Opinion Magazine
Number of visits: 9457251
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—235

Opinion - Opinion|17 February 2024

ગવર્નરના બંગલાની બાજુમાં આવેલા 

મહેલ જેવા લવજી કાસલની મુલાકાત                      

હિન્દુસ્તાનનું સૌથી વધુ બહુરંગી અને ભાતીગળ શહેર કયું? જવાબ : બોમ્બે કહેતાં મુંબઈ. ના, આ હું નથી કહેતો. લગભગ ૨૦૦ વરસ પહેલાં મિસિસ પોસ્ટાન્સ લખી ગયાં છે. એટલે આજે તેમની આંગળી પકડીને મળીએ મુંબઈને મુંબઈ બનાવનારા કેટલાક લોકોને.

મુંબઈમાં જે ‘ભાત ભાત કે લોગ’ જોવા મળે છે તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે પારસીઓ. અહીંના મોટા ભાગના હિંદુ, જૈન વગેરે લોકો ખાનપાન અને રહેણીકરણીમાં પોતાની પરંપરા જાળવવાના આગ્રહી, એટલે પરદેશીઓને, ખાસ કરીને ગોરાઓને, માન આપે, પણ દૂરથી. તેમને પોતાને ઘરે બોલાવવાનું તો કદાચ વિચારે પણ નહિ. પણ પારસીઓને એવો કશો છોછ નહિ. પોતાની આગવી, અલાયદી, ઓળખાણ જાળવી રાખીને બીજા લોકો સાથે કઈ રીતે હળીમળી જવું એ પારસીઓ બરાબર જાણે. તેમની બીજી પણ એક ખાસિયત : ઘણા પારસીઓ ખાસ્સા ધનવાન. પણ પોતાના પૈસાનો દેખાડો કોઈ પારસી ભાગ્યે જ કરે. ઘરમાં જાહોજલાલી હોય, પણ ઠાવકાઈપૂર્વક તેનો દેખાડો ન કરે.

પરળ રોડ ૧૮૭૦

ઘણા વખતથી કોઈ પારસીના ઘરે જવાની ઇચ્છા. એટલે હોરમસજી બમનજીએ જ્યારે તેમને ઘરે જવાનું નોતરું આપ્યું ત્યારે મેં તે તરત જ સ્વીકારી લીધું. હોરમસજી રહે ‘લવજી કાસલ’ નામના મહેલ જેવા મકાનમાં. અને એ મકાન આવેલું પરળમાં, મુંબઈના ગવર્નરના બંગલાની નજીક. તેમનું સરનામું જ કહી દે કે આ કુટુંબ કેટલું સમૃદ્ધ હશે. હોરમસજીના બપાવા અને આ કુટુંબના વડવા લવજી નસરવાનજી વાડિયા મૂળ સુરતના. ૧૭૦૨માં જન્મ, ૧૭૭૪માં બેહસ્તનશીન. સુરતના એક જહાજવાડામાં વહાણો બાંધતા મજૂરોના મુકાદમ તરીકે કામ કરે. પણ નસીબ તેમને મુંબઈ લઈ આવ્યું. કંપની સરકાર માટે હિન્દુસ્તાનનો પહેલવહેલો જહાજવાડો તેમણે મુંબઈમાં બાંધ્યો. તેમણે અને તેમના પોરિયાઓએ બાંધેલાં લાકડાનાં વહાણો દેશદેશાવરની ખેપ ખેડતાં. ગ્રેટ બ્રિટનનાં લડાયક વહાણોના કાફલામાં પણ તેમણે બાંધેલાં વહાણો. પછી તો તેમનાં સંતાનો અને તેમનાં સંતાનો જૂદા જૂદા વેપાર-ધંધા કરતા થયા. આખા મુંબઈ ઈલાકાના સૌથી વધુ ધનવાન બે-પાંચ કુટુંબોમાં આ વાડિયા કુટુંબનો સમાવેશ.

લવજી કાસલના વિશાળ દરવાજામાંથી અમે દાખલ થયા. ભોંયતળિયે વિશાળ હોલ હતો. તેમાંથી એક દાદર ઉપરના ડ્રોઈંગ રૂમ તરફ જતો હતો. તેનાં લાકડાનાં પગથિયાં મોટાં અને પહોળાં હતાં. બંને બાજુએ કોતરણીવાળી જાળી હતી. પગથિયાંને  કિરમજી રંગના મખમલથી જડી દીધાં હતાં. દિવાનખાનામાં તો જ્યાં નજર નાખો ત્યાં સુરુચિપૂર્ણ સમૃદ્ધિ નજરે ચડતી હતી. ખૂબ જ મોટા, સગવડભર્યા કોચ દિવાલો પાસે ગોઠવ્યા હતા. વચમાં વચમાં ખૂબ જ શણગારેલા બાજૂઠ મૂક્યા હતા. એ બધા બારીક ભરતકામવાળા દમાસ્કસના રેશમી કાપડથી મઢેલા હતા. દિવાલોને જૂદાં જૂદાં ચિત્રોથી શણગારી હતી. બધાં ચિત્રોની ફ્રેમ સોનેરી રંગે રંગેલી અને બારીક નકશીકામવાળી હતી. કુદરતી દૃશ્યોનાં ચિત્રો સાથે ગોઠવેલાં બીજાં કેટલાંક ચિત્રો તરફ મારું ધ્યાન તરત ગયું. તેમાં લોર્ડ નેલ્સન અને સર ચાર્લ્સ ફોર્બ્સનાં આદમકદ તૈલચિત્રો હતાં. દિવાનખાનાની બે સામસામેની ભીંતોમાં વચ્ચે વચ્ચે મોટી બારીઓ હતી. રંગબેરંગી કાચના કપચી કામથી મઢેલી આ બારીઓમાંથી ચળાઈને બહારનું અજવાળું અંદર આવતું હતું અને આખા ખંડના વાતાવરણને કોઈક અનેરી સુંદરતા બક્ષતું હતું. દિવાનખાનાની છત પર પણ બહુરંગી વેલબુટ્ટાનું ચિતરામણ કરેલું હતું. છત પરથી લટકતાં સુશોભિત ઝુમ્મરોમાં નોકરોએ મલોખાંના દીવા પ્રગટાવ્યા હતા. તેનું ન વધારે, ન ઓછું, એવું અજવાળું આખા ખંડને કોઈક અનેરું રૂપ આપતું હતું. આ બધું જોતાં જ ખાતરી થતી હતી કે અહીં જેટલી સમૃદ્ધિ હતી, તેટલી જ સુરુચિ પણ હતી.

૧૯મી સદીની પારસી છોકરી – ચિત્રકાર એમ.વી. ધુરંધર 

અમને દાખલ થતા જોઈને હોરમસજી તેમની સિંહાસન જેવી ખુરસીમાંથી ચપળતાથી ઊભા થયા અને અમારું સ્વાગત કર્યું. ત્યાર બાદ ત્યાં હાજર રહેલા દરેક કુટુંબી સાથે અમારી ઓળખાણ કરાવી. તેમાં આઠેક વરસની ઉંમરની એક પરી જેવી છોકરીને તો હું જોતી જ રહી. તેણે પારસી પરંપરા પ્રમાણેનો ખૂબ સુંદર પોશાક પહેર્યો હતો. જો કે આપણી (અંગ્રેજોની) નજરે જોતાં એ પોશાક આવડી અમથી છોકરી માટે બહુ ભારેખમ લાગે. પણ એ છોકરીને તેનાથી કશી અગવડ પડતી હોય તેમ લાગ્યું નહિ. ઘેરા જાંબલી રંગનો સાટીનનો લેંઘો. પગમાં સોનાનાં કડાં. ધોળા બાસ્તા જેવા રેશમી કાપડનું ખમીસ. તેના ગળા પરની રેશમી દોરી પર વાળેલી ગાંઠ પર ચમકતું મોટું માણેકનું નંગ. ડોકમાં તો જુદા જુદા રંગના મણિની ચાર-પાંચ માળા. વાળ ખાસ્સા ભરાવદાર, પણ ભરતકામવાળી ટોપીથી ઢંકાયેલા.

છોકરીના ભાઈઓ પણ ગોરા અને દેખાવડા. હોશિયાર પણ ખરા. નવી શરૂ થયેલી ‘કોલેજ-સ્કૂલ’માં ભણતા હતા. બહુ સહેલાઈથી અંગ્રેજી બોલી શકતા હતા. તેમના ભણવા વિષે થોડી વાત કરી, તો બધાએ બહુ ઉત્સાહ અને ચપળતાથી જવાબ આપ્યા. બધા છોકરાઓએ સાદું, સુતરાઉ અંગરખું પહેર્યું હતું. માથે સફેદ પારસી ટોપી. એટલે આમ જુઓ તો પોશાક સાદો. પણ કાંડા પર પહેરેલ મોંઘા રત્નો જડેલા સોનાના કડાથી તેમના કુટુંબનાં સમૃદ્ધિ અને મોભો જણાઈ આવતાં હતાં. દરેક છોકરાએ ડાબા કાનમાં પહેરેલા લટકણીઆમાં જડેલ મોટા લાલ માણેક પણ કુટુંબની સમૃદ્ધિની ચાડી ખાતા હતા.

પારસી સ્ત્રી-પુરુષ, ૧૯મી સદી

પરદેશી મહેમાનો સાથે વિનય-વિવેકથી વાતો કરવામાં હોરમસજી પાવરધા હતા. કારણ બહોળા વેપારને કારણે તેમને ઘણા અંગ્રેજો સાથે ઘરોબો હતો. તેમણે પોતાના ચીન સાથેના બહોળા વેપારની અને સર ચાર્લ્સ ફોર્બ્સ અને તેની કંપની સાથેના ગાઢ સંબંધની વાતો બહુ સહજતાથી, કશી આપવડાઈ કર્યા વગાર કરી. તેમનું પોતાનું ‘લવજી ફેમિલી’ નામનું વહાણ ચીનના આંટાફેરા કરી કેવી તો મોંઘી અને ઉપયોગી જણસો લાવે અને લઈ જાય છે તેની તેમણે વાતો કરી. તેમણે એમ પણ કહ્યું કે કંપની સરકાર વેપારી વહાણોને જેવી સલામતી પૂરી પાડે છે તેવી ન પાડતી હોત તો આટલો બહોળો વેપાર અમે કરી શકતા ન હોત.

અહીનાં કેટલાંક છાપાં તેમને મળતા વાણીસ્વાતંત્ર્યનો દુરુપયોગ કરે છે તે અંગે તેમણે ખેદ વ્યક્ત કર્યો. તેમાં ય ખાસ કરીને ‘ચાબૂક’ જે આડેધડ રીતે ટીકાઓ કરે છે તે માટે તેમણે ખાસ ખેદ વ્યક્ત કર્યો. (નોંધ : નવરોજી દોરાબજી ચાનદારૂ નામના પારસી પત્રકારે ૧૮૩૦માં ‘મુંબઈનાં વરતમાન’ નામનું ગુજરાતી અઠવાડિક શરૂ કરેલું. ૧૮૩૩માં તેનું નામ બદલીને ‘મુમબઈનાં ચાબુક’ કર્યું. યલો જર્નાલિઝમ કરનારું આ પહેલું ગુજરાતી છાપું. એ વખતનાં બીજાં બધાં છાપાંની સતત ખોટેખોટી આકરી ટીકા કરે. અને છાશવારે અંગ્રેજ સરકારની અને તેના અધિકારીઓની પણ કૂથલી કરે. છેવટે બદનક્ષીના એક કેસમાં ‘ચાબૂક’ સપડાયું, હાર્યું. કોર્ટે કરેલ મોટી રકમનો દંડ ભરતાં તંત્રી પૈસેટકે ખુવાર થઈ ગયા. છતાં ૧૮૭૨ સુધી તે છાપું પ્રગટ થતું રહ્યું. – દી.મ.)

હોરમસજીએ નવી શરૂ થયેલી ‘જુનિયર કોલેજ સ્કૂલ’નાં વખાણ કર્યાં ત્યારે મેં ઘણી નમ્રનતાઈથી પૂછ્યું: ‘તો પછી તમારી દીકરીને ત્યાં ભણવા મોકલવામાં શો વાંધો છે?’ સહેજ પણ વિચાર કરવા થોભ્યા વિના, બહુ સ્પષ્ટ રીતે તેમણે ચોખવટ કરી: ‘છોકરીઓ ભણવા માટે જાય એવો ટાઈમ હજી નથી આવ્યો. પણ આજે જે સુધારાનો પવન ચારે બાજુ વાઈ રહ્યો છે એ જોતાં એ દિવસ બહુ દૂર નથી કે જ્યારે છોકરીઓ પણ ભણવા માટે સ્કૂલમાં જતી થશે. પછી તેમણે કહ્યું કે એકંદરે જોતાં પારસી સ્ત્રીઓ પ્રમાણમાં મુક્ત વાતાવરણમાં રહે છે. ઘરકામ ઉપરાંત ભરત-ગૂંથણ, સીવણ કામ, સંગીત, વગેરે પ્રવૃત્તિઓમાં તેમનો વખત પસાર થાય છે. હા, પરદેશીઓ સાથે આ સ્ત્રીઓને ભળવા દેવાતી નથી. પણ સગાંવહાલાં અને બહેનપણીઓ સાથે તેઓ આનંદમાં દિવસો ગુજારે છે. અને જેમ જેમ વિલાયતના વિચારો અને રહેણીકરણી આ દેશમાં ફેલાતાં જશે તેમ તેમ સ્ત્રીઓને વધુ ને વધુ છૂટ મળતી જશે એમ પણ તેમનું માનવું હતું.

પારસી લગ્નવિધિ 

પારસીઓના કાયદા પ્રમાણે કોઈ પુરુષ એક પત્ની હયાત હોય ત્યાં સુધી બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકતો નથી. પણ હોરમસજી તેમાં અપવાદરૂપ છે. પહેલી પત્ની હયાત હોવા છતાં તેમણે બીજાં લગ્ન કર્યાં છે. શરૂઆતમાં આ બીજાં લગ્નનો ઉગ્ર વિરોધ થયો હતો. પણ પછી તેમની સંપત્તિ, વેપારધંધામાંની સફળતા, અને સામાજિક મોભાને કારણે ધીમે ધીમે એ વિરોધ લગભગ શમી ગયો. એક તો પહેલું લગ્ન બાળપણમાં થયેલું, અને એ સિન્ડ્રેલા જેવી એ સ્ત્રી કોઈ રીતે હોરમસજીને લાયક નહોતી. એટલે હોરમસજીએ તેમનાં મમ્માને જ બીજી સ્ત્રી શોધવા અરજ ગુજારી. હવે એ બીજી પત્નીએ હોરમસજીનું ઘર ઉજાળ્યું છે. 

થોડી વાર પછી અમે હોરમસજીની વિદાય માંગી. તેમણે ઈશારો કરતાં જ એક નોકર મોટો ચાંદીનો થાળ લઈને હાજર થયો. થાળમાં રંગબેરંગી ફૂલના ગુલદસ્તા બહુ આકર્ષક રીતે ગોઠવ્યા હતા. મને એ ગુલદસ્તા ધરતાં હોરમસજીએ કહ્યું કે અમારામાં મોંઘેરા મહેમાનને વિદાય આપતી વખતે આ રીતે ફૂલો ધરવાનો ચાલ છે. જો કે મને તો ખબર હતી જ કે દરેક સારા પ્રસંગે પારસીઓ ફૂલોનો ઉપયોગ છુટ્ટે હાથે કરે છે. એટલે મને આ ગુલદસ્તા જોઈ નવાઈ ન લાગી. વરસગાંઠ કે લગ્ન જેવા સારા પ્રસંગે ફૂલોથી ભરેલા થાળ લઈને નોકરો ઊભા હોય, અને દરેક મહેમાનને યજમાન પોતે કે તેના કુટુંબી નમનતાઈથી ફૂલ ધરે જે મહેમાન અહેસાનમંદ રીતે પોતાની પાઘડીમાં ખોસે. જતી વખતે દરવાજા આગળ દરેક મહેમાન પર ગુલાબજળનો છંટકાવ કરવામાં આવે.

દી.મ. તરફથી થોડું ઉમેરણ: 

રતનજી વાચ્છાના ‘મુંબઈનો બહાર’ પુસ્તકને આધારે ‘લવજી કાસલ’ વિષે થોડી વધારે વાત. આ ઈમારત હોરમસજીએ પોતે ઈ.સ. ૧૭૯૩માં બંધાવી હતી. આ મહેલ જેવા બંગલાનું નામ તો ‘શીટોરી બાગ’ હતું, પણ લોકો તેને ‘લવજી કાસલ’ તરીકે ઓળખતા. તેની ખ્યાતિ મુંબઈ બહાર પણ એવી પ્રસરેલી કે બીજે ગામથી મુંબઈ આવનારા લોકો એ બંગલો જોવા – અલબત્ત બહારથી – ખાસ ત્યાં જતા. પરેલમાં આવેલા ગવર્નરના બંગલા અને ‘લાલ બાગ’ જેટલી જ ખ્યાતિ આ ‘લવજી કાસલ’ની પણ હતી. એ જમાનામાં મરાઠી લાવણી ગાનારી અને નાચનારીઓ ખાસ ‘લવજી કાસલની લાવણી’ ગાતી જે ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેની પહેલી બે પંક્તિ :

મુંબઈ શહેર ગુલઝાર, ઉસી મેં માહિમ-પરળ કા જંગલા,

દરમિયાને ખૂબ જોર હવા, હોરમસજી સેઠ કા બંગલા.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 ફેબ્રુઆરી 2024)

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ” -સારસંક્ષેપ : 

સુમન શાહ|Opinion - Literature|17 February 2024

પ્રકરણ – ૧૦   

વિશ્વની ૧૦ સર્વથા ઉત્તમ નવલકથાઓમાં “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”-ને કદીપણ ભૂલી શકાશે નહીં.

એના જગવિખ્યાત લેખકનું નામ છે, ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ, ૧૯૨૭-૨૦૧૪.

સ્પૅનિશમાં લખાયેલી આ નવલનું ૧૯૬૭-માં બુએનો ઍરિસથી પહેલવહેલું પ્રકાશન થયું ત્યારથી અને ૧૯૭૦-માં થયેલા અંગ્રેજી અનુવાદ પછી દુનિયાની ૪૯ ભાષાઓમાં એના અનુવાદ થયા છે, ૫૦ મિલિયન નકલો વેચાઈ છે. ૧૯૮૨-માં માર્ક્વેઝને નોબેલ અપાયું છે. એના મહિમાની વાતો અપાર છે, હાલ અટકું.

મને ગમતી થોડીક નવલોમાં આ નવલ અગ્ર સ્થાને છે. એ વિશે મેં એકથી વધારે વાર વ્યાખ્યાન કર્યાં છે. મને થયું કે ગુજરાતીમાં એનો અનુવાદ કરું, પણ પરમિશનના કેટલાક પ્રશ્નો અતિ કઠિન હોય છે. એટલે, મન મનાવ્યું કે કંઇ નહીં તો, ભાવાનુવાદની રીતેભાતે અને ક્યારેક કિંચિત્ ટિપ્પણી સાથે, સાર તો આપું.

દરેક પ્રકરણનો સાર આપીશ પણ એક એક કરીને. નથી કહી શકતો કે કેટલી નિયમિતતા જાળવી શકીશ, પણ પ્રયન્ત જરૂર કરીશ.

સૌ મિત્રોને જોડાવા નિમન્ત્રણ છે. આ નવલ વાંચવી માણવી અને એમ એની સાથે જોડાવું એ જીવનનો લ્હાવો છે…

== આ નવલનાં ૯ પ્રકરણનો સારસંક્ષેપ થોડાક મહિના પહેલાં રજૂ કરેલો. આ ૧૦–મું પ્રકરણ છે. ==

અનેક વર્ષો પછી, મૃત્યુશૈયા પર ઓરેલિયાનો સેગુન્દોને જૂનની એ ભીની બપોર યાદ આવી જ્યારે એ પોતાના પહેલા પુત્રને મળવા બેડરૂમમાં ગયેલો. છોકરો સુસ્ત અને રડમસ દેખાતો’તો, બ્વેન્દ્યા પરિવારની કોઈ મોખરાશ પણ હતી નહીં, તેમછતાં, એનું નામ પાડવા ખાસ વિચારવાની એને જરૂરત નહીં લાગેલી.

“આપણે એને જોસે આર્કાડિયો કહીશું,” તેણે કહ્યું.

જે સુંદર સ્ત્રી સાથે તેણે ગયા વર્ષે લગ્ન કરેલાં એ ફર્નાન્ડા દેલ કાર્પિઓને નામ ગમેલું,  

પણ ઉર્સુલા અસમંજસમાં પડી ગયેલી. પરિવારના દીર્ઘકાલીન ઇતિહાસમાં, આવાં ને આવાં નામોનું પુનરાવર્તન થયા કરેલું એથી ઉર્સુલા પાસે કેટલાંક ચૉક્કસ તારણો હતાં, એ કે – બધા ઓરેલિયાનો અન્તરમુખી હતા પણ મનના ચોખ્ખા હતા – બધા હોસે આર્કાદિયો આવેશી અને સાહિસિક હતા પણ દુ:ખદ નિશાની સાથે જનમેલા. ઉર્સુલા હોસે આર્કાદિયો સેગુન્દો અને ઓરેલિયાનો સેગુન્દોને, એ બે નમૂનાઓને, કોઈ એક વર્ગમાં મૂકી શકેલી નહીં.

સાન્તા સોફિયા દે લા પિયેદાદ એ બન્નેને જુદા પાડી શકતી નહીં કેમ કે બન્ને જણા એકદમ સરખા દેખાતા’તા, તોફાની પણ એવા જ હતા. એમના બાપ્તિસ્માના દિવસે અમરન્તાએ એમને એમનાં હતાં એ નામોનાં બ્રેસલેટ પ્હૅરાવી દીધેલાં. 

પણ શાળાએ જવા લાગ્યા ત્યારે બન્ને જણાએ કપડાં અને બ્રેસલેટની એકબીજા સાથે અદલાબદલી કરી નાખેલી, એટલું જ નહીં, એકબીજાને વિરુદ્ધ નામોથી બોલાવવાનું નક્કી કરેલું. 

શિક્ષક, હોસે આર્કાદિયો સેગુન્દોને લીલા ખમીસથી ઓળખતો’તો, પણ ગૂંચવઇ જતો’તો કેમ કે બીજાએ ઓરેલિયાનો સેગુન્દોની બ્રેસલેટ પ્હૅરી હોય, અને બીજો ક્હૅતો હોય કે પોતાનું નામ ઓરેલિયાનો સેગુન્દો છે, પોતે સફેદ શર્ટમાં છે, ભલે બ્રેસલેટ હોસે આર્કાદિયો સેગુન્દોના નામની છે. પરન્તુ શિક્ષક ખાતરીથી કદી કહી શકેલો નહીં કે કોણ કોણ છે.

(ક્રમશ:)
(Feb 17, 24)
ઉર્સુલા અને બીજાં પાત્રો —
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

भारत-रत्नों की भरमार

कुमार प्रशांत|Opinion - Opinion|17 February 2024

कुमार प्रशांत

कहावत पुरानी है कि भगवान जब देता है तो छप्पर फाड़ कर देता है !  तो समझिए कि वैसे ही काल से देश गुजर रहा है. कहा जा रहा है कि यहां हर कुछ, हर ओर से छप्पड़ फाड़ कर बरस रहा है ! हम भी देख रहे हैं कि छप्पर हो कि न हो, बारिश खूब हो रही है. जुमलों की बारिश, आंकड़ों की बारिश, घोषणाओं की बारिश ! आत्म-प्रशंसा की बारिश तो बहाल किए दे रही है. बेचारे कबीर ने ऐसा ही कुछ देखा होगा तो यह उलटबांसी लिखी होगा : बरसे कंबल, भींगे पानी !

तो इस बारिश में अब तक पांच ‘रत्न’ भी बरस चुके हैं. तब से रोज सुबह अखबार इसलिए ही खोलता हूं कि देखूं कि आज कौन-सा ‘रत्न’ बरसा ? आज ही नहीं, मैं पहले से भी हैरान रहता था कि यदि हमारे देश में इतने रत्न हैं तो हम इतने दरिद्र व फूहड़ क्यों हैं ? इस वर्ष के रत्नों को छोड़ दें तो 48 रत्नों की खोज हमने पहले ही कर ली थी. अब ( याकि अब तक !) हो गए हैं 53 यानी अर्द्ध-शतक पूरा हो चुका है. लेकिन बल्लेबाज क्रीज पर है और चुनाव-टाइम पूरा होने से पहले कई ओवर बाकी भी हैं, तो मतलब कि हे गुणग्राहको, अपनी पोथी बंद मत करना अन्यथा नये ‘रत्नों’ से वंचित रह जाओगे.

महात्मा गांधी ने 150 साल पहले जब ‘हिंद-स्वराज्य’ नाम की किताब लिखी थी तब ‘भारत-रत्न’ का जन्म भी नहीं हुआ था. उस किताब में बड़ी टेढ़ी-मेढ़ी बातें उन्होंने लिखीं. वह तो उनका भाग्य ही मानता हूं कि जैसे उस समय ‘भारत-रत्न’ का जन्म नहीं हुआ था वैसे ही उस समय ‘यूएपीए’ का जन्म भी नहीं हुआ था, नहीं तो महाशय धरे भी जाते और धकियाए भी जाते ! ‘हिंद-स्वराज्य’ में महात्माजी ने संसदीय लोकतंत्र की कटु समीक्षा करते हुए प्रधानमंत्री नाम के अनोखे प्राणी की आंतरिक विपन्नता पर ऊंगली उठा दी और लिख दिया कि वह अपनी सत्ता का सौदा कई तरह से, कई स्तरों पर करता है जिनमें एक तरीका सम्मान बांटने का भी है. गुलाम खरीदने की प्रथा बंद हो गई तो बड़े लोगों को गुलाम बनाने के नये रास्ते खोजने पड़े. महात्माजी ने यह भी लिख दिया कि प्रधानमंत्री नाम का यह प्राणी देशभक्त होता है, उन्हें इस पर भी शक है. जो बेचारा सारा देश अपनी तर्जनी पर उठाए फिरता है ( माफ कीजिए, देश नहीं, अब वह संसार उठाए फिरता है ! ) उसके बारे में ऐसी शंका !! मुझे पक्का विश्वास है कि महात्माजी को यह सब लिखने-कहने की छूट कांग्रेस व जवाहरलाल नेहरू ने दे रखी थी वरना रत्नों की ऐसी बेइज्जती सनातनी देश भला बर्दाश्त करता क्या ! यह अकारण नहीं है कि यह सरकार कांग्रेस-मुक्त देश बनाने में जुटी है और  सफलता के करीब है. कांग्रेस-मुक्त हो गया देश तो महात्माजी तो साथ ही निबट जाएंगे. इसलिए ‘वे’ उनके बारे में कम ही बोलते हैं. बुद्धिमान को इशारा काफी होता है तो कई हैं ‘उनके’ लोग जो उनका इशारा समझ चुके हैं और अपना काम बखूबी कर रहे हैं.

आपको यह भी देखना चाहिए कि रत्नों की इस खोज में सरकार ने पार्टी का भेद भी नहीं किया है. सबको एक नजर से, एक ही तराजू पर तोला गया है. टके सेर भाजी, टके सेर खाजा! मैं यह भी देख रहा हूं कि जिन्हें काल के कूड़ेघर में फेंक दिया गया था, उन्हें भी जब वहां से निकाल कर झाड़ा-पोंछा गया तो इस मीडिया नाम के जमूरे को उनमें नई ही रोशनी व चमक दिखाई देने लगी. अब कोई पिछले सालों की सारी खाक छान कर मुझे बताए कि कर्पूरी ठाकुर की किस विशेषता का जिक्र किसने, कब किया और इस मीडिया ने कब उनकी चमक कबूल की ? अब तो कई दावेदार पैदा हो गए हैं कि जो कह रहे हैं कि कर्पूरी ठाकुर जैसे रत्न को ‘भारत-रत्न’ न मिलने के कारण वे सालों से सोये नहीं हैं. अब जा कर उन्हें नींद आएगी ! मुझे भी अच्छा लगता है जब कोई चैन की नींद सोता है. लेकिन कर्पूरी ठाकुर का क्या ? जैसे-जैसे लोग उनकी जैसी-जैसी प्रशंसा कर रहे हैं उससे उनकी नींद हराम हो गई हो तो हैरानी नहीं. अंग्रेजी अखबारों ने उनकी प्रशंसा में अब क्या-क्या नहीं लिखा जबकि उनके रत्न बनने से पहले इन अखबारों ने कभी उनकी सुध भी नहीं ली और कभी ली भी तो उनको बेसुध करने के लिए ही ली.

सुध लेने की बात निकली ही है तो मैं सोच रहा हूं कि 2014 में ग्रह-परिवर्तन के बाद से किसने लालकृष्ण आडवाणी की सुध ली. वे भारतीय जनता पार्टी के सौरमंडल के किस कोने में रहे अबतक, इसका पता उनमें से किसे है जो आज उनकी अक्षय-कीर्ति के गान गा रहे हैं ? वे गा भी रहे हैं और कनखी से देख भी रहे हैं कि यह गान कहीं मर्यादा के बाहर तो नहीं जा रहा है ? जिस इशारे से लालकृष्ण आडवाणी को ‘भारत-रत्न’ बनाया गया है, सबको पता है कि उस इशारे के इशारे से आगे नहीं निकलना है.

भारतीय राजनीति के शिखरपुरुषों में शायद ही कोई दूसरा होगा जिसे लालकृष्ण आडवाणी जैसी हतइज्जती झेलनी पड़ी होगी. असामान्य बेशर्मी से उन्हें सरेआम अपमानित करने का कोई अवसर चूका नहीं गया. आज वे और उनका परिवार कृतकृत्य हो कर उस अपमान का सौदा ‘भारत-रत्न’ से करने में जुटा है. यह ज्यादा दुखद इसलिए है कि आडवाणी-परिवार व जयंत सिंह परिवार के संस्कारों में अब कोई फर्क बचा ही नहीं है.

कर्पूरी ठाकुर हों कि लालकृष्ण आडवाणी कि चौधरी चरण सिंह कि नरसिम्हा राव कि स्वामीनाथन, कौन कहेगा कि ये सब विशिष्ट जन नहीं हैं ? लेकिन कोई नहीं कहेगा कि इनमें विशिष्टता थी तो क्या थी ? हमारी परंपरा में मृतकों के लिए सच बोलने का चलन नहीं है. यह भी सही है कि याद ही रखना हो तो शुभ को याद रखना चाहिए. फिर भी एक सवाल तो बचा रह जाता है कि कैसे फैसला करेंगे कि कौन किस श्रेणी का हकदार है ?

सरकार के पास नागरिक सम्मान की चार श्रेणियां है न ! क्या ये श्रेणियां व्यक्ति का कद नापने के इरादे से बनाई गई हैं ? नहीं, ‘पद्मश्री’ से ‘पद्मविभूषण’ तक की सारी श्रेणियों को आंकने का आधार इतना ही हो सकता है कि किसने, किस क्षेत्र में ऐसा काम किया कि जिसका उनके क्षेत्र पर गहरा असर पड़ा ? एक बड़ा डॉक्टर या इंजीनियर या प्रोफेसर पूरे समाज पर नहीं, अपनी विशेषज्ञता के किसी पहलू पर ही असर डालता है, तो वह ‘पद्मश्री’ से नवाजा जा सकता है. कोई इससे बड़े दायरे को प्रभावित करता है तो ‘पद्मभूषण’ और जो कई दायरों को प्रभावित करता है तो वह ‘पद्मविभूषण’ से नवाजा जा सकता है. अगर राज्य द्वारा सम्मान कोई राजनीतिक क्षुद्रता की चालबाजी नहीं है तो ऐसे तमाम सम्मान व्यक्ति के छोटे या बड़े होने का फैसला नहीं करते, भारतीय समाज पर उस व्यक्ति के असर का आकलन भर करते हैं. खिलाड़ी, अभिनेता, वैज्ञानिक जैसी हस्तियां अपने-अपने क्षेत्र में आला हो सकती हैं लेकिन संपूर्ण भारतीय समाज व उसकी मनीषा पर उनका ऐसा कोई असर नहीं हो सकता कि जो व्यापक रूप से हमारी सोच-समझ को प्रभावित करता हो. यह सब भूल कर जब राज्य किसी को इस्तेमाल करने की छुद्रता करता है तब सम्मान अपमान में बदल जाता है. गांधी जिस अर्थ में इन सम्मानों को सत्ता की चालबाजी कहते हैं, उसे गहराई से समझने की जरूरत है.

हमने राजनीतिक चालबाजी के लिए इन नागरिक सम्मानों को व्यक्ति की हैसियत से जोड़ दिया है. जहां यह हैसियत से जुड़ जाता है, वहाँ ऐसे सारे सम्मान खरीदे व बेचे ही जाते हैं क्योंकि ऐसे सौदों की हैसियत खास लोगों की ही होती है.

‘भारत-रत्न’ का सीधा मतलब है कि आप ऐसे किसी व्यक्ति की बात कर रहे हैं जिसने भूत-भविष्य व वर्तमान तीनों स्तरों पर भारतीय मनीषा पर अपनी अमिट छाप छोड़ी है. यह वक्ती उपलब्धि की बात नहीं है, जिस हद तक इस नश्वर संसार में किसी की अविनाशी कीर्ति हो सकती है, उसकी बात है. अगर इस कसौटी को मान लें हम तो हमारे 53 भारत-रत्नों में से 3 भी इस पर खरे नहीं उतरेंगे. कोई क्रिकेट खेलता हो कि कोई गाना गाता हो वह हमारे वक्त का प्रतिनिधि हो सकता है,  ‘भारत-रत्न’ नहीं हो सकता है. प्रधानमंत्री या राष्ट्रपति बन जाना ‘भारत-रत्न’ का अधिकारी हो जाना हर्गिज नहीं हो सकता है. लेकिन यही तो हो रहा है.

रत्नों का यह बंटवारा दरअसल किसी दूसरे को नहीं, दूसरे के बहाने खुद को महिमामंडित करने की चालाकी है. हमने अपने गणतंत्र को इसी नकल पर संयोजित किया तो राज्य-पुरस्कारों का चलन भी शुरू किया.   हम भीतर से जितने दरिद्र होते हैं, बाहरी अलंकरणों से उसे उतना ही छिपाने की कोशिश करते हैं. आज वही तमाशा चल रहा है. ‘भारत-रत्न’ इतना खोखला कभी नहीं हुआ था.

(16.02.2024)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...659660661662...670680690...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved