Opinion Magazine
Number of visits: 9666980
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

आरएसएस और अम्बेडकर: भारतीय राजनीति के दो विपरीत ध्रुव

राम पुनियानी|Opinion - Opinion|10 November 2023

राम पुनियानी

आरएसएस और अम्बेडकर की विचारधाराएं भारतीय राजनीति के दो विपरीत ध्रुव हैं. जहाँ अम्बेडकर जाति के विनाश, प्रजातान्त्रिक मूल्यों की स्थापना और सामाजिक न्याय की ओर कदम बढ़ाने के हामी थे वहीं आरएसएस यथास्थिति बनाये रखने और पूर्व-आधुनिक काल के ऊंच-नीच पर आधारित मूल्यों के पुनरुत्थान का पैरोकार है. यह विडम्बना ही है कि विचारधारा के स्तर पर अम्बेडकर के धुर विरोधी होते हुए भी आरएसएस के नेता यह दिखाते नहीं थकते कि वे अम्बेडकर का कितना सम्मान करते हैं. वे अम्बेडकर का जन्मदिन मनाते हैं और उनकी पुण्यतिथि पर भी आयोजन करते हैं. कोई आश्चर्य नहीं कि अपने वार्षिक विजयादशमी प्रबोधन (अक्टूबर 24, 2023) में आरएसएस मुखिया मोहन भागवत ने अपने अनुयायियों का आव्हान किया कि वे अम्बेडकर के भाषण पढ़ें, विशेषकर संविधान सभा में दिए गए उनके अंतिम दो भाषण. यही नहीं, भागवत ने अम्बेडकर की तुलना संघ के संस्थापक और उसके प्रथम सरसंघचालक डॉ के.बी. हेडगेवार से कर डाली. आरएसएस समर्थक “हमारे गौरवशाली अतीत” के नाम पर अम्बेडकर के संघर्ष और उनके प्रयासों का विचारधारात्मक स्तर पर विरोध करते रहे हैं.

सच तो यह है कि आरएसएस का जन्म ही सामाजिक न्याय की मांग की खिलाफत करने के लिए हुआ था. विदर्भ के नागपुर क्षेत्र में गैर-ब्राह्मण आन्दोलन के उभार की प्रतिक्रिया में इस क्षेत्र के जमींदार-ब्राह्मण गठबंधन ने आरएसएस की स्थापना की. महाराष्ट्र में इस गठबंधन को शेठजी-भट्टजी गठबंधन कहा जाता है. दलित जागृति की शुरुआत जोतीराव फुले से हुई, जिन्होंने दलितों को स्कूलों में प्रवेश दिलाने के लिए संघर्ष किया. इस वर्ग में जागृति लाने के काम को अम्बेडकर ने आगे बढ़ाया. उन्होंने 1920 में अपना समाचारपत्र ‘मूकनायक’ शुरू किया और 1923 में बहुजन हितकारिणी सभा की स्थापना की. इन सब से दलितों का आत्मविश्वास बढ़ा और वे अनके अधिकारों के प्रति जागृत हुए.

सामाजिक न्याय की स्थापना के लिए अपने संघर्ष के भाग के रूप में अम्बेडकर ने 1927 में पानी के सार्वजनिक स्त्रोतों तक दलितों को पहुँच दिलवाने के लिए चावदार तालाब आन्दोलन किया और उनके मंदिर प्रवेश के समर्थन में 1930 में कालाराम मंदिर आन्दोलन. बाबासाहेब के इन आंदोलनों का आरएसएस ने समर्थन किया हो, ऐसा कोई प्रमाण नहीं मिलता. अलबत्ता महात्मा गाँधी ने जाति के प्रश्न को अत्यंत गंभीरता से लिया और 1932 के पूना समझौते के बाद कई वर्षों तक दलितों की स्थिति सुधारने के लिए संघर्ष किया.

उस समय आरएसएस हिन्दू राष्ट्र की बात कर रहा था. सावरकर बढ़-चढ़ कर हमें यह बता रहे थे कि भारत में दो राष्ट्र हैं – हिन्दू और मुस्लिम. आरएसएस के हिन्दू राष्ट्र के सिद्धांत की अम्बेडकर ने कड़े शब्दों में आलोचना की. उन्होंने लिखा, “यह अजीब लग सकता है मगर सच यही है कि श्री सावरकर और श्री जिन्ना एक राष्ट्र बनाम दो राष्ट्र के मसले पर एक-दूसरे के विरोधी होने के बजाय एक-दूसरे से पूरी तरह सहमत हैं. दोनों सहमत हैं – न केवल सहमत हैं वरन जोर देकर कहते हैं – कि भारत में दो राष्ट्र हैं, एक मुस्लिम राष्ट्र और दूसरा हिन्दू राष्ट्र,” (डॉ आंबेडकर की 1940 में प्रकाशित प्रसिद्ध पुस्तक ‘थॉट्स ऑन पाकिस्तान’ से).

अम्बेडकर हिन्दू राष्ट्र की परिकल्पना के धुर विरोधी थे. “अगर हिन्दू राज स्थापित हो जाता है तो वह निसंदेह इस देश के लिए सबसे बड़ी विपदा होगी…हिन्दू राज को किसी भी कीमत पर रोका जाना चाहिए” (बी.आर. अम्बेडकर, ‘पाकिस्तान ऑर द पार्टीशन ऑफ़ इंडिया’ (1946) पृष्ठ 354-355). वे बहुसंख्यकवाद, जिसका भारत के सन्दर्भ में अर्थ है बहुसंख्यक हिन्दू समुदाय का राज, के विरोधी थे. और यही भागवत के नेतृत्व वाले आरएसएस की विचारधारा है, जिसका बचाव करते हुए नरेन्द्र मोदी पूछते कि बहुसंख्यकवाद में आखिर बुराई ही क्या है!

संविधान के अंतिम मसविदे के प्रस्तुतीकरण के बाद इसके विरोध में आरएसएस के अनाधिकारिक मुखपत्र ‘आर्गेनाइजर’ खुलकर सामने आया. उसने भारतीय संविधान पर तीखा हमला बोला. अपने 30 नवम्बर, 1949 के अंक के सम्पादकीय में ‘आर्गेनाइजर’ ने लिखा, “भारत के नए संविधान के बारे में सबसे ख़राब बात यह है कि…उसमें कुछ भी भारतीय नहीं है…उसमें प्राचीन भारतीय संवैधानिक कानूनों, संस्थाओं, नामावली और शब्द विन्यास का ज़रा-सा अंश नहीं है.”

आंबेडकर द्वारा तैयार किया गया हिन्दू कोड बिल समाज पर पितृसत्तामकता की पकड़ कम करने और महिलाओं की समानता स्थापित करने की दिशा में एक महत्वपूर्ण कदम था. आरएसएस के नेतृत्व में दकियानूसी ताकतों ने हिन्दू कोड बिल पर ज़बरदस्त हमला किया. आधुनिक भारतीय इतिहास के जानेमाने अध्येता रामचंद्र गुहा लिखते हैं, “संघ ने हिन्दू कोड बिल को कानून बनाने का विरोध किया क्योंकि इस बिल में हिन्दू महिलाओं को उनकी जाति से बाहर विवाह करने, अपने पति से तलाक लेने और उत्तराधिकार में संपत्ति प्राप्त करने का अधिकार दिया गया था. सन 1949 में आरएसएस ने इस बिल के खिलाफ पूरे देश में सैकड़ों बैठकें और विरोध प्रदर्शन आयोजित किया. इनमें साधु-संतों को भाषण देने के लिए बुलाया गया.”

संविधान सभा ने संविधान में अनुसूचित जातियों और जनजातियों के लिए आरक्षण का प्रावधान किया. इन प्रावधानों को मुंहजुबानी प्रचार के ज़रिये बदनाम किया गया, जिसके नतीजे में 1980-81 में और फिर 1985 में गुजरात में दलित-विरोधी हिंसा हुई. इसी तरह, मंडल आयोग की सिफारिशों का अपरोक्ष रूप से विरोध करने के लिए राममंदिर रथयात्रा शुरू की गयी और पार्टी के वरिष्ठ नेता अटलबिहारी वाजपेयी ने कहा कि “वे मंडल लाये तो हम कमंडल लाए”. यह भी दिलचस्प है कि संघ परिवार ने बाबरी मस्जिद को गिराने के लिए 6 दिसंबर का दिन चुना गया, जो कि आंबेडकर की पुण्यतिथि है. यह इस दिन, जो प्रजातान्त्रिक मूल्यों के महत्व को रेखांकित करता है, की महत्ता को कम करने का रणनीतिक प्रयास था.

जहाँ तक धार्मिक अल्पसंख्यकों का प्रश्न है, आंबेडकर उनकी सुरक्षा के लिए समग्र प्रावधान के हामी थे. यद्यपि इन प्रावधानों को कभी पूर्णतः लागू नहीं किया गया मगर उन्हें लागू करने के प्रयासों को भी ‘अल्पसंख्यकों का तुष्टिकरण’ बताया जाता है. बाबासाहेब बंधुत्व के पैरोकार थे. बंधुत्व का भाव बहुसंख्यकवादी राजनीति का विलोम है. बहुसंख्यकवादी राजनीति तो अल्पसंख्यकों के खिलाफ नफरत फैलाती है जिसके नतीजे में हिंसा होती है और समाज का ध्रुवीकरण होता है.

आंबेडकर के लिए सामाजिक प्रजातंत्र के बिना राजनैतिक प्रजातन्त्र अधूरा था. वे जाति के उन्मूलन के पैरोकार थे. इसके विपरीत, आरएसएस ने ‘सामाजिक समरसता मंचों’ की स्थापना की है. संघ की दृष्टि में जातियां हिन्दू धर्म का अभिन्न भाग हैं और वे हिन्दू धर्म को मजबूती देती हैं! यही इन दोनों विचारधारात्मक धाराओं में मूल विरोधाभास है. हिन्दू बहुसंख्यकवादी राजनीति, जातिगत पदक्रम को नए-नए नामों से बचाए रखना चाहती है. वह भारतीय संविधान में केवल शाब्दिक आस्था रखती है. संघ के चिन्तक कहते हैं कि भारत एक ‘सभ्यतागत राज्य’ (मनुस्मृति जैसी पवित्र पुस्तकों में निरुपित जातिगत और लैंगिक मूल्यों के प्रतीक) है जिसके लिए संविधान उतना महत्वपूर्ण नहीं है.

आंबेडकर का धुर विरोधी होते हुए भी संघ परिवार केवल नाम के लिए उनका गुणगान करता है. और अब तो वे उन्हें उदृत भी करने लगा है. यह सब केवल वोट हासिल करने की कवायद है.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया)

Loading

અસત્ય જ હવે સત્યનો વિકલ્પ છે કે શું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 November 2023

રવીન્દ્ર પારેખ

દિવાળી નજીક છે ને એક મોટો વર્ગ તેની ઉજવણીનો આનંદ લઈ રહ્યો છે, તો બીજી તરફ બધું ભવ્ય ભવ્ય થઈ રહ્યું છે. રામ મંદિર વખતે ફરી દિવાળી થવાની છે ને એમ ઉત્સવોની ખોટ ભારતને નહીં પડે એવું લાગે  છે. આમ તો વાક્બારસે સરસ્વતીનો, ધનતેરસે લક્ષ્મીનો મહિમા થાય છે. એ પણ છે કે લક્ષ્મીનો થાય છે એટલો મહિમા સરસ્વતીનો થતો નથી. એમાં ગમ્મત એ છે કે ખોટે રસ્તે સરસ્વતી આવતી નથી, પણ લક્ષ્મી તો ખોટે રસ્તે પણ આવતી હોય છે. લક્ષ્મી કયે રસ્તે આવે છે તે હવે બહુ મહત્ત્વનું રહ્યું નથી. એ જ રીતે વાણીના વ્યભિચારની પણ બહુ નવાઈ રહી નથી. પ્રજા પણ હવે શાસ્ત્રને વિકલ્પે શસ્ત્ર રાખતી થઈ છે. વાત વાતમાં છરી મારી દેવાની પણ નવાઈ નથી. આજે તો બાર તેર વર્ષનો છોકરો પણ છરી હુલાવી દેવાની વીરતા પ્રાપ્ત કરી ચૂક્યો છે. આપણાં ઘણાં બાળકો સ્વસ્થ છે ને શાસ્ત્રને પ્રમાણે છે, પણ ચિંતાનો વિષય એ છે કે બાળકના હાથમાં છરી આવી છે ને હુલાવવા સુધી તો તે આવી જ ગયો છે.

પાટણના એક પાર્લર પાસે કોઈ યુવકનો હાથ અડી જતાં બે યુવકો વચ્ચે બોલાચાલી થઈ અને વાત એવી વધી પડી કે પિતા અને બે પુત્રોએ છરાના ઘા મારીને યુવકની હત્યા કરી નાખી. આમ ન બનવું જોઈએ, પણ બન્યું છે, બને છે. આવી તો એટલી ઘટનાઓ છે કે બધા જ છરી લઈને ફરતા હોવાનો વહેમ પડે. આના પરથી એટલું સમજાય છે કે ધીરજ, સહિષ્ણુતા, શાંતિ જેવી બાબતો હવે અવગુણ ગણાય છે. જે વાતે વાતે ઉશ્કેરાય, હુમલો કરે કે હત્યા કરી નાખે તે જ વીર ગણાતો હોય તો નવાઈ નહીં ! હવે અકળ, ભેદી અને કાવતરાંખોર માણસની જ બોલબાલા હોય તેમ તેને વધુ ફૂટેજ મળે છે. એક જમાનામાં ફિલ્મોથી લોકો બગડે છે એવું કહેવાતું. એમાં એટલી હિંસા આવતી કે શાંત વાસ્તવિક જીવન પર એનો પ્રભાવ પડવાનો ભય ઊભો થતો. વાસ્તવિક જીવન એટલું તનાવપૂર્ણ અને ઘાતકી થયું છે કે ફિલ્મો એનું અનુકરણ કરે એમ બને. ફિલ્મમાં કોઈ ભેદી પ્લાન ઘડતું ને અંતે એનો ભેદ ઊઘડતો તો પ્રેક્ષકો ચકાચૌંધ થઈ જતા, પણ એક ઘટના અમદાવાદની એવી સામે આવી છે કે ચામડીનાં ચોસલાં પડી જાય. ફિલ્મી કાવતરાં તો એની આગળ વામણાં લાગે.

આગ્રાનો અનિલસિંઘ ચૌધરી નામનો એક યુવક 17 વર્ષ પહેલાં એક કાર અકસ્માતમાં મૃત્યુ પામેલો તે અમદાવાદથી રાજકુમાર ચૌધરીને નામે પકડાયો. આ કહેવાતા રાજકુમારે અમદાવાદમાં પડોશી છોકરીને પ્રેમ કર્યો ને લગ્નપણ કર્યાં ને બે સંતાનનો પિતા પણ બન્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શાબાશી આપવી પડે કે 17 વર્ષથી મૃત મનાતી વ્યક્તિને જીવતી પકડી. રાજકુમારને તેની પત્ની એ અંગે પૂછતી રહેતી કે આગ્રામાં તેનું કુટુંબ છે તો તે અહીં આવતું નથી કે નથી તો પતિ એને આગ્રા લઈ જતો. એને જ્યારે ખબર પડી કે એનો પતિ તો 17 વર્ષ પહેલાં કાર અકસ્માતમાં ગુજરી ગયો છે તો તેની હાલત કેવી થઈ હશે, તેની કલ્પના જ કરવાની રહે છે.

આગ્રામાં રહેતો આ રાજકુમાર ઉર્ફે અનિલસિંઘ 31 જુલાઈ, 2006ને રોજ ગાડી લઈને નીકળે છે અને ટોલ નાકા પરથી એક ભિક્ષુકને જમાડવાની લાલચે સાથે લે છે. હોટેલમાં જમાડે છે. ભિખારી પેટ ભરીને જમે છે, ગાડીમાં બેસે છે ને એકાએક ગાડી સળગી ઊઠે છે. ભિખારી કોલસો થઈ જાય છે. રજિસ્ટ્રેશન નંબર પરથી ગાડીના માલિક તરીકે વિજયપાલસિંઘ ચૌધરીનું નામ ખૂલે છે ને તે ગાડીમાંથી મળી આવેલાં ભિખારીનાં શબની અનિલસિંઘ તરીકે ઓળખ કરે છે. અનિલની અંતિમવિધિઓ થાય છે. પિતા, પુત્ર અનિલસિંઘનું બેસણું રાખે છે ને જગજાહેર થઈ જાય છે કે કારમાંથી મૃત મળી આવેલો પુત્ર અનિલસિંઘ જ હતો. અનિલસિંઘને નામે 80 લાખનો વીમો હતો તે વીમાની રકમ ને કારની વીમાની રકમ વીમા કંપનીઓ દ્વારા ચૂકવી દેવાય છે. અનિલસિંઘ અમદાવાદ આવી જાય છે ને અહીં જ વસી જાય છે. પેલા ભિખારીનો પત્તો તો લાગ્યો ન હતો એટલે એની તપાસ ચાલતી હશે ને સત્તર વર્ષે ભિખારી તો નથી મળતો, પણ અસલી અનિલસિંઘ અમદાવાદ પોલીસ શોધી કાઢે છે.

વાત એવી હતી કે અનિલસિંઘ, તેના પિતા વિજ્યપાલસિંઘ સાથે મળીને એવું કાવતરું કરે છે કે અનિલસિંઘનું મૃત્યુ થયાનું લાગે. મૃત્યુ થયું છે એવું સાબિત થાય તો 80 લાખનો વીમો પાકે. કાર અકસ્માતમાં અનિલ બળી મર્યો છે એવું બતાવવાનું આયોજન થયું. એને માટે કારમાં બળવા કોઈ માણસ જોઈએ, એટલે ટોલ નાકા પરથી ભિખારી શોધી કઢાયો. એને ભોજનમાં ઘેનની દવા ખવડાવીને કારમાં ગોઠવાયો, ત્યારે એને બિચારાને શી ખબર કે એને વધેરવા તૈયાર કરાઇ રહ્યો છે. અનિલસિંઘ, તેનાં પિતા અને મળતીયાઓએ કાર સળગાવી દીધી. ડ્રાઇવિંગ સીટ પર ભિખારી પૂરો બળી ગયો છે તેની ખાતરી કરીને કાવતરાંખોરો ઘર ભેગાં થયાં. પછી તો અનિલસિંઘ અમદાવાદમાં રાજકુમાર થઈ ગયો ને તેણે અહીં આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે બનાવટી દસ્તાવેજો ઊભાં કરીને જીવવાનું શરૂ કરી દીધું. માણસ કઇ હદે હેવાન કે રાક્ષસ થઈ શકે તેનો અનિલસિંઘ જીવંત નમૂનો છે. રાક્ષસ પણ શરમાય એવી હેવાનિયત કરવામાંથી આજનો માણસ ચૂકતો નથી ને પૈસા ખરચતાં કૈં પણ કરાવી લેવાના વિશ્વાસે માણસને હેવાન બનવામાં મદદ કરી છે. આધારકાર્ડ, પાનકાર્ડ મહત્ત્વના દસ્તાવેજો છે, પણ થોડા પૈસામાં આ બધું જ હવે તૈયાર થઈ શકે છે. એને લીધે દસ્તાવેજોએ એનું મૂલ્ય ગુમાવ્યું છે. એ આજના જમાનાની તાસીર છે કે ખોટું જ હવે ખરું થઈ ગયું છે ને એનું પ્રમાણ સતત વધતું આવે છે.

હજી ઘણા પ્રમાણિક ને સત્યપ્રિય લોકો છે જ, પણ ઘણા અપ્રમાણિક અને અસત્યપ્રિય પણ છે જ ! ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર હોય એવું વાતાવરણ છે. પ્રદૂષણ હવામાં જ નથી, દવામાં પણ છે. ઘી, તેલ, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઇ, દૂધ, માવામાં હજારો કિલો ભેળસેળ ને જીવાતના સમાચારો પ્રગટ થતા જ રહે છે. કાલના જ સમાચાર છે કે સુરત-વલસાડથી 1,863 કિલો ઘી-તેલનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે, તો અમદાવાદના નરોડા, બોપલ, ઓઢવના વેપારીઓ પાસેથી ફૂડ વિભાગે બે ડેરી પ્રોડક્ટ સહિત 2,619 કિલો તેલનો જથ્થો જપ્ત કર્યો છે. બોક્સ પેકિંગના કાજુમાંથી ઇયળ નીકળતાં સાઉથ બોપલની માધવ ટ્રેડિંગ નામની દુકાન સીલ કરાઈ છે. એ કરુણતા છે કે માણસને માટે માણસો જ મોત ઊભું કરી રહ્યાં છે ને એ મામલે તપાસનું નાટક પણ થાય છે, પણ પરિણામો અંગે તંત્રોને બહુ લેવા દેવા નથી, એવી સમજ એક વર્ગમાં પ્રવર્તે છે.

બીજી તરફ રાજકીય પક્ષો સત્તામાં આવવા કે સત્તામાં ટકી રહેવા સામસામા આક્ષેપો કરવામાંથી જ ઊંચા નથી આવતા. એમને પ્રજાનું હિત હૈયે ઓછું જ વસે છે ને વસે છે એમાં પણ રાજકીય લાભ ખાટવાની વૃત્તિ પડેલી હોય છે. બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર મુખ્ય મંત્રી તરીકેનો દીર્ઘકાળ ધરાવે છે, પણ એમનો સત્તાનો લોભ ઘટતો નથી. એ કોઈ પણ પક્ષમાં હોય, તે મહત્ત્વનું નથી, મહત્ત્વની સત્તા છે. તાજેતરમાં વિધાનસભામાં મુખ્ય મંત્રી તરીકે વસ્તી નિયંત્રણ સંદર્ભે નીતીશે એવી અણછાજતી ટિપ્પણી કરી કે હવે માફી માંગતા પાર નથી આવતો. સ્ત્રીઓ શિક્ષિત થઈ છે, ત્યારથી વસ્તી નિયંત્રણમાં તેમનું યોગદાન વધ્યું છે, એ મતલબની વાત તેમણે વિધાનસભામાં કરી, પણ એવી રીતે કરી કે તે અભદ્ર બની રહી. એનો અર્થ તેમને પણ, અભણ હોય તેમ બીજે દિવસે સમજાયો. એ પણ કોઈએ ધ્યાન દોર્યું ત્યારે ! એમણે એ અંગે ગૃહમાં અને ગૃહની બહાર માફીઓ માંગી, પણ ભા.જ.પ.ને એથી સંતોષ નથી. એને તો નીતીશનાં રાજીનામાંથી ઓછું કૈં ખપતું નથી. નીતીશ તો વિપક્ષી ગઠબંધન INDIAના પણ મહત્ત્વના સભ્ય છે, પણ એમની અભદ્ર ટિપ્પણી અંગે કોઈ વિપક્ષી સભ્યે પ્રતિક્રિયા ન આપી, એ પણ એટલું જ અભદ્ર છે. નીતીશકુમારે અશ્લીલ ટિપ્પણી કરી છે, એમાં કોઈ બે મત નથી, નીતીશકુમાર પોતે એ વાતે શરમિંદા છે, તો વિપક્ષનો કોઈ નેતા એ મામલે મૌન ન તોડે એ કોઈ રીતે યોગ્ય નથી. આ મામલે વડા પ્રધાને નીતીશની અને વિપક્ષની વાજબી રીતે જ ધૂળ ખંખેરી છે. વિધાનસભામાં મહિલા સભ્યોની ઉપસ્થિતિમાં થયેલી ટિપ્પણી અક્ષમ્ય છે. એ પછી પણ વિપક્ષની કોઈ પ્રતિક્રિયા નથી એ વિપક્ષની તરફેણમાં જતી વાત નથી. નીતીશની ટિપ્પણી એમને તો નડશે જ, પણ વિપક્ષ પર પણ પ્રભાવ પાડશે જ, ખાસ તો ટિપ્પણી અંગે સેવાયેલાં મૌનને મામલે. જો કે, બિહાર વિધાનસભામાં અનામત સંશોધન બિલ પસાર કરી દેવાયું છે ને ભા.જ.પે. એને ટેકો પણ આપ્યો છે, શરૂઆતમાં ભા.જ.પે. વિધાનસભામાં હોબાળો તો કર્યો, પણ અનામત સંશોધન બિલ મંજૂર થવા દીધું તે સૂચક છે. બને કે અભદ્ર ટિપ્પણી અંગે વિધાનસભામાં હવે મગનું નામ મરી ન પણ પડે.

આમ વિકાસ વિકાસ અને વિદેશી છાપને નામે ઘણું રોઝી ચિત્ર ભારતનું ઉપસાવાય છે, ગરીબોને મદદ પણ થાય છે, પણ હિંસા, ષડયંત્ર, ભેળસેળ, લાંચ રૂશ્વત, બળાત્કાર, આત્મહત્યા, હત્યા, વાણી વિલાસ જેવી ઘણી બાબતો જન માનસ પર કાળો કેર વર્તાવી રહી હોય એવું નથી લાગતું? એક તરફ વધતી જતી ધાર્મિક ઉત્તેજના ને બીજી તરફ ઉત્તરોત્તર લદાતાં જતાં નિયંત્રણો, સંવેદનશીલ વ્યક્તિનું જીવવું હરામ કરી રહ્યાં છે. સરકારના તમામ પ્રયત્નો છતાં દંભ, જૂઠાણાં, હિંસા ને ભ્રષ્ટતાનો છેડો નથી દેખાતો તે પ્રવર્તમાન સમયની સૌથી મોટી પીડા છે. વધારે શું કહેવું?

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 નવેમ્બર 2023

Loading

પત્રકારોનાં ડિજિટલ ઉપકરણોની ‘પ્રાઇવસી’ સુનિશ્ચિત કરવી જરૂરી 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|9 November 2023

સર્વોચ્ચ અદાલતની તાકીદ

મુક્ત સમાચાર અને સ્વતંત્ર અભિપ્રાયની સોઈ વિના મીડિયાની ભૂમિકા બેમતલબ બની રહેશે અને સરવાળે સરકાર સહિત સૌએ વેઠવાનું રહેશે.

પ્રકાશ ન. શાહ

જોઈએ, મહિના પછી સામાન્ય સરકારશ્રીનો વાન કેવોક ઉઘડે છેઃ સર્વોચ્ચ અદાલતે એડિશનલ સોલિસિટર જનરલને કહ્યું છે કે, પત્રકારોના ડિજિટલ ઉપકરણો મનમુરાદ કબજે ન લેવાય તે માટે ચોક્કસ માર્ગદર્શક સિદ્ધાંતો ઘડવા જરૂરી છે. આમ તો, સર્વોચ્ચ અદાલતે ઠાવકાઈથી કહ્યું છે કે, તમે કહો તો અમે ઘડી આપીએ. પણ આ કામગીરી ખરું જોતાં સરકાર તરફથી થવી જોઈએ.

ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ્સ અને કેટલાંક સુપ્રતિજ શિક્ષણસેવીઓએ કરેલી જનહિત યાચિકાના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને એક મહિનાની મુદ્દતમાં માર્ગદર્શક રૂપરેખા રજૂ કરવા કહ્યું છે, ત્યારે એ સંભારવું જરૂરી છે કે 2017માં સર્વોચ્ચ અદાલતના નવ, રિપીટ, નવ ન્યાયમૂર્તિઓની બેન્ચે બંધારણની 21મી કલમ અને આનુષંગિક જોગવાઈઓ લક્ષમાં રાખી ‘રાઇટ ટુ પ્રાઇવસી’ પર મહોર મારી છે. ખાનગીપણાનો આ અધિકાર બંધારણીય ખોળાધરીપૂર્વકનો છે એમ પણ ત્યારે અસંદિગ્ધપણે કહેવાયું હતું.

આજે છ વરસ પછી વાસ્તવિકતા એ છે કે, સરકારી એજન્સીઓની ઘોંસ ને ભીંસ સામે પત્રકાર માત્રનાં ડિજિટલ ઉપકરણો, પછી તે લેપટોપ હોય કે મોબાઈલ અગર કોમ્પ્યૂટર, અસહાય ને અરક્ષિત છે. એડિશનલ સોલિસિટર એસ.વી. રાજુએ તબિયતથી કહ્યું કે, હાલના ક્રિમિનલ પ્રોસીજર કોડમાં સંબંધિત બધી જ જોગવાઈઓ છે અને પત્રકારો તેને ધોરણે વળતું રક્ષણ માગી શકે છે. વળતી વાસ્તવિકતા જોડે એ છે કે, સરકારી એજન્સીઓ જ્યારે ત્રાટકે છે અને બધું કબજે લે છે ત્યારે જે તે ડિજિટલ ઉપકરણધારીને કશું જ રક્ષણ મળતું નથી. સમાચાર સ્રોતથી માંડી તેની અંગત ને જાહેર ઉપયોગની કેટલી બધી માહિતી એમાં સંઘરાયેલી હોય છે, પણ ઉપકરણ કબજે લેવાય ત્યારે તે બેક અપ પણ લઈ શકતો નથી એ દુર્દૈવ વાસ્તવ છે.

આખો સવાલ ખરું જોતાં રાજ્યને પદરના ગરાસ પેઠે જોતી સરકારી માનસિકતાનો અને એને જોરે ઠેકાઠેક કરતી એજન્સીઓની મનસ્વિતાનો પણ છે. માર્ગદર્શક રૂપરેખાની તાકીદ કરતાં જસ્ટિસ કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશ ધુલિયાએ કરેલ ટીકાટિપ્પણ આ સંદર્ભમાં અધોરેખિતપણે ટાંકવાં જોગ છે. એમણે કહ્યું કે, પોલીસ, ઇ.ડી. (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને સી.બી.આઈ. એવી રીતે પેશ આવે છે કે જાણે સત્તા સઘળી એના ખિસ્સામાં છે. આજે ફોર્થ એસ્ટેટ – ચોથી જાગીર ગણાતા પત્રકારત્વની કામગીરી આ સંજોગોમાં વાણી અને અભિવ્યક્તિના અધિકારની દૃષ્ટિએ કેવી સ્થિતિમાં મુકાઈ શકે તે વિચારતાં કંપારી વછૂટે છે.

ખરી વાત જો કે, એ છે કે, પત્રકારત્વ પોતે પણ અત્યારે કટોકટી અને પડકારમાંથી પસાર થઈ રહ્યું છે. સત્તામાનસ તરફથી ઊભા થતાં નાનામોટા અવરોધ મુક્ત માહિતી અને સ્વતંત્ર અભિપ્રાયની એની કામગીરીને ખોડંગાવી શકે તે કોઈપણ કાળે થતું રહેતું હોય છે. બીજી પાસ, સોશિયલ મીડિયાના વિકાસ સાથે ઊભી થયેલી વિલક્ષણ પરિસ્થિતિ એ છે કે બંને મીડિયા એકબીજાની સચ્ચાઈ અને સ્વતંત્રતાનાં સામસામાં પ્રતિમાન પૂરાં પાડે છે. એક બાજુ, છપાયેલમાં ભરોસો મૂકતું પરંપરામાનસ અને બીજી બાજુ વિકલ્પે ઊભરી રહેલ સોશિયલ મીડિયા, આ બંને એકમેકનાં પૂરક બની રહી, એકબીજાને અંગે સંસ્કારક (કરેક્ટિવ) ભૂમિકા ભજવી શકે તે જરૂરી છે. પરંપરામાનસ પ્રિન્ટ મીડિયાને કેટલેક અંગે ફેરમૂલવવા તરફ વળી રહ્યું છે એ પણ વાસ્તવિકતા છે. આ સંજોગોમાં ડિજિટલ ઉપકરણો બાબતે ભીંસ અને ઘોંસની, સર્વોચ્ચ અદાલતની ભાષામાં કહીએ તો કરોડરજ્જુ સોંસરી કંપારીને, સરકારી એજન્સીઓની તાસીર પત્રકારત્વની છબીને નકો નકો બનાવી મૂકે એથી ખોવાનું સમાજે છે, અને લાંબે ગાળે સમાજના હિસ્સા તરીકે રાજકીય-શાસકીય અગ્રવર્ગે પણ, ટૂંકનજરી લાભગાળો પસાર થયા પછી વેઠવાનું રહે છે. કારણ કે, સાચા સમાચારને સ્વસ્થ સ્વતંત્ર અભિપ્રાય વિનાના શૂન્યાવકાશમાં એક તબક્કે ખુદ સરકારોને પણ અંધારામાં આથડવું રહે છે.

એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુના માધ્યમથી સર્વોચ્ચ અદાલતે મોકલેલ સંદેશ પકડાય તે એના સહિત સૌના હિતમાં હશે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 08 નવેમ્બર 2023

Loading

...102030...906907908909...920930940...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved