Opinion Magazine
Number of visits: 9741462
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અ લેટર ટુ અ હિન્દુ’ – મહાત્મા ગાંધી અને ટોલ્સટોય

સોનલ પરીખ|Gandhiana|5 July 2024

એક વ્યાપારી કંપની ત્રીસ કરોડ લોકોના બનેલા રાષ્ટ્રને ગુલામ બનાવે છે તે શાના જોરે ? ભારતવાસીઆે, યાદ રાખો કે તમારા પર રાજ્ય કરતા થોડાક હજાર અંગ્રેજો તમારા જેવા જ સબળનિર્બળ માનવીઆે છે. બહારથી આવીને તેઆે તમને આટલા બધાને ગુલામ બનાવી જાય છે – તમે બહાદુર, બુદ્ધિશાળી, સમર્થ અને સ્વાતંત્ર્યપ્રેમી છો, તે છતાં. એવું નથી લાગતું કે અંગ્રેજોએ તમને ગુલામ બનાવ્યા છે તેમ કહેવા કરતાં તમે પોતાને તેમના ગુલામ બનવા દીધા છે તેમ કહેવું જોઈએ ?

— મહાત્મા ગાંધી

આપણામાંના મોટા ભાગનાએ મહાત્મા ગાંધી વિષે સાંભળ્યું છે ઘણું, વાંચ્યું છે એનાથી ઓછું, જાણ્યું છે એનાથી પણ ઓછું, સમજ્યા છે નહીં જેવું ને આચરણના નામે તો શૂન્ય જ છે. આજે સ્થિતિ એ છે કે તમામ પ્રકારના લેભાગુઓ ગાંધીજીના નામને વટાવી ખાવા સજ્જ છે અને ગણ્યાગાંઠયા સાચા ગાંધીજનો અડફેટે ચડે છે. આવું એટલા માટે થાય છે કે ગાંધીવિચાર અફાટ દરિયો છે. સામાન્ય માણસ ક્યારેક એના કિનારે જઈ થોડું ફરી લે છે, થોડાં છબછબિયાં કરી લે છે અને પછી પોતાની દુનિયામાં પાછો આવી જાય છે. એમાં ઊંડા ઊતરવાનો કે રોજિંદી જિંદગી સાથે એનો મેળ પાડવાનો વિચાર એ કરતો નથી.

માણસ તો દરેક કાળમાં માણસ જ છે: મર્યાદાઓથી બદ્ધ, નબળાઈઓથી ભરેલો, સંકુચિતતાઓથી ઘેરાયેલો ને નાના નાના સ્વાર્થથી પ્રેરાયેલો. ગાંધીજીના સમયમાં, એમના એકંદર પ્રભાવને લીધે લોકોમાં રહેલાં સારાં તત્ત્વોને બહાર આવવામાં વધુ અનુકૂળતા મળી. ગાંધીજી ગયા અને એ અસર ચાલી ગઈ. પણ એમનું જીવન, કાર્યો અને વિચારો અવગણી શકાય તેવાં નહોતાં એટલે એમની અસર ભૂંસવી પણ સહેલી ન બની. એનો એક ભાર, એક ગિલ્ટ પણ રહ્યાં અને એમાંથી એમના ટીકાકારોની એક જમાત ઊભી થઈ.

એવું નથી કે એમની ટીકા ન થાય. એમની દરેક વાતમાં આપણે સહમત ન પણ હોઈએ. પણ એથી એમની સમગ્રતાનો છેદ ઉડાડી દેવો એ યોગ્ય પણ નથી અને આપણા હિતમાં પણ નથી. વિવેકી ટીકા તંદુરસ્ત બૌદ્ધિક વિકાસની નિશાની છે. પણ ઉર્વીશ કોઠારીએ જે ત્રણ પ્રકારના ગાંધીજીના ટીકાકારો જણાવ્યા છે એમાંના એકેમાં આ વિવેક નથી. કેટલાકના વાંધા વાજબી હોય, પણ ઝનૂની અતિઉત્સાહ એમને સાવ અંતિમે પહોંચાડી દે. બીજા પ્રકારમાં ગોડસેપ્રેમીઓ, મુસ્લિમ-દ્વેષીઓ ને હિંદુ ધર્મની વિશાળતાને સમજ્યા વિના એને રાજકીય રંગ આપનારાઓ આવે. ત્રીજો પ્રકાર જ્યાંથી પણ – જે પણ અસત્ય, અર્ધસત્ય કે અધૂરું સત્ય મળે તેને ગટગટાવી જનારાઓનો છે.

આવા વાતાવરણમાં ને આવા લોકોની વચ્ચે ગાંધીજીની વાત કરવી એ પણ એક મુશ્કેલી છે. ગાંધીજી જબરા નીરક્ષીરવિવેકી હતા. જે ત્રણ મહાનુહાવોને ગાંધીજી પોતાના માર્ગદર્શક માનતા એમાંના એક શ્રીમદ્દ રાજચંદ્ર એમને મુંબઈની ઝવેરીબજારમાં મળી ગયા. બીજા રસ્કિન યુરોપના હતા અને ત્રીજા ટોલ્સટોય રશિયાના હતા. આજે વાત કરીએ ગાંધી-ટોલ્સટોય અનુબંધની. ગાંધીજીને અહિંસા અને શ્રમનિષ્ઠા મુખ્યત્વે એમની પાસેથી મળ્યાં. ‘હું કોઈના ખભા પર ચડી બેઠો છું, તેનું ગળું રૂંધી નાખું છું, તેને મારો ભાર ઉપાડવા મજબૂર કરું છું અને છતાં પોતાને અને બીજાઓને ખાતરી આપું છું કે હું તેની દુર્દશા માટે બહુ દુઃખી છું અને તેને આરામ મળે તે માટે તેના ખભા પરથી ઊતરવા સિવાયનું બધું કરી છૂટવા તૈયાર છું.’ શોષકોની વિચારસરણીને આબાદ વ્યક્ત કરતા આ શબ્દો ટોલ્સટોયના છે.

પણ ગાંધીજી અને ટોલ્સટોયનો સંપર્ક કેવી રીતે થયો? વાત રસ પડે એવી છે. ક્રાંતિકારી અને સ્કોલર તારકનાથ દાસે ટોલ્સટોયને બે પત્રો લખી ભારતની સ્વતંત્રતા માટે સમર્થન માગ્યું હતું. ૧૯૦૮ના અંતમાં ટોલ્સટોયે એનો જવાબ આપ્યો, જે ભારતના ‘ફ્રી પ્રેસ હિન્દુસ્તાન’માં ‘અ લેટર ટુ અ હિન્દુ’ શીર્ષકથી પ્રગટ થયો. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ એ પત્ર વાંચ્યો અને ટોલ્સટોયની પરવાનગી લઇ એનો ગુજરાતી અનુવાદ પોતાના ‘ઇન્ડિયન ઓપિનીયન’માં પ્રગટ કર્યો.

‘અ લેટર ટુ અ હિન્દુ’માં ટોલ્સટોયે લખ્યું હતું કે ભારતીયોને બ્રિટિશ સામ્રાજ્યમાંથી મુક્ત કરવાની ચાવી માત્ર પ્રેમના સિદ્ધાંતમાં છે. જગતના તમામ ધર્મોના પાયામાં આ પ્રેમનો સિદ્ધાંત રહેલો છે. જો વ્યક્તિ આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અહિંસાત્મક પ્રતિકાર એટલે કે વિરોધ, હડતાળ, અસહકાર કરે તો તે હિંસક ક્રાંતિનો વિકલ્પ બની શકે.

આ પરે પહેલા ગાંધીજી લગભગ 750 શબ્દોની પ્રસ્તાવના લખી હતી જે ગાંધીજીને સજવામાં ખૂબ ઉપયોગી છે. તેમણે લખેલું, ‘જો આપણે ભારતમાં અંગ્રેજો ન જોઈતા હોય તો તેને માટે મૂલ્ય ચૂકવવું પડશે. ટૉલ્સ્ટૉય કહે છે, દુષ્ટ તત્ત્વોનો પ્રતિકાર ન કરો, પણ તેમનામાં સામેલ પણ ન થાઓ – ક્રૂર નીતિઓ, અન્યાય, જુલમી કરવેરા, શોષક અદાલત અને તેમના સૈન્યમાં આપણે સામેલ ન થયાં હોત તો તેઓ આપણને ગુલામ બનાવી શક્ત નહીં.’ અને ‘એક વ્યાપારી કંપની ત્રીસ કરોડ લોકોના નેળ રાષ્ટ્રને ગુલામ બનાવે છે તે શાના જોરે? ભારતવાસીઓ, યાદ રાખો કે તમારાં પર રાજ્ય કરતા થોડાક હજાર અંગ્રેજો તમારા જેવા જ સબળનિર્બળ માનવીઓ છે. બહારથી આવીને તેઓ તમને આટલા બધાને ગુલામ બનાવ્યા છે તેમ કહેવા કરતાં તમે પોતાને તેમના ગુલામ બનવા દીધા છે તેમ કહેવું જોઈએ’. ‘એ સ્વીકારવું પડશે કે આવું થયું છે. આપણે ગુલામ બન્યા છીએ કારણ કે પ્રેમનો સાચો મહિમા, આત્માની અસીમ શક્તિ ભુલાઈ ગઈ છે. પ્રેમ, જે આત્માનો ગુણ છે, તે શરીરના હિંસાના બાલ સામે ઢંકાઈ જાય છે ત્યારે મન દુષ્ટતાથી ઘેરાય છે, દુષ્ટતાથી દોરવાય છે અને દુષ્ટતાથી ભય પામે છે. ટૉલ્સ્ટૉયના વિચારોમાં નવું કઈં નથી. પણ તેમણે તે વિચારોને આજના સંદર્ભમાં એક નવી ઊર્જા રૂપે મૂકી આપ્યા છે. તેમનો તર્ક અકાટ્ય છે અને તેમણે જે કહ્યું છે તે જ આચર્યું છે તેથી તેમના વિચારોને હૃદય સ્વીકારે છે.’ ગાંધીજીના મનમાં ઊઠેલા આ વિચારો ટૉલ્સ્ટૉયના જ પુસ્તક ‘ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ વિધીન યુ’ના વાંચન પછી દૃઢ બન્યા અને તેના પાયા પર ગાંધીજી પોતાની આગવી રીતે ચલાવેલી લડત 1947માં સફળ થઈ.

‘હિન્દ સ્વરાજ’ની પ્રસ્તાવનમાં ગાંધીજી નોંધ્યું છે કે તેમણે રસ્કિનની ત્રણ અને ટૉલ્સ્ટૉયની છ ચોપડીઓ વાંચી હતી. ગાંધીજીને પશ્ચિમના વિરોધી માનનારાઓએ જાણવા જેવું છે કે એન્ટની પરલના ‘ગાંધી એન્ડ ટૉલ્સ્ટૉય’ પુસ્તકમાં ગાંધી-ટૉલ્સ્ટૉયના સંબંધને સાંસ્કૃતિક, ભૌગોલિક અને રાજકીય સીમાડાઓને ઓળંગી ગયેલો વર્ણવ્યો છે અને કહ્યું છે, ‘ધેર ઈઝ અ વોર્નિંગ હિયર ટુ ઑલ ધોઝ હું થિંક ધેટ ધેર કેન બી નો સિગ્નિફિકન્ટ મિટિંગ ઑફ માઈન્ડસ બિટવિન ઇન્ડિયા એન્ડ ધ વેસ્ટ.’

શ્રીમદ્દ, રસ્કિન, ગાંધીજી અને ટૉલ્સ્ટૉયમાં એક બાબત સમાન હતી. ઝવેરાતનો ધંધો હોવા છતાં શ્રીમદ્દ સંપત્તિ વિષે અનાસક્ત હતા. રસ્કિને વડવાઓની સંપત્તિનો મોટો હિસ્સો પોતે સ્થાપેલી ‘ગિલ્ડ’માં આપેલો. ગાંધીજી પણ પોતાના આદર્શ પાછળ સંપત્તિનું વિસર્જન કર્યું હતું. ગાંધીજી અને ટૉલ્સ્ટૉય બંનેએ પોતાના આદર્શો પ્રમાણેનું જીવન પોતાની પત્ની પણ જીવે એવો આગ્રહ રાખ્યો હતો. સાઠ વર્ષના સહવાસ પછી ટૉલ્સ્ટૉયનું લગ્નજીવન ભાંગી પડ્યું હતું. કદાચ તેનાથી ત્રાસીને જ તેમણે જૈફ વયે ગૃહત્યાગ કર્યો હતો અને એકલવાઈ અવસ્થામાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ગાંધીજીના કિસ્સામાં કસ્તૂરબાએ ગાંધી સાથેના જેલવાસ દરમ્યાન તેમના ખોળામાં જ છેલ્લા શ્વાસ લીધા હતા. શ્રીમદ્દ પત્ની હોવા છતાં અનાસક્તિમુક્ત હતા અને રસ્કિનનું લગ્નજીવન સુખી ન હતું.

1910માં ટૉલ્સ્ટૉયનું મૃત્યુ થયું. છેવટ સુધી ગંધીજી સાથે તેમનો પત્રવ્યવહાર અને તે દ્વારા વિચારવિનિમય ચાલુ જ હતો. ગાંધીજી ટોલ્સ્ટોયનાં લખાણોમાંથી પોતાના વિચારોને પુષ્ટ કરે તેવી સામગ્રી મેળવતા એ ટૉલ્સ્ટૉય દૂર રહ્યા રહ્યા પોતાના નૉન-વાયોલન્સ અને નૉન-રેઝિસ્ટન્સના વિચારોને આ તરવરિયા હિન્દુ યુવાન દ્વારા અમલમાં મુકાતા આનંદપૂર્વક જોતા. ‘હિન્દ સ્વરાજ’ની નકલ ગાંધીજીએ ટૉલ્સ્ટૉયને મોકલી હતી. તે વાંચીને તેમણે લખ્યું હતું, ‘તમે ચર્ચએલો સત્યાગ્રહ ભારતને માટે જ નહીં, તમામ માનવજાતને મતે અગત્યનો છે. સત્યાગ્રહ એ શુદ્ધ પ્રેમ સિવાય કશું નથી. મૌસહીઓના આત્માને એકત્ર કરી જોડવાનો પ્રયાસ તે જ પ્રેમ. તે પ્રેમ જ માનવજીવનને દોરવાનો એકમાત્ર કાયદો છે. જૂઠા શિક્ષણમાં ન ફસાયેલો હોય તેઓ દરેક માણસ પોતાના અંતરમાં આ પ્રતીતિ પામે છે.

ટૉલ્સ્ટૉય પાસેથી ગાંધીજીએ શરીરશ્રમના વિચારને પણ ઝીલ્યો હતો. બંને માનતા કે જીવનનો સમગ્ર અર્થ માનવજાતની સેવા છે, પ્રસન્નતા સાચી ત્યારે જ બને જ્યારે જીવન સેવા માટે સમર્પિત થાય અને જીવનનો હેતુ માણસ પોતાની જાતની બહાર અને પોતાના અંગત સુખોને પાર શોધે.

ટૉલ્સટૉય પાસેથી ગાંધીજીએ શરીરશ્રમના વિચારને પણ ઝીલ્યો હતો. બંને માનતા કે જીવનનો સમગ્ર અર્થ માનવજાતની સેવા છે, પ્રસન્ન્તા સાચી ત્યારે જ બને જ્યારે જીવન સેવા માટે સમર્પિત થાય અને જીવનનો હેતુ માણસ પોતાની જાતની બહાર અને પોતાના અંગત સુખોને પાર શોધે. ગાંધીજી કહેતા, “સાદગી, સારપ ને સત્ય વિના મહાનતા સંભવતી નથી.”

ગાંધીનિર્વાણ દિને તેમના આ સાદા સૂત્રને તેના મહાન અર્થમાં સમજીએ તો ?

As the Bible says ‘that sometimes good cometh out of evil,’ so also I think that good will come out of the death of Mr Gandhi. It will release people from bondage to a superman. It will make them think for themselves and it will compel them to stand on their own merits.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 જાન્યુઆરી  2024

Loading

आपातकाल: घोषित बनाम अघोषित

राम पुनियानी|Opinion - Opinion|5 July 2024

राम पुनियानी

लोकसभा अध्यक्ष ओम बिरला तरह-तरह के विवादों के घेरे में रहे हैं. हाल में लोकसभा अध्यक्ष बतौर अपने दूसरे कार्यकाल में पदभार ग्रहण करने के तुरंत बाद उन्होंने आपातकाल के विरुद्ध एक प्रस्ताव प्रस्तुत किया. आपातकाल तत्कालीन प्रधानमंत्री इंदिरा गाँधी द्वारा 1975 में लगाया गया था. इसकी पृष्ठभूमि में था जयप्रकाश नारायण (जेपी) के नेतृत्व में चल रहा संपूर्ण क्रांति आन्दोलन.

गुजरात में कुछ विद्यार्थियों ने अपनी हॉस्टल के मेस के बिल में बढ़ोत्तरी के खिलाफ आन्दोलन शुरू किया. जल्दी ही बिहार के विद्यार्थी भी इसमें शामिल हो गए. आन्दोलन गति पकड़ता गया और विद्यार्थियों ने जेपी से राष्ट्रीय स्तर पर आन्दोलन का नेतृत्व सम्हलने का अनुरोध किया. जेपी ने विधानसभाओं और संसद के घेराव का आव्हान किया. दिल्ली के रामलीला मैदान में 15 जून 1975 को आयोजित एक विशाल रैली में जेपी ने पुलिस और सेना का आव्हान किया कि वो सरकार के आदेश न माने. इंदिरा गाँधी के निर्वाचन को चुनौती दी गयी और इलाहाबाद उच्च न्यायलय ने बहुत मामूली आधारों पर उसे रद्द कर दिया. उच्चतम न्यायालय ने 24 जून 1975 को इस आदेश पर रोक लगा दी.

देश के बिगड़ते हालात हो देखते हुए इंदिरा गाँधी ने 25 जून 1975 को संविधान के अनुच्छेद 352 के अंतर्गत देश में आपातकाल लगा दिया. आपातकाल 21 महीने तक लागू रहा और श्रीमती गाँधी ने स्वयं उसे ख़त्म किया. यवतमाल में 24 जनवरी 1978 को एक सभा में बोलते हुए इंदिरा गाँधी ने आपातकाल में हुई ज्यादतियों के लिए खेद व्यक्त किया. राहुल गाँधी भी उस दौरान हुई ज्यादतियों के लिए माफ़ी मांग चुके हैं. आपातकाल के दौरान विपक्षी नेताओं को गिरफ्तार किया गया था. लालू प्रसाद यादव आपातकाल की संपूर्ण अवधि में जेल में थे. एक पत्रकार के साथ लिखे गया उनका एक लेख द इंडियन एक्सप्रेस में 29 जून 2024 को प्रकाशित हुआ है. “द संघ साइलेंस ऑन इमरजेंसी” शीर्षक इस लेख में उन्होंने कहा कि यद्यपि विपक्षी नेताओं को गिरफ्तार किया गया था मगर इंदिरा गाँधी ने उनके साथ गरिमापूर्ण व्यवहार किया. भाजपा कई सालों से 25 जून को काले दिवस के रूप में मनाती आ रही है.

आपातकाल के दौरान एक महत्वपूर्ण परिवर्तन यह आया कि स्वाधीनता संग्राम के एक शीर्ष सेनानी जयप्रकाश नारायण ने आरएसएस को अपने आन्दोलन का हिस्सा बना लिया. आरएसएस के नानाजी देशमुख, जिन्हें भाजपा सरकार ने हाल में भारत रत्न से नवाज़ा है, आन्दोलन के केन्द्रीय संगठक बन गए. इससे आरएसएस, जिसका सूरज संघ के पूर्व प्रचारक गोडसे के हाथों राष्ट्रपिता की हत्या के बाद से अस्त हो गया था, को सम्मान मिला. कुछ लोगों ने जब जेपी से कहा कि आरएसएस एक फ़ासिस्ट संगठन है तो शायद अपने भोलेपन के चलते या किसी अन्य कारण से उन्होंने जवाब दिया कि अगर आरएसएस फ़ासिस्ट है तो मैं भी फ़ासिस्ट हूँ.

जेपी का पुलिस व सेना से सरकार के आदेश न मानने का आव्हान बहुत खतरनाक था. इसके बाद आन्दोलन ने और जोर पकड़ लिया और संसद व विधानसभाओं के घेराव होने लगे. आरएसएस ने संपूर्ण क्रांति आन्दोलन में महत्वपूर्ण भूमिका अदा की जिसके कारण जनता में उसकी स्वीकार्यता बढ़ी. मगर जब आपातकाल लगने के बाद उसके सदस्यों की गिरफ्तारियों शुरू हुईं तो वे सरकार के सामने झुकने लगे. कई ने माफीनामों पर दस्तखत कर जेल से रिहाई हासिल की.

भाजपा अपने आप को आपातकाल के प्रतिरोध का नायक सिद्ध करना चाहती हैं. इस मामले में सच क्या है यह जानेमाने पत्रकार प्रभाष जोशी ने ‘तहलका’ पत्रिका में प्रकाशित अपने लेख में बताया था. उन्होंने लिखा था, “उस समय के आरएसएस मुखिया बालासाहेब देवरस ने इंदिरा गाँधी को पत्र लिखकर संजय गाँधी के कुख्यात 20 सूत्रीय कार्यक्रम के कार्यान्वयन में सहायता करने का आश्वासन दिया था. यह है आरएसएस का असली चरित्र. आप उसके व्यवहार में एक पैटर्न देख सकते हैं. आरएसएस और जनसंघ के कई कार्यकर्ता माफ़ीनामा देकर जेलों से बाहर आये. केवल उनके कुछ नेता जेलों में बने रहे – अटल बिहारी वाजपेयी (जो अधिकांश समय अस्पताल में रहे), एलके अडवाणी और अरुण जेटली. आरएसएस ने आपातकाल के खिलाफ कोई लड़ाई लड़ी हो, ऐसा बिलकुल नहीं है. ऐसे में भाजपा आपातकाल के प्रतिरोध के केंद्र में खुद को क्यों रखना चाहती है, यह समझना मुश्किल है.” देवरस के इंदिरा गाँधी को लिखे पत्र एक पुस्तक “हिन्दू संगठन और सत्तावादी राजनीति” में प्रकाशित हैं. यह पुस्तक उन्होंने स्वयं लिखी थी और इसे जागृति प्रकाशन, नॉएडा ने प्रकाशित किया था. उस समय आईबी के उप प्रमुख वी. राजेश्वर ने भी पत्र लिखे जाने की पुष्टि की थी.

प्रेस सेंसरशिप, जबरिया नसबंदी और झुग्गियों का ढहाना जाना उस अवधि का दर्दनाक घटनाक्रम था.

पिछले दस सालों से हम क्या देख रहे हैं? सार्वजनिक सरोकार रखने वाले बुद्धिजीवियों की गिरफ्तारियां हो रही हैं, पत्रकारों और शांतिपूर्ण प्रदर्शनों में भाग लेने वालों को जेलों में डाला जा रहा है, मुख्यधारा का मीडिया सत्ताधारी सरकार के आगे नतमस्तक है और सरकार की नीतियों के विरोधियों को राष्ट्रद्रोही बताया जा रहा है. हमने यह भी देखा कि 146 सांसदों को लोकसभा से निलंबित कर दिया गया. पिछले दस सालों में जो कुछ हुआ है, उसमें सत्ताधारी दल और उसके पितामह आरएसएस के प्यादों के भूमिका रही है. पिछला एक दशक घोषित आपातकाल से भी बुरा था. यही कारण है कि 1975 के आपातकाल की कट्टर आलोचक नयनतारा सहगल ने पिछले एक दशक को “अघोषित आपातकाल” बताया है. वे लिखती हैं, “इसमें कोई संदेह नहीं कि यहाँ अघोषित आपातकाल लागू है. हमने अभिव्यक्ति की आज़ादी पर बड़े पैमाने पर हमले देखे हैं. हमने देखा है निर्दोष और असहाय भारतीयों को मरते हुए केवल इसलिए क्योंकि वे आरएसएस के भारत में फिट नहीं बैठते….कुल मिलकर यह भयावह स्थिति है, यह एक दुस्वप्न है, जो आपातकाल से भी बुरा है….हालात इतने भयावह हैं कि उनकी तुलना किसी और दौर से नहीं की जा सकती.”

यहाँ तक कि भाजपा के वरिष्ठ नेता लालकृष्णा अडवाणी ने भी पिछले एक दशक को अघोषित आपातकाल बताया था. “आज देश में अघोषित आपातकाल है, वरिष्ठ भाजपा नेता लालकृष्ण अडवाणी ने सरकार के गठन के बाद ऐसा इशारा किया था. मगर फिर आरएसएस के दबाव में उन्होंने चुप्पी साध ली…”. जब हम 1975 के आपातकाल की बात करते हैं तो हमें उस अघोषित आपातकाल पर भी आत्मचिंतन करना चाहिए जो भारत में पिछले दस सालों से लागू है.

दया याचिकाएं और माफीनामे पेश करना हिन्दू दक्षिणपंथियों की पुरानी आदत है. सावरकर ने अंडमान जेल में रहते हुए पांच दया याचिकाएं प्रस्तुत की थीं. अटलबिहारी वाजपेयी ने सन 1942 में अपनी गिरफ़्तारी के बाद, इसी तरह का पत्र लिख कर रिहाई हासिल की थी. उन्होंने लिखा था कि उनका भारत छोडो आन्दोलन से कोई लेनादेना नहीं है. इसी तरह, आपातकाल में बालासाहेब देवरस ने इंदिरा गाँधी को दो पत्र लिखकर समर्थन की पेशकश की थी. उन्होंने विनोबा भावे से कहा था कि वे इंदिरा गाँधी से कह कर आरएसएस पर प्रतिबन्ध समाप्त करवाएं. अरुण जेटली ने आपातकाल की तुलना हिटलर के शासन से की थी. यह सच है कि फ़ासिस्ट ताकतें सडकों पर लड़ने वाले अपने प्यादों की फ़ौज खड़ी करते हैं. पिछले एक दशक में, जर्मनी में ब्राउन शर्ट्स की तरह, भारत में भी लड़ाकों के कई समूह खड़े हुए हैं.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

ધર્મને નામે મરી જવું ભારતમાં સૌથી સસ્તું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 July 2024

રવીન્દ્ર પારેખ

હા, હાથરસમાં 121 માણસો ભોલે બાબાના સત્સંગમાં ગયેલા તે બેફામ થયેલી ભીડમાં દબાઈ, દટાઈને માટીમાં મળી ગયા. વધારે મળ્યા હોય તો ય નવાઈ નહીં, આ તો સરકારી આંકડો છે. એમાં સ્ત્રીઓની અને બાળકોની સંખ્યા વધુ છે. આમ તો પોલીસ તેમને શોધી રહી છે, પણ બાબા તો સામે નથી આવ્યા, તેમનું નિવેદન સામે આવ્યું છે. નાસભાગના 24 કલાક પછી બાબા બોલ્યા કે હું સત્સંગમાંથી નીકળ્યો, પછી દુર્ઘટના સર્જાઈ છે. એમણે એમ પણ કહ્યું કે આ નાસભાગ અસામાજિક તત્ત્વોએ મચાવી છે ને હું એ લોકો સામે કાનૂની કાર્યવાહી કરીશ. આમાં અસામાજિક તત્ત્વ ક્યાં તે તો નથી ખબર, કારણ ત્યાં તો આયોજકો ને શ્રદ્ધાળુઓ જ હતા. એમાં બાબા કોને અસામાજિક તત્ત્વ ગણે છે તે તેઓ જાણે, પણ હકીકત એ છે કે સિકંદરરૌ પોલીસ સ્ટેશનનાં ફૂલરાઈ ગામમાં સત્સંગનું આયોજન કરનાર બાબાના સૈનિકો પર જ આરોપ છે કે એમણે જ ભક્તો, બાબા સુધી ન પહોંચે એ માટે ધક્કામુક્કી શરૂ કરી ને લોકો એકબીજા પર એવા પડ્યા કે ફરી ઊભા ન થઈ શક્યા.

બાર વાગે શરૂ થયેલો સત્સંગ બપોરે બેની આસપાસ પત્યો અને ભોલે બાબા નીકળતા હતા ત્યારે કેટલાક ભક્તો તેમની ચરણરજ લેવાના થયા, તે દોડ્યા બાબા તરફ ને બાબાના સૈનિકોએ તેમને લાકડી વડે ખદેડવાની જોરદાર કોશિશ કરી. એમાં એવી ધમાચકડી થઈ કે બાબાને તો વાંધો ન આવ્યો, પણ ભક્તો પર ભક્તો, નાળામાં, પાણી ભરેલાં ખેતરોમાં પડ્યા. ખેતર નીચું હતું ને કાદવ પણ હતો એટલે લાશોની થપ્પી લાગી ગઈ. મોંમાં, નાકમાં કાદવ ઘૂસી જવાને કારણે ગૂંગળામણ થઈ અને ઠેર ઠેર લાશો ખડકાઈ ગઈ. બાળકો કચડાયાં. સ્ત્રીઓ પરથી ભક્તો પસાર થતા રહ્યા. આ ધમાલમાં બાબા તો ગયા, પણ તેમનું લશ્કર પણ તેમની સાથે જ રવાના થઈ ગયું ને ભક્તો ભગવાન ભરોસે, ભગવાનને હવાલે થતા રહ્યા. એમાંને એમાં ભક્તો ઘટતા ગયા ને લાશો વધતી ગઈ.

ચંપલ ઉઠાવવા ઝૂકેલી દીકરી પરથી ભીડ કચડતી, છૂંદતી ધસમસી ગઈ. લાશોનો ઢગલો જોતાં એક સૈનિક એવો ગભરાયો કે હાર્ટ એટેક આવ્યો ને તેનું મૃત્યુ થઈ ગયું. પોતાનું માણસ શોધતી એ લાચાર આંખોની પીડા તો કલ્પવાની જ રહે છે. હોસ્પિટલને તો ખબર ન હોય કે 121 માણસો લાશ થઈ ગયાં છે એટલે એ તો લાશનાં પોસ્ટમોર્ટમ કે ઘાયલોની સારવાર માટે તૈયાર ન જ હોય ને ડોકટરોને કૈં પીર આવે છે કે હોસ્પિટલમાં હાજર રહે? એ તો એમની રીતે જ કામ કરતા હોય, એટલે હોસ્પિટલમાં તો ક્યાંથી હોય? કોઈ બચી ગયું તો તેનું નસીબ ને પતી ગયું તો તે પણ તેનું તકદીર એ હિસાબ અહીં પણ રહ્યો.

આમ તો ખાતર પર દિવેલ થતું આવ્યું છે, તેમ આમાં ય થશે, પણ 121 લોકો તો અથડાઇ, કૂટાઈ, ભચડાઈ, કચડાઈ ગયા છે ને તે કદી પાછા ફરવાના નથી. આવું થાય છે ત્યારે કેટલાંક કામ રાબેતા મુજબ ને ફટાફટ થવા લાગે છે. જેમ કે સીટની રચના થઈ જાય છે. ઊહાપોહ વધારે થાય તો સી.બી.આઈ. પણ મોડી વહેલી જોડાય છે. નક્કી થયેલા ભાવ મુજબ મૃતકને બે લાખનો ચેક અને ઘાયલને 50 હજાર પણ જાહેર થઈ જાય છે. મરવામાં મોડું વહેલું થાય, પણ મદદમાં મોડું થતું નથી એટલું સારું છે. તપાસના રિપોર્ટ પણ આવવા લાગે છે.

એટલું છે કે આયોજકોએ 80,000 લોકો આવવાના છે એવી માહિતી આપીને પ્રશાસન પાસેથી પરમિશન લીધેલી, પણ ભક્તો હાથરસ, એટા સહિત રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ જેવામાંથી પણ અઢી લાખની સંખ્યામાં ઊમટી પડ્યા. એમને કાબૂ કરવા કોઈ વ્યવસ્થા ન હતી. પોલીસો ઓછા હતા ને દુર્ઘટના પછી લાશોને પોસ્ટમોર્ટમ માટે કે ઘાયલોને હોસ્પિટલે કે હાથરસનાં ટ્રોમા સેન્ટર પર લઈ જવા સાધનો ટાંચા જ હતાં. કેટલા ય જીવો સમયસર સારવાર ન મળવાને કારણે ગયા. દુર્ઘટના પછી પોલીસે મુખ્ય સેવકો, આયોજકો સામે કેસ કર્યો છે, પણ એફ.આઇ.આર.માં ભોલે બાબા ઊર્ફે નારાયણ સાકાર વિશ્વ હરિનું નામ નથી, તે કદાચ હરિ સ્વયંભૂ હોવાને કારણે હશે. હરિ પર કોઈ કેસ નથી, પણ 24 વર્ષ પહેલાં દત્તક લીધેલી મૃત બાળકીને જાદુઈ વિદ્યાથી સજીવન કરવાને મામલે બાબાની ધરપકડ થયેલી એ ખરું. આ ઉપરાંત યૌન શોષણ સહિતના પાંચેક કેસ પણ બાબા પર થયેલા છે.

બાબા સિગારેટ, શરાબ, શબાબના પણ શોખીન છે. એવા સમાચાર એમના જ આશ્રમવાસી રણજિતસિંહે ફોડ્યા છે કે બાબાના આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ રહે છે ને બાબા તેમની પાસે અનુચિત કામો પણ કરાવે છે. પોલીસ આશ્રમ તરફ આવતી જણાય તો બાબા પાછલે બારણેથી છોકરીઓને ભગાડી મૂકે છે. બાબાનાં કરતૂતોથી તેમની પત્ની પણ વાકેફ છે. આવા બાબાનો સત્સંગ, કુસંગ જ પુરવાર થાય, પણ ભક્તો તો તેમને કૃષ્ણ ભગવાન ગણે છે ને તેમણે જ આ દુનિયા સર્જી છે એવું માને છે. હવે જે ઢોંગીને જ ઈશ્વર ગણે છે એની તો દયા પણ શું ખાવી?

એ તો ઠીક, અગાઉ પણ બાબાએ કોરોના કાળમાં 50 વ્યક્તિઓ આવવાની છે એમ કહીને ફરૂખાબાદમાં 50,000ની ભીડ એકઠી કરેલી અને એને કોરોનાની ભેટ આપેલી. આ જાણવા છતાં 80,000 લોકો સત્સંગમાં આવવાના છે એવું કહીને પરમિશન માંગવામાં આવી, ત્યારે આયોજકો પાસેથી બાંહેધરી લેવાની જરૂર હતી કે લોકો વધી પડે તો વૈકલ્પિક વ્યવસ્થા શી હશે? તે સાથે જ અગાઉના અનુભવને ધ્યાને લઈને પ્રશાસને પણ અરાજકતા ન ફેલાય તેવી વ્યવસ્થા, અગમચેતી વાપરીને કરવાની જરૂર હતી, પણ એવું થયું નહીં ને 121 લોકોના જીવ ગયા. એટલું છે કે અગાઉની ઘટના પરથી આયોજકો કે સત્તાધીશો કોઈ બોધપાઠ લેવાઈ ન જાય એની ભારે કાળજી રાખતા હોય છે. આવી જ બીજી ઘટના બનશે ત્યારે પણ આ બધાં આટલાં જ નવાં થઈને સામે આવશે એવી ખાતરી સહેજે રાખી શકાય.

આમ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત મુખ્ય સચિવ મનોજકુમાર સિંહ, ડી.જી.પી., કેબિનેટ મંત્રી ચૌધરી વગેરે ઘટના સ્થળે પહોંચીને ઘાયલોની ખબર કાઢી આવ્યા છે, એ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વિપક્ષી નેતા રાહુલ ગાંધી .. વગેરેએ પણ રેડીમેડ સંવેદનાઓ પાઠવી દીધી છે. સંસદમાં પણ હાથરસને મામલે દુ:ખ વ્યક્ત કરી દેવાયું છે. ક્યાં ય કૈં કહેવાપણું રહ્યું નથી. હવે પછી પણ આવી કોઈ ઘટના થશે તો ઓછામાં ઓછું પ્રશાસન આટલું અને એટલું જ કરશે એની ખાતરી રાખી શકાય, કારણ કે આ કૈં પહેલી ઘટના નથી.

અનેક ધાર્મિક મેળાવડાઓમાં ધારણા કરતાં ભીડ વધારે જ થાય છે અને તેને લગતી વ્યવસ્થાઓ પૂરતી હોતી જ નથી. તે એટલે હશે કે ભીડમાં મરનારાઓ ગરીબ વર્ગના હોય છે ને એ કોઈ પ્રતિકાર કરી શકે એમ નથી કે કોઈ કાનૂની કાર્યવાહી કરી શકે એવા સક્ષમ નથી? ટૂંકમાં, લોકોને ભગવાન ભરોસે જ છોડી દેવાય છે. એ પણ દુ:ખદ છે કે આવા સત્સંગમાં આવનારા શ્રદ્ધાળુઓને એટલો ઉપદેશ આપી નથી શકાતો કે ભીડ કે આફતમાં સ્વસ્થતા જાળવીને કેમ ટકી જવું કે નથી તો ભક્તો સત્સંગમાંથી એટલું શીખતા કે ભીડમાં ધસી જઈને અરાજકતા સર્જવાને બદલે થોડી ધીરજ ધરીને આફતને કેમ અટકાવવી? ભક્તો ભીડથી કેમ બચવું તેને બદલે કથા કે સત્સંગમાં કેમ ધસી જવું તે જાણે છે ને કૈં થાય તો દુર્ઘટનાનો ભોગ પણ એ જ બનતા જ હોય છે. આ ભીડ પાછી એવી શ્રદ્ધાળુ હોય છે કે તે કોઈ પણ બાવા કે સાધુ કે બાપુ કે ગુરુને પગે પડવા કે દર્શનનો લાભ લેવા એવી રઘવાઈ થઈ જાય છે કે કોઈ પણ આફત એને મન નાની હોય છે ને એવાં દર્શન કે વંદન માટે કોઈ પણ આફત એ આપોઆપ જ સર્જી શકે છે.

આસ્થાનો વાંધો નથી, પણ પ્રશ્ન વિવેકનો છે ને એનો ભારોભાર અભાવ આયોજકોને અને શ્રદ્ધાળુઓને પક્ષે જોવા મળે છે. દરેક વખતે સરકારનો કે આયોજકોનો વાંક કાઢવાનો અર્થ નથી, મોટે ભાગે ભીડ વકરે છે કોઈ અફવાથી કે ધક્કામુક્કીથી. ઉતાવળ બધાંને જ હોય છે ને એ અરાજક્તાનું મુખ્ય કારણ બને છે. આ રોકી શકાય તો ઘણાંને અકાળ મોત તરફ ધકેલાતાં રોકી શકાય, પણ કમનસીબે એવું થતું નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં જ દેશમાં જુદાં જુદાં ધાર્મિક સ્થળોએ ત્રણેક હજાર લોકોનાં નાસભાગમાં કરપીણ મોત થયાં છે. આ એવાં મોત છે, જે રોકી શકાયાં હોત, પણ તે નથી થયું ને પછી સ્થિતિ એવી આવે છે કે આંસુ પણ જિંદગીભર રોકી શકાતાં નથી ને એને જોનારું પણ કોઈ હોતું નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જુલાઈ 2024

Loading

...102030...678679680681...690700710...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved