વરસે વાદલડી ઝરમર, સખી મને વાલમ સાંભરે.
યાદે જીવ થાય અધ્ધર, સખી મને વાલમ સાંભરે.
કરી મેઘગર્જનાને કડાકાભડાકા સંભળાતા કેવા !
જાણે એના ક્રોધની અસર, સખી મને વાલમ સાંભરે.
મીઠી માદક ધરાની માટીની સુગંધ મનમોહક કેટલી!
રખે વાલમના અંગે અત્તર, સખી મને વાલમ સાંભરે.
ચમકે દામિની ઉજાસ કેટકેટલો ફેલાવતી નભમાં,
રખે અંધકારમાં થયો હાજર, સખી મને વાલમ સાંભરે.
વહેતાં વારિ ખળખળ ધરાની શોભાને વધારનારાં,
મળી મુખ મુસ્કાની ખબર, સખી મને વાલમ સાંભરે.
વિરમતાં વર્ષા રવિ ઉદયે વ્યોમે ઈન્દ્રધનુ સંમુખ હો,
સપ્તરંગી હોય હેતનું નગર, સખી મને વાલમ સાંભરે.
મેડકરવ નિશાસંગે કર્કશ કરી કાનાફૂસી રખે કરતાં,
શકે હશે એ પ્રેમપંથનો કર, સખી મને વાલમ સાંભરે.
પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com