર …
એકાએક રોટલો કેમ દેખાયો?
મજૂર ને માલિક પેટ ખાતર
જ વેઠ કરે છે ને, ભાઈ મારા?
અસબાબ માગો એટલા,
કોઈ વાતની ખોટ નહીં તો ય,
દાનત બગડી, મારી તરાપ,
બિલાડીના રોટલા ઉપર,
લાવો, સરખા ભાગ કરી દઉં.
ના રે, કરી લઈશું બે ભાગ,
કરતાં જ આવ્યા છે ને હંમેશ,
છે શું એમાં કરામત એવી?
છે. જબરી કરામત. છે!
કરો રોટલાના બે ભાગ.
થયો ને એક નાનો ને
એક મોટો? મોટાનું એક
બટકું તોડું ને બની જાય
બન્ને હિસ્સા સરખા જુઓ.
ઓહ, વધુ કરડાઈ ગયું!
નાની ફાડ થઈ ગઈ મોટી.
કરડીને સરખા કરું.
જોતજોતામાં રોટલો ઓહ્યા.
બાપડી બેઉ આંટા મારે છે,
વાંદરાની વખારના હવે!
e.mail: rupaleeburke@yahoo.co.in
![]()


અફઘાનિસ્તાનની એક માત્ર દરવેશ વતનમાં સૌથી લાંબા પ્રવાસ પર નીકળવાની તૈયારી કરી રહી હતી કે તાલિબાને દેશ પર કાબૂ મેળવી લીધો. સૂફી દરવેશોને તાલીબાન ઈસ્લામના કાનૂનની વિરુદ્ધ માને છે. ફાહીમા મિરઝાઈ સામે નાસી છૂટવા સિવાય કોઈ રસ્તો ન હતો. એની કહાણી પર દસ્તાવેજી ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરે BBC World News પર પ્રસારિત કરવામાં આવી.
રહ્યો. મુખ્ય મહેમાન તરીકે ‘પર્યાવરણ મિત્ર’ના સ્થાપક મહેશભાઈ પંડ્યા હાજર હતા, વૃક્ષ, નદી, પહાડ, સાગર જેવાં સૃષ્ટિના ઘટકોના જીવવાના અધિકારની વાત તેમણે ખૂબ બિરદાવી હતી.