Opinion Magazine
Number of visits: 9666135
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—230

દીપક મહેતા|Opinion - Opinion|6 January 2024

મલબાર પોઈન્ટ પરથી દેખાતું દૃષ્ય 

સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે                

ધોળો કાંઠો વાંકડો, કોટ કુલાબો ઠેઠ,

ઇમારતો પથ્થર ચુને, શોભે છે સહુ શ્રેષ્ઠ.

ડાબી પાસ દૂર જોઉં તો, ખીચોખીચ દેખાય,

તાડ, ખજૂરી, મ્હાડ ને, ઝાડ બીજાં સોહાય.

પેલી પાસ એની વળી, ઊંચાં ઘરો જણાય,

ટેકરીઓ ભૂરી ઘણી, ઘાડી હવાયે થાય.

આ શબ્દો લખનાર કવિ નર્મદ જ્યારે પાંચ વરસના હતા ત્યારનું, એટલે કે ૧૮૩૮નું કોલાબા કેવું હતું? ચાલો જઈએ ત્યાં, મિસિસ પોસ્ટાન્સની આંગળી પકડીને.

આ છે કોલાબાનો ટાપુ. નાનકડો, રળિયામણો, પણ સાવ સુસ્ત, એદી માણસ જેવો. પણ અહીંની એક વસ્તુ સારી છે. આરોગ્યપ્રદ હવા. એને બંને કાંઠે દરિયો છે, એટલે દરિયાઈ પવન અહીં સતત વાતો રહે છે. બાકીના ટાપુઓ સાથે જોડતો સારો રસ્તો હવે બની ગયો છે, જે છેક કોલાબાના છેવાડા સુધી જાય છે. એ રસ્તો પૂરો થાય છે ત્યાં દીવાદાંડી ઊભી છે. અને તેની બાજુમાં છે ગાંડાઓ માટેની હોસ્પિટલ. ગ્રેટ બ્રિટનનાં મહારાણીની છઠ્ઠી રેજિમેન્ટ અત્યારે અહીં રહે છે. એ સૈનિકોનાં કુટુંબીજનો પણ અહીં જ રહે છે. બીજા ટાપુઓ પરનાં ઘોંઘાટ અને ધાંધલ ધમાલ અહીં નથી, એટલે ઘણા લોકો અહીં રહેવાનું પસંદ કરે છે.

હા, બીજા ટાપુઓ સાથે કોલાબાને જોડતો રસ્તો બંધાયો નહોતો ત્યારે વાત જુદી હતી. ત્યારે તો અહીં રહેવું એ સજા જેવું મનાતું. એ વખતે બીજા ટાપુઓથી અલગ પડતો આ ખડકાળ ટાપુ. લંબાઈ માંડ એક માઈલ. દરિયામાં ઓટ હોય ત્યારે કોલાબાથી કાદવ-કિચડમાં ચાલીને બીજા ટાપુ પર જઈ શકાય. પણ ભરતી વખતે તો કોલાબાની ચારે તરફ દરિયાનાં મોજાં ઘૂઘવતાં હોય. અહીં રહેતા સૈનિકો અને તેમનાં સગાંવહાલાં કોઈ પાર્ટી માટે બીજા ટાપુ પર ગયાં હોય. ભરતીના સમયનું ઓસાણ ન રહે. આવીને જુએ તો કોલાબાનો ટાપુ તો દરિયાના પાણીથી ઘેરાયેલો. બચારા વીલે મોઢે પાછા જાય, જેમને ત્યાં પાર્ટી હોય તે યજમાનને બધી વાત જણાવી એક રાત પૂરતો વાસો આપવાની અરજ ગુજારે.

તો વધુ હોશિયાર હોય એવા લોકો પોતાના ઘોડાને દરિયાના પાણીમાં ઉતારે અને રવાલ ચાલે આગળ ચલાવે. આમ કરવા જતાં ઘણા બદનસીબ લોકો કોલાબાને બદલે યમસદન પહોંચી ગયા છે. પણ છેવટે આ બધી તકલીફનો અંત આવ્યો. સરસ પાકો રસ્તો ફૂટ પાથવાળો બંધાઈ ગયો છે. દરિયાનાં પાણીની સપાટી કરતાં રસ્તો વધુ ઊંચાઈએ બાંધ્યો છે એટલે ભરતી વખતે પણ તે પાણીમાં ગરક થઈ જતો નથી.

જો કે, મુંબઈ એ લશ્કરના માણસો અને તેમનાં કુટુંબીઓનું માનીતું સ્થળ નથી. મુંબઈ ઈલાકાના બીજા કોઈ સ્થળે જે આરામ, શાંતિ, મોકળાશ હોય તે અહીં જોવા ન મળે. બહાર હો ત્યારે તો શિકાર કરવા જઈ શકો, પિકનિક પર જઈ શકો, અરે, ફરજ પર હો ત્યારે પણ પૂરેપૂરો યુનિફોર્મ પહેરવાની જરૂર નહિ. પણ જો મુંબઈમાં હો તો તો ફરજના બધા કલાક દરમ્યાન ભારેખમ યુનિફોર્મ પહેરી રાખવો પડે. કાં ફોર્ટની રખવાલી કરવાની કે કાં કેમ્પના મેદાનમાં (આજનું આઝાદ મેદાન) જઈને લેફ્ટ-રાઈટ અને કસરતો કરવી પડે. રોજ વહેલી સવારે અફસરોના ઘરે જઈ તેમની પત્ની ચીંધે તે નાનાં-મોટાં કામ કરવાં પડે. અને દરેક સૈનિકને સૌથી વધુ કંટાળો આવે આ ફરજના ભાગરૂપ નહિ એવી ફરજનો.

મુંબઈનું પહેલવહેલું થિયેટર

મુંબઈની બીજી મુશ્કેલી એ કે અહીં આનંદ-પ્રમોદનાં સાધનો લગભગ નહિ. હા, અહીં કોટન ગ્રીન વિસ્તારમાં એક થિયેટર બંધાયેલું ખરું. પણ જ્યારે એ લોકપ્રિયતાની ટોચે હતું ત્યારે પણ તેમાં ભજવાતાં નાટકો કાંઈ બહુ મનોરંજક રહેતાં નહિ. પણ હવે તો એ થિયેટર પણ વેચાઈ ગયું છે. એ સિવાય મુંબઈમાં નથી થતા ફેન્સી મેળાવડા કે નથી થતા સંગીત કે નૃત્યના જલસા. એટલે બનીઠનીને જવાનું પણ ક્યાં, અને મીઠી મીઠી વાતો પણ કરવાની કોની સાથે? હા, પુરુષો માટે સરસ રેકેટ કોર્ટ અને બિલિયર્ડ રૂમ છે. પણ આખા કુટુંબ માટે, અને ખાસ કરીને સ્ત્રીઓ માટે, અહીં મનોરંજનની કશી સગવડ નથી.

હા, દર વરસે જાન્યુઆરીમાં હોર્સ રેસ થાય છે. જેમને રેસિંગનો શોખ હોય તેવા લોકો એ વખતે ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. ઘોડદોડ માટેનો રેસકોર્સ સારી હાલતમાં હોય છે, કારણ આખું વરસ એની સંભાળ રખાય છે. તેની સાથે ક્લબ હાઉસ પણ આવેલું છે. તેના વરંડાનો ઉપયોગ રેસ વખતે ‘સ્ટેન્ડ’ તરીકે થાય છે. એ વખતે આપણા લોકોનો ઉત્સાહ આસમાને પહોંચે છે. પણ મોટા ભાગના લોકો માટે તો આ એક મેળાવડો છે, જ્યાં છૂટ અને મોકળાશથી એકબીજાની સાથે હળીમળી શકાય છે. પણ રેસમાં ખરો રસ તો એ લોકોને જ હોય, જે કાં ઘોડાના માલિક હોય અથવા જેઓ નિયમિત રીતે દાવ લગાવતા હોય. જો કે અહીંના જોકી તો માત્ર કહેવા પૂરતા જોકી હોય છે. તેમને રેસિંગ અંગે નથી તો ખાસ જાણકારી કે નથી ઝાઝો અનુભવ. એટલે ઘણા ઘોડા માલિકો પોતે જ પોતાના ઘોડા પર બેસી રેસમાં ભાગ લે છે. હા, સફરૂદ્દિન નામનો એક જોકી અંગ્રેજ જોકીની બરાબરી કરી શકે તેવો છે ખરો.

આ હોર્સ રેસિંગ એ પણ એક પ્રકારનો જુગાર જ છે અને બીજા દેશોની જેમ અહીં પણ તેની પાછળ પુષ્કળ પૈસા ખરચાય છે. વળી તેને લીધે ઘોડાના ભાવ છાશવારે વધતા રહે છે. ઘોડાના આરબ વેપારીઓ બરાબર જાણે છે કે રેસ શરૂ થવાના થોડા વખત પહેલાં પોતાના ઘોડા મોં માગ્યા દામે વેચાવાના છે. રેસ કોર્સથી થોડે દૂર આ અરબ વેપારીઓ પોતાના તંબુ તાણે છે. સાથે હોય છે સારા-નરસા ઘોડા, વેચવા માટે. એમના લાંબા લાંબા ઝબ્બા ગંધાતા હોય છે કારણ એ લોકો પોતે નથી રોજ નહાતા કે નથી પોતાના ઝબ્બા રોજ રોજ ધોતા. હા, એ રંગબેરંગી ઝબ્બા પવનમાં ફરફરે ત્યારે મનોરમ દૃષ્ય ખડું થાય છે ખરું. અને હા, ઝભ્ભા ભલે ગમે તે રંગના હોય, એની બોર્ડર તો સોનેરી કે રૂપેરી જ હોવાની.

બહારગામથી મુંબઈ આવનારાઓએ જે સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે એ છે કે અહીં હોટેલનો સદંતર અભાવ છે. એટલે ભલે દૂરના હોય, પણ કોક ઓળખીતા-પાળખીતાને શોધી કાઢીને તેને ઘરે જ ધામા નાખવા પડે. હા, વિક્ટોરિયા હોટેલ નામની એક હોટેલ છે ખરી, પણ ફોર્ટ વિસ્તારની એક સૌથી વધુ સાંકડી અને સૌથી વધુ ગંદકીભરી શેરીમાં એ આવેલી છે. અને રાતે તો મચ્છરોનાં ઝુંડનાં ઝુંડ તમારી આસપાસ ઊડવા લાગે. એક સારું સેનેટોરિયમ છે ખરું. તેનાં હવાપાણી પણ મજાનાં છે. પણ તેના રૂમ એટલા નાના છે કે એક કરતાં વધુ માણસનો તેમાં સમાવેશ જ ન થઈ શકે. તે દરિયા કિનારે આવેલું હોવાથી ચોવીસે કલાક શીતળ પવનની લહેરખીઓ આવતી રહે છે. અહીંના દરિયાના રેતાળ કાંઠા પર ચાલવું એ પણ એક લહાવો છે.

તંબુ તાણિયા રે લોલ – એસપ્લનેડ પર

પણ જેમના કોઈ ઓળખીતા-પાળખીતા મુંબઈમાં ન હોય તેઓ શું કરે? તેઓ એસપ્લનેડના મેદાનમાં તંબુ તાણીને તેમાં રહે. આવા તંબુને બે છાપરાં હોય. એક અંદરનું, જાડા કપડાનું બનેલું, અને બીજું બહારનું, બાંબુનું બનેલું, તેના પર નાળિયેરી કે તાડનાં પાંદડાં ઢાંક્યાં હોય. આને કારણે અહીંની અસહ્ય ગરમી અંદર રહેનારા માટે થોડે ઓછી આકરી બને છે. જો કે સાંજ પડે એટલે ઠંડા દરિયાઈ પવનની લહેરખીઓ વાતાવરણને શીતળ અને સહ્ય બનાવે છે.

સેન્ટ થોમસ – અસલ ઈમારત

મુંબઈમાં કુલ ત્રણ મુખ્ય ચર્ચ છે. બે પ્રોટેસ્ટન્ટ અને એક પ્રેસબિટેરિયન. તેમાં પ્રેસબિટેરિયન ચર્ચનું મકાન સરસ અને દેખાવડું છે અને તેનું ઓર્ગન પણ મિઠ્ઠું અને સૂરીલું છે. અને એ વગાડનાર પણ પૂરેપૂરો જાણકાર છે. કોટન ગ્રીન પર આવેલું સેન્ટ થોમસ ચર્ચ, જે હકીકતમાં કેથીડ્રલ છે, તેની ઇમારત ખૂબ જ સુંદર અને સોહામણી છે. એ બંધાયું ત્યારે માથે માત્ર અણિયાળું છાપરું હતું. હવે તે દૂર કરીને સરસ મજાનો ગોથિક ટાવર બંધાઈ રહ્યો છે. તેનું બાંધકામ હજી પૂરું થયું નથી, પણ જેટલું થયું છે તે જોતાં કહી શકાય કે તે ખૂબ જ સુંદર થશે. અહીં રોજ સવારે ૧૧ વાગે સમૂહ પ્રાર્થના – મોર્નિંગ માસ – યોજાય છે. બેઠકો ઉપર મોટા મોટા દેખાવડા પંખા ઝૂલતા હોય છે, અને છતાં અંદર અસહ્ય બફારો થતો હોય છે. જ્યાં પુષ્કળ ગરમી પડે છે તેવા બીજા ઘણા દેશોમાં સવારની પ્રાર્થના સૂર્યોદય વખતે જ રાખવામાં આવે છે. મુંબઈમાં એવું કેમ કરતાં નથી એ સમજાતું નથી.

સમી સાંજના શમિયાણામાં – મલબાર પોઈન્ટ પરથી

મુંબઈના રસ્તાઓ, તેના પરની ઇમારતો, એ ઇમારતો પરનાં સુશોભન, ઠેર ઠેર જોવા મળતાં નાળિયેરીનાં ઝુંડનાં ઝુંડ – આ બધાંમાં સૌથી સુંદર શું એ કહેવું મુશ્કેલ છે. પણ મુંબઈમાં જો કોઈ સૌથી વધુ રમ્ય સ્થળ હોય તો તે છે ‘મલબાર પોઈન્ટ’ તરીકે ઓળખાતી ટેકરી. આ ટેકરીને મથાળે એક બંગલો છે. આ બંગલો મૂળે તો સર જોન માલ્કમે બંધાવેલો અને તેઓ ત્યાં રહેતા. પણ હવે જ્યારે પરળના બંગલામાં ગરમી અસહ્ય બને ત્યારે મુંબઈના ગવર્નર મલબાર પોઈન્ટ પરના અ બંગલામાં રહેવા આવે છે. અહીંથી મુંબઈનું જે દૃષ્ય જોવા મળે છે તેને માટે એક જ શબ્દ બસ થાય : અદ્ભુત! અને તેમાં ય સૂર્યાસ્ત વખતે અહીં ઊભા રહીને જુઓ તો તો તમને એમ જ લાગે કે તમે કોઈ સ્વપ્ન નગરીમાં આવી ચડ્યા છો. સૂર્યનું સોનેરી અને ઝળાંહળાં થતું બિંબ અડધું દરિયાનાં પાણીમાં ડૂબી ગયું છે, દરિયાનાં નીલ પાણીનાં શ્વેત મોજાં ઊછળી રહ્યાં છે, કાંઠા પરનાં નાળિયેરીના વનના કથ્થાઈ અને લીલા રંગો પર સોનેરી રંગનો પુટ લાગી ગયો છે. તેના પછી દેખાય છે શહેરના વાંકાચૂંકા રસ્તાઓ અને તેના પર આવ-જા કરતા માણસો. તો દરિયાનાં પાણી પર નાની મોટી હોડીઓ એક પછી એક કાંઠે આવતી જાય છે અને લંગર નાખીને મોજાં સાથે ઝૂલતી રહે છે. અને દરિયા કાંઠે એકઠા થયેલા પારસીઓ નમનતાઈપૂર્વક આથમતા સૂર્યની પૂજા કરી તેના આશીર્વાદ ઝીલી રહ્યા હોય છે. અને એ જ વખતે કિનારા પરનાં મંદિરોમાં સાંજની આરતીનો ઘંટારવ થાય છે અને મસ્જિદોના મિનારા પરથી આઝાન થતી હોય છે. ત્યારે તો એમ જ થાય કે સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે.

સ્વર્ગ પણ આનાથી વધુ સુંદર કઈ રીતે હોઈ શકે?

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 06 જાન્યુઆરી 2024)

Loading

ईसाई समुदाय को लुभाने में जुटे मोदी

राम पुनियानी|Opinion - Opinion|6 January 2024

राम पुनियानी

गत 25 दिसंबर, 2023 को प्रधानमंत्री नरेन्द्र मोदी ने कई ईसाईयों को क्रिसमस की बधाई देने और उनसे बातचीत करने के लिए अपने घर निमंत्रित किया। उन्होंने समाजसेवा के क्षेत्र में ईसाई समुदाय के योगदान और प्रभु ईसामसीह की समावेशी शिक्षाओं की सराहना की. उन्होंने ईसाई समुदाय के नेताओं से अपने पुराने और लम्बे संबंधों के बारे में भी अपने मेहमानों को बताया।  इसके कुछ दिन बाद केरल में कुछ सैकड़ा ईसाईयों ने भाजपा कीसदस्यता ले ली। ‘द हिन्दू’ ने लिखा: “भाजपा की राज्य इकाई की कोट्टयम में हुई बैठक में तय किया गया कि ईसाई समुदाय को आकर्षित करने के लिए 10 दिन की स्नेह यात्रा निकाली जाएगी जिसके दौरान पार्टी मणिपुरहिंसा सहित विभिन्न मसलों पर अपनी बात समुदाय के सामने रखेगी”. केरल के मुख्यमंत्री पिनयारी विजयन ने बिलकुल ठीक कहा कि “मणिपुर में हालत यह हो गई है कि आबादी का एक हिस्सा…ईसाई समुदाय वहां रह हीनहीं सकता…हम सबने देखा है कि इस मामले में राज्य और केंद्र दोनों सरकारों ने चुप्पी साध रखी है” (द इंडियन एक्सप्रेस, मुंबई, जनवरी 2 2024).

अगला आम चुनाव नज़दीक है और आरएसएस–भाजपा ने ईसाई समुदाय को लुभाने के प्रयास शुरू कर दिए हैं. जहाँ तक ईसाई समुदाय की वर्तमान स्थिति का सवाल है, उसे विभिन्न राष्ट्रीय और अन्तराष्ट्रीय रपटों औरधार्मिक स्वतंत्रता सूचकांकों से समझा जा सकता है. ‘वादा न तोड़ो अभियान’ के अनुसार देश में हर दिन ईसाईयों की प्रताड़ना की दो घटनाएँ होती हैं. उत्तर प्रदेश में….”करीब 100 पास्टर और आम पुरुष और महिलाएं भीगैर–क़ानूनी धर्मपरिवर्तन करवाने के आरोप में जेलों में बंद हैं, जबकि वे या तो जन्मदिन मना रहे थे या इतवार की विशेष प्रार्थना सभा कर रहे थे.”

एक ज्ञापन के अनुसार सरकार कार्डिनलों और पास्टरों के खिलाफ अपनी विभिन्न जांच एजेंसियों का इस्तेमाल भी कर रही है. यूनाइटेड क्रिस्चियन फोरम के अनुसार, सन 2022 के पहले सात महीनों में ईसाईयों पर हमलों की302 घटनाएं हुईं. नेशनल सॉलिडेरिटी फोरम एंड इवैंजेलिकल फेलोशिप ऑफ़ इंडिया के आर्चबिशप पीटर मेकेडो द्वारा दायर एक याचिका के मुताबिक, “राज्य ऐसे समूहों के खिलाफ त्वरित और आवश्यक कार्यवाही करनेमें असफल रहा है जिन्होंने ईसाई समुदाय के खिलाफ व्यापक हिंसा की, नफरत फैलाने वाले भाषण दिए, उनके आराधना स्थलों पर हमले किये और उनकी प्रार्थना सभाओं में व्यवधान उत्पन्न किये.”

अंतर्राष्ट्रीय धार्मिक स्वतंत्रता पर अमरीकी आयोग (यूएससीआईआरएफ) ने लगातार चौथे साल भारत को ‘विशेष सरोकार’ वाला देश निरुपित किया है और अमरीकी सरकार से कहा है कि वह इस तथ्य को ध्यान में रखते हुएअपनी नीतियां बनाए.

ओपन डोर्स के अनुसार, “वर्तमान सरकार के मई 2014 में सत्ता में आने के बाद से ईसाईयों पर दबाव में नाटकीय वृद्धि हुई है…हिन्दू अतिवादी अन्य धर्मों के लोगों पर बिना किसी भय के हमले करते हैं और कुछ इलाकों मेंउन्होंने गंभीर हिंसा की है…बड़ी संख्या में राज्य सरकारें धर्मांतरण–विरोधी कानून लागू कर रही हैं जिनका घोषित उद्देश्य हिन्दुओं का जबरदस्ती दूसरे धर्मों में परिवर्तन रोकना है मगर असल में उनके बहाने ईसाईयों को धमकायाऔर प्रताड़ित किया जाता है…पास्टर होना इस देश में सबसे ज्यादा जोखिम वाला काम बन गया है. हिन्दू अतिवादी पास्टरों पर हिंसक हमले करते हैं ताकि आम ईसाईयों के मन में डर का भाव बैठाया जा सके.”

ईसाई समुदाय  की वर्तमान स्थिति की जड़ में है हिन्दू राष्ट्रवादी आख्यान जिसमें इस्लाम और ईसाईयत को विदेशी धर्म माना जाता है. आरएसएस के द्वितीय सरसंघचालक एम.एस. गोलवलकर ने अपनी पुस्तक “बंच ऑफ़थॉट्स” में लिखा है कि ईसाई और कम्युनिस्ट, हिन्दू राष्ट्र के आतंरिक शत्रु हैं.

आरएसएस की शाखाओं में भी इसी आशय की बातें सिखाई जातीं हैं. हिन्दू राष्ट्रवादी गतिविधियों में उछाल के साथ ईसाईयों के खिलाफ हिंसा सबसे पहले देश के आदिवासी इलाकों में शुरू हुई. प्रचार यह किया गया किईसाई मिशनरीज़ ज़बरिया, धोखाधड़ी और लोभ–लालच से आदिवासियों को ईसाई बना रही हैं. ईसाई धर्म भारत के सबसे पुराने धर्मों में से एक है. ऐसा कहा जाता है कि सेंट थॉमस मालाबार के तट पर उतरे और 52 ईस्वी मेंउन्होंने वहां देश के पहले चर्च की स्थापना की. कुछ अन्य स्त्रोतों के अनुसार वे चौथी सदी में मालाबार आये थे. सन 2011 की जनगणना के अनुसार, देश की कुल आबादी में ईसाईयों का प्रतिशत 2.3 है. मजे की बात यह हैकि सन 1971 से इसमें लगातार गिरावट आ रही है: 1971- 2.60%, 1981-2.44%, 1991-2.34%, 2001-2.30%, 2011-2.30% (सभी आकंड़े जनगणना से).

मगर बेसिरपैर के दुष्प्रचार के नतीजे में गुजरात के डांग में सबसे पहले (25 दिसंबर 1998 से लेकर 3 जनवरी 1999 तक) ईसाई–विरोधी हिंसा हुई. इसकी बाद, 22 जनवरी 1999 की रात आरएसएस के अनुषांगिक संगठन बजरंग दल के कार्यकर्ता राजेंद्र पाल उर्फ़ दारासिंह ने पास्टर ग्राहम स्टेंस और उनके दो मासूम पुत्रों को जिंदा जला दिया. दारा सिंह इस समय उम्र कैद की सज़ा काट रहा है. इस घटना को तत्कालीन राष्ट्रपति डॉ के.आर. नारायणन ने “दुनिया के काले कारनामों की सूची का हिस्सा” बताया. स्टेंस ऑस्ट्रलियाई मिशनरी थे और ओडिशा के क्योंझर, मनोहरपुर में काम करते थे. जब वे अपने दो बच्चों टिमोथी और फिलिप के साथ एक खुली जीप में सो रहे थे तब दारा सिंह ने कुछ लोगों के साथ मिलकर तीनों को जिंदा जला दिया. आरोप यह लगाया कि कुष्ठ रोगियों की सेवा के बहाने वे धर्मपरिवर्तन करवा रहे थे.

घटना की जाँच के लिए नियुक्त वाधवा आयोग ने पाया कि पास्टर स्टेंस धर्मपरिवर्तन में संलग्न नहीं थे और जिस इलाके में वे काम कर रहे थे वह की ईसाई आबादी में कोई बढोत्तरी नहीं हुई थी. इसके बाद से दूर–दराज के इलाकों में ईसाई–विरोधी हिंसा जारी रही. अधिकांश मामलों में इस तरह की हिंसा क्रिसमस के आसपास होती थी. फिर 25 अगस्त 2008 को ओडिशा के कंधमाल में भयावह हिंसा शुरू हुई जिसमें 100 से ज्यादा ईसाई मारे गए, ईसाई महिलाओं के साथ दिल दहलाने वाली बलात्कार की घटनाएं हुईं और कई चर्चों को आग के हवाले कर दिया गया. तबसे ईसाई–विरोधी हिंसा चल ही रही है यद्यपि यह सुनिश्चित किया जाता है कि उस पर ज्यादा शोरशराबा न हो. अक्सर दूरदराज के इलाकों में काम रहे पादरियों को तब घेरा जाता है जब वे प्रेयर मीटिंग संचालित कर रहे हों. बजरंग दल और उसके जैसे अन्य संगठनों के सदस्य प्रेयर मीटिंग्स में बाधा डालते हैं. पादरियों को पुलिस द्वारा गिरफ्तार किया जाता है और उन्हें परेशान किया जाता है.

मणिपुर में ईसाईयों के खिलाफ करीब सात महीनों से हिंसा चल रही थी. कुकी, जिनमें से अधिकांश ईसाई हैं, डबल इंजन सरकार के निशाने पर हैं. मणिपुर और दिल्ली दोनों में भाजपा की सरकारें हैं. प्रधानमंत्री ने साफ़ कर दिया है कि इस ईसाई–विरोधी हिंसा को रोकना उनकी सरकार की प्राथमिकताओं में नहीं है. वे दुनिया भर में जा रहे हैं मगर मणिपुर के लिए उनके पास वक्त नहीं है. कुछ हिम्मतवर सामाजिक कार्यकर्ताओं और पत्रकारों ने इस इलाके में भ्रमण कर हिंसा की आग को बुझाने का प्रयास किया लेकिन सरकार की उदासीनता के चलते इस खाई को भरना मुश्किल होगा.

इस समय प्रधानमंत्री मोदी जो कर रहे हैं, वह केवल छवि बनाने की कवायद है. केरल में कई धनी ईसाई इस हिन्दू बहुसंख्यकवादी राजनीति के जाल में फँस रहे हैं. यह भी सच है कि ईडी, इनकम टैक्स आदि के कहर से बचने के लिए ईसाई समुदाय के शीर्ष धार्मिक नेतृत्व का एक हिस्सा सरकार के साथ खड़ा होने को आतुर है.

हमें यह समझना होगा कि मोदी एंड कंपनी एक तरफ तो ईसाई समुदाय को हाशिये पर धकेल देना चाहते हैं तो दूसरी ओर वे चुनावों में उनके+  वोट भी हासिल करना चाहते हैं.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

અયોધ્યામાં ‘ભગવાન રામ વિશ્વ વિદ્યાલય’ની સ્થાપના થવી જોઈએ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 January 2024

રવીન્દ્ર પારેખ

સૂરતમાં નર્મદ યુનિવર્સિટી છે. એ નામ હવે આટલે વર્ષે સાર્થક થઈ રહ્યું છે. નર્મદ આમ તો સુધારાનો કડખેદ હતો. તેણે ઘણા સામાજિક સુધારાઓ કરાવ્યા હતા. મહારાજોના પાખંડ સામે પણ તેણે માથું ઊંચકેલું, પણ પછી મિત્રોનો સાથ ન મળ્યો ને એ એકલો પડ્યો. થાક્યો ને ‘યાહોમ’ કરતો નર્મદ ‘હોમ’ કરતો થયો. નર્મદનો આ U-ટર્ન યુનિવર્સિટીમાં હવે અનુભવાય છે. યુનિવર્સિટી પણ હવે હોમહવનમાં પડે તો આશ્ચર્ય ન થાય. આનંદ એ વાતનો છે કે એ ‘કેસરિયાં’ કરતી થઈ છે. આમ તો અહીં પ્રકાર પ્રકારના અધ્યાપકો-વિદ્યાર્થીઓ-હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, પણ તે બધાં ભગવા રંગે રંગાઈ ચૂક્યા છે, જો કે, એમાંનું કોઈ ‘કેસરિયાં’ કરે એવું વિત્તવાન નથી, પણ સાધુત્વ તો બધાંમાં જ છે, એટલે ભગવા રંગે રંગાવાનું હવે સગવડિયું થઈ ગયું છે. વિદ્યાર્થીઓ મગજ ગુમાવીને પણ ભગવા રંગે રંગાઈ રહ્યાં છે એ પણ સૂચક છે. યુનિવર્સિટીમાં ભણવાનું ચાલે કે ન ચાલે, પણ અત્યારે તેનો પચાસમો યુવક મહોત્સવ ચાલી રહ્યો છે, એમાં આખી યુનિવર્સિટી ભગવા રંગે રંગાઈ ગઈ છે. તેની નોંધ વિશ્વ કક્ષાએ લેવાય તો નવાઈ નહીં. ગુજરાતની કોઈ યુનિવર્સિટીને ન સૂઝ્યું, તે નર્મદ યુનિવર્સિટીને સૂઝ્યું. હવે તે ભગવી યુનિવર્સિટી થવામાં મોખરાનું સ્થાન મેળવે તો નવાઈ નહીં.

આમ તો આ તક અયોધ્યાએ આપી છે. આવતી 22 મી જાન્યુઆરીએ ત્યાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક થવાનો હતો, પણ નસીબે વનવાસ આવ્યો. એ પછી છેક 14 વર્ષે રામ રાજ્યની શરૂઆત થઈ. એ પછી પણ સીતાનો વનવાસ તો લંબાયો જ ! એક ધોબીના કહેવાથી રામે સીતાને વનવાસ આપ્યો. એટલે સીતા તો અર્ધાંગિની હતી, છતાં તે રામરાજ્ય બહુ જોવા પામી નહીં ને ધરતીની પુત્રી ધરતીમાં સમાઈને રહી. ઘણા લોકો રામની એ વાતે ટીકા કરે છે કે એક ધોબીની વાતમાં આવી જવાની જરૂર ન હતી. રામ તો જાણતા હતા કે સીતા અગ્નિપરીક્ષા પસાર કરી ચૂકી હતી, પણ રામરાજ્યમાં ધોબી જેવાના અવાજને ય સ્થાન હતું તે રામે સિદ્ધ કર્યું. લઘુમતીને પણ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ એ વાતનો મહિમા રામે કર્યો. આમ તો ત્યારે તો રાજાશાહી હતી, લોકશાહીનું તો સ્વપ્નું ય પડ્યું ન હતું ને છતાં ધોબીનો અવાજ ભગવાન રામ સુધી પહોંચ્યો હતો ને એમનો નિર્ણય સીતા ત્યાગમાં આવ્યો. પ્રાણથી પણ અધિક એવી સીતાનો એમણે ત્યાગ કર્યો. ઈચ્છીએ કે સામાન્ય માણસનો અવાજ આજે ય દબાય નહીં.

તે વખતે ન મળ્યો હોય એવો ભવ્ય આવાસ આજે ભગવાન રામને અયોધ્યામાં મળી રહ્યો હોય એવું લાગે છે ને એનો સમગ્ર રાષ્ટ્રને આનંદ છે. અયોધ્યાનું રામ મંદિર વૈશ્વિક સ્થાપત્ય તરીકે પણ નોંધપાત્ર હશે એનું આશ્ચર્ય નથી. એ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રભાવમાં, આખો દેશ ને દેશની યુનિવર્સિટીઓ ધડો લઈ શકે એવો પ્રયોગ નર્મદ યુનિવર્સિટીએ કર્યો છે. યુનિવર્સિટીએ પહેલ એ કરી છે કે તેણે યુનિવર્સિટીનું ‘વિશ્વ વિદ્યાલય’ કર્યું. ખરેખર તો ‘મંદિર’ કરવા જેવું હતું, કારણ 50માં સ્વર્ણિમ યુવા મહોત્સવને યુનિવર્સિટીએ  ‘રામોત્સવ’ તરીકે ઓળખાવ્યો છે. રામ ભગવાન છે, પણ યુનિવર્સિટીમાં તે ‘થીમ’ થયા ને એ થીમ પર કળશ યાત્રા યોજાઈ. રામ નામ… ના નારા લાગ્યા ને પરિસરમાં ભગવી ધજાઓ લહેરાઈ. ‘રામ નામ જપના… ’જેવું બોલાયું કે નહીં તે તો ખબર નથી, પણ ‘રામોત્સવ’ના મુખ્ય અતિથિ સતીશકુમારે કહ્યું પણ ખરું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જે ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું તે બીજા કોઈ સ્થળે જોવા મળ્યું નથી. યુનિવર્સિટીમાં ધાર્મિક વાતાવરણ હોય એ જ ચમત્કાર નથી? મુખ્ય અતિથિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા અખિલ ભારતીય સ્વદેશ જાગરણ મંચના મંત્રી છે એટલે યુનિવર્સિટીને તો ‘મોસાળમાં જમવા’ જેવું જ થયું છે. યુનિવર્સિટી અને મંદિર એકાકાર થઈ ગયાં હોય તેવું વાતાવરણ હતું. રામ, લક્ષ્મણ, સીતા ને હનુમાનજીની ને રામ મંદિરની ઝાંખી કરાવવામાં આવી હતી ને વિદ્યાર્થીઓ ભગવા વસ્ત્રોમાં ભાવિક ભક્તો હોય તેમ રામ મંદિરમાં લાગતા હતા. સ્પર્ધાના વિષયોમાં પણ રામનો થીમ છવાઈ રહે એવું આયોજન હતું. ચિત્ર પ્રદર્શની પણ રામ અને રામ મંદિરને અનુરૂપ કરવાની વાત હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ રામ જ કેન્દ્રમાં રહ્યા. આમ તો આ યુવા મહોત્સવ માટે 55 લાખ તો ફાળવાયા જ હતા, પણ આ રામોત્સવ પણ હતો, એટલે પાંચ લાખ વધુ ફાળવાયા હતા. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16થી 22 જાન્યુઆરીએ યોજાવાનો છે, એ ઉપલક્ષમાં નર્મદ યુનિવર્સિટી પણ અહીં આયોજન કરવાની છે ને તેને માટે બીજા 5 લાખ પણ ફાળવવામાં આવ્યા છે.

50મો સ્વર્ણિમ યુવા મહોત્સવ તો 6 તારીખે સંપન્ન થશે, પણ રામોત્સવ તો 22મી જાન્યુઆરી સુધી ચાલવાનો છે ને એ અંતર્ગત યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો દ્વારા રોજ રાત્રે આરતી પણ કરવામાં આવશે. આરતી છે, તો પ્રસાદ પણ હશે. ભજનકીર્તન પણ હોય તો નવાઈ નહીં. આ બધો પ્રતાપ અયોધ્યાનાં રામ મંદિરમાં થનાર પ્રાણ પ્રતિષ્ઠાનો છે, બાકી, નર્મદ યુનિવર્સિટી વળી આટલી ધાર્મિક ક્યારે હતી ! એના વિદ્યાર્થીઓ તો ભણવામાં કે કોપી કરવામાં કે ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકીને પાસ થવામાં વ્યસ્ત હતા, તેમનું આવું હૃદય પરિવર્તન થયું તે જાણીને હરખ થાય છે. હવે તો ભગવાન રામ જ પરીક્ષાઓમાં તેમની સીધી સહાય કરે એમ બને. પરીક્ષાનો વિષય કોઈ પણ હોય, વિદ્યાર્થીઓ રામની ચોપાઈઓ લખી આવે તો પણ કામ થઈ જશે.

ખરેખર તો બધી યુનિવર્સિટીઓમાં રામાયણ, મહાભારત, ગીતા જેવા ધર્મગ્રંથો શીખવવા સાધુ, સંતોને આમંત્રણ આપીને વિદ્યાર્થીઓમાં ધર્મભાવના ઉજાગર કરવી જોઈએ, જેથી સમાજમાં છેડતી, દુષ્કર્મ, હત્યા, આત્મહત્યા જેવા અપરાધોમાં ઘટાડો થાય. ધર્મના આટલા ઉછાળ છતાં અપરાધો વકરતા જ જાય છે તે દુ:ખદ છે. કમ સે કમ 22મી સુધી તો રામ નામનો ઉછાળ ચરમસીમાએ હશે, ત્યારે રામાયણ, શ્રીમદ રામાયણ જેવી સિરિયલો કે સંપૂર્ણ રામાયણ, રામ ભક્ત હનુમાન કે ભરત મિલાપ જેવી ફિલ્મો યુનિવર્સિટીઓમાં, ઘરોમાં, મંદિરોમાં સતત બતાવવી જોઈએ. રામ સિવાય બીજું કૈં સૂઝે જ નહીં એવું વાતાવરણ ઊભું થાય તો આખો દેશ ભવ્ય ઉત્સવમાં જોડાય ને તેની વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવાય તો શું ખોટું છે? એ પછી ચૂંટણી યોજાય તો ભાવિક ભક્તો મતદાન કરવાનું ન ચૂકે ને એનો સીધો લાભ લોકશાહીને થાય એ કેવી મોટી ફળશ્રુતિ હશે, નહીં?

અહીં એક નાજુક સવાલ એ ઊઠે છે કે ચૂંટણી છે તેથી પ્રાણ પ્રતિષ્ઠા છે કે પ્રાણ પ્રતિષ્ઠા છે તેથી ચૂંટણી છે તે સમજાતું નથી, પણ જે થાય તે સારા માટે. પ્રાર્થના તો એ જ કરવાની રહે કે લોકશાહી ટકી રહે ને 2024ની જેમ જ 2029ની ચૂંટણી પણ આવે. હા, એક સવાલ જરૂર થાય છે ને તે એ કે નર્મદ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી ગિનેસ બુકમાં નામ નોંધાવવા જેવું રેકોર્ડ બ્રેક ધાર્મિક કર્તવ્ય 50માં સ્વર્ણિમ યુવા મહોત્સવ નિમિત્તે કરતી હોય, તો અયોધ્યામાં ‘ભગવાન રામ વિશ્વ વિદ્યાલય’ની સ્થાપના થવી જોઈએ કે કેમ? વડા પ્રધાનશ્રી જેવા માટે તો એ ડાબા હાથનો ખેલ છે. જોવાનું એ રહે કે દેશ ક્યાંક ડાબા હાથે ન મુકાઇ જાય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જાન્યુઆરી 2024

Loading

...102030...836837838839...850860870...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved