ઈશ્વરના દરબારમાં
કતારબદ્ધ ઊભેલાં
સરમુખત્યારોને
પ્રશ્ન પૂછ્યો હતો :
ઈશ્વરે …
તેઓ શું નથી કરી શક્યા.
આશ્ચર્ય
સર્વ સરમુખત્યારનો
એકસરખો જ ઉત્તર :
અમે સત્યનું ગળું
નથી દાબી શક્યાં
અને
ઈશ્વર હસી પડ્યો
હું ય …
રાજકોટ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 09