Opinion Magazine
Number of visits: 9457354
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારું વસિયત નામું !

વસુધા ઈનામદાર|Poetry|23 February 2024

મારું વસિયત નામું,

હું તો પુનર્જન્મમાં માનું !

જીવનનાં આ હિસાબકિતાબમાં,

ના મારી પાસે કોઈ, વસિયત નામું !

શ્વાસે શ્વાસે ઝીલી પ્રકૃતિને,

દેહ સમર્પિ, ભરું એનું તરભાણું,

પર્યાવરણનાં સોગંદ આપું,

અંતિમ મારી ઈચ્છા રાખું !

ચેહ દેવા આ દેહને,

ના ચંદન કે કોઈ કાષ્ઠ માંગુ !

ના કોઈ વૃક્ષને, કોઈ બહાને કાપું !

હું તો પુનર્જન્મમાં માનું,

જો પંખી બની અવતરું તો ?

મારો માળો ક્યાં હું બાંધું ?

બોસ્ટન 6-2-2024
e.mail : mdinamdar@hotmail.com

Loading

मोदी की मंदिर यात्राएं वि-उपनिवेशीकरण नहीं है

राम पुनियानी|Opinion - Opinion|23 February 2024

राम पुनियानी

हाल (22 जनवरी 2024) में अयोध्या के राममंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अत्यंत भव्य समारोह आयोजित किया गया. इसके साथ ही देश के अन्य हिस्सों, विशेषकर उत्तर भारत, में धार्मिकता के सामूहिक प्रदर्शन हुए. इस अवसर पर हमने देखा कि राजनैतिक सत्ता और धार्मिक सत्ता दोनों मानों प्रधानमंत्री नरेन्द्र मोदी में केन्द्रित हो गईं. अयोध्या के बाद मोदी ने अबू धाबी में एक बड़े मंदिर (श्री स्वामीनारायण) का उद्घाटन किया. इस अवसर पर भी जमकर जश्न मनाया गया और इसका खूब प्रचार-प्रसार हुआ. और अभी कुछ दिन पहले मोदी ने उत्तर प्रदेश में कल्कि धाम मंदिर का शिलान्यास किया.

मंदिरों से जुड़े इन उत्सवों की श्रृंखला से प्रभावित कई दक्षिणपंथी चिन्तक दावा कर रहे हैं कि मोदी पहले ऐसे राजनेता हैं जो किसी उत्तर-औपनिवेशिक समाज की संस्कृति का वि-उपनिवेशीकरण कर रहे हैं.

उपनिवेशवाद का दक्षिण एशिया पर क्या प्रभाव पड़ा? दक्षिण एशिया का समाज मूलतः सामंती था जहाँ जमींदार और राजा शासन करते थे और पुरोहित वर्ग उनके राज को उचित बताता था. ब्रिटेन दक्षिण एशिया के अधिकांश हिस्से, विशेषकर भारतीय उपमहाद्वीप, को अपना उपनिवेश बनाने में सफल रहा. अंग्रेजों का जोर यहाँ की संपत्ति को लूटने और भारत को इंग्लैंड में उत्पादित माल के लिए विशाल बाज़ार के रूप में इस्तेमाल करने पर था. इसके लिए उन्हें यहाँ एक औपनिवेशिक राज्य का ढांचा खड़ा पड़ा. उन्हें परिवहन और शिक्षा की सुविधाएँ विकसित करनी पडीं और आधुनिक प्रशासनिक व्यवस्था कायम करनी पड़ी. ब्रिटिश शासकों ने सती जैसी कुछ भयावह प्रथाओं के उन्मूलन का समर्थन किया मगर जहाँ तक बड़े सुधारों और सांस्कृतिक परिवर्तनों का प्रश्न है, उनके लिए जोतीराव फुले, सावित्रीबाई फुले, आंबेडकर और गाँधी जैसे लोगों ने को संघर्ष करना पड़ा.

किसी भी समाज की संस्कृति स्थाई नहीं होती. वह निरंतर परिवर्तनशील होती है. औपनिवेशिक शासनकाल में भी देश में कई तरह के सांस्कृतिक परिवर्तन हुए.

पश्चिम का अन्धानुकरण, इन सांस्कृतिक परिवर्तनों का एक छोटा भाग था. जो सबसे बड़ा परिवर्तन था वह था समानता पर आधारित समाज की ओर यात्रा की शुरुआत. इसके अलावा, भारत ने आधुनिक-औद्योगिक सामाजिक संस्कृति की ओर धीरे-धीरे कदम बढ़ाना शुरू किये. ये परिवर्तन मुस्लिम लीग, हिन्दू महासभा और आरएसएस जैसे दकियानूसी राजनैतिक संगठनों को पसंद नहीं थे. वे इन्हें पश्चिमी बताते थे. असल बात यह थी कि वे पददलित लोगों को समान दर्जा देने की ओर यात्रा के खिलाफ थे और ऐसे प्रयासों पर उन्होंने ‘पश्चिमी’ का लेबल चस्पा कर दिया.

इसी तरह, उन्होंने भारतीय संविधान, जो भारत की राजनैतिक संस्कृति का मूर्त रूप था, को ‘पश्चिमी मूल्यों’ पर आधारित बताया. हिन्दू दक्षिणपंथी विचारक हर उस विचारधारा के धुर विरोधी थे जो समानता की बात करती थी. वे ‘मनुस्मृति’ जैसी धार्मिक संहिताओं की शान में गीत गाते थे, जो जातिगत और लैंगिक ऊंचनीच की हामी थीं. यह दिलचस्प है कि जिन सामाजिक शक्तियां ने पश्चिम-विरोधी नैरेटिव का निर्माण किया, उनकी जडें सत्ता के सामंती ढांचे में थीं. इसके साथ ही वे औपनिवेशिक शासकों की सहयोगी थीं. दूसरी ओर, राष्ट्रीय आन्दोलन देश की संस्कृति को आकार दे रहा था और साथ ही औपनिवेशिक शासकों का विरोध भी कर रहा था.

इस सिलसिले में पश्चिम एशिया के ‘मुस्लिम ब्रदरहुड’ का उदाहरण प्रासंगिक है. वह भी प्रजातान्त्रिक मूल्यों और संस्कृति को पश्चिमी बताता है और इस्लाम के नाम पर सामाजिक असमानता और अधिनायकवादी नियम लादना चाहता है. भारत में भी हिन्दू दक्षिणपंथ समानता का विरोधी है और उसे पश्चिम से आयातित संकल्पना बताता है. भारतीय संविधान में निहित मूल्यों के विरोध को औपनिवेशिक संस्कृति के विरोध का जामा पहनाया जाता है और यह कहा जाता है कि इससे ‘भारतीय संस्कृति’ गौरवान्वित होती है.

दरअसल, जिसे औपनिवेशिक संस्कृति का विरोध कहा जाता है वह न्याय और बंधुत्व पर आधारित संस्कृति का विरोध है. जाति और लिंग से ऊपर उठकर सभी के लिए न्याय, उभरते हुए भारतीय प्रजातंत्र का लक्ष्य रहा है. इस प्रजातंत्र में बहुवाद और विविधता के लिए जगह है. अभी कुछ दशक पहले तक हम शान से कह सकते थे कि भारत की उत्तर-औपनिवेशिक यात्रा अन्य सभी पूर्व उपनिवेशों से बेहतर रही है. इसकी संस्कृति में निरंतरता और परिवर्तन दोनों के लिए स्थान था. गाँधी, नेहरु, सुभाष और मौलाना आजाद जैसे लोगों ने जिस जीवन पद्धति की हिमायत की वह भी प्रजातान्त्रिक मूल्यों को प्रतिबिंबित करती थी. वे देश की संस्कृति को प्रजातान्त्रिक मूल्यों के अनुरूप ढालना चाहते थे.

वर्तमान में मंदिर से जुड़े उत्सवों की जो श्रृंखला चल रही है उसके बारे में कहा जा रहा है कि यह
वि-उपनिवेशीकरण है! हमें यह भी बताया जा रहा है कि अबू धाबी में जिस मंदिर का उद्घाटन किया गया वह पश्चिम एशिया के ‘मुस्लिम देशों’ में पहला हिन्दू मंदिर है. तथ्य यह कि संयुक्त अरब अमीरात, मस्कट, बहरीन, ओमान आदि में पहली से कई मंदिर हैं. आर्थिक कारणों से भारतीय इन देशों में जाते रहे हैं और इसके साथ ही वहां मंदिर बनते रहे हैं. हमारे आसपास के मुस्लिम-बहुत देशों में भी ढेर सारे मंदिर हैं. बांग्लादेश का ढाकेश्वरी मंदिर काफी प्रसिद्ध है. पाकिस्तान में भी कई मंदिर हैं और लालकृष्ण अडवाणी ने पाकिस्तान जाकर नवीकृत कटासराज मंदिर का उद्घाटन किया था.

हिन्दू मंदिरों के निर्माण के लिए मोदी का महिमामंडन करना ठीक नहीं है. यह कहना एकदम गलत है कि भारत और अबू धाबी में मंदिरों का उद्घाटन कर मोदी के भारत के वि-उपनिवेशीकरण के प्रति अपनी प्रतिबद्धता दर्शाई है. भारत में औपनिवेशिक शासन के प्रभाव को समाप्त करने का काम आज़ादी के आन्दोलन ने किया था. राष्ट्रीय आन्दोलन के साथ प्रगतिशील सामाजिक कदम उठाए गए, प्रगतिशीत लेखन हुआ और प्रगतिशील थिएटर पनपा. स्वतंत्रता के पश्चात् यह प्रक्रिया जारी रही. नेहरु ने वैज्ञानिक समझ को बढ़ावा दिया तो आंबेडकर ने आधुनिक मूल्यों पर आधारित संविधान बनाया.

वैसे भी भारत कभी औपनिवेशिक संस्कृति में पूरी तरह नहीं डूबा नहीं था. आज भारत में धार्मिकता और दकियानूसीपन को बढ़ावा दिया जा रहा है. राजनीति ने धर्म का लबादा ओढ़ लिया है. हमारी संस्कृति को दकियानूसी और कट्टर मूल्यों से सबसे ज्यादा खतरा है. इसका एक मज़ेदार उदाहरण है विहिप द्वारा अदालत में सिंह अकबर और सिंहनी सीता को वन विभाग द्वारा एक साथ रखे जाने को अदालत में चुनौती देना!

जहाँ तक आभू धाबी का सवाल है, यूएई सहित पूरा पश्चिम एशिया इस्लामिक कट्टरतावाद से जनित दकियानूसी मूल्यों की जकड़ में है. इस इस्लामिक कट्टरतावाद को अमरीका ने प्रोत्साहन दिया क्योंकि वह उस क्षेत्र के कच्चे तेल के संसाधनों पर कब्ज़ा जमाना चाहता था. इसी उद्देश्य से अमरीका ने 1953 में ईरान की प्रजातान्त्रिक ढंग से निर्वाचित मोसादेग सरकार को अपदस्थ किया, जिसके बाद से वहां कट्टरपंथी सरकारें बनती गईं. बाद में अमरीका ने मुजाहिदीनों को प्रशिक्षण देने के लिए पाकिस्तान में मदरसे स्थापित करवाए. उसने अल कायदा को धन और हथियार उपलब्ध करवाए. अमरीका के हस्तक्षेप के कारण, पश्चिम एशिया की संस्कृति प्रतिगामी बन गयी. अबू धाबी में एक मंदिर के उद्घाटन से तेल की भूखी ताकतों द्वारा पश्चिम एशिया की संस्कृति को पहुंचाए गए नुकसान की भरपाई नहीं हो सकती.

मंदिर संस्कृति का एक हिस्सा होते हैं. केवल मंदिरों में आरती करने से संस्कृति नहीं बदलती.

21/02/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

અર્થતંત્રને લમણે બંદૂક મૂકીને રાજકીય સત્તા તેને નચાવે છે!

લેખક : રોબર્ટ સ્કિદેલસ્કી  [ભાવાનુવાદ : હેમન્તકુમાર શાહ]|Opinion - Opinion|22 February 2024

સત્તા અને અર્થશાસ્ત્ર : ભાગ – ૧

રોબર્ટ સ્કિદેલસ્કી

“મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓને આર્થિક ઘટનાઓને સમજાવવા માટે શોષણ અને સત્તા જેવા ખ્યાલો માત્ર નકામા જ લાગ્યા છે એવું નથી, પરંતુ તેમને આવા સંવેદનાત્મક શબ્દો વિશ્લેષણમાં દાખલ કરવામાં ચિંતા થાય છે.” એમ 2001ના નોબેલ ઈનામ વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લિટ્ઝ કહે છે.

કેવી રીતે સત્તા પ્રાપ્ત કરવામાં આવે છે, કેવી રીતે સત્તાનો ઉપયોગ થાય છે અને સત્તાની લોકસ્વીકૃતિ (legitimacy) શું છે એ રાજ્યશાસ્ત્રનો મુખ્ય વિષય છે. અર્થશાસ્ત્રમાં આ વિષયની ગેરહાજરી એકદમ સ્પષ્ટ છે. કમ-સે-કમ કહેવા પૂરતું પણ જેમાં દબાણ ન હોય તેવા સંબંધોનો અભ્યાસ તો અર્થશાસ્ત્ર કરે જ છે : જેમ કે, બજારમાં સ્વૈચ્છિક રીતે થતી સોદાબાજી. વાસ્તવિક રાજકીય જગત સત્તાના સંબંધો દ્વારા આકાર પામે છે અને વાસ્તવિક આર્થિક જગત સ્વૈચ્છિક કરારો દ્વારા આકાર પામે છે; ત્યારે શું રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જીવનનાં બે અલગ અલગ ક્ષેત્રો વિષે વાત કરે છે?

હેમન્તકુમાર શાહ

રાજકીય અર્થતંત્ર (political economy) એ બંનેને સાથે મૂકવાનો એક પરંપરાગત પ્રયાસ છે. પરંતુ એક વિદ્યાશાખા તરીકે માર્ક્સવાદ સાથે તે જોડાયો તેથી જે બિન-માર્ક્સવાદી અર્થઘટનો હતાં તે સત્તાના સંબંધો અને આર્થિક સંબંધો કેવી રીતે પરસ્પર જોડાયેલા છે તેને વિષે અસ્પષ્ટતા ધરાવતાં થઈ ગયાં. તેને પરિણામે રાજકીય અર્થતંત્રનો અભ્યાસ હાંસિયામાં ધકેલાઈ ગયો. રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, એ બંને વિદ્યાશાખાઓ તેમના અલગ અલગ રસ્તે ચાલે છે અને તેમની પોતાની ગુફાઓમાં રહે છે. એ બંનેની વચ્ચે જ જાહેર નીતિઓના મહત્ત્વના પ્રશ્નો ઊભા થતા હોય છે.

અર્થશાસ્ત્રીઓએ આર્થિક સંબંધોમાં સત્તા જે ભૂમિકા ભજવે છે તેને અવગણી છે. આ અવગણના ઈરાદાપૂર્વકની છે. અર્થતંત્રમાં સત્તા કેટલી હદ સુધી વ્યાપ્ત છે તે બાબતને અવગણીને મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓએ સત્તાનાં પ્રવર્તમાન માળખાંને અદૃશ્ય બનાવીને મજબૂત બનાવી દીધાં છે.

સત્તા વિષે વાત કરનાર કોઈ પણ વ્યક્તિ માટે સૌ પ્રથમ પડકાર એ છે કે તેનો અર્થ શો થાય છે તે કહેવું. એકદમ સીધા-સાદા શબ્દોમાં કહીએ તો સત્તા એટલે સજા કે ધમકી દ્વારા બીજાને પોતાની ઈચ્છાને તાબે કરવા તે. સત્તા (power) અને સત્તાધિકાર (authority) બંને એક જ નથી. જો કે, એ બંને ખ્યાલો એકબીજાના પર્યાય બને છે ખરા. સત્તાધિકાર એટલે સ્વીકૃત ચારિત્ર્ય, દિમાગ, અનુભવ અથવા હોદ્દાની ઉચ્ચતા મારફતે પ્રસ્થાપિત થાય તે. તેમાં માન્ય અધિકાર આવે છે કે જેનો સ્વીકાર થાય છે. જો કે, ડોક્ટરની પાસે સત્તાધિકાર છે પણ સત્તા નથી. બધી સત્તા કંઈ ગેરકાનૂની (illegitimate) હોતી નથી. તે કાનૂની હોઈ શકે છે તે એ અર્થમાં કે હુકમો કરવાનો કોઈકનો અધિકાર અને તેમનું પાલન કરવાની બીજાની ફરજ એ સામાન્ય રીતે સ્વીકૃત બાબત છે. જો કે, તે કદી પણ સંપૂર્ણતયા કાનૂની હોતી નથી. તેમાં સત્તા જેની પાસે છે તેની ઈચ્છાઓ સામેનો વાસ્તવિક કે સંભવિત એવો કોઈક પ્રકારનો પ્રતિકાર હોઈ શકે છે, કે જેને રોકવો પડે અથવા તો તેને અતિક્રમી જવો પડે. બધા જ સત્તાધિકારને સત્તાથી અલગ પણ પાડી શકાય નહિ. આપણે સત્તાની ઉપરવટ હોય અથવા અલગ હોય એવા કોઈક મહિમાવંત કાનૂન(majesty of law)ની વાત કરી રહ્યા છીએ. પરંતુ આપણે ‘ધનવાનો માટે એક કાયદો છે અને ગરીબો માટે બીજો કાયદો છે’ એવી શંકાને ટાળી શકીએ એમ નથી.

સત્તા વિશેની એક સૌથી પ્રભાવક ચર્ચા બ્રિટિશ સમાજશાસ્ત્રી સ્ટિવન લુક્સ (1941-) દ્વારા કરવામાં આવી છે. તેઓ કહે છે કે સત્તાને ત્રણ રીતે સમજવી જોઈએ : સખત સત્તા (blunt power), કાર્યસૂચક સત્તા (agenda power) અને વર્ચસ્વલક્ષી સત્તા (hegemonic power).

સખત સત્તા એ એકદમ સરળ સ્વરૂપની છે. તે બહુ ઓછી વિવાદાસ્પદ છે અને તે ચોક્કસપણે આ ત્રણમાં સૌથી મહત્ત્વનું સ્વરૂપ છે. સખત સત્તા એટલે લમણે બંદૂક અને ગળું દબાવવું : એટલે લોકો જે કરવા ઈચ્છતા નથી અને તમે જે તેમની પાસે કરાવવા માંગો છો તે કરવા માટે લોકો પર દબાણ લાવવાની ક્ષમતા. દબાણની માત્રા જુદી જુદી હોય છે, પરંતુ મૂળ બાબત તો એક જ છે. હું જે ઈચ્છું છું તે તમે નહિ કરો તો હું તમને મારી નાખીશ અથવા તમારી જિંદગીને બહુ જ પીડાદાયક બનાવી દઈશ અથવા બહુ જ મુશ્કેલ બનાવી દઈશ. ઇતિહાસમાં સત્તાનું આ સ્વરૂપ સૌથી વધુ પ્રવર્તમાન રહ્યું છે. તે મોટે ભાગે લશ્કરી સંઘર્ષોની કહાનીઓ છે. પોલેન્ડના લશ્કરી જનરલ રહેલા કાર્લ ક્લોઝ્વિત્ઝ (1780-1831) યુદ્ધની વ્યાખ્યા આ રીતે આપે છે : “મારી ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે વિરોધીને ફરજ પાડવા માટે કરવામાં આવતી હિંસા.” આંતરરાષ્ટ્રીય સંબંધોમાં હજુ પણ યુદ્ધ એક મહત્ત્વનો મુદ્દો છે, જો કે, તેનું સ્વરૂપ મિશ્ર થઈ ગયું છે.

કાર્યસૂચક સત્તા એટલે રાજકારણની કાર્યસૂચિ ઉપર અંકુશ ધરાવવાની સત્તા. તે એ છે કે જેમાં નિર્ણય પ્રક્રિયામાં અણગમતા વિચારોને બાકાત રાખવામાં આવે છે. જો તમારાં હિતો સાથે કોઈક વિચારનો મેળ ન ખાતો હોય તો તમે તેની ચર્ચા થતી જ રોકો છો. કોઈક સભામાં જે અધ્યક્ષ હોય છે તે સભાની કાર્યસૂચિ નક્કી કરે છે અને તે ચાલાકીપૂર્વક એની કાળજી રાખે છે કે અણગમતા વિષયની ચર્ચા માટે સમય રહે તે પહેલાં જ સભા પૂરી થઈ જાય! માધ્યમો અને રાજકીય પક્ષો જાહેર ચર્ચાનાં ભાષા અને રંગ(tone) નક્કી કરે છે. તેઓ નક્કી કરે છે કે કયા વિચારો વિષે ચર્ચા ચાલે અને કયા મુદ્દા ઢંકાઈ જાય.

ગ્રીસની નાણાંકીય કટોકટી વખતે તેને ઉગારવા માટેની ચર્ચા ચાલતી હતી ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ(IMF)ના વડા ક્રિસ્ટિન લેગાર્ડ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે “પુખ્ત લોકો સાથે જ વાતચીત” કરવાની જરૂર છે. તેમની આ વાત બહુ પ્રખ્યાત થઈ ગઈ હતી. તેમનો ઈશારો ગ્રીસના નાણાં પ્રધાન યાનિસ વારુફકિસ સામે હતો કે જેમને બાલિશ માણસ તરીકે ચીતરવામાં આવ્યા હતા. યાનિસે દેવામાં રાહત વિષે જે દરખાસ્તો રજૂ કરી હતી તેના ઉપર ચર્ચા કરવામાં આવી જ નહોતી. ગ્રીસના કપાળે બંદૂક મૂકવાની ઘડી તો પછી આવી હતી; કે જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બેંકે ગ્રીસમાં લોકમત લેવામાં આવનાર હતો ત્યારે દેશની બેન્કિંગ વ્યવસ્થા જ તોડી પાડી હતી.

એ જ રીતે, જો મોટાં માધ્યમો કાર્યસૂચક સત્તા દ્વારા થતા કાર્યને પ્રસિદ્ધિ આપવાનો ઇન્કાર કરે અને રાજકીય પક્ષો તેને માટે દબાણ ન કરે તો ધીમે ધીમે તેમાં લોકોનો રસ ઓછો થઈ જાય છે. લોકો પાનના ગલ્લે કે ચોરે ને ચૌટે ઊભા ઊભા બડબડાટ કર્યા કરે, પરંતુ મોટે ભાગે તેનાથી કશું વળતું નથી. તેનું એક વિશિષ્ટ ઉદાહરણ વૈશ્વિક સ્થળાંતર છે.

અલબત્ત, આ રીતે, વાસ્તવિક બાબતોને તદ્દન અવગણવાનું સંપૂર્ણપણે શક્ય બનતું નથી, સફળ  થતું નથી. ‘ડેઈલી મેલ’ અને ‘ડેઈલી ટેલિગ્રાફ’ અખબારો દ્વારા સતત લાંબા ગાળા સુધી બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જાય તેને ટેકો આપવામાં આવ્યો હતો; પરંતુ જ્યાં સુધી ડેવિડ કેમેરોન અને જ્યોર્જ ઓસ્બોર્ન સત્તા પર આવ્યા અને તેમને લાગ્યું કે યુરોપ અંગે જે આંતરવિગ્રહ રૂઢિચુસ્ત પક્ષ દ્વારા ઊભો કરવામાં આવ્યો છે તે લોકમત લીધા સિવાય શાંત નહિ થાય, ત્યાં સુધી એ મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યો જ નહોતો. એ જ રીતે, રિપબ્લિકન પાર્ટીની અંદરની આરંભિક ચૂંટણીમાં સામાજિક માધ્યમોનો લુચ્ચાઈભર્યો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ એકદમ ધડાકાભેર આગળ ન આવ્યા ત્યાં સુધી તો તેમને કોઈ ગણતરીમાં લેતું જ નહોતું. ટી.વી. ચેનલો નાટક કરવામાં જે રસ ધરાવતી હતી તેનો તેમણે ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. કાર્યસૂચક સત્તાનો ઉપયોગ કરવાની ક્ષમતાની સૌથી મોટી મર્યાદા ભિન્ન ભિન્ન અભિપ્રાયો હોય છે એ છે.  

કાર્યસૂચક સત્તા વર્ચસ્વલક્ષી સત્તા અથવા વિચારધારાકીય સત્તા (ideological power) સાથે બેવડાય છે. એમાં એનો અર્થ ખોટા વિચારોને બાજુ પર મૂકી દેવાનો નથી થતો પણ પોતાના વિચારોથી લોકોના મગજને ભરી દેવાનો થાય છે. વિચારધારાકીય સત્તા અદૃશ્ય હોય છે, એટલે તેમાં પ્રતિકાર ઊભો થતો નથી. સ્ટિવન લુક્સ તેને “વિચારો, ઈચ્છાઓ, માન્યતાઓ અને તેને પરિણામે પ્રાથમિકતાઓ પરની સત્તા” કહે છે. ફ્રેન્ચ સમાજશાસ્ત્રીઓ પિયર બોર્દૂ (1930-2002) અને મિશેલ ફુકો (1926-1984) બંનેએ રહસ્યમયી વર્ચસ્વ(cryptic domination)ની વાત કરી છે. તેઓ કહે છે કે આ પ્રકારનું વર્ચસ્વ આપણી અંદર અને આપણી આદતોમાં એવું ઘૂસી જાય છે કે આપણે ખરેખર તેને માટે સભાન પણ થઈ શકતા નથી. પ્રચાર કાર્યસૂચક સત્તા અને વર્ચસ્વલક્ષી સત્તા બંનેને ટેકો આપે છે લોકો લાંબે ગાળે કેવી રીતે વિચારે તેનું માળખું તૈયાર કરી આપે છે. તમે પ્રેમપૂર્વક તેને તાબે થાવ છો, ભયથી નહિ. લુક્સ, બોર્દૂ અને ફુકોની વ્યાખ્યાઓ થોડી થોડી જુદી પડે છે ખરી, પણ તેઓ ત્રણેય જે વાત કરે છે તે એ છે કે આપણાં મૂલ્યો અને આપણી વિચાર કરવાની આદતો જેઓ સત્તામાં બેઠા છે તેમનાં હિતોને અનુકૂળ બને તે રીતે ગોઠવી શકાય છે.

સ્રોત : 
લેખકનું પુસ્તક ‘What is Wrong with Economics’
પ્રકરણ: 
‘Economics and Power’
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...653654655656...660670680...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved