હૈયાને દરબાર
સુહાના સફર ઔર યે મૌસમ હસીં, હમેં ડર હૈ હમ ખો ન જાયેં કહીં …! મુંબઈથી હજારો કિલોમીટર દૂર એવા એક રમણીય પ્રદેશની નશીલી, મદીલી, મસ્તીલી રાહ પર અમે ઝૂમી રહ્યાં છીએ. અત્યાર સુધી જે નામો પરગ્રહનાં લાગતાં હતાં એ ઝાગ્રેબ, સ્પ્લીટ, ડુબ્રોવ્નિક, બોલ અને બ્રાક આ સાત દિવસમાં એવાં પોતીકાં થઈ ગયાં છે કે જાણે અહીંનો અફાટ વિસ્તરેલો દરિયો સ્વજન હોય એવો વહાલો લાગે છે. જલની આટલી બધી રંગછટાઓ, ગતિ-રીતિ અને મૂડ હોઈ શકે એ આ દરિયાઈ ડેસ્ટિનેશન પર અનુભવી રહ્યાં છીએ. છેલ્લાં ત્રણેક વર્ષથી જે ડ્રીમ ડેસ્ટિનેશનની કલ્પના કરી હતી એ દુનિયાના સેક્સીએસ્ટ, જાદૂઈ દરિયાઈ પ્રદેશ ક્રોએશિયાની ધરતી પર અમે વિહરી રહ્યાં છીએ. શું અદ્ભુત નજારો છે નજર સામે! સમુદ્રનું સ્ફટિક જેવું નીલરંગી નિતર્યું જળ, એક ટાપુ પરથી બીજાં ટાપુ પર વિહરતી નાની નાની નૌકાઓ, લહેરો પરથી પસાર થઈને આવતી, મનને તરબતર કરતી તાજી હવા અને ટમટમતી રોશનીથી ઝબૂકતી ઢળતી સાંજની રંગીનિયત. હૈયાનો દરબાર ભરવા માટે આનાથી ઉત્તમ વાતાવરણ કયું હોઈ શકે? સંગીત અને સફર એકબીજાનાં પૂરક છે. સંગીત સાથે હોય તો સફરની મજા બેવડાઇ જાય.
પ્રવાસ આપણે કેમ કરીએ છીએ? કંઈક નવું જોવા, જાણવા અને પામવાની ઝંખનામાં?
વર્તમાનથી મુક્ત થવા? એકધારી, બોરિંગ જિંદગીમાં બ્રેક લેવા કે પછી કોઈ સુખનાં સરનામાંની શોધમાં? એ જે હોય તે, પણ ફરવું આપણને ગમે છે. ગમા-અણગમા, રાગ-દ્વેષ, પાપ-પુણ્ય કે જાહેર-અંગત આ સઘળું ત્યજીને એક તાજી હવાનો શ્વાસ લેવાની વૃત્તિ પ્રબળ બને ત્યારે પ્રવાસ શક્ય બને છે. ટ્રાવેલ ઇઝ લાઈક અ મેડિટેશન. એ છે આત્મખોજ. પ્રવાસ એટલે મુક્તિની દિશામાં પહેલું કદમ. રોજિંદી ઘટમાળ અને સાંસારિક જંજાળમાંથી મુક્ત થવા કુદરતી વાતાવરણ આપણને આપણી આંતરિક દુનિયામાં ડૂબકી મારવાની તક આપે છે. આ ઈન્ટરોસ્પેકશન કરતી વખતે ઉષ્માભર્યું એકાંત, માફકસરની આદ્રતા અને હ્રદયમાં ચપટીભર આનંદ હોય ત્યારે સુખ અસીમ વિસ્તરતું લાગે. એમાં સંગીતનો સાથ ભળે પછી તો પૂછવું જ શું? વિચારોની સાથે સંગીત લગભગ સમાંતર ચાલતું હોય છે મારા મનમાં. તેથી જ દરેક સફર સાથે કોઈક ગીત આપોઆપ સંકળાઈ જાય છે.
વિદેશના આ દરિયા કિનારે આત્મમંથન કરતાં ‘સુખ’ વિશે જાતજાતના વિચારો આવી રહ્યા છે. સુખ એ આમ તો એક મધુર ભ્રમણાથી વિશેષ કંઇ નથી. રમેશ પારેખનું ‘સુખ’ નામનું કાવ્ય તમે વાંચ્યું હશે તો ખબર હશે જ. આપણાં જાણીતાં કલાકાર મીનળ પટેલે અભિનય દ્વારા પ્રખ્યાત કરેલી ‘સુખ’ નામની એ કવિતામાં ભ્રામક સુખ વિશેની વાત બહુ સચોટ વર્ણવી છે. કવિ કાવ્યના જ અંતિમ ભાગમાં લખે છે કે ;
મૂળે ખુસાલિયાને ગોતવું’તું સુખ,
જોવું’તું નજરોનજર.
પછી પારકું હોય કે પોતાનું – પણ સુખ.
ઈ અડબાઉને એમ કે ચોપડિયું’માં લખ્યું હોય ઈ બધું સાચું જ હોય.
સુખનાં ઝાડવાં ફિલમુમાં ઊગે
સુખના ફુવારા કવિતામાં ઊડે
નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા
તે ખુસાલિયાને બસ એમ જ થઇ ગ્યું કે સુખ હોય.
દીકરો અહીંયા જ થાપ ખાઈ ગ્યો …
એને એમ કે
સોમવાર રવિવાર હોય એમ સુખ પણ હોય જ !
ટપુભાઈ ને તરવેણીબેનની જેમ
સુખે ય આપડે ત્યાં આવે …
અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું ?
આપણે તો જાણીએ, ચંદુભાઈ કે
સસલાને સિંગડા હોય તો
માણસને સુખ હોય.
ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ
ચોપડિયું વાંચીએ
પણ ખુસાલિયા, સુખો માટે આવી ખોતરપટ્ટી?
જે નથી એને માટે આવો રઘવાટ?
અભણ હતો, સાલો.
જે વાંચવું જોઈએ ઈ વાંચ્યું નહીં.
નવલકથાયું નહીં, ઇતિહાસ.
પૂછજો એને, ઇતિહાસ વાંચ્યો છે એણે ?
એમાં છે ચપટી ય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઈ પાને?
આપડા આ ખુસાલિયાનાં હાથ
જેને જેને અડે ઈ પદારથ દુ:ખ થઇ જાય –
એક દિવસ ખુસાલિયો
પોતાનાં સપનાંને અડ્યો’તો !
ત્યારથી છે આવી દિમાગને ચાટી જાતી બળતરાઉ !
પણ હાળો, મરસે !
સુખ નથી આઠે ય બ્રહ્માંડમાં.
સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર
આવી વાત ઈ જાણતો નથી
ઈ જ એનું સુખ !
આપડે સું, મરસે, હાળો –
આપડને તો એના વધ વધ થતા હાથની દયા આવે,
આવે કે નહીં, ચંદુભાઈ?
આ ચોટદાર કવિતા અમદાવાદની સુપ્રસિદ્ધ સંગીત ત્રિપુટી શ્યામલ-સૌમિલ-આરતી મુનશીને સ્પર્શી ગઈ. એમાંથી સર્જાયું આ લોકપ્રિય ગીત, સુખનું સરનામું આપો.
"દર બે મહિને અમે જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ. દર બે મહિને નવી થીમ સાથે કાર્યક્રમ કરવો એ અમારે માટે ચેલેન્જ જ છે છતાં ઘણાં વર્ષોથી આ ઉપક્રમ ચાલે છે. એ રીતે એક વખત અમે એવો થીમ નક્કી કર્યો હતો જેમાં એક વાર્તા, એક વિષય અને એક ગીત, એ પ્રમાણે આખો કાર્યક્રમ ઘડાયો. આ થીમનો હેતુ એ હતો કે સામાન્ય રીતે શ્રોતાઓ ગીતના શબ્દો સાંભળે, સંગીતની ચમત્કૃતિને માણે પણ એના ભાવવિશ્વમાં ડૂબકી મારવી એના માટે થોડી મુશ્કેલ હોય કારણ કે એ માટે એણે ગીત વારંવાર સાંભળવું પડે તો જ એ ગીતના ભાવવિશ્વમાં પ્રવેશી શકે. તેથી આ કાર્યક્રમમાં અમે નાની નાની વાર્તાઓ લેવાનું નક્કી કર્યું. અવાજના માલિક એવા જાણીતા રેડિયો જોકીઝને નિમંત્રણ આપી આ વાર્તાઓનું પઠન, એના ચિંતનનું નરેશન અને પછી ગાયન રજૂ કરવાની થીમ નક્કી થઈ. આમ કથન, મનન અને ગાયન પર આધારિત કાર્યક્રમનું આયોજન કર્યું.

આ કાર્યક્રમમાં રમેશ પારેખની લાજવાબ કૃતિ ‘સુખ’નું પઠન થયું ત્યારે એને અનુરૂપ ગીત કયું લેવું તે તરત મળ્યું નહીં. શ્યામલ મુનશીએ તેથી તાત્કાલિક આ ‘સુખનું સરનામું’ ગીત લખી કાઢ્યું જેમાં સુખનું સરનામું તો છે જ નહીં, પરંતુ એક પ્રશ્ન તરતો મુકાયો છે કે સુખ ખરેખર છે કે નહીં? છે તો એ ક્યાં છે? કયું સુખ છે? પોતાનો પરિવાર? પોતાનું ઘર? પ્રિયજનો? પોતાનો દેશ-પરદેશ? આસમાન સુખ છે? જમીન, દરિયો, પહાડ કે પાતાળ? સુખ નજરની સામે છે કે પછી દુ:ખની બરાબર પાછળ? એવા પ્રશ્નોને આધારે સુખનું સરનામું ગીત બન્યું અને રજૂ થયું. પહેલા જ પરફોર્મન્સમાં શ્રોતાઓને ખૂબ ગમ્યું કારણ કે એમાં ઊંડા ઊતરીને સુખ પામવાની વાત હતી. આ ગીત સાંભળીને કોઈકે મને સૂચવ્યું કે સુખ થીમ પર આધારિત આખો સંગીત કાર્યક્રમ જ કરો ને! ત્યારે મેં હસીને કહ્યું કે આપણી પાસે એક સુંદર બટન હોય એના પરથી આખો કોટ સીવડાવવા જેવી આ વાત છે. બટ અગેઇન, એ અમારે માટે ચેલેન્જ હતી. અમે ફરીથી સુખનાં ગીતો શોધવા માંડ્યાં. વેણીભાઇનું સુખના સુખડ જલે રે મનવા ઉપરાંત કેટલાંક ગીતો મળ્યાં અને કેટલાંક શ્યામલ અને તુષાર શુક્લે નવાં લખ્યાં. આમ ફક્ત આ ગીતના આધારે ‘સુખનું સરનામું’નાં બે સફળ કાર્યક્રમો થયા. અમને ઘણી વખત એવું લાગે કે ગીત કેટલાં નિમિત્ત લઈને આવતું હોય છે અને પર્ફોર્મન્સને ઉજાગર કરતું હોય છે. ગીતોની પણ જન્મકુંડળી હોય છે. ‘સુખનું સરનામું’ અમારે માટે ખરેખર સુખનું સરનામું બની રહ્યું છે, કહે છે સૌમિલ મુનશી.
કાવ્યના રચયિતા શ્યામલ મુનશી કહે છે, "માનવમાત્રને શોધ છે સુખની. સહુને સુખી થવું છે. સુખી થવાની સાદી રીત છે અન્યને સુખી કરવાની ! પણ સુખની શોધ વાસ્તવમાં ‘સ્વાર્થ’ બની ગઈ છે. આવા સમયે, સુખનું સરનામું આપતાં ગીતો અને સુખની સમજણ સ્પષ્ટ કરતું સંકલન કાર્યક્રમની વિશેષતા બને છે.
સુખને સ્પર્શવાની, સુખને અનુભવવાની, સુખને પામવાની અને સુખને શાશ્વત કરવાની ઝંખના એ માનવસહજ વૃત્તિ છે. સુખ શું? સુખ ક્યાં છે? સુખ કેટલું છે? એવા પ્રશ્નો વચ્ચે માણસનું મન ભટકતું રહે છે. સુખનું સરનામું શું? સુખ સુધી પહોંચવાની દિશા કઈ? સુખને બહાર શોધવામાં રહેલી ભ્રમરવૃત્તિ કે સુખને ભીતર જોવામાં થતી પ્રાપ્તિ? ગુજરાતી ગીતો દ્વારા સુખને સમજવાનો પ્રયત્ન, સુખને જુદા જુદા દ્રષ્ટિકોણથી મૂલવવાનો, સુખને જુદાં જુદાં દ્રષ્ટાંતોથી આલેખવાનો પ્રયાસ અમે કર્યો ‘સુખનું સરનામું’ દ્વારા. શ્રોતાઓએ એને ભરપૂર વધાવી લીધો.
અહીં આ પરદેશમાં અમે પણ કોઇક પ્રકારના સુખને પામવા જ નીકળ્યા છીએ. ક્ષણિક તો ક્ષણિક, સુખ જ્યાં જેટલું મળે એટલું મેળવી લેવું.
કુદરતના પ્રેમમાં ફરી ફરી પડવાનું મન થાય એવા ક્રોએશિયાના સાગર કિનારે અમે પ્રિયજનો, મિત્રો અને ‘મુંબઈ સમાચાર’ના વ્હાલા વાચકોને સ્મરીએ છીએ. મરીઝ સાહેબ કહી ગયા છે ને :
બસ એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.
‘ગેમ ઑફ થ્રોન્સ’ વેબસિરીઝ દ્વારા રાતોરાત ફેમસ થઈ ગયેલા ક્રોએશિયાના ક્યુટ ટાઉન ડુબ્રોવ્નિકના કોસ્ટલ રોડ પર, દરિયાની બરાબર સમાંતર અમારી કાર તેજ ગતિએ સરકી રહી છે. રાત્રે સાડા આઠે અહીં સૂર્યાસ્ત થાય છે. ક્ષિતિજ પર ધરતીને ચૂમવા મથી રહેલો સૂરજ સમુદ્રમાં સોનેરી આભા રેલાવી રહ્યો છે. ડુબ્રોવ્નિક રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. આપણે ભલે કોસ્મેટિકલી, ડિજિટલી મોડર્ન થઈ ગયાં હોઇએ, પરંતુ કુદરત એકમાત્ર આપણો કમ્ફર્ટ ઝોન છે. આ ક્ષણે તો એ જ અમારા સુખનું સરનામું છે. તમે ત્યાં ‘સુખનું સરનામું’ ગીત યુટ્યુબ પર સાંભળીને અમને યાદ કરજો, સુખનું સરનામું શોધજો.
————————
સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર
એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો?
ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !
કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો
* ગીત : શ્યામલ મુનશી * સંગીત : સૌમિલ મુનશી * કલાકાર: શ્યામલ-સૌમિલ મુનશી
https://www.youtube.com/watch?v=YCqmkhmdnKg
———————————
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 23 મે 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=507834
 


 ગાંધીયુગના સર્જક, લેખક, વિવેચક, કવિ, નવલકથાકાર તથા સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવૉર્ડથી સન્માનિત ઉમાશંકર જોશીનું વિપુલ સાહિત્યસર્જન આપણને અચંબિત કરી દે એટલું અગાધ છે.
ગાંધીયુગના સર્જક, લેખક, વિવેચક, કવિ, નવલકથાકાર તથા સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવૉર્ડથી સન્માનિત ઉમાશંકર જોશીનું વિપુલ સાહિત્યસર્જન આપણને અચંબિત કરી દે એટલું અગાધ છે. વ્યવસાયે એડ્વોકેટ, પરંતુ સંગીતમાં ખૂંપી ગયેલા આ ગીતના સ્વરકાર અમર ભટ્ટ કહે છે, "ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષ ૨૦૧૧માં ‘પરબ’નો આખો અંક એમનાં કાવ્યોના આસ્વાદનો હતો. કવિ લાભશંકર ઠાકરે એમાં આ ગીતને ઉમાશંકર જોશીનું એક પ્રભાવક ગીત કહ્યું હતું. ત્યારથી આ ગીત સ્વરબદ્ધ કરવાની અદમ્ય ઈચ્છા હતી. કવિની શબ્દ પસંદગી ગમી ગઈ. પ્રથમ પંક્તિમાં ‘ધીરે ધીરે’ લૂની ગતિ માટે અને બીજીમાં ધીમે ધીમે કોયલના અવાજ માટે – ‘ધીરે ધીરે’ અને ‘ધીમે ધીમે’માં આમ ફેર નથી, છતાં શું ફેર છે એનું આ ઉદાહરણ છે. આમ તો ભર ગરમીના બપોરે પ્રિયતમની રાહ જોતી સ્ત્રીની ઉક્તિ છે એમાં. કવિએ ચિત્ર આપ્યું છે –
વ્યવસાયે એડ્વોકેટ, પરંતુ સંગીતમાં ખૂંપી ગયેલા આ ગીતના સ્વરકાર અમર ભટ્ટ કહે છે, "ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષ ૨૦૧૧માં ‘પરબ’નો આખો અંક એમનાં કાવ્યોના આસ્વાદનો હતો. કવિ લાભશંકર ઠાકરે એમાં આ ગીતને ઉમાશંકર જોશીનું એક પ્રભાવક ગીત કહ્યું હતું. ત્યારથી આ ગીત સ્વરબદ્ધ કરવાની અદમ્ય ઈચ્છા હતી. કવિની શબ્દ પસંદગી ગમી ગઈ. પ્રથમ પંક્તિમાં ‘ધીરે ધીરે’ લૂની ગતિ માટે અને બીજીમાં ધીમે ધીમે કોયલના અવાજ માટે – ‘ધીરે ધીરે’ અને ‘ધીમે ધીમે’માં આમ ફેર નથી, છતાં શું ફેર છે એનું આ ઉદાહરણ છે. આમ તો ભર ગરમીના બપોરે પ્રિયતમની રાહ જોતી સ્ત્રીની ઉક્તિ છે એમાં. કવિએ ચિત્ર આપ્યું છે – ‘ધીરે ધીરે’ પંચમથી અને ‘ધીમે ધીમે’ તાર સપ્તકના ષડ્જથી સ્વરસંગતિ કરે છે. ‘વા અને ગા’ પણ કેટલી જુદી જુદી રીતે ગાઈ શકાય છે તે ગીત સાંભળો તો જ જાણી શકો. ઉમાશંકર જોશીનાં કાવ્યગાનના અમારા આલબમ ‘ગીતગંગોત્રી’માં આ ગીત હિમાલી વ્યાસ-નાયકે ભાવવાહી રીતે ગાયું છે. હવે તો એ ખાસ્સું લોકપ્રિય થયું છે.
‘ધીરે ધીરે’ પંચમથી અને ‘ધીમે ધીમે’ તાર સપ્તકના ષડ્જથી સ્વરસંગતિ કરે છે. ‘વા અને ગા’ પણ કેટલી જુદી જુદી રીતે ગાઈ શકાય છે તે ગીત સાંભળો તો જ જાણી શકો. ઉમાશંકર જોશીનાં કાવ્યગાનના અમારા આલબમ ‘ગીતગંગોત્રી’માં આ ગીત હિમાલી વ્યાસ-નાયકે ભાવવાહી રીતે ગાયું છે. હવે તો એ ખાસ્સું લોકપ્રિય થયું છે. તમે હાલરડાં સાંભળીને મોટા થયાં છો? તમારાં સંતાનોને હાલરડાં સંભળાવ્યાં છે? તો જરૂર તમે આ લેખ સાથે તાદાત્મ્ય અનુભવી શકશો. મે મહિનાનો બીજો રવિવાર માતૃદિન તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. આજે માતા વિશેના નહીં પણ માતાના અતુલનીય પ્રેમગીત એટલે કે હાલરડાંની વાત કરવી છે.
તમે હાલરડાં સાંભળીને મોટા થયાં છો? તમારાં સંતાનોને હાલરડાં સંભળાવ્યાં છે? તો જરૂર તમે આ લેખ સાથે તાદાત્મ્ય અનુભવી શકશો. મે મહિનાનો બીજો રવિવાર માતૃદિન તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. આજે માતા વિશેના નહીં પણ માતાના અતુલનીય પ્રેમગીત એટલે કે હાલરડાંની વાત કરવી છે. ગુજરાતી સાહિત્ય અને લોકસંગીતની સર્વકાલીન કૃતિ શિવાજીનું હાલરડું સાંભળતાં જ દેહમાં જાણે વીરરસનો સંચાર થવા લાગે છે. લોકસંસ્કૃતિનો ધબકાર જેમની રગેરગમાં ઝિલાયો છે, ધીંગી ધરા અને માભોમને કાજે જેમણે અઢળક ગીતો રચ્યાં છે, એ શબ્દના સોદાગર ઝવેરચંદ મેઘાણી કેવું અનોખું હાલરડું આપણને આપે છે. ધ્યાનથી સાંભળજો. બાળકને ઉંઘાડવા માટેનું નહીં પરંતુ જગાડવા માટેનું આ એકમાત્ર હાલરડું છે. આ વીરાંગના માતા દીકરાને પોઢાડતા શું કહે છે એ તો સાંભળો.
ગુજરાતી સાહિત્ય અને લોકસંગીતની સર્વકાલીન કૃતિ શિવાજીનું હાલરડું સાંભળતાં જ દેહમાં જાણે વીરરસનો સંચાર થવા લાગે છે. લોકસંસ્કૃતિનો ધબકાર જેમની રગેરગમાં ઝિલાયો છે, ધીંગી ધરા અને માભોમને કાજે જેમણે અઢળક ગીતો રચ્યાં છે, એ શબ્દના સોદાગર ઝવેરચંદ મેઘાણી કેવું અનોખું હાલરડું આપણને આપે છે. ધ્યાનથી સાંભળજો. બાળકને ઉંઘાડવા માટેનું નહીં પરંતુ જગાડવા માટેનું આ એકમાત્ર હાલરડું છે. આ વીરાંગના માતા દીકરાને પોઢાડતા શું કહે છે એ તો સાંભળો. આ હાલરડું સૌપ્રથમ વિખ્યાત લોકગાયક હેમુ ગઢવીના બુલંદ કંઠે ગવાયું અને ખૂબ પ્રચલિત થયું. પછી તો લગભગ દરેક લોકકલાકાર એ ગાય છે. તાજેતરમાં મુંબઈમાં સર્જિકલ સ્ટ્રાઈક સંદર્ભમાં યોજાયેલા એક સંગીત કાર્યક્રમમાં ચેતન ગઢવીએ આ રચના પ્રસ્તુત કરીને વન્સમોર મેળવ્યો હતો. ચેતન ગઢવી આ ગીત વિશે રસપ્રદ વાત કરે છે. "આ હાલરડું મારા હૃદયની બહુ નજીક છે. હજુ એકાદ વર્ષ પહેલાં જ ફરતાં ફરતાં હું અનાયાસે મહારાષ્ટ્રમાં આવેલા જીજીબાઈના કિલ્લે પહોંચી ગયો હતો. સિંદખેડ રાજા એ જીજીબાઈનું જન્મ સ્થળ. ત્યાંની ટનલો એવી છે કે આજે પણ એમાંથી છ ઘોડા અસવાર સાથે નીકળી શકે. બહારથી ખબરેય ન પડે કે ભૂગર્ભમાં આવો જબરદસ્ત કિલ્લો છે. આ કિલ્લો આજે પણ અતીતની અનેક યાદો અને અવશેષો લઈને ઊભેલો છે જે પોતાના ઇતિહાસની ગર્વિલી વાતોનો સાક્ષી છે. શિવાજીનો જન્મ થયો એ રૂમ સુધી હું જઈ આવ્યો હતો અને આ હાલરડાની બે પંક્તિઓ મેં એ સમયખંડને અનુભવવા માટે ત્યાં ગાઈ હતી. આ હાલરડું ગાતાં પહેલાં શ્રોતાઓને સમજ આપવી જરૂરી છે કે હાલરડામાં માતા બાળકને જગાડે છે, ઊંઘાડતી નથી. જગાડવું એટલે જાગૃત કરવું એ અર્થ અહીં અભિપ્રેત છે. મા કહે છે કે દીકરા આજે તું બાળક છે એટલે ઊંઘી લે. કાલે તારે મોત સામે ઝઝૂમવાનું છે :
આ હાલરડું સૌપ્રથમ વિખ્યાત લોકગાયક હેમુ ગઢવીના બુલંદ કંઠે ગવાયું અને ખૂબ પ્રચલિત થયું. પછી તો લગભગ દરેક લોકકલાકાર એ ગાય છે. તાજેતરમાં મુંબઈમાં સર્જિકલ સ્ટ્રાઈક સંદર્ભમાં યોજાયેલા એક સંગીત કાર્યક્રમમાં ચેતન ગઢવીએ આ રચના પ્રસ્તુત કરીને વન્સમોર મેળવ્યો હતો. ચેતન ગઢવી આ ગીત વિશે રસપ્રદ વાત કરે છે. "આ હાલરડું મારા હૃદયની બહુ નજીક છે. હજુ એકાદ વર્ષ પહેલાં જ ફરતાં ફરતાં હું અનાયાસે મહારાષ્ટ્રમાં આવેલા જીજીબાઈના કિલ્લે પહોંચી ગયો હતો. સિંદખેડ રાજા એ જીજીબાઈનું જન્મ સ્થળ. ત્યાંની ટનલો એવી છે કે આજે પણ એમાંથી છ ઘોડા અસવાર સાથે નીકળી શકે. બહારથી ખબરેય ન પડે કે ભૂગર્ભમાં આવો જબરદસ્ત કિલ્લો છે. આ કિલ્લો આજે પણ અતીતની અનેક યાદો અને અવશેષો લઈને ઊભેલો છે જે પોતાના ઇતિહાસની ગર્વિલી વાતોનો સાક્ષી છે. શિવાજીનો જન્મ થયો એ રૂમ સુધી હું જઈ આવ્યો હતો અને આ હાલરડાની બે પંક્તિઓ મેં એ સમયખંડને અનુભવવા માટે ત્યાં ગાઈ હતી. આ હાલરડું ગાતાં પહેલાં શ્રોતાઓને સમજ આપવી જરૂરી છે કે હાલરડામાં માતા બાળકને જગાડે છે, ઊંઘાડતી નથી. જગાડવું એટલે જાગૃત કરવું એ અર્થ અહીં અભિપ્રેત છે. મા કહે છે કે દીકરા આજે તું બાળક છે એટલે ઊંઘી લે. કાલે તારે મોત સામે ઝઝૂમવાનું છે :
 બાળકને પોઢાડવાની ક્રિયામાં હાલરડાંની એક આખેઆખી સંસ્કૃતિ સમાય છે જેમાં ગાય, દૂધ, ઘી, માખણ, લાડુથી લઈ પરીરાણી અને શિવાજીના હાલરડાની જેમ વીરરસ પણ આવે છે. વાઇફાઇના આ હાઈફાઈ જમાનામાં હાલરડાં પણ દુર્લભ થતા ગયાં છે. વિલુપ્ત થઈ રહેલાં હાલરડાં પર ૩૦૦ પાનાંનો ગ્રંથ પ્રગટ કરનાર, ઇન્દોરમાં જન્મેલાં હંસાબહેન હાલરડાં વિષે વાત કરતાં કહે છે, "વિશ્વના દરેક ખૂણે, જ્યાં માતૃભાષા છે, ત્યાં હાલરડાં છે. શોધનિબંધ માટે દુનિયાભરના અનેક દેશોની ‘એમ્બેસી’ સાથે પત્રવ્યવહાર કર્યો. યુરોપના વિવિધભાષી લલબાય (હાલરડાં) મળ્યાં. ભારતનાં વિવિધ પ્રદેશોનાં વિવિધ લોકબોલીમાં હાલરડાં ઉપલબ્ધ થયાં, પણ એનાં વિષે કોઇ ખાસ ઉપયોગી લેખિત સામગ્રી ન મળી કે જેના આધારે શોધપ્રબંધ લખી શકાય. તેથી ફિલ્ડ વર્ક શરૂ કર્યું. ગુજરાત, સુરત, ડાંગ, કચ્છ બધે ફરી. આદિવાસી વિસ્તારમાં તેમનાં નેહડામાં પણ ગઈ. ગુજરાત પછી આંધ્ર, મધ્ય પ્રદેશ ગઇ. ૧૨ વર્ષો બાદ ૧૯૮૧માં મારો શોધનિબંધ ‘હિન્દી ઔર ગુજરાતી કા લોરી સાહિત્ય : તુલનાત્મક અધ્યયન’ હિન્દીમાં તૈયાર કર્યો. આ નિબંધ પુસ્તકાકારે પ્રકાશિત થયો. ત્યારબાદ આ જ શોધનિબંધ ગુજરાતીમાં પણ ‘માતૃહૃદયની સૌમ્ય વિરાસત’ નામે પ્રસિદ્ધ થયો હતો. આટલી બધી જહેમત ઉઠાવીને પીએચ.ડી. કરનાર ડો. હંસા પ્રદીપે ‘નેણલે તેડાવું નીંદરપરીને’ તેમ જ ‘હુલુ હુ…લુ… હા..લ..રે’ જેવાં હાલરડાંનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે.
બાળકને પોઢાડવાની ક્રિયામાં હાલરડાંની એક આખેઆખી સંસ્કૃતિ સમાય છે જેમાં ગાય, દૂધ, ઘી, માખણ, લાડુથી લઈ પરીરાણી અને શિવાજીના હાલરડાની જેમ વીરરસ પણ આવે છે. વાઇફાઇના આ હાઈફાઈ જમાનામાં હાલરડાં પણ દુર્લભ થતા ગયાં છે. વિલુપ્ત થઈ રહેલાં હાલરડાં પર ૩૦૦ પાનાંનો ગ્રંથ પ્રગટ કરનાર, ઇન્દોરમાં જન્મેલાં હંસાબહેન હાલરડાં વિષે વાત કરતાં કહે છે, "વિશ્વના દરેક ખૂણે, જ્યાં માતૃભાષા છે, ત્યાં હાલરડાં છે. શોધનિબંધ માટે દુનિયાભરના અનેક દેશોની ‘એમ્બેસી’ સાથે પત્રવ્યવહાર કર્યો. યુરોપના વિવિધભાષી લલબાય (હાલરડાં) મળ્યાં. ભારતનાં વિવિધ પ્રદેશોનાં વિવિધ લોકબોલીમાં હાલરડાં ઉપલબ્ધ થયાં, પણ એનાં વિષે કોઇ ખાસ ઉપયોગી લેખિત સામગ્રી ન મળી કે જેના આધારે શોધપ્રબંધ લખી શકાય. તેથી ફિલ્ડ વર્ક શરૂ કર્યું. ગુજરાત, સુરત, ડાંગ, કચ્છ બધે ફરી. આદિવાસી વિસ્તારમાં તેમનાં નેહડામાં પણ ગઈ. ગુજરાત પછી આંધ્ર, મધ્ય પ્રદેશ ગઇ. ૧૨ વર્ષો બાદ ૧૯૮૧માં મારો શોધનિબંધ ‘હિન્દી ઔર ગુજરાતી કા લોરી સાહિત્ય : તુલનાત્મક અધ્યયન’ હિન્દીમાં તૈયાર કર્યો. આ નિબંધ પુસ્તકાકારે પ્રકાશિત થયો. ત્યારબાદ આ જ શોધનિબંધ ગુજરાતીમાં પણ ‘માતૃહૃદયની સૌમ્ય વિરાસત’ નામે પ્રસિદ્ધ થયો હતો. આટલી બધી જહેમત ઉઠાવીને પીએચ.ડી. કરનાર ડો. હંસા પ્રદીપે ‘નેણલે તેડાવું નીંદરપરીને’ તેમ જ ‘હુલુ હુ…લુ… હા..લ..રે’ જેવાં હાલરડાંનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે.