કાવ્યકૂકીઝ
0
ગરીબ મોટે ભાગે તો
ગરીબીનું જ રડતો હોય છે,
પણ હંમેશ એવું નથી.
ઘણાં ગરીબીમાં પણ સુખી હોય છે.
ગરીબો પાસે પૈસા હોતા નથી
પણ પૈસા નથી તેથી તો તે ગરીબ છે.
જો કે, તેનું કામ નીકળી જાય છે
કામ એટલે નીકળી જાય છે કારણ,
તેને કૈં બહુ જોઈતું હોતું નથી.
તેને ઓટલો જોઈએ છે
તે ન મળે તો ફૂટપાથ તો મળે જ છે.
તેને રોટલો જોઈએ છે, એ ખરું,
પણ કોઈ કૂતરું ન ખાય તો
તે પણ તેને મળી રહે છે.
મળે છે એટલે કે
તે ભગવાનની કરીબ છે.
અહીં હોય ત્યારે
ને ઉપર જાય ત્યારે પણ !
મંદિર બંધ થાય પછી
ભગવાન પાસે કોઈ હોતું નથી,
ગરીબ જ હોય છે
મંદિરને પગથિયે.
ગરીબ હસે છે
કે કૂતરું ભસે છે
તે વચ્ચે ઝાઝો ફરક હોતો નથી
ઘણાં કૈં નથી ખાતાં ત્યારે પણ
ગરીબની દયા તો ખાતાં જ હોય છે
જો કે, દયા કરતાં તો ગરીબ
વધારે જ ખાય છે.
હવે ગરીબોની સ્થિતિ સુધરી છે
તે મફતનું ખાતો થયો છે
તેને વર્ષોથી અનાજ મળે છે
કામ મળે કે ન મળે,
અનાજ મળે છે
બાપ જન્મારે બેન્ક જોઈ ન હતી,
પણ ગરીબ હવે
બેન્કનાં પગથિયાં ચડતો થયો છે.
તેનાં ઝીરો બેલન્સથી ખાતાં ખૂલે છે,
પછી રકમ જમા થતી રહે છે
ને ભૂખ બાદ થતી રહે છે
ગરીબ સુખી એ રીતે છે કે
તે અમીર થઈ શકતો નથી.
કોઈ ગમે એટલું આપે તો પણ
તેનાં સુધી પહોંચતાંમાં તો
બેલન્સ ઝીરો થઈ જ જાય છે …
એ બેલેન્સ તેને
ગરીબી રેખાની નીચે રાખે છે …
ગરીબી રેખા દેખાતી નથી,
પણ જ્યાં ગરીબો છે,
શિરોરેખાની જેમ ગરીબી રેખા
કપાળે ચોંટી જ જાય છે.
જે ગરીબી રેખાની નીચે છે
તેને કોઈ સ્પર્શતું નથી
ને તે પણ કોઈને સ્પર્શવા
રાજી નથી હોતો
ગરીબે આમ તો
કૈં કરવાનું હોતું નથી,
તેને માટે તો બીજા જ કરતાં હોય છે
તેણે જીવનભર
એક જ કામ કરવાનું છે ને તે
ગરીબી રેખાની નીચે રહેવાનું.
ભૂલેચૂકે જો તે ગરીબી રેખાની ઉપર ગયો
તો તેને કોઈ બચાવી શકતું નથી
તે ભગવાન ભરોસે રહે તો પણ
ભગવાન તેને ભરોસે રહેતો નથી
ને પોતાનો રસ્તો કરી જ લે છે..
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


ગુજરાતીમાં કહેવત છે, “દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સિવે” એવી જ નવી કહેવત “લેખકનો જીવ શ્વાસે ત્યાં સુધી લખે” કહેવતને સાર્થક કરતા હોય તેમ લેખક વલ્લભ નાંઢાએ પોતાની આઠ દાયકાની સાહિત્યિક સફરમાં, પાગલ, કોનાવા, ઝંખના, વધામણી, શિમોન, પરી કયા ચીજ હૈ, લટિશિયા અને આયેશા જેવા આઠ વાર્તાસંગ્રહ; કાળજે કોતરાયેલી પીડા, પ્રીતમ આન મિલો, જોબનના ઝેર, અને ગુલામ જેવી ચાર નવલકથા; બે કિનારા, દરિયાપારનું દૃષ્ટિબિંદુ જેવા સાહિત્યિક સંગ્રહ; પ્રાર્થના મંજરી, ધર્માત્મા ધર્મવીર અને રમણભાઈ પટેલની કેટલીક વાર્તાઓ જેવા ત્રણ સંપાદન કર્યા છે. હાલમાં પંચાસી વરસની ઉંમરે પોતાની આત્મકથા ‘ત્રિખન્ડત્રિવેણી’ લખી,



મારો ગાંધીના જીવન અને કાર્ય વિશેનો અભિગમ સંત તરીકે ચિત્રિત કરવાના ખ્યાલ પર આધારિત નથી, કે નથી સમાલોચનાથી મુક્ત. તેમના વારસાનું સમાલોચના યુક્ત અને વિશ્લેષણાત્મક વિવરણ કર્યું છે, જે મારા મતે વધુ ઉપયોગી છે. સંત ચરિત્રના ખ્યાલ પર આધારિત કે સમાલોચનાથી મુક્ત દૃષ્ટિકોણ ખાસ ઉપયોગી નથી હોતો કેમ કે તેનાથી ગાંધીજીના સંદેશમાં જે લોકોને દિલચસ્પી છે તેઓ તેમના ચારિત્ર્ય અને વ્યક્તિત્વને પારખી ન શકે. ગાંધીજી આખર એક માનવી હતા, તેમના વિચારોમાં ઘણી જટિલતા હતી, કેટલાક વિરોધાભાસો હતા, શંકાસ્પદ અને ભૂલભરેલા ખ્યાલો પણ હતા. પરંતુ આઈન્સ્ટાઈન અને બીજા અનેક મહાનુભાવોએ પીછાણ્યા છે તેમ, તેઓ એક અસાધારણ નૈતિક અને માનવીય દૃષ્ટિકોણ ધરાવનારા માનવી હતા. તેમનામાં ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવા સકારાત્મક નેતૃત્વની શક્તિ હતી. અનેક રીતે તેઓ આપણે જે ગ્રહ પર વસીએ છીએ તેને વધુ માનવીય, ન્યાયી, સંવાદી અને પરસ્પરને સહાયક બનાવી શકવાના માર્ગ ચીંધે છે. મને લાગે છે કે 21મી સદીમાં જે કટોકટી ભરી સમસ્યાઓનો સામનો આપણે કરી રહ્યા છીએ, તેમાં એમનું પ્રદાન અત્યંત અગત્યનું છે. ગાંધીના વારસા અંગે અભ્યાસ કરવો, સાંપ્રત સમસ્યાઓને હલ કરવા જે પાસાંઓ ફાળો આપી શકે તેવા છે તેનો સાર કાઢીને તેનો પ્રચાર અને પ્રસાર કરવો એ ઘણું મહત્ત્વનું છે.