Opinion Magazine
Number of visits: 9458040
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત-યુ.એસ.એ. વચ્ચે સુરક્ષા અંગે કરાર મજબૂત પણ ઘર આંગણે ડિફેન્સના જાહેર સાહસોમાં સુકાની ગેરહાજર

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|25 June 2023

સલામતી અને સુરક્ષા માટેના જાહેર સાહસોનું સુકાન સંભાળવા આપણી પાસે માણસો નથી અને બીજી તરફ આપણે અમેરિકન શસ્ત્રોની આયાત કરવા માટે સાબદા થયા છીએ

ચિરંતના ભટ્ટ

આ લખાઇ રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુ.એસ.એ.ની સ્ટેટ વિઝીટ પર છે. ભારત અને યુ.એસ.એ. ઇન્ડિયા-યુનાઇટેડ સ્ટેટ્સ ડિફેન્સ એક્સલરેશન ઇકોસિસ્ટમ એટલે કે INDUS-Xના લૉન્ચની જાહેરાત કરી છે. આ પછી બન્ને દેશ વ્યૂહાત્મક ટૅક્નોલૉજી પાર્ટનરશીપ અને ડિફેન્સ – સુરક્ષાને લગતા ઔદ્યોગિક કો-ઓપરેશનનું વિસ્તરણ થાય તે દિશામાં કામ કરશે. આ માત્ર સરકારો વચ્ચે નહીં પણ બિઝનેસ અને સંસ્થાકીય ધોરણે પણ સુરક્ષાલક્ષી વિસ્તરણને આવરી લેશે.

સિનિયર એડવાઇઝ ગ્રૂપ એટલે કે SAG આ સંયુક્ત જોડાણના એજન્ડાના વિકાસ પર નજર રાખશે ને જરૂર પડ્યે સુરક્ષા લક્ષી સંસ્થાઓને સૂચનો આપશે, જેથી INDUS-Xના વર્તમાન અને ભવિષ્યની કામગીરીને બહેતર બનાવી શકાય. બે બહુ મહત્ત્વનાં ગણાય એવા ડિફેન્સ કરાર વડા પ્રધાનની આ મુલાકાતમાં બન્ને દેશ વચ્ચે થવાના છે. જેટ એન્જિન ટૅક્નૉલૉજી, આર્મ્ડ ડ્રોન્સ જેવા શબ્દો આ કરારનો અગત્યનો હિસ્સો છે. F414 જેટ એન્જિન સાથે જોડાયેલી ૧૧ ચાવીરૂપ ટેક્નોલૉજી ભારતને મળશે અને આમ થશે તો તે યુ.એસ.-ભારતના સુરક્ષા સંબંધી વિકાસ માટે એક સીમાચિહ્ન સાબિત થશે. વળી ભારત 31 MQ-9B અનમેન્ડ એરિયલ વેહિકલની ખરીદી પણ કરી શકશે. આ બધી લેવડ-દેવડ અંગેની વાતો આ મુલાકાતમાં અગત્યનો હિસ્સો રહી છે.

આ બધું તો જે આંતરરાષ્ટ્રીય સ્તરે થઇ રહ્યું છે અને થશે તેની વાત છે પરંતુ ભારતમાં ડિફેન્સને લગતા જાહેર સાહસોને મામલે બધું ‘સબ સલામત’ છે તો એવું માની લેવું યોગ્ય નથી. 2021માં કેન્દ્ર સરકારે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ હેઠળ એકતાળીસ ફેક્ટરીઓની કામગીરીનું કોર્પોરેટાઇટેઝેશન કર્યું છે. આ તમામમાં કામની સમાનતાને પગલે તેમને એક કરવામાં આવ્યા અને કુલ સાત જાહેર સાહસોની રચના કરાઇ. આ સાત જાહેર સાહસના એકમમાં મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ, આર્મ્ડ વેહિકલ ઇન્ડિયા લિમિટેડ, એડવાન્સ વેપન્સ ઇન્ડિયા લિમિટેડ, ટ્રુમપ કમ્ફર્ટ્સ લિમિટેડ, ઇન્ડિયા ઑપ્ટેલ લિમિટેડ, ગ્લાઇડર ઇન્ડિયા લિમિટેડ અને યંત્ર ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. આ બદલાવ કરીને તમામ કંપનીને, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને કંપની એક્ટ હેઠળ લાવવામાં આવ્યા છે. આ કરવાનો હેતુ એ હતો કે તમામ ઉત્પાદન એકમોની કાર્યક્ષમતા, સ્પર્ધાત્મકતા અને ગુણવત્તા બહેતર થાય. તમામ ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ્સના નિકાસ માટેના ઓર્ડર્સમાં વધારો થયો; વળી, એક માત્ર યંત્ર ઇન્ડિયા લિમિટેડે કંઇ બહુ ઉકાળ્યું નહીં બાકી બધા યુનિટ્સનું પરફોર્મન્સ સુધર્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ પબ્લિક સેક્ટર યુનિટ્સના વડાઓની નિમણૂક કરવામાં વિલંબ થયો છે અને તેને કારણે જુદા જ પ્રકારના પ્રશ્નો ખડા થાય છે. આ વડાઓેની નિમણૂક અને પસંદગીમાં ધરમૂળથી ફેરફાર થાય તે બહુ જરૂરી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારત ડાયનેમિક્સ લિમિટેડ, ભારત અર્થ મુવર્સ લિમિટેડ અને મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ લાંબા સમયથી કોઇ યોગ્ય સુકાની વગર ચાલી રહી છે. તેમનું સુકાન જે પણ સંભાળે છે તેમને માટે તે એક વધારાની જવાબદારી છે. વળી આ તમામમાં અમુક વર્ટિકલ્સ છે જેમાં તો ડાયરેક્ટર્સ જેવી અગત્યના પદ પણ ખાલી છે.

આ પદવીઓ ખાલી છે તેનાથી કેન્દ્ર સરકાર અજાણ નથી. ચેરમેન કે મેનેજિંગ ડાયરેક્ટર જેવી ખાલી પોસ્ટ્સ પર પબ્લિક એન્ટરપ્રાઇઝ સિલેક્શન બોર્ડે લોકોને પસંદ પણ કર્યા છે કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ (ACC – Appointment committee of the Cabinet ) આ અંગે હજી મંજૂરીની મહોર નથી મારી. આ બધી ખાલી જગ્યાઓ વિશે ખબર હોવા છતાં પણ આ પદવીઓ હજી સુધી શા માટે ભરાઇ નથી એ એક એવો સવાલ છે જેનો જવાબ આપવો અત્યારના તબક્કે તો કોઇને ય જરૂરી નથી લાગતો. આ એવી પદવીઓ છે જેને માટે નિમણૂક કરવી સરળ નથી, વળી વહીવટની જવાબદારી જે મંત્રાલયની છે તેણે જે ફેરફાર કર્યા તેને કારણે પણ આ વિલંબ થયા હોવાની શક્યતા છે. વળી સરકારી અધિકારીઓ – બ્યુરોક્રેટ્સ અને ભારતીય સેના અધિકારીઓનું લોબિંગ એવું ચાલ્યું કે મઝગાંવ શિપબિલ્ડર્સ લિમિટેડનું સુકાન સંભાળવા કોઇ રહ્યું જ નહીં. વળી એવું ય નથી કે અહીં નિમણૂક માટે કોઇ કામગીરી નથી થઇ. અહીં નિમણૂક કરવા માટે તો ફેબ્રુઆરી 2022થી તૈયારી ચાલુ થઇ ગઇ હતી પણ તેનો કોઇ નિવેડો જ ન આવ્યો. ડિફેન્સ પ્રોડક્શનના ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આ પદવી પર માણસ બેસાડવાના માટેના ધારાધોરણો એ રીતે બદલી નાખ્યા કે નેવીના અધિકારીઓને માટે એ જગ્યા ભરવું અઘરું થઇ પડે અને સનદી સેવાના અધિકારીઓ – બ્યુરોક્રેટ્સને એ જગ્યાએ ગોઠવાઇ જવું હોય તો સહેલું થઇ પડે.  હજી સુધી અહીં કામ આગળ વધ્યું નથી અને આ જગ્યા હજી ભરાઇ નથી.

આવા સંજોગોમાં મઝગાંવ શિપબિલ્ડર્સ લિમિટેડે જર્મન કંપની સાથે એમ.ઓ.યુ. કર્યો છે. આ એમ.ઓ.યુ. ભારત માટે સબરમિન્સ બનાવવાનો છે, આ સબમરિન્સ પ્રોજેક્ટ-75 ઇન્ડિયા અંતર્ગત બનાવવાની છે. એક તરફ આપણે ભારતની સુરક્ષાની ચિંતા કરીએ છીએ તો બીજી તરફ જેમણે આવા અગત્યના નિર્ણયો લેવાના છે તેમણે સુરક્ષાનો પ્રશ્ન કરંડિયામાં ફેંકી વખારે નાખ્યો હોય એમ લાગે છે. આ સરકારી સનદી અધિકારીઓ ચાહે તો બધી જવાબદારી ભારતીય નેવી પર જ નાખી શકત કારણ કે અંતે તો આ વિષયમાં તેઓ જ નિષ્ણાત છે. એપોઇન્ટમેન્ટ્સ કમિટી ઑફ ધી કેબિનેટ આ ધારાધોરણના બદલાવો પર મંજૂરીની મ્હોર મારી દેશે પસંદગીનું કામ આગળ પણ વધી શકે. જો કે એ પહેલી મંજૂરી પછી નિમણૂક થશે ત્યારે પણ આ કેબિનેટે તેને પણ માન્યતાનો સિક્કો મારવો પડશે.

ભારત તો યુ.એસ. પાસેથી વધુને વધુ અમેરિકન શસ્ત્રો ખરીદશે પણ શસ્ત્રાગારને સંભાળનારા વડાની જગ્યા ખાલી હોય તો આ તમામ ડીલ્સનો શું અર્થ? આ ફાઇલો ફરવામાં અને અંતિમ નિર્ણય પર આવવામાં લાંબો સમય જતો રહે અને આ તરફ આપણે વૈશ્વિક સ્તરે બહુ મહત્ત્વની લેવડ-દેવડ કરવી હોય તો આપણે કેટલી રાહ જોવી જોઇએ?

બાય ધી વેઃ

સુરક્ષાના મામલે રાજકીય ચંચૂપાત ન જ હોવો જોઇએ પણ આટલા મહત્ત્વના પદ જરૂરી રાજકીય સંમતિ વિના અટકી જાય એ પણ ન ચાલે. આ પ્રકારના પદમાં રાજકીય સત્તા સામેલ થાય તે જરૂરી તો છે જ. ACCની કામગીરીની યાદી લાંબી હોય પણ એટલે કોઇ અગત્યની જવાબદારીમાં ધાર્યા કરતાં વધારે વિલંબ થાય તે પણ ઠીક નથી. આ નિમણૂકની ફાઇલો પર સહી સિક્કામાં પણ સમય જાય કારણ કે ગૃહ મંત્રી અને વડા પ્રધાનની ઑફિસીઝા રાઉન્ડ પછી જ આ ફાઇલો લૉક થાય. આ એપોઇન્ટમેન્ટ સમિતિને કદાચ વધારે સત્તા આપવાની જરૂર છે જેથી તેઓ ઉમેદવારોની પસંદગી જલદી કરી શકે અને કામ આગળ વધારી શકે. આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટામસ કરાર કરીએ પણ ઘર આંગણે આ વ્યવસ્થાઓમાં સુકાનીઓની ગેરહાજરી હોય તો રાષ્ટ્રીય સલામતીને મામલે કાચું કપાય તો કોનો વાંક કાઢવો એ એક પણ એક પ્રશ્ન છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જૂન 2023

Loading

मणिपुर हिंसा: नस्लीय या सांप्रदायिक?

राम पुनियानी|Opinion - Opinion|25 June 2023

राम पुनियानी

उच्च न्यायालय द्वारा मैतेई समुदाय को अनुसूचित जनजाति (एसटी) के रूप में मान्यता दिए जाने के बाद से मणिपुर में भड़की जबरदस्त हिंसा में अब तक कम से कम एक सौ लोग मारे जा चुके हैं और एक लाख से ज्यादा अपने घरबार छोड़कर भागने पर मजबूर हो गए हैं. इस हिंसा के कारण आम लोग बहुत तकलीफें भोग रहे हैं और महिलाओं, बच्चों और विस्थापितों की हालत दयनीय है. इस स्थिति से निपटने में सरकार की विफलता के कारण देश बहुत शर्मसार हुआ है.

यह हिंसा 3 मई से शुरू हुई थी (या भड़काई गई थी) और आज करीब दो महीने बाद भी जारी है. कुकी और अन्य मुख्यतः ईसाई आदिवासी समूहों और उनकी संपत्ति को निशाना बनाया जा रहा है. हिंसक भीड़ चर्चों को चुन-चुनकर नष्ट कर रही है. अब तक करीब 300 चर्च नफरत की आग में खाक हो चुके हैं. इस बात का जवाब सरकार को देना ही होगा कि क्या यह हिंसा ईसाई-विरोधी है.

इस हिंसा के शुरू होने के बाद से माननीय प्रधानमंत्री महोदय ने इस मुद्दे पर अपना मुंह खोलने की जहमत नहीं उठाई है. जिस समय मणिपुर जल रहा था उस समय प्रधानमंत्री कर्नाटक में अपनी पार्टी के प्रचार में दिन–रात एक किए हुए थे. वे अब तक चुप हैं. इस मामले में उनसे चर्चा करने के इच्छुक एक सर्वदलीय प्रतिनिधिमंडल से मिलने का उन्हें समय नहीं मिला. वे मणिपुर को जलता छोड़कर अमरीका उड़ गए. क्या उनकी चुप्पी रणनीतिक है? आख़िरकार इस हिंसा का शिकार हो रही कुकी और अन्य पहाड़ी जनजातियां ईसाई धर्म की अनुयायी हैं, जिसे संघ परिवार ‘विदेशी’ मानता है? मोदी अनेक बार उत्तरपूर्व की यात्रा कर चुके हैं परंतु जिस समय हिंसा की आग को शांत करने के लिए उनकी जरूरत है तब वे वहां से मीलों दूर हैं.

गृहमंत्री अमित शाह ने कर्नाटक में ताबड़तोड़ प्रचार करने के बाद काफी वक्त दिल्ली में बिताया और फिर वे मणिपुर पहुंचे. उन्होंने वहां खूब बैठकें की परंतु नतीजा सिफर रहा. मणिपुर में अब भी हिंसा जारी है.

मणिपुर में भाजपा का शासन है और दिल्ली में भी सरकार भाजपा की ही है. अर्थात मणिपुर में ‘डबल इंजन’ सरकार है जिसके बारे में कहा जाता है कि वह विकास की गंगा बहा देती है. यहाँ यह याद दिलाना भी प्रासंगिक होगा कि भाजपा का एक लंबे समय से दावा रहा है कि उसके राज में साम्प्रदायिक हिंसा नहीं होती.

उत्तरप्रदेश के पूर्व पुलिस महानिदेशक डॉ विभूति नारायण राय ने अपनी लब्धप्रतिष्ठित कृति ‘काम्बेटिंग कम्युनल कनफ्क्टि्स’ में लिखा है कि अगर राजनैतिक नेतृत्व की इच्छा हो तो किसी किस्म की भी हिंसा को 48 घंटे के भीतर नियंत्रण में लाया जा सकता है. और मणिपुर में तो दो माह से हिंसा जारी है. ऐसा प्रचार किया जा रहा है कि मणिपुर में कुकी और अन्य पहाड़ी कबीलाई समूहों का कृषि भूमि के अधिकांश हिस्से पर कब्जा है और मैतेई लोगों को जमीन में उचित हिस्सेदारी नहीं मिल रही है. वर्तमान कानूनों के अनुसार आदिवासियों की जमीन गैर-आदिवासी न तो खरीद सकते हैं और ना ही उस पर कब्जा कर सकते हैं. मणिपुर की कुल आबादी में मैतेई का प्रतिशत 53 और कुकी का 18 है. शेष आबादी में अन्य पहाड़ी जनजातियां आदि शामिल हैं. पहाड़ी जनजातियों का दानवीकरण किया जा रहा है. उन्हें अफीम उत्पादक, घुसपैठिया और विदेशी धर्म का अनुयायी बताया जा रहा है. मुख्यमंत्री बीरेन सिंह ने हिंसा के पीछे राजद्रोहियों का हाथ होने की बात कही है। ‘द टेलिग्राफ’ अखबार ने इंटेलिजेंस ब्यूरो के पूर्व संयुक्त निदेशक सुशांत सिंह के हवाले से लिखा है कि मुख्यमंत्री का यह आरोप अनावश्यक और निराधार है और इससे ऐसा लगता है कि मुख्यमंत्री सभी कुकी लोगों को आतंकी बताकर बदनाम करना चाहते हैं.

दरअसल, नफरत इसी तरह की सोच से उपजती है. नफरत पैदा करके ही अल्पसंख्यक समुदायों के खिलाफ हिंसा भड़काई जाती है. मणिपुर हाईकोर्ट बार एसोसिएशन ने भारत के मुख्य न्यायाधीश डी.वाय. चन्द्रचूड़ को बताया है कि “मैतेई समुदाय को अनुसूचित जनजाति का दर्जा मिलने के खिलाफ आन्दोलन तो हिंसा का केवल बहाना था.”

पत्रकारों, लेखकों, सामाजिक कार्यकर्ताओं, महिला अधिकार कार्यकर्ताओं आदि सही करीब 550 नागरिकों ने एक बयान जारी कर हिंसा पर अपनी चिंता व्यक्त की है और प्रदेश में शांति की अपील करते हुए कहा है कि हिंसा पीड़ितों को न्याय मिलना चाहिए और उनका पुनर्वास होना चाहिए. बयान में कहा गया है, “मणिपुर आज जल रहा और इसके लिए काफी हद तक केंद्र और राज्य में भाजपा की सरकारों की विघटनकारी राजनीति ज़िम्मेदार है. और लोग मारे जाएँ उसके पहले इस गृहयुद्ध को समाप्त करवाने की ज़िम्मेदारी भी उनकी ही है.” बयान में बिना किसी लागलपेट के कहा गया है कि “सरकार राजनैतिक लाभ के लिए दोनों समुदायों को आश्वासन दे रही है कि वह उनके साथ है जबकि असल में दोनों समुदायों के बीच लम्बे समय से चले आ रहे तनाव को और गहरा कर रही है और उसने वर्तमान संकट से निपटने के लिए संवाद के आयोजन की अब तक कोई पहल नहीं की है.”

वक्तव्य में कहा गया है कि “इस समय, कुकी समुदाय के खिलाफ सबसे वीभत्स हिंसा मैतेई समुदाय के हथियारबंद बहुसंख्यकवादी समूह जैसे अरम्बई तेंग्गोल और मैतेई लीपुन कर रहे हैं. इसके साथ ही कत्लेआम करने के आव्हान किया जा रहे हैं, नफरत फैलाने वाले भाषण दिए जा रहे हैं और अपने को श्रेष्ठ साबित करने के प्रयास हो रहे है. इन ख़बरों की सच्चाई का भी पता लगाया जाना चाहिए कि उन्मत्त भीड़ महिलाओं पर हमला करते समय ‘रेप हर, टार्चर हर’ के नारे लगा रहे है.”

आरएसएस के मुखपत्र ‘आर्गेनाइजर’ ने 16 मई के अपने अंक के सम्पादकीय में अचंभित करने वाली बातें कहीं हैं. उसने कहा है कि मणिपुर में खूनखराबा चर्च के समर्थन से हो रहा है. इस आरोप को चर्च ने आधारहीन बताया है. मणिपुर के कैथोलिक चर्च के मुखिया आर्चबिशप डोमिनिक लुमोन ने कहा कि “चर्च न तो हिंसा करवाता है और ना ही उसका समर्थन करता है.” यह बेसिरपैर का दावा सांप्रदायिक राजनीति की पुरानी रणनीति का हिस्सा है. जाहिर कि वे इस तथ्य से लोगों का ध्यान हटाना चाहते हैं कि मणिपुर में 300 से अधिक चर्चों में या दो आग लगाई जा चुकी है, या उन्हें नुकसान पहुँचाया जा चुका है.

अगर चर्च को इस टकराव के खलनायक के रूप में प्रस्तुत किया जा सके तो अरम्बई तेंग्गोल और मैतेई लीपुन जैसे मैतेई समूहों द्वारा की जा रही योजनाबद्ध और बड़ी सफाई से अंजाम दी रही हिंसा पर पर्दा डालने में भगवा-प्रेमी मीडिया को मदद मिलेगी. यह कहना है पत्रकार अन्तो अक्करा का. वे बताते हैं, “मणिपुर में वही हो रहा है कि कंधमाल में 2008 में हुआ था. जिन गाँवों में चर्चों को नष्ट कर दिया गया है उनके पास्टरों से शपथपत्र भरवाए जा रहे हैं कि अब वे वहां नहीं लौंटेगे.”

उत्तरपूर्व में पहले भी हिंसा होती रही है. परन्तु वर्तमान हिंसा का स्वरुप निश्चित रूप से सांप्रदायिक है. इसकी गहन जांच की ज़रुरत है. और इस समय तो हम सभी यही प्रार्थना करनी चाहिए कि क्षेत्र में शांति स्थापित हो. 

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया)
https://www.navjivanindia.com/opinion/manipur-violence-racial-or-communal-modi-government-will-also-have-to-answer-article-by-ram-punyani 
23/06/2023

Loading

સહિયારું ભારત બચશે તો જ તેમાં મારો કે મારા સમાજનો હિસ્સો બચશે

રમેશ ઓઝા|Opinion - Opinion|25 June 2023

રમેશ ઓઝા

એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારતમાં અંદાજે ૬૫ ટકા હિંદુઓને હિંદુ બહુમતીવાળું હિંદુરાષ્ટ્ર જોઈતું નથી. કારણો તેમનાં પોતપોતાનાં હશે. બુદ્ધિમાન હિંદુઓને લાગતું હશે કે આ માર્ગે આ જગતમાં કોઈ દેશ બે પાંદડે થયો નથી. જે જે દેશોએ ધર્મ, વંશ, ભાષા આધારિત બહુમતી રાષ્ટ્રવાદનો માર્ગ અપનાવ્યો છે એ બધા ખુવાર થયા છે. આ માર્ગે કોઈ દેશ આબાદ થયો હોય એવું એક ઉદાહરણ બતાવો. કેટલાક હિંદુઓને એમ લાગતું હશે કે આમાં અમારી ભાષાકીય, પ્રાદેશિક અને અન્ય અસ્મિતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે. જેટલો હું હિંદુ છું એટલો હું તમિલ પણ છું. કેટલાક હિંદુઓને એમ લાગતું હશે કે ભારતમાં હિંદુના નામે માત્ર સવર્ણ હિંદુઓને જ ગણતરીમાં લેવામાં આવે છે. હિંદુ સમાજમાં અત્યાર સુધી સવર્ણોએ જ સરસાઈ ભોગવી છે. હિંદુ રાષ્ટ્રમાં તેમની ફરીવાર સરસાઈ સ્થાપશે.

ટૂંકમાં બંધારણમાં જે ભારતીય રાષ્ટ્રની કલ્પના કરવામાં આવી છે એ ભલે સહિયારું છે, એમાં ભલે બીજાને સ્વીકારવા પડે છે, કહો કે સહન કરવા પડે છે, એમાં ભલે આપણે બહુમતીમાં હોવા છતાં આપણને મોટો ભાગ મળતો નથી; પણ એમાં આપણો જે કોઈ ભાગ છે એ સુનિશ્ચિત છે. બંધારણીય રક્ષણ સાથે અધિકારપૂર્વકનો છે. મુસલમાનને ધકેલવામાં કદાચ આપણે જ ધકેલાઈ જઈએ! કોને ખબર છે. બંધારણીય ભારતીય રાષ્ટ્ર નજર સામે છે, લેખિત છે, આપણે તેનો અનુભવ કર્યો છે; જ્યારે હિંદુ રાષ્ટ્ર તો ભરેલા નારિયેળ જેવું છે. એ કેવું હશે અને એમાં આપણે ક્યાં હશું એના વિષે કોઈ ફોડ પાડવામાં આવતો નથી.

કદાચ કેટલાક હિંદુઓને, ખાસ કરીને યુવા હિંદુઓને અનુભવે હવે એમ પણ સમજાયું હશે કે  હિન્દુત્વવાદી શાસકો પાસે ડરાવવા-રડાવવા-પોરસાવા સિવાય બીજો કોઈ એજન્ડા નથી. ચોવીસે કલાક હિંદુ-મુસ્લિમ કરીને લોકોને ધૂણાવે છે. આર્થિક બાબતે આ લોકો ગંભીર નથી અને કોઈ સમજ પણ નથી.

આવાં આ ચાર કારણો છે અને ૬૫ ટકા હિંદુઓ આમાંથી કોઈના કોઈ કારણે હિંદુ રાષ્ટ્રનો વિરોધ કરે છે. ૬૫ ટકા એ કોઈ નાનો આંકડો નથી અને તેમાં કદાચ ટકા બે ટકાનો વધારો થઈ શકે છે, ઘટવાનો તો કોઈ સવાલ જ નથી.

પણ એ ૬૫ ટકા હિંદુઓને એક સૂત્રે કેવી રીતે બાંધવા?

એક સીધો અને સરળ ઉપાય છે વિપક્ષી એકતા. બી.જે.પી.ના ઉમેદવારની સામે વિરોધ પક્ષોનો જો એક જ ઉમેદવાર હોય તો મતોનું વિભાજન ન થાય અને બી.જે.પી.ને હરાવી શકાય. અહીં એક ગૃહિત છે જેના તરફ આપણું ધ્યાન જતું નથી. મતોનું વિભાજન એટલા માટે થાય છે (એમ માનવામાં આવે છે) કે જે તે પક્ષ જે તે અસ્મિતાઓનું કે પછી સમાજવિશેષના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. આને કારણે બી.જે.પી. વિરોધી મતદાતા પોતાનાં સમાજવિશેષનાં હિતોનું રક્ષણ કરનારા પક્ષને મત આપે છે અને એ રીતે મતોનું વિભાજન થાય છે. ટૂંકમાં ગૃહિત એવું છે કે મતદાતા વિભાજીત છે અને જે તે પક્ષો વિભાજીત મતદાતાઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે અને માટે પક્ષો વચ્ચે એકતા સધાવી જોઈએ.

આ ગૃહિત સાવ ખોટું છે એમ ન કહી શકાય. કાઁગ્રેસના એકચક્રી શાસનના દિવસોમાં આ ગૃહિત વધારે સાચું હતું અને વધારે પ્રાસંગિક હતું, પરંતુ અત્યારના કોમી ધ્રુવીકરણના યુગમાં એ એટલું સાચું અને એટલું પ્રાસંગિક નથી. ૬૫ ટકા હિંદુઓને સમજાઈ ગયું છે અથવા સમજાઈ રહ્યું છે કે સહિયારું ભારત બચશે તો જ તેમાં મારો કે મારા સમાજનો હિસ્સો બચશે. અને જો આ નથી સમજાયું કે નથી સમજાઈ રહ્યું તો એને સમજાવી શકાય એમ છે.

અહીં રાહુલ ગાંધી અને તેમની કલ્પનાની નૂતન કાઁગ્રેસ પિક્ચરમાં આવે છે. એક તરફ વિરોધ પક્ષો છે જે જૂના ગૃહિત ઉપર ચૂંટણીકીય સમજૂતી કરવા માગે છે અને બીજી તરફ રાહુલ ગાંધી છે જે નવા ગૃહિત પર ભરોસો કરે છે. પટેલ અને ક્ષત્રીય સામસામે લડીને મતવિભાજન ન કરે અને તેમાં તેમનું હિત છે એ જૂનું ગૃહિત છે અને આજે જ્યારે હિંદુ રાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે ત્યારે ભારતીય હોવાપણામાં અથવા સહિયારાપણામાં પટેલ અને ક્ષત્રીય બન્નેનું હિત છે એ નવું ગૃહિત છે. રાહુલ ગાંધીએ જૂનું ગૃહિત ૨૦૧૯ પછી છોડી દીધું છે અને સહિયારા, સેક્યુલર લોકતાંત્રિક, બંધારણીય ભારતીય રાષ્ટ્રના સ્વીકારમાં જ દેશનું કલ્યાણ છે અને તેમાં દરેક પ્રજાવિશેષનો સમાવેશ થાય છે. આ જ વાત ૧૯૧૫માં ભારત આવ્યા પછી ગાંધીજીએ ભારતીય પ્રજાને સમજાવી હતી.

આ માર્ગ કપરો છે, પણ સમય ધીરેધીરે અનુકૂળ થઈ રહ્યો છે. ગુસ્સો આવે અને અકળામણ થાય એવી નિરાશાજનક રાજકીય સ્થિતિમાં પણ ૬૫ ટકા હિંદુ નાગરિકોએ મોરચો સંભાળી રાખ્યો. પ્રચંડ વાવાઝોડામાં ઓથ વિના ઊભા રહ્યા. આ કોઈ નાનીસૂની વાત નથી. બીજું, રાહુલ ગાંધી તૂટ્યા નથી. તેમને તોડવા માટે શું શું નથી કર્યું! લખતાં પણ શરમ આવે એવા નીચ પ્રહારો તેમના ઉપર કરવામાં આવ્યા હતા. કીડી ઉપર કટક ઉતાર્યું અને એ પછી પણ કીડી અડીખમ ઊભી છે. મેદાન છોડ્યું નથી. ત્રીજું તેઓ લાંબી લડત માટે પ્રતિબદ્ધ છે એમ હવે લોકોને પ્રતીતિ થવા લાગી છે. સહિયારા ભારતમાં ભારતની પ્રજાનું સહિયારું કલ્યાણ છે એ વાત લોકો સુધી લઈ જવી હશે તો સંકોચ વિના ડર્યા વિના ખોંખારો ખાઈને એ ભાષામાં જ બોલવું પડશે જે રીતે ગાંધીજી બોલતા હતા. રાહુલ ગાંધીની જેમ ગાંધીજીને બદનામ કરીને તોડવામાં એ લોકોએ ક્યાં કાંઈ બાકી રાખ્યું છે! ૬૫ ટકા વિરુદ્ધ ૩૫ ટકાનું હિંદુ ધ્રુવીકરણ થઈ ચુક્યું છે એટલે હવે હિંદુ નારાજ થશે એવો ડર રાખવાની જરૂર નથી.

જોતા રહો, રાહુલ ગાંધીનું નૂતન રાજકારણ કઈ રીતે ઉઘાડ પામે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જૂન 2023

Loading

...102030...962963964965...970980990...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved