Opinion Magazine
Number of visits: 9457520
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

कबीर दास की उल्टी वाणी  

कुमार प्रशांत|Opinion - Opinion|14 November 2023

कुमार प्रशांत

चुनावी बुखार ऐसा ही होता है ! आप हमेशा ही सन्निपात में होते हैं. फिर आपको अहसास ही नहीं होता है कि आप जो कह रहे हैं वह कहने लायक है या नहीं; और यह भी कि आप जिनका गर्व से, अपनी उपलब्धि बना कर बखानकर रहे हैं, वह गर्व करने जैसी उपलब्धि है भी या नहीं ! चुनावी बुखार ऐसा ही होता है जिसका मरीज, बकौल विनोबा भावे, तीन ही बात बकता है : आत्मस्तुति, परनिंदा, मिथ्या–भाषण ! इन दिनों इनकी पराकाष्ठा हुई जा रही है. औरआजकल के चलन के मुताबिक प्रधानमंत्री ही इन सबके सिरमौर हैं.

अयोध्यामें, सरयू नदी के तट पर एक ही दिन, एक ही वक्त में 22 लाख दीपों को प्रज्ज्वलित किया गया ! क्यों? यह थी हिंदुओं की ताकत की घोषणा व वोटों को कमल का रास्ता दिखाने की प्रधानमंत्री की योजना ! इसके तुरंतबाद हमने देखा कि उत्तरप्रदेश के मुख्यमंत्री व राज्यपाल गिनीज बुक ऑफ वर्ल्ड रिकार्ड के किसी अधिकारी से यह प्रमाण–पत्र ले रहे हैं कि यह एक साथ सबसे अधिक दीप जलाने का विश्व कीर्तिमान हुआ ! यह सब सन्निपात काजीता–जागता उदाहरण है.

22 लाख दीपों से पता क्या–क्या चला ? पहली बात तो यही पता चली कि ये 22 लाख दीप सरकारी थे. इनमें सरकारी तेल इनमें भरा गया था और जिनकी भी ड्यूटी लगाई गई होगी, उन सबने इसे जलाया था. इन दीपों के पीछेअयोध्या के लोग नहीं थे. अगर लोगों की स्वस्फूर्त भागीदारी से ये दीप जुड़े व जले होते तो मुख्यमंत्री–राज्यपाल इसका प्रमाण–पत्र लेने क्यों अवतरित होते ? तो मिथ्याचार का पहला बैलून तो यही फूटा ! गिनीज वाले ऐसे व्यापारी हैं जोलोगों की सनक व बहक का व्यापार करते हैं. सरकार का मुखिया जब उनसे प्रमाणपत्र लेने की कतार में खड़ा हो जाता है तब समझ में आता है कि सरकार कैसी है, उसकी प्राथमिकताएं कैसी हैं. मुख्यमंत्री की समझ का यह दूसरा बैलूनफूटा ! गिनीज वालों को बुलडोजर से सबसे ज्यादा घर गिराने वाली सरकारों की प्रतियोगिता करवानी चाहिए. इस श्रेणी में उत्तरप्रदेश के मुख्यमंत्री जरूर आला साबित होंगे. जब तक आपका घर बुलडोजर के सामने न हो तब तक इस अपराध की नृसंशता आपकी समझ में नहीं आएगी.

जो अंधभक्ति का रोगी न हो व जिसकी दिमागी हालत ठीक हो वह तुरंत पूछेगा कि 22 लाख दीपों में कितना तेल जला होगा ? उनसे कितना प्रदूषण फैला होगा ? 22 लाख दीपों का कितना कचरा सड़कों पर जमा हुआ होगा ? उन्हेंअयोध्या में कहां दफनाया जाएगा ? आज सारी दुनिया जिन संकटों से घिरती जा रही है, ये 22 लाख दीप उन्हें और भी गहरा करेंगे. ये रोशनी वाली दीपों की दीपावली नहीं, मूढ़ता का अंधेरा फैलाने वाली सरकारी योजना थी. परालीजलाने वाले किसानों पर दिल्ली के प्रदूषण का ठीकरा फोड़ने वालों को यह समझना चाहिए कि 22 लाख दीपों ने उससे कई गुना ज्यादा जहर पर्यावरण में फैलाया है.  

हमें इन 22 लाख दीपों के बगल में मुंबई का यह चेहरा रख कर समझना चाहिए कि वहां कैसी आपात स्थिति में विशेष मार्शलों की नियुक्ति करनी पड़ रही है ये मार्शल मुंबई की सड़कों पर उतर कर रात–दिन इसकी निगरानी करेंगे कि कौन–कहां सड़कों पर गंदा बिखेर रहा है, कौन–कहां कूड़ा जला रहा है, और कौन–कहां सड़कों पर गंदगी फेंक रहा है. इन मार्शलों को यह अधिकार दिया गया है कि वे कानूनी निर्देशों का उल्लंघन करने वालों को वहीं–के–वहीं दंडित करसकेंगे. मुंबई कूड़े के एक बड़े ढेर में बदलती जा रही है जिसे हिंदुत्ववादी मनमानी ने और भी बदसूरत बना दिया है. देश की राजनीतिक राजधानी भी और औद्योगिक राजधानी भी ‘डेथ बाई ब्रेथ’ – सांस में छिपी मौत – जैसे संकट से गुजर रहीहै. एक स्थान पर, एक साथ जले 22 लाख दीपों ने मौत का सघन आयोजन ही किया है, भक्ति का विवेक नहीं जगाया है.

हमें यह समझना ही चाहिए कि दीप जलाना, पटाखे फोड़ना, आरती करना, ढोल बजाना, अजान देना, सार्वजनिक तौर पर नमाज पढ़ना, नए साल का जश्न मनाना, विभिन्न झांकियां निकालना आदि सारे आयोजन जब तक सीमित संख्या में, निजी विश्वासों की अभिव्यक्ति के तौर पर मनाए जाते थे, समाज में घुल जाते थे. जैसे–जैसे इनकी संख्या विशालतर होती गई, इन्हें राजनीतिक हथियार की तरह आयोजित करवाया जाने लगा, निजी आस्था की जगह यह भीड़ केउन्माद में बदलने लगी वैसे–वैसे यह असामाजिक होती गई. जैसे प्रकृति को आप अवकाश देते हैं – याद कीजिए, करोना के दौरान की बंदी – तो वह प्रदूषण का इलाज अपने आप कर लेती है. जब आप उसे सांस खींचने का मौका भी नहींदेते हैं, तो उसका भी, और समाज का दम भी घुट जाता है. इसलिए इन सारे सवालों को धार्मिक संकीर्णता के चश्मे से नहीं, हमारी आधुनिक जीवन–शैली व धार्मिक संकीर्णता से पैदा संकट के रूप में देखना चाहिए और उसका हल खोजना चाहिए. दीप में उन्माद का तेल जलाने से, विवेक का दीपक नहीं जलता है.

संकट यह है कि इसमें कोई किसी से बेहतर बनना नहीं चाहता है. सभी दूसरे से बढ़ कर पतनशील होने में लगे हैं. राममंदिर की पूरी ठेकेदारी भाजपा ने खुद के लिए घोषित कर रखी है तो कांग्रेस को बड़ी मुश्किल हो रही है. अगर रामपूरे–के–पूरे भाजपा के खेमे में चले गए तो वोट का क्या होगा, इसकी चिंता उसे खाए जा रही है. मध्यप्रदेश में मुख्यमंत्री का कांग्रेसी चेहरा चीखता है: याद करो कि रामलला का ताला किसने खुलवाया था ! बताओ , वहां पूजा–अर्चना कीअनुमति किसने दिलवाई थी ? वह चीख–चीख कर बता रहा है उसने भी दूसरे कई मंदिर बनवाए हैं – भव्य व विराट मंदिरों के निर्माण का काम आज भी चल रहा है. तो, होड़ यह है कि हिंदू केवल आप नहीं, हम भी हैं. विदेशी हिंदुओं कोनैतिक शक्ति देने इन दिनों अमरीका गए राष्ट्रीय स्वंयसेवक संघ के प्रधान मोहन भागवत यह घोषणा काफी पहले कर चुके हैं कि भारत में रहने वाले सभी हिंदू हैं. सभी हिंदू हैं तो सभी से एक–सा व्यवहार क्यों नहीं हो रहा है भागवतजी ?

एक चुनावी सभा में प्रधानमंत्री ने बड़े गर्व से घोषणा की कि देशके 80 करोड़ लोगों को मुफ्त राशन की जिस सुविधा का अंत अभी होने जा रहा था, उसे मैं 5 साल के लिए आगे बढ़ाने की घोषणा करता हूं. ऐसी घोषणाएं तोराजा–महाराजा करते थे, लोकतंत्र में ऐसी घोषणा कोई प्रधानमंत्री तभी कर सकता है जब इसकी चर्चा व इसकी स्वीकृति मंत्रिपरिषद में हो चुकी हो. यदि संसद चल रही हो तो इसकी चर्चा संसद में होनी चाहिए. लेकिन यहां आलम तो यह है कि न मंत्रियों को न अपनी, न अपने मंत्रालयों की हैसियत से सरोकार है, न मंत्रिपरिषद का कोई वैधानिक मतलब रहने दिया गया है. सारी व्यवस्था हुआं–हुआं करने वाले सियारों के झुंड में बदल दी गई है. लेकिन सियार कितना भीहुआं–हुआं करें, प्रधानमंत्री की एक इस राज–घोषणा ने उनके 9 वर्षों को खोखला कर, सड़क पर खड़ा कर दिया है.

पिछले 9 सालों से विकास के जो तमाम दावे चीख–चीख कर किए जा रहे हैं, आंकड़ों की बमबारी, सबसे तेज अर्थ–व्यवस्था का नारा, खरबों की अर्थ–व्यवस्था का आसमान छूने की घोषणा, सारी दुनिया को राह दिखाने का दम, संसार के हर कोने को छू आने की बाजीगरी, क्या वह इन 80 करोड़ भारतीयों को छोड़ कर किया जाने वाला कारनामा है ? 80 करोड़ लोग यदि इतने विपन्न हैं कि मुफ़्त सरकारी अनाज ही उनका पेट भर सकता है तो इससे दो बातें साबितहोती हैं. भारतीय ऐसी निकम्मी कौम के लोग हैं जो अपना पेट भरने लायक मेहनत भी नहीं करते हैं; भारत सरकार इतनी निकम्मी है कि तमाम मनमानी व्यवस्था बनाने के बाद भी देश के 80 करोड़ लोग ऐसी विपन्नता के शिकार हैं किसरकार खिलाएगी तो खाएंगे, नहीं तो भूखे सो जाएंगे. यह आँकड़ा भूखे 80 करोड़ लोगों का कम, 80 करोड़ का वोट पा कर बनी सरकार के चरित्र का ज्यादा परिचय देता है. यह आंकड़ा नित नई काट व चमक वाले कपड़ों में सजे–धजेप्रधानमंत्री की छवि का विद्रूप बनाता है. हम किसी का चूल्हा ठंडा नहीं रहने देंगे जैसी दावेदारी के पीछे न ईमानदारी है, न अपनी विफलता का अहसास !  

किसी भी सरकार या व्यवस्था की कसौटी यह है कि उसके लोग भूख, नंग, छत से वंचित तो नहीं हैं और जीने की न्यूनतम सुविधाओं से महरूम तो नहीं हैं ? आप इस संदर्भ में सवाल क्या पूछेंगे, यह सरकार खुद ही कह रही है कि 9 सालों से लगातार सत्ता में रहने तथा अमृतकाल की घोषणा करने के बाद भी 80 करोड़ लोग खाने को मोहताज हैं. यह उपलब्धि नहीं, शर्म का विषय है. कबीर को पता था कि ऐसे लोग आ सकते हैं. इसलिए उन्होंने कुछ उलटबासियां लिख छोड़ी हैं : बरसे कंबल, भींगे पानी ! सूरदास बना राष्ट्र कबीरदास को देखे–समझे कैसे? 

चेहरा   बता   रहा   था   कि   मारा है भूख ने 

हाकिम ने कह दिया कि कुछ खा के मर गया।

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

‘પારકા દુ:ખે દુ:ખી થવું એ જ માનવધર્મ છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|13 November 2023

[ભાગ-2]

છગનભાઈ પટેલ ચાર રાજ્યોની ધારાસભાઓમાં હતા. 1946માં ભાવનગર રાજ્યમાં જવાબદાર રાજતંત્રની ધારાસભામાં, રાજ્યના ઉમેદવાર સામે પ્રજા પરિષદના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. 1949માં સોનગઢ-લાઠી-લીલિયા ક્ષેત્રમાંથી સૌરાષ્ટ્રની બંધારણસભાના સભ્ય બન્યા. 1952માં સોનગઢ-ઉમરાળામાંથી સૌરાષ્ટ્રની ધારાસભામાં ચૂંટાયા. 1956માં બોટાદ વિસ્તારમાંથી દ્વિભાષી મુંબઈ રાજ્યની વિધાનસભા માટે ચૂંટાયા. 1956માં સૌરાષ્ટ્ર રાજ્ય દ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલીન થયું હતું. 1 મે 1960ના રોજ, સ્વતંત્ર ગુજરાત રાજ્ય અમલમાં આવતાં ગુજરાત વિધાનસભામાં પણ રહ્યા !

આઝાદી પહેલાં સૌરાષ્ટ્ર આખું રાજકીય રીતે વેરણ-છેરણ હતું. કોઈ પ્રદેશ રાજ્યનો હતો, કોઈ એજન્સીનો હતો, કોઈમાં સીધું બ્રિટિશ શાસન હતું. એક ગામમાં ચોરી / ઢોર ચોરી / લૂંટ / ભેલાણ કરી બીજા ગામમાં આશરો લ્યે તેને કોઈ પકડી શકતું નહીં.

બન્યું એવું કે ચોગઠના રુડાભાઈ માવજીભાઈ મોણપરાના હાથી જેવા બે બળદની ચોરી થઈ. આખું ગામ ભેગું થયું. છગનભાઈએ 200 જેટલા ખેડૂતોને લાકડીઓ સાથે તૈયાર કર્યા. બાતમી મળી કે પાસેના મગલાણા ગામે બળદને રાખ્યા છે. પરંતુ મગલાણા ગામ એજન્સીનું હતું, ત્યાં જવું કઈ રીતે? વળી બળદ લઈ જનાર માથાભારે ઈસમો હતા. તેની સાથે બાથ ભીડવાનું કામ ભયંકર હતું. ક્યારે શું થશે તે કલ્પી શકાય તેવું ન હતું. છતાં 200 ખેડૂતોએ મગલાણા ગામ ફરતે એકધારા 24 કલાક સુધી ભૂખ્યાં-તરસ્યા માનવ-સાંકળ બનાવી. આખરે માથાભારે તત્ત્વોએ બળદને છોડી મૂકવા પડ્યા ! તે સમયે આવી પ્રવૃતિ કરવી તે જાનના જોખમરૂપ હતું. કોણ, ક્યારે, ક્યાં ખૂન કરી નાખે તે નક્કી નહીં. એક ઠેકાણે ખૂન કરી બીજા રાજ્યની હદમાં ચાલ્યા જાય. ખબર હોય છતાં પકડી શકાય નહીં.

ચોગઠ ખાતે સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉછરંગરાય નવલશંકર ઢેબર સાથે ચર્ચા કરતા ધારાસભ્ય છગનભાઈ પટેલ

સીમ ભેલાણની સમસ્યા હતી. કોઈ ખેડૂત માલધારીઓનો સામનો કરી શકતો નહીં. રાજ પણ તેમાં મદદ કરી શકે નહીં. ચોગઠ આજુબાજુ એજન્સીના ગામો હતા. માલધારીઓ ભેલાણ કરી એજન્સીની સીમમાં માલઢોર ઊભા રાખે. કપાસમાં ફાટફાટ જીંડવા હોય અને તેમાં માલઢોર મૂકી દે, ખેતર સાફ થઈ જાય. ખેડૂત બિચારો ઊભો ઊભો રોવે !

1938માં, ભાવનગરથી વલ્લભીપુર સુધી પાટીનાં સુરા ભરવાડની રાડ હતી. સુરો દસ જણાને એકલો ભારે પડે. ભલભલા પોલીસ પણ નજીક જતા ડરે. આવો માથાભારે અને બળુકો આદમી. તેનો માલ ડબામાં પૂરી શકાતો નહીં. એક વખત તેણે ચોગઠની સીમમાં ભેલાણ કર્યું. 24 વરસના છગનભાઈએ 10 જુવાનોને તૈયાર કર્યા. જુવાનો સુરા પર ત્રાટક્યા. તેને પકડી ચોગઠ ગામના દરબારી ઉતારે લાવ્યા. ભાવનગરના દિવાન પ્રભાશંકર પટ્ટણીને જાણ કરી. દિવાને અભિનંદન આપ્યા. એ પછી ભેલાણ બંધ થયું. સીમ ચોરી અટકાવવા છગનભાઈએ ‘સીમ સુરક્ષા યોજના’ ઘડી હતી. ગામના પ્રતિષ્ઠિત અને સર્વમાન્ય એવા 8 વડીલોની એક મુખ્ય કમિટી હતી. ચાર દિશાઓ માટે ચાર વ્યવસ્થાપક. દરેક વ્યવસ્થાપક ચાર-ચાર રખેવાળો રાખે. કુલ પાંચ જણાની ટુકડી બને. દરેક ટુકડીને દરરોજ નવી નવી દિશાની રખેવાળી કરવાની આવે. સાંજના ચારેક વાગ્યે વ્યવસ્થાપક પોતાની દિશાના પાદરે બેસે. શકમંદ માણસને ટપારે. તપાસે. સીમમાંથી ઘાસની ગાંસડીમાં કોઈ સંતાડીને કશું લાવ્યા તો નથી ને ! કોઈ પકડાય તો તેને શો દંડ કરવો તે માટે રાત્રે પાદરમાં કે કાળુભાર નદીમાં કમિટી ભેગી થાય. મુખ્ય કમિટી દંડ નક્કી કરે. આ યોજના કારગત નીવડી.

1940માં છગનભાઈની ઉંમર 26 વર્ષની. એ સમયે માથાભારે અલારખા મિયાણો ગામે ગામ જઈને લાગો ઉઘરાવતો. કદાવર શરીર, બે-ચાર જણની બાથમાં ય ન આવે. મોટી મૂંછો અને દાઢીનું ઝૂંડ. ડરામણો લાગે. એક દિવસ ચોગઠના ખેતરમાં તેણે ધામા નાખ્યા અને લાગો માગ્યો. માગણી મોટી હતી, ગામને પોસાય તેમ ન હતી. આગેવાનોએ દાણ ઓછું કરવા કહ્યું પણ અલારખા માન્યો નહીં, અને ચેતવણી આપી કે ‘લાગો નહીં આપો તો ગામમાં લૂંટ કરીશ !’ ગામ આગેવાનોએ છગનભાઈને વાત કરી. સૌ પહોંચ્યા અલારખા પાસે. છગનભાઈએ અલારખાને મક્કમતાથી કહ્યું : ‘ભાઈ, તમારી પાસે છે એવાં જ સાધનો અમારી પાસે ગામમાં પડ્યાં છે. અને સાથે પણ લાવ્યા છીએ. તમારી પાસે જે બંદૂક છે તે લોકોના રક્ષણ માટે છે, બીવડાવવા માટે નહીં. તમારી પાસે હશે એના કરતાં ત્રણ ગણા તૈયાર માણસો અમારી પાસે છે. બોલો, હવે શું નિર્ણય કરો છો?’ અલારખાએ અંદાજ માંડી લીધો. આ ચોગઠ આ વખતે કાંક જુદી જાતનું જણાય છે ! તેણે કહ્યું : ‘તો પછી સમાધાન ! બીજું શું !’

એ પછી અલારખા ચોગઠમાં ક્યારે ય મે’માન થયો નહીં ! લોકો જ્યારે અનિષ્ટ સામે સંઘર્ષે ચડે છે ત્યારે એ વિચારપૂર્વકનું પગલું હોય છે, મરણિયાપણાનું નહીં. લોકો પોતાના નેતૃત્વના ચરિત્રને જુએ છે. જો ચરિત્ર હલકું લાગે તો લોકો સંઘર્ષ ટાળે છે અને સ્થિતિ સાથે સમાધાન કરી લે છે. જો ચરિત્ર બલિષ્ઠ દીસે તો જ પોતે સંઘર્ષના માર્ગે ચડે છે. છગનભાઈનું બલિષ્ઠ ચરિત્ર હતું તેથી લોકોમાં વિશ્વાસ પ્રગટ્યો હતો, એટલે લોકોએ ગમે તેવડા તાકાતવર અનિષ્ટ સામે સંઘર્ષ કરતાં બિલકુલ આંચકો અનુભવ્યો ન હતો, સરવાળે સ્થિતિ બદલવામાં સફળ થયાં. એ એમના ચરિત્રનો પ્રભાવ હતો.

આઝાદી આવ્યા બાદ રજવાડાઓનું વિલિનીકરણ થયું. સૌરાષ્ટ્રના 202 જેટલાં રજવાડાંને ભેગા કરી ‘સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય’ બનાવવામાં આવ્યું. સામંતશાહીની નાબૂદી અને સામાજિક ન્યાયની સ્થાપના માટે ગણોતધારો / ગિરાસદારી નાબૂદી / ખેડે તેની જમીન જેવા કાયદાઓની રચના વખતે છગનભાઈએ સક્રીય ભૂમિકા ભજવી. તે વખતે સૌરાષ્ટ્ર સરકારના પ્રધાનો, ધારાસભ્યો તથા કાર્યકરોના જીવ જોખમમાં હતા. ખોળામાં ખાંપણ લઈને બહાર નીકળવાનો સમય હતો. ક્યારે ક્યાં ધાડ પડે, ખૂનામરકી થાય તે નક્કી જ નહીં. વલ્લભીપુરથી રાતના ઉતરી ચોગઠ ચાલતા જવાનું. વચ્ચે એજન્સી અને દરબારનું ગામ પાટી આવે. ઉમરાળાથી રાતના ઉતરી ચોગઠ જવામાં વચ્ચે દરબારી ગામ રતનપર આવે. ભાવનગરથી ચોગઠ આવતા વચ્ચે દરબારી ગામ ચમારડી આવે. છતાં જરૂર પડે ત્યારે દોડીને જવામાં તેમણે હીચકીચાટ અનુભવ્યો નહીં. સૌરાષ્ટ્રના 4,000 ગામડાંમાંથી 1,700 ગામમાં જમીન સુધારણા કાયદાથી આગ લાગી હતી, તે જ્વાળા ગમે તેવાને ભરખી જાય તેવો ભયંકર સમય હતો. આ સમયે અનેક આગેવાનોના ખૂન થયાં. છતાં ક્યારે ય છગનભાઈએ કોઈ પોલીસની મદદ માગી ન હતી કે પોલીસ રક્ષણ માગ્યું ન હતું ! માતા સોનબા રાતે પ્રવાસ નહીં કરવાનું કહેતા. છગનભાઈ માતાને આશ્વાસન આપતા : “મા, મારા જેવા અનેકની આહુતિ લેવાતી હોય ત્યારે હું બીકનો માર્યો ઘેર કેમ બેસી શકું? જો કુદરતે નક્કી કર્યું હશે તો હું પથારીમાં પણ સલામત નથી. પારકા દુ:ખે દુ:ખી થવું એ જ માનવધર્મ છે ! આજે હું બીજાને હૂંફ ન આપી શકું તો મારી કીર્તિમાં કલંક લાગે. તમે આવું ઈચ્છો છો?” અને માતાનું મન માની જતું !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સદ્દગત આચાર્ય ભાલચન્દ્ર જોશી

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|13 November 2023

રોમેરોમ વિદ્યાર્થી વત્સલ શિક્ષક, મનોવિજ્ઞાન વિષયના અધ્યાપક, અમદાવાદની સી.યુ. શાહ આર્ટસ કૉલજના પૂર્વ આચાર્ય અને જી.એલ.એસ. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ભાલચન્દ્ર જોષીનું , 12 નવેમ્બરના રવિવારે બપોરે ત્રણ વાગ્યે, 78 વર્ષની ઉંમરે, અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં માંદગી બાદ અવસાન થયું.

આખરના બે મહિના સિવાય તેઓ અરધી સદીથી વધુ સમય સંપૂર્ણ સ્વસ્થ શરીર અને હેતભર્યા હૈયા સાથે શિક્ષણક્ષેત્રે કાર્યરત રહ્યા. જોશી સાહેબના આચાર્યપદ હેઠળ તેમની કૉલેજમાં હું સાડાત્રણ વર્ષ માટે અધ્યાપક હતો. તે સહવાસ સહિત કુલ સાતેક વર્ષના પરિચયમાં ભાલચન્દ્ર જોશી જેવા દેખાયા તેની આ છબિ છે – તેમને અંજલિ સાથે.

****** 

‘માફ કરશો વિદ્યાર્થીમિત્રો, તમને વર્ગ દરમિયાન ખલેલ પહોંચાડું છું. પણ કેટલીક અગત્યની સૂચનાઓ સાંભળી લેશો…’, આવી સંસ્કારી રીતે સી.યુ. શાહ આટ્‌ર્સ કૉલેજના પૂર્વ આચાર્ય ભાલચન્દ્ર જોશી પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી જાહેરાત કરતા.

ભાલચંદ્ર જોશી

‘અલા તમ બધાં આંય મારી ઑફિસ પર આવો. દર મહિને એકાદ દિવસ નક્કી કરો. આંય બગીચામાં ઘડીક કલાક-બે કલાક મળીએ.’ આવા ઉમળકાથી ગુજરાત લૉ સોસાયટી જેવી માતબર સંસ્થાના વડા જોશી સાહેબ તેમની પૉશ ચેમ્બરમાં તેમને મળવા આવતા સી.યુ. શાહ આટ્‌ર્સ કૉલેજનાં પૂર્વ વિદ્યાર્થીઓને નોતરતા. આ વિદ્યાર્થીઓ તેમને ભા.જો. કહેતા.

ધ્યાનમાં લેવી પડે તેવી ઊંચાઈ, ધ્યાન આપ્યું હોય તેવું શરીર, ઊજળો વાન, જાડો પણ સાંભળવો ગમે તેવો અવાજ, આખા ય વ્યક્તિત્વમાં શાલીનતા. ભાલચન્દ્ર જોશી એવા આચાર્ય હતા કે જેમના મનમાં વસતું વિદ્યાર્થીઓનું હિત તેમનાં વાણીવર્તન તેમ જ રોજ બ રોજના કામકાજમાં દેખાતું હોય.

કૉલેજનો તેમનો મોટા ભાગનો સમય વિદ્યાર્થીઓ સાથેના સૌજન્યપૂર્ણ કામમાં જતો. વિદ્યાર્થીઓને ટટળાવતા રાખીને, વર્ગને પડતો મૂકીને મહેમાનો, અધ્યાપકો, કર્મચારીઓ, સત્તાવાળાઓ સાથે રૂબરૂ કે મોબાઈલ પર લટુપટુ વાતો કરતા તેમને જોયા નથી.

ઘણા આચાર્યોમાં જોવા મળતાં તોરતુમાખીથી તે વિદ્યાર્થીઓ સાથે ક્યારે ય વર્તતા જોવા મળ્યા નથી. મિજાજ તો દૂર, તેમનો અવાજ પણ કોઈની સાથેની – ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથેની – વાતચીતમાં ઊંચો જતો સાંભળ્યો નથી. વટની જગ્યાએ તેમના અવાજમાં વાત્સલ્ય વસેલું હતું. વિદ્યાર્થીઓ પર તો જાણે ગુસ્સે થઈ જ ન શકે. અને જો ભૂલેચૂકે થાય તો ય ચહેરા પર ક્રોધ કરતાં વ્યથાના ભાવ વધુ દેખાય.

જોશી સાહેબના વિદ્યાર્થીઓ એવા હતા કે જે ભણતરને બદલે ભભકને મહત્ત્વ આપતી કૉલેજમાં જોવા ન મળતા હોય. એમની કૉલેજમાં એવાં વિદ્યાર્થિનીઓ તેમ જ વિદ્યાર્થીઓ હતાં કે જે પોતે અને તેમનાં માવતર ‘છૂટક મજૂરી’ કરીને ફી ભરતાં હોય.

તેમાં સફાઈ કામદાર, કાગળ વીણવાવાળા, વેઈટર, વૉર્ડબોય, કચરા-પોતાંના ઘરઘાટી, લારીવાળા, પ્યાલા-બરણીવાળા, લેથ કે બોઈલર પર કામ કરનારા એવા અનેક પ્રકારના શ્રમજીવી ઘરનાં છોકરા-છોકરીઓ હતાં.

તેઓ અમદાવાદના પૂર્વના પરાંમાંથી બસમાં અથડાતાં-કૂટાતાં કૉલેજ આવે. તેમના આચાર્ય કે અધ્યાપકને બર્થડે પર બુકે આપી ન શકે, ન કાર્ડ કે ગિફ્ટ, મહેનતકશ મા-બાપની ન હોય કોઈ વગ, ન પત. પણ એ બધાં જોશી સરના મનમાં પ્રતિષ્ઠિત હોય.

આવા વિદ્યાર્થીઓની જિંદગી સુધરે તે માટે સારી રીતે ચાલતી કૉલેજ થકી તેમને સારું શિક્ષણ મળે તે કેન્દ્રવર્તી વિચારના અમલ માટે જોશી સાહેબ સજાગ રહેતા. કૉલેજ સારી રીતે ચાલવાનો તેમની દૃષ્ટિએ અર્થ રૅન્કિંગ, ‘નૅક’માં ગ્રેડ મેળવવા રૂપાળી બનાવાયેલી કૉલેજની ઇમારત, કૉલેજમાં ફૅશન પરેડ ને ડિસ્કોથેકમાં પાર્ટીઓ કરતાં છેલછોગાળા એવો ન હતો.

તેમની દૃષ્ટિએ કૉલેજ સારી રીતે ચાલે એટલે – વર્ગો નિયમિત લેવાય, સ્પર્ધાની ખેંચતાણ વિનાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય, વાચનશિબિર થાય, અર્ન-વ્હાઈલ-યુ-લર્ન જેવી યોજના સ્વચ્છ રીતે અમલમાં આવે, અધ્યાપકો અને કર્મચારીઓ વિદ્યાર્થીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરે, અને સહુથી વધુ મહત્ત્વનું તો એ કે છેક છેવાડાના વિદ્યાર્થીની પણ કાળજી લેવાય.

મનોવિજ્ઞાનના અધ્યાપક ડૉ. ભાલચંદ્રભાઈ જોશીએ વીસેક વર્ષ પહેલાં આચાર્યપદ સ્વીકારીને તેમની કૉલેજની ગડ બરાબર બેસાડી હોવાનું સાંભળ્યું છે. તેમાં તેમણે અસામાજિક તત્ત્વો સાથે કડકાઈ અને કુનેહથી કામ લીધું હતું.

વિદ્યાર્થી કાજે જોખમ ખેડવાની જોશી સાહેબની મોટાઈનો એક કિસ્સો નોંધપાત્ર છે. અમદાવાદના છારાનગરમાં રહેતો એક વિદ્યાર્થી કૉલેજમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વચ્ચે પૂરો સમય હાજરાહજૂર હતો. ત્યારે તેની સામે તેના વિસ્તારમાં હત્યાનો ગૂનો નોંધાયો.

એ છોકરાને સંડોવવામાં આવ્યો હતો. જોશી સાહેબે પોતે તે વિદ્યાર્થીને તે સમયે કૉલેજમાં જોયો ન હતો. છતાં તે વિદ્યાર્થીની, બીજાં વિદ્યાર્થીઓની અને બે અધ્યાપકોની વાત પર વિશ્વાસ મૂકીને પોલીસ કાર્યવાહીમાં વિદ્યાર્થીની તરફેણ કરવાનો નિર્ણય વિદ્યાર્થીના વાલીની આખી વાત પાંચ મિનિટ સાંભળીને તત્ક્ષણ લઈ લીધો.

તેમણે કે વીરતા કે વશેકાઈની સહેજેય છાંટ વિના કહ્યું, ‘ઇ તો આપણે પોલીસને કે’શું. તમતમારે મારા તરફથી નચિંત રહેજો. તમે કહો છો તેવું એફિડેવિટ આપણે કરશું.’ આટલું ઓછું હોય તેમ, તેમના ઓળખીતા એક અગ્રણી વકીલ વિદ્યાર્થીનો કેસ નજીવી ફીથી લડે તેવું ય જોશી સાહેબે એ ગોઠવી આપ્યું.

વિદ્યાર્થી બચી ગયો, અત્યારે નોકરીમાં છે. બીજા એક કિસ્સામાં એમ હતું કે એક મનોવિકૃત માણસ એક વિદ્યાર્થીને કનડતો હતો. સાહેબને આ અંગે જાણ કરી, એટલે તરત ‘હાલ, આજકાલમાં આપણે પેલાને મળી આવીએ … તો એની વિકૃતિ માટે કાઉન્સેલિંગ કરવું પડે, હું ઈ … કનોરિયામાં ગોઠવી દઉં.’

ભાલચંદ્ર જોશી સારાં માણસો, પુસ્તકો, કામ અને મૂલ્યો માટે આદર અને કદરનો ભાવ ધરાવતા. પદ-પ્રતિષ્ઠા-પૉલિટિક્સમાં પડેલા લાભદાયી મહેમાનોને કૉલેજમાં બોલાવવા કરતાં, સમાજ માટે ઘસાઈ છૂટનારા માણસો એ વધુ પસંદ કરતા.

એટલે તેમણે ઇલાબહેન પાઠક, ચુનીભાઈ વૈદ્ય, વિનય-ચારુલ, દક્ષિણ છારા જેવાં કર્મશીલોને અને યશવંત શુક્લ  તેમ જ આનંદીબહેન પટેલ જેવાં વિદ્વાનોને કૉલેજમાં બોલાવ્યાં હતાં. ગુજરાત લૉ સોસાયટી સાથે સંકળાયેલા જયંત કોઠારી અને મધુસૂદન બક્ષી જેવા વિદ્વાનો સાથેના સંભારણાં કહેવાનું તેમને ગમતું.

ગાંધી, વિનોબા, વિમલાતાઈ અને ડોલરરાય માંકડ ભાલચન્દ્રભાઈનાં આરાધ્ય હતાં. માંકડ સાહેબનો ‘ડો’કાકા તરીકે પ્રેમાદરપૂર્વક ઉલ્લેખ કરી શકનારા અમદાવાદના જૂજ માણસોમાં જોશી સાહેબ એક હતા. તેમનું સંસ્કારસિંચન અલિયાબાડાની ગંગાજળા વિદ્યાપીઠમાં થયું હતું.

શિક્ષકને પોતાને મળેલું મૂલ્યશિક્ષણ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણવ્યવસ્થા વચ્ચેના ફળદાયી સંબંધનું ભા.જો. એક ઉદાહરણ છે. એમનાં મનમાં વસતી એ શિક્ષણભૂમિ અલિયાબાડા અતીતરાગે જોશી સાહેબની વાતમાં હંમેશાં આવે. તે એટલી બધી વાર સાંભળવા મળે કે જોશી સાહેબની મિમિક્રીનો પણ તે ભાગ બની ગઈ હતી. જેમ કે ‘ઇ અમારે અલિયાબડામાં તો સંજય તને કંઉં …’

એક જ કાર્યક્રમમાં એક કરતાં વધુ વિદ્યાર્થીઓ એમની મિમિક્રી કરી શકે તેવાં હેત અને હળવાશ ભાલચન્દ્ર જોશીનાં હૈયે વસેલાં છે. એ જ હળવાશને કારણે, જ્યારે અંગ્રેજીમાં બોલવાનું આવે ત્યારે નિઃસંકોચપણે કહી શકતા, ‘મારું અંગ્રેજી તો તમે જાણો જ છો, એટલે હું તો ગુજરાતીમાં જ બોલીશ.’

કેટલાક આચાર્યોમાં જોવા મળતું સર્વજ્ઞ હોવાનું આચાર્યસહજ અજ્ઞાન તેમનામાં ન હતું. ‘ઇ મને એમાં કાંઈ હમજ નો પડે, ઇ બધું તું સંભાળી લે જો હોં, ભાઈ’, એવું આચાર્યશ્રી જોશી સાહેબ અધ્યાપકથી લઈને એકાઉન્ટન્ટ સુધીના કોઈને પણ નિખાલસતા અને નમ્રતા સાથે કહી શકતા.

જોશી સર પુસ્તકોનું મહત્ત્વ બરાબર સમજતા અધ્યાપકોની પેઢીના હતા અને તેમાં ય આચાર્ય બન્યા. આચાર્યપદનાં અહંકારપોષક નફા હોય છે. પણ વાચન-લેખન, અભ્યાસ-સ્વાધ્યાયમાં રુચિ ધરાવનારા આચાર્ય બને તો એને આ પદ ખોટ કરાવે છે. આ નુકસાનની જાણે ભરપાઈ કરવાની હોય તેમ ભા.જો. પુસ્તકો વિશે સાંભળવામાં તેમ જ પુસ્તકો જોવા-વસાવવામાં રસ લેતા.

તેમણે વાચન શિબિરો કરાવી. એક વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન કૉલેજના ગ્રંથાલયની ફેરગોઠવણી કરવાનો ઉપક્રમ હાથ ધર્યો. તેના માટે સ્વચ્છાએ મહેનત કરનારા દસેક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને દરરોજના આવવા-જવાના બસભાડાંની અને ચા-નાસ્તાના ખર્ચની જોગવાઈ તેમણે કરી.

કૉલેજના વાર્ષિક સમારંભમાં આ છોકરા-છોકરીઓનું વિશેષ સન્માન કરીને તેમને પુસ્તકો ભેટ આપ્યાં. કૉલેજમાં ઈનામ તરીકે ચંદ્રકો ઉપરાંત પુસ્તકો આપવાની પણ તેમણે શરૂઆત કરી. એક વર્ષે તેમનાં માતાપિતાની સ્મૃતિમાં કૉલેજના હજારેક યુવક યુવતીઓમાંથી દરેકને લોકમિલાપ પ્રકાશનની ખિસ્સાપોથી મળે તેવું આયોજન પણ તેમણે કર્યું.

વાચન અને તેમને મળેલી સારી કેળવણીમાંથી આવતી સંસ્કારિતા તેમ જ મૂલ્યલક્ષિતા જોશી સાહેબમાં હતી. એ તેમના સૌજન્યપૂર્ણ વાણીવર્તનમાં અને વક્તવ્યમાં દેખાતી. તેમના વ્યાખ્યાનોમાં તેમને શેરોશાયરી અને ટુચકાનો સહારો લેવો પડતો નહીં. વાગ્મિતાસભર ભાષણોમાં પ્રતીતિપૂર્ણ વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ એ સ્થાયી ભાવ હોય છે.

એક વખત ગુજરાત લૉ સોસાયટીએ નૉલેજ કોન્સોર્ટિયમ ઑફ ગુજરાતની સાથે મળીને અધ્યાપકો માટે એક સંશોધન શિબિરનું આયોજન કર્યું હતું. તેના ઉદ્ઘાટન સમારોહમાં અધકચરા અંગ્રેજી-ગુજરાતીમાં થયેલાં કેટલાંક અણઘડ વક્તવ્યોમાં સંશોધનની ક્ષિતિજો, પદ્ધતિઓ અને તેના માટેના કરોડો રૂપિયાની ફાળવણી જેવી મોટીમોટી વાતો થઈ.

જોશી સાહેબે એ તેમની અસરકારક ગુજરાતી ભાષામાં કહ્યું, ‘ગુલબાઈ ટેકરા પરથી થઈને મારા કાર્યાલયમાં જાઉં છું ત્યાં રસ્તામાં આવતી ગરીબોની વસાહતમાં ગણપતિની મૂર્તિ બનાવવાનો હુન્નર વિકસ્યો છે. મને એ લોકો વિશેના સંશોધન અંગેના વિચારો કેમ ન આવે?

હિન્દુસ્તાનની જરૂરિયાત અપ્લાઇડ રિસર્ચ, હ્યુમન એન્જિનિયરિંગ છે. સાધારણ માણસ, ખેડૂત મજૂર, ને વિદ્યાર્થી માટે રિસર્ચ કરવાનું છે. તેના માટે કલાસરૂમ અને ચેમ્બરમાંથી બહાર નીકળવું પડે …’

*****

જોશીસાહેબને મારા માટે ઘણી લાગણી હતી. અમદાવાદની શ્રી. એચ.કે. આર્ટસ કૉલેજમાંથી હું સરપ્લ્સ થયો ત્યારે મને તેમની જ કૉલેજમાં જ નિમણૂક મળે તેમાં તેમણે ખાસ રસ લીધો હતો, તેને હું એક પ્રમાણપત્ર ગણું છું. એ પ્રક્રિયા દરમિયાન કે ત્યાર પછી એમણે ક્યારે ય લેશમાત્ર  કૃપાભાવ બતાવ્યો ન હતો.

કૉલેજના કામની વ્યસ્તતાને લીધે તેમની ચેમ્બરમાં બેસીને તેમની સાથે પા-અરધો કલાક વાત ન થઈ હોય એવા ચારેક દિવસ વીતે એટલે એ મને બોલાવીને કહે : ‘કાં અલા, તને કાંઈ ખોટું નથ લાગ્યું ને? બૌ દિવસમાં દેખાણો નથી. આપણે કાંઈ જમાવટ નથ થૈ ….’.

આચાર્યશ્રી ભાલચન્દ્ર જોશીને મારી કૃતજ્ઞતાપૂર્વક અંજલિ.

13 નવેમ્બર 2023                              
[તસવીર સૌજન્ય : શ્રી શૈલેષ રાવલ, 25/1/2021]
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...767768769770...780790800...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved