
જન્મદિને, કરોના સમયે, ડિસેમ્બર 28, 2020
શિખરિણી
મહામારીના આ દિવસ ગણતા માસ નીકળ્યા,
હજી લાગે છે કે વરસ વધુ એકાદ ગણવું,
મને મોટી ચિંતા નિશ દિન થતી,  કેમ જીવશું,  
સખી, સંગે સંગે, જીવન જીવવું છે હજી ઘણું.  
હજી તારી સાથે નગર ભમવા દૂર દૂરના 
ઉષા સંધ્યા કેરાં કિરણ ગૂંથવાં, ભાત ભરવી 
અમાસી રાત્રે સૌ ઉડુગણ તણી, ને ઘણી ઘણી 
સખી, ગોષ્ઠિ મીઠી કરવી તુજ સાથે નયનથી.
હજી બાકી કૈં કૈં, ઘણું ઘણું, સખી, સાથ જીવવું, 
હતાં જોયાં સ્વપ્નો સહજીવન દામ્પત્ય સુખનાં,
હતો કલ્પ્યો જે કૈં રતિ મદન ઉલ્લાસ પ્રણયે, 
મળ્યું જે કૈં તેથી નથી જ નથી સંતોષ હૃદયે.
કરોનાનો કાળો સમય અણધાર્યો નકી, છતાં 
સખી, તારી સાથે જીવવું મરવું એ અફર છે.
 


 છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં અમેરિકામાં છાપું ઉઘાડો કે ટી.વી. ઉપર ન્યૂઝ જુઓ તો ખરાબ, ખરાબ અને ખરાબ જ સમાચાર દેખાય છે! થાય કે આ અમેરિકાનું શું થવા બેઠું છે! આ શું દેશના વળતાં પાણી છે? કરોના વાયરસની કસોટીમાં અમેરિકા સાવ નિષ્ફ્ળ નીવડ્યું, એ વાત તો હવે જગજાહેર છે. જે કરોના વાયરસને દુનિયાના કેટલાક ગરીબ દેશો કાબૂમાં લાવી શક્યા છે, તે અતિ સમૃદ્ધ અમેરિકા નથી કરી શક્યું, એ કેમ બન્યું? દુનિયાની માત્ર ચારેક ટકા વસ્તી અમેરિકામાં હોવા છતાં વાયરસને લીધે થયેલા મોતમાં એનો હિસ્સો જબરો વીસ ટકા જેટલો છે. અત્યાર સુધીમાં લગભગ 2,00,000થી પણ વધુ અમરિકનો વાયરસમાં મર્યા છે, અને હજી પણ દરરોજ લગભગ હજારને હિસાબે વધુ મરતા જાય છે! આ મોતનો આંકડો ક્યાં જઈને અટકશે?
છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં અમેરિકામાં છાપું ઉઘાડો કે ટી.વી. ઉપર ન્યૂઝ જુઓ તો ખરાબ, ખરાબ અને ખરાબ જ સમાચાર દેખાય છે! થાય કે આ અમેરિકાનું શું થવા બેઠું છે! આ શું દેશના વળતાં પાણી છે? કરોના વાયરસની કસોટીમાં અમેરિકા સાવ નિષ્ફ્ળ નીવડ્યું, એ વાત તો હવે જગજાહેર છે. જે કરોના વાયરસને દુનિયાના કેટલાક ગરીબ દેશો કાબૂમાં લાવી શક્યા છે, તે અતિ સમૃદ્ધ અમેરિકા નથી કરી શક્યું, એ કેમ બન્યું? દુનિયાની માત્ર ચારેક ટકા વસ્તી અમેરિકામાં હોવા છતાં વાયરસને લીધે થયેલા મોતમાં એનો હિસ્સો જબરો વીસ ટકા જેટલો છે. અત્યાર સુધીમાં લગભગ 2,00,000થી પણ વધુ અમરિકનો વાયરસમાં મર્યા છે, અને હજી પણ દરરોજ લગભગ હજારને હિસાબે વધુ મરતા જાય છે! આ મોતનો આંકડો ક્યાં જઈને અટકશે?  અગત્યની વાત એ છે કે એક વાર ચૂંટાયા પછી પણ પ્રમુખના હોદ્દાની જવાબદારીઓ સ્વીકારવા એ તૈયાર નથી, એને માટે જે તૈયારી કરવી પડે — વાંચવું, વિચારવું, ચર્ચવુ પડે, વિરોધીઓ સાથે મસલત કરવી પડે — એ એને ગમતું નથી, અને આજુબાજુ હોશિયાર મદદનીશ સલાહકારો  રાખવા પણ એ તૈયાર નથી. એને કામ જ નથી કરવું, એને ગોલ્ફની રમત રમવી છે, એને ટી.વી. સામે બેસીને જોવું છે કે કોણ એનાં કેટલાં વખાણ કરે છે, કોણ એની ટીકા કરે છે, અને પછી એ મુજબ એના પચાસેક મિલિયન અનુયાયીઓને દિવસને રાત ટ્વીટ કરવી છે. આ ટ્વીટમાં હરીફરીને એક જ વાત હોય છે — પોતે મહાન છે, અમેરિકાને પોતાની જેવો મહાન પ્રમુખ હજુ મળ્યો નથી, ટી.વી. અને છાપાંવાળાઓ જે ટીકા કરે છે, તે બધા ખોટા છે. પોતાના વિરોધીઓને ઉતારી પાડવામાં એ પાછા પડતા નથી. પોતાના બણગાં ફૂંકવામાં એને કોઈ લાજ શરમ નથી કે જૂઠું બોલવામાં એને કોઈ સંકોચ નથી. અહીંના વિખ્યાત વર્તમાનપત્ર ‘વૉશિંટન પોસ્ટ’ની ગણતરી મુજબ ટ્રમ્પ રોજના પાંચ જૂઠાણા વહેતા મૂકે છે. આ ગણતરીએ છેલ્લા સાડા ત્રણ વરસમાં એણે હજારોની સંખ્યામાં જૂઠાણાં ફેલાવ્યા છે!
અગત્યની વાત એ છે કે એક વાર ચૂંટાયા પછી પણ પ્રમુખના હોદ્દાની જવાબદારીઓ સ્વીકારવા એ તૈયાર નથી, એને માટે જે તૈયારી કરવી પડે — વાંચવું, વિચારવું, ચર્ચવુ પડે, વિરોધીઓ સાથે મસલત કરવી પડે — એ એને ગમતું નથી, અને આજુબાજુ હોશિયાર મદદનીશ સલાહકારો  રાખવા પણ એ તૈયાર નથી. એને કામ જ નથી કરવું, એને ગોલ્ફની રમત રમવી છે, એને ટી.વી. સામે બેસીને જોવું છે કે કોણ એનાં કેટલાં વખાણ કરે છે, કોણ એની ટીકા કરે છે, અને પછી એ મુજબ એના પચાસેક મિલિયન અનુયાયીઓને દિવસને રાત ટ્વીટ કરવી છે. આ ટ્વીટમાં હરીફરીને એક જ વાત હોય છે — પોતે મહાન છે, અમેરિકાને પોતાની જેવો મહાન પ્રમુખ હજુ મળ્યો નથી, ટી.વી. અને છાપાંવાળાઓ જે ટીકા કરે છે, તે બધા ખોટા છે. પોતાના વિરોધીઓને ઉતારી પાડવામાં એ પાછા પડતા નથી. પોતાના બણગાં ફૂંકવામાં એને કોઈ લાજ શરમ નથી કે જૂઠું બોલવામાં એને કોઈ સંકોચ નથી. અહીંના વિખ્યાત વર્તમાનપત્ર ‘વૉશિંટન પોસ્ટ’ની ગણતરી મુજબ ટ્રમ્પ રોજના પાંચ જૂઠાણા વહેતા મૂકે છે. આ ગણતરીએ છેલ્લા સાડા ત્રણ વરસમાં એણે હજારોની સંખ્યામાં જૂઠાણાં ફેલાવ્યા છે!
