વડાપ્રધાન વિકાસના બણગાં ફૂંકતા કહે છે કે ‘ગુજરાતનો વિકાસ હાઇવે ઉપર દોડી રહ્યો છે !’
પરંતુ વાસ્તવિકતા જુદી છે. US CBP- Custom and Border Protection મુજબ 1 ઓકટોબર 2023થી 30 સપ્ટેબર 2024 દરમિયાન, એક વર્ષમાં, કુલ 96,917 ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતાં પકડાયા તેમાં ગુજરાતીઓ 45,000 હતા ! 2021ના નાણાંકીય વર્ષમાં 30,662 અને 2022ના નાણાંકીય વર્ષમાં 63,927 ભારતીયો પકડાયા હતા. ચિંતાજનક બાબત એ છે કે દેશ છોડવાનું પ્રમાણ વધતું કેમ જાય છે?
એક વર્ષમાં 45,000 ગુજરાતીઓ અમેરિકામાં ગેરકાયદેસર શા માટે ઘૂસતા હશે? શું તેમને ‘ગુજરાત મોડલ’માં ભરોસો નહીં હોય? સત્તાસ્વાર્થ માટે ગુજરાત મોડલનો પરપોટો ઊભો કર્યો અને મીડિયા દ્વારા તેને લોખંડી બનાવ્યો ! પરંતુ આ લોખંડી પરપોટાની આબરૂ ગુજરાતીઓએ લઈ લીધી છે.
નકલી ‘ગુજરાત મોડલ’નું પરિણામ પણ નકલી હોય છે ! નકલી નોટો / નકલી ટોલનાકા / નકલી સિંચાઈ કચેરી / નકલી બેંક-બ્રાન્ચ / નકલી શાળાઓ / નકલી ડિગ્રીઓ / નકલી કોર્ટ / નકલી જજ – ટૂંકમાં નકલીનો વાઈરસ ખતરનાક બન્યો છે.
સરકારી ચોપડે ચડેલા ‘નકલી’ ઉપર એક નજર કરીએ :
1. મયંક તિવારી / નકલી PM એડવાઇઝ
2. કિરણ પટેલ / નકલી PMOનો વરિષ્ઠ અધિકારી
3. હિમાંશુ રાય / નકલી કસ્ટમ
4. પ્રકાશ નાયક / નકલી ડેપ્યુટી કલેકટર
5. હિતેશ્વરસિંહ મોરી / નકલી CBI
6. ભરત છબડા / નકલી IAS
7. પ્રદુમન પટેલ / નકલી IB અધિકારી
8. તરુણ ભટ્ટ / નકલી CBI
9. સંદિપ રાજપુત / નકલી સિંચાઈ કચેરી
10. અમરશી પટેલ / નકલી ટોલનાકુ
11. મયૂર તડવી / નકલી PSI
12. લવકુશ ત્રિવેદી / નકલી CMO
13. નિખીલ પટેલ / નકલી SI
14. ઓમવીરસિંહ / નકલી ED અધિકારી
15. ગુંજન કટારિયા / નકલી NIA અધિકારી
16. હિરાલી કોરડિયા / નકલી કલેકટર
17. પુષ્પરાજ રાય / નકલી CBI અધિકારી
18. નેહા પટેલ / નકલી કલેકટર
19. વિરાજ પટેલ / નકલી CMO
20. સંજય રાય / નકલી PMOના અધિકારી
21. નિકુંજ પટેલ / નકલી CMOના અધિકારી
22. સેમ્યુમ મોરીસ / નકલી જજ
23. પ્રવીણ સોલંકી / નકલી આર્મી કેપ્ટન
ગુજરાત કાઁગ્રેસના પ્રવક્તા મનહર પટેલે 8 નવેમ્બર 2024ના રોજ સવાલો કરેલ છે કે દૃષ્ટિ કરો ત્યાં નકલી નકલી જ દેખાય છે, શું આ ‘નકલી ગુજરાત મોડલ’ની અસર તો નથી ને? શા માટે ગુજરાતના અશાસ્પદ વિદ્યાર્થીઓ અને વેપારીઓ સુરક્ષિત ભવિષ્ય ખાતર ગુજરાત છોડી રહ્યા છે? જો ‘ગુજરાત મોડલ’ સફળ હોય તો તેઓ માતૃભૂમિમાં કેમ રોકાતા નથી? શું ડબલ એન્જિન સરકાર ‘ગુજરાત મોડલ’ને ધરતી પર ઊતારી શકશે?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર