Opinion Magazine
Number of visits: 9457014
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

राहुल गांधी की जाति क्या है

कुमार प्रशांत|Opinion - Opinion|5 August 2024

कुमार प्रशांत

तो भरी संसद में, लोकसभा के अध्यक्ष की उपस्थिति में सत्ता पक्ष के एक सांसद ने दूसरे को भद्दी (सामान्य सामाजिक सभ्यता के नाते भी और संविधान के नाते भी भद्दी !) गाली दी. फिर क्या हुआ ? अध्यक्ष ने इसे सामान्य मामले की तरह लिया और कहा कि वे गाली को फिर से सुनेंगे और फिर जो जरूरी होगा, वह करेंगे. सत्ता पक्ष के दूसरे सांसदों ने क्या किया ? कई खिलखिला कर बेशर्मी से हंसे; कई प्रतिशोध की जहरीली मुद्रा में उछल पड़े कि चलो, किसी ने तो इस आदमी का उस तरह अपमान किया जिस तरह हम भी करना चाहते तो थे लेकिन हिम्मत नहीं हो रही थी ! कुछ थे शायद जो असमंजस में चुप रहे लेकिन उनके चेहरे पर भाव ऐसा था मानो बात तो गलत है लेकिन अपनी पार्टी की तरफ से कही गई है, तो क्या बोलें और कैसे बोलें ! 

आप समझ ही गए होंगे कि प्रसंग उस दिन का है जिस दिन भारतीय जनता पार्टी के सुप्रसिद्ध विवेकहीन सांसद अनुराग ठाकुर ने, कांग्रेस के सांसद व प्रतिपक्ष के नेता राहुल गांधी के लिए कहा कि “जिसकी जाति का पता नहीं, वह जाति गणना की मांग कर रहा है!” वे समझ रहे थे कि वे जो बोलने जा रहे हैं उसकी चोट भी लगेगी और उसकी गूंज भी उठेगी. इसलिए, गला साफ़ कर, अध्यक्ष का ध्यान खींचते उन्होंने पूरी तैयारी से, समां बांध कर यह गाली दी.

राहुल गांधी की दिक्कत यह है कि महाभारत में जैसे अर्जुन को मछली की आंख मात्र दिखाई दी थी, दूसरा कुछ नहीं, वैसे ही उन्हें जातीय गणना का सवाल दिखाई देता है, उससे आगे-पीछे कुछ नहीं. यह उपमा उनकी ही दी हुई है. भारतीय जनता पार्टी का हाल भी ऐसा ही है. उसे इस मांग को एकदम सिरे से खारिज करने के आगे या पीछे दूसरा कुछ दीखता नहीं है. (उसे बिहार के मुख्यमंत्री नीतीश कुमार जरूर दीखते हैं लेकिन वे जानते हैं कि नीतीश कुमार की आवाज जब तक गुम है, तब तक वे उन्हें देख कर भी, अनदेखा कर ही सकते हैं !)

हम कहते हैं : राहुल गांधी-अनुराग ठाकुर में दोनों सही या दोनों गलत हो सकते हैं; या कोई एक गलत व दूसरा सही हो सकता है. लेकिन दोनों को अपनी-अपनी सही या गलत राय रखने का और उसे जाहिर करने का भी पूरा अधिकार है. यह अधिकार हम सबको जन्मसिद्ध मिला है जैसा कि बालगंगाधर तिलक ने स्वराज्य के लिए कहा था. लेकिन बालगंगाधर तिलक को तब जो अधिकार नहीं मिला था लेकिन हमें मिला है, वह यह है कि हमें अपनी राय रखने व उसे जाहिर करने का जन्मजात अधिकार तो है ही, संवैधानिक अधिकार भी है. तो हमारे तरकस में तिलक महाराज से एक वाण अधिक है. राहुल गांधी जातीय गणना की मांग करें और अनुराग ठाकुर उसका विरोध करें, इसमें आपत्ति जैसी कोई बात नहीं है. इन दो के बीच लोकसभा अध्यक्ष की कोई भूमिका है ही नहीं. लेकिन अनुराग ठाकुर अपनी राय भी न कहें, जातीय गणना के सवाल पर अपनी पार्टी का रुख भी स्पष्ट न करें लेकिन राहुल गांधी को भद्दी गाली दें, तो फिर लोकसभा के अध्यक्ष की भी सीधी भूमिका बन जाती है, अनुराग ठाकुर सीधे कठघरे में खड़े हो जाते हैं. इसलिए जो सवाल अखिलेश यादव ने पर्याप्त गंभीरता व जरूरी तेवर के साथ लोकसभा में पूछा, वही सवाल देश का हर साबित दिमाग आदमी अनुराग ठाकुर से, लोकसभा अध्यक्ष से, भारतीय जनता पार्टी से तथा ‘ईश्वरीय प्रधानमंत्री’ नरेंद्र मोदी से पूछ रहा है कि भाई, आप किसी से उसकी जाति कैसे पूछ सकते हैं ? यह हमारे तरकश का वह तीर है जो संविधान ने हमको दिया है. आप किस को जातिसूचक गाली नहीं दे सकते; आप संस्थानों में जातीय भेद-भाव नहीं कर सकते; आप जातीय टिप्पणियां कर किसी का अपमान नहीं कर सकते. मुख्तसर में यह कि आप किसी से उसकी जाति नहीं पूछ सकते.

जब अनुराग ठाकुर की बीमार, गंदी मानसिकता पकड़ी गई और उनके शातिर दिमाग ने हिसाब लगा लिया कि जातीय श्रेष्ठता का उनका तीर जहां पहुंचना था, पहुंच गया, तब उन्होंने उसी कायरता का परिचय दिया जैसी कायरता जातीय श्रेष्ठता का छूंछा भाव ओढ़ने वालों की पहचान है. जिससे कायरता भी शर्मिंदा होने लगे ऐसी कायरता से वे कहने लगे कि मैंने नाम तो नहीं लिया; मैंने कोई गाली तो नहीं दी; मैंने जाति तो नहीं पूछी. किया उन्होंने यह सब लेकिन इसे कबूल करने का साहस उनमें नहीं था. होता भी कहां से, क्योंकि साहस नैतिक धरोहर है, कुर्सी-पार्टी-मंत्रीपद की इजारेदारी नहीं.

अनुराग ठाकुर ने पूरी तैयारी से, सोच-विचार कर राहुल गांधी को गाली दी क्योंकि राहुल गांधी की बात का, तर्क का उनके पास कोई जवाब नहीं था . जब आपकी बौद्धिक औकात होती नहीं है तब आप गालियों का सहारा लेते हैं. बेचारे अनुराग ठाकुर पर दया ही की जा सकती है ! वे अपने सर के नाप से बड़ा जूता पहन कर चलते हैं और बार-बार उस जूते की मार खा कर चारो खाने चित्त गिरते हैं. जब वे किसी आमसभा में,  सार्वजनिक रूप से चिल्ला-चिल्ला कर सामूहिक गालियां दे कर, गोली मारने का नारा लगवा रहे थे, तब भी उनका पतन देख कर उबकाई आती थी, सदन में भी उस रोज़ वे ऐसी ही पतनावस्था में थे. “ जिसकी जात का पता नहीं” कहने के पीछे वही गंदी मानसिकता थी जिस गंदी मानसिकता से कोई कहता है, “ तेरे बाप का ठिकाना नहीं…!” यह गंदी गाली किसी अौरत को छिनाल या रखैल या कुलटा कहने, किसी पुरुष को चरित्रहीन या स्त्रीबाज कहने, किसी बच्चे को एक बाप का नहीं या अवैध कहने जैसी गंदी बात है. यह सांस्कृतिक हीनता है जो श्रेष्टता बन कर चीखती है और अंतत: आपको ही नंगा  कर जाती है.

राहुल गांधी के पिता राजीव गांधी, राजीव गांधी के पिता फीरोज गांधी, राहुल गांधी की मां इंदिरा गांधी, राहुल गांधी के नाना जवाहरलाल नेहरू, उनके पिता मोतीलाल नेहरू और उनकी मां स्वरूप रानी देवी, जवाहरलाल नेहरू की पत्नी कमला नेहरू व जवाहरलाल नेहरू की बहनें आदि सब-की-सब हमारे स्वतंत्रता संग्राम की मान्य हस्तियां हैं. इन सबने अपनी तरह से वह इतिहास बनाया है जिसके एक छोटे कोने में भी उन सबकी उपस्थिति नहीं मिलती है जो आज सत्ता की कुर्सियों पर बैठे हैं. हम नेहरू खानदान के हर सदस्य से असहमत हो सकते हैं लेकिन उन्हें जाति या धर्म की गाली देने जैसी हीनतर मानसिकता का प्रदर्शन नहीं कर सकते. जातिवादियों को पता होना चाहिए कि संविधान ने उनसे यह हक़ छीन लिया है.

राहुल गांधी ने ठीक ही कहा कि उन्हें न अनुराग ठाकुर की माफी चाहिए, न उन्होंने इसकी मांग ही की है. उन्होंने यह भी कहा कि वे जो लड़ाई लड़ रहे हैं, जाति का सवाल उठा रहे हैं, उसके जवाब में गालियां मिलनी ही हैं. हम को भी मालूम है, राहुल गांधी को भी मालूम है कि भारतीय समाज में सदियों से जातीय-न्याय की मांग करने वालों को कम-से-कम जो मिला है, वह गाली ही है. लेकिन अब अब हमारे अौर उनके बीच एक संविधान भी है जो इसे वर्जित करता है. लोकसभा में संविधान द्वारा वर्जित काम अनुराग ठाकुर ने किया है, तो उनकी संवैधानिक सदस्यता कैसे बरकरार रह सकती है ? अध्यक्ष ने इसे तब अनसुना कर दिया. सुना कि बाद में इस टिप्पणी को काररवाई से बाहर निकाल दिया.

अध्यक्ष ने जिस गुगली से अनुराग ठाकुर को बोल्ड होने से बचाया, उसी गुगली से ‘ईश्वरीय प्रधानमंत्री’ क्लीनबोल्ड हो सकते हैं. अध्यक्ष ने जिस टिप्पणी को काररवाई से बाहर निकाल दिया, उसे ही अपनी जोरदार अनुशंसा के साथ प्रधानमंत्री ने सारे देश को भेज दिया. यह भी तो संविधान का उल्लंघन है ! संविधान बदलने की घोषित मंशा से चुनाव लड़ कर परास्त हुए ‘ईश्वरीय प्रधानमंत्री” को संसद में संविधान को धूल करने का विशेषाधिकार तो प्राप्त है नहीं. तो अब लोकसभा के बिरले अध्यक्ष बिरला क्या करेंगे ? वे विपक्ष को सदन से निलंबित करने तथा विपक्ष को आंखें दिखाने के अलावा कुछ करने की हैसियत रखते हैं क्या ? और फिर यह सवाल भी बन ही जाता है कि अनुराग ठाकुर ने जो किया व कहा उसकी योजना प्रधानमंत्री की स्वीकृति व सहमति से पहले ही बन गई थी तभी तो प्रधानमंत्री ने, जो तब लोकसभा में अनुपस्थित थे, अनुराग ठाकुर भाषण के तुरंत  बाद उस पूरे भाषण को ‘रि-ट्विट’ किया !

अनुराग ठाकुर की बात इतनी मासूम नहीं थी. जाति-व्यवस्था से बीमार इस समाज में जाति को आदमी होने की हमारी हैसियत से जोड़ दिया गया है. कहते ही हैं न कि जो जाती नहीं है वह जाति है. अनुराग ठाकुर उसी बीमार-समाज के प्रतिनिधि हैं. संघवादी सोच ही इस बीमारी से ग्रसित है. इसलिए राहुल गांधी की जाति क्या है, इसका जवाब वही है जो राहुल गांधी ने उस दिन लोकसभा में दिया : उन्होंने पलट कर अनुराग ठाकुर से उनकी जाति नहीं पूछी.

(04.08.2024)                                                                                                                                        
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

POOL KA FOOL (પૂલ કા ફૂલ)

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 August 2024

રવીન્દ્ર પારેખ

આમ ‘પુલ કા ફૂલ’ ટાઇટલ ગુજરાતીમાં કર્યું હોત તો ચાલતે, પણ ‘પુ’ હ્રસ્વ કરું ને ‘ફૂ’ દીર્ઘ કરું તો બેલન્સ ન જળવાય, એટલે અંગ્રેજીમાં જ ટાઇટલ કર્યું ને હિન્દી ‘કા’ પણ અંગ્રેજીમાં જ ઘસડ્યું. ગુજરાતી શબ્દકોશમાં ‘પૂલ’ જેવો શબ્દ જ નથી, સેતુના અર્થમાં ‘પુલ’ છે, તો એ જ અર્થમાં કે બીજા કોઈ અર્થમાં ‘પૂલ’ પણ ઘૂસાડ્યો હોત, તો ગુજરાતી લેખક હોવા છતાં મારે ટાઇટલ અંગ્રેજીમાં ન કરવું પડ્યું હોત ! એ તો ધૂળ નાખી, આખા શબ્દકોશમાં રવીન્દ્ર શબ્દ જ નથી. આખેઆખો રવીન્દ્ર ધરતી પર ઊભો છે ને શબ્દકોશમાં જ નહીં, એ કેવું? શબ્દકોશમાં ન રહું ને ધરતી પર પણ ન જડું તો રહ્યું શું? એટલે મરણિયો થઈને પણ મરવાની વાત નથી કરતો. મારું જવા દો, રવીન્દ્રને શબ્દકોશમાં ન રાખીને નોબેલ વિજેતા રવીન્દ્રનાથ ટાગોરનું પણ અપમાન જ કર્યું છે. આજકાલ વાતે વાતે લાગણીહીન લોકોની લાગણી દુભાતી હોય, તો મારી દુભાય તેમાં નવાઈ છે? પછી સમજાયું કે કોશકારને રવિ+ઇન્દ્રની સંધિ નહીં આવડી હોય એટલે એણે રવિને અંદર રાખ્યો, ઇન્દ્રને પણ ઘૂસાડ્યો, પણ રવીન્દ્રને બહાર રાખ્યો. શબ્દકોશમાં નરેશ છે, નરેન્દ્ર છે, તો રવીન્દ્ર રાખતા શું દુખતું હતું તે નથી સમજાતું. ખરેખર મારે માટે ગ્રહો કામ કરે છે એના કરતાં પૂર્વગ્રહો વધારે કામ કરે છે. હશે, હરિને ગમ્યું તે ખરું.

આજે થોડું હળવે હાથે રમવું છે. તમને કદાચ ખબર નહીં હોય, પણ બી.આર. ચોપરાની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ આવેલી ‘ધૂલ કા ફૂલ’, એમાં ‘ધૂલ’માંથી ‘ફૂલ’ ખીલે છે. આજે તો કલર ફિલ્મનો જમાનો છે, એટલે ‘ફૂલ’માંથી ‘ધૂલ’ ખીલે એમ બને. સુરતના મેટ્રો બ્રિજનો સ્પાન તૂટતાં, મિલકતના પડે એમ બે ભાગ થઈ ગયા તેથી આટલો સંતાપ થયો. મેટ્રો બ્રિજ રિપેરિંગ ખમે તેવું લાગતાં, ત્યાંનો ટ્રાફિક બીજે વાળવો પડ્યો. ટ્રાફિક વાળતાં વાળતાં પોલીસ વળાવવા જેવી થઈ ગઈ. જે રાહદારીઓ મેટ્રો સામે જ રહેતા હતા, તે કલાકેક ફરીને આવતા ઘરમાં પણ ચકરડીએ ચડેલા દેખાયા છે. આમ તો ઘણાંને મેટ્રોની જરૂર જ નથી લાગતી, પણ વિકાસનું ચિત્ર જે સજ્જનો જુએ છે, એમને મેટ્રો જરૂરી લાગે છે. જેમ સિગારેટમાં ધુમાડો સાઇલન્ટ હોય, તેમ સજ્જનોમાં કેટલાક દુર્જનો પણ સાઇલન્ટ હોય છે. કેટલાક લલ્લુઓ વર્તમાન જ, બ્રિજના બે ભાગમાં બતાવે તો ભવિષ્ય શું ધૂળ ને ઢેફાં બચે? આમ પણ સુરત તો પુલનું ને ફૂલ(બંને અર્થમાં)નું મહાનગર ગણાય છે ને એવું નથી કે બધા જ પુલ ‘ભાગલા’ બ્રાન્ડ છે. ઘણા પુલ ટકોરા બંધ છે. તે આખા છે એટલે તો બ્રિજ પરથી પાણીમાં કૂદવાની ઘણાંને તક મળે છે. ઘણીવાર તો એટલાં બધાં પુલ ઉપરથી નીચે કૂદે છે કે પછી નીચેથી જ ઉપર સિધાવી જાય છે.

જેવો મેટ્રો બ્રિજનો સ્પાન તૂટ્યો કે ધડાધડ રિપેરિંગ ચાલુ થઈ ગયું છે. પુલ બની રહે ને વર્ષો પછી રિપેરિંગ નીકળે તે સમજાય, પણ એકવીસમી સદીમાં નવું બંધાય તે સાથે જ નવાનું રિપેરિંગ પણ શરૂ થઈ જાય છે. નવી સંસદ માંડ ચાલી ત્યાં તો રિપેરિંગ પણ ચાલુ થઈ ગયું. છતમાંથી કે ક્યાંકથી સંસદમાં વાંદરો ઘૂસી ગયો. પછી આશ્વાસન લીધું કે આટલા છે તો એક વધારે ! એ નક્કી ગળતી છતમાંથી જ આવ્યો હોવો જોઈએ. સારું છે કે છત બંધાઈ પછી ગળતી થઈ, બાકી બંધાયાં પહેલાં પણ ગળી શકે, કૈં કહેવાય નહીં. ટૂંકમાં, બધાંએ રિપેર માટે પ્રીપેર રહેવું જ જોઈએ. એ જાણી લો કે જૂનાંને નહીં, નવાંને રિપેરિંગ વધારે જરૂરી છે. મજાની વાત એ છે કે જેટલાં અહીં ‘FOOL’ નથી, એટલાં અહીં ‘POOL’ છે. POOL પણ એટલી જાતનાં કે એક જુઓ ને બે ભૂલો. કોઈ પાણી પર, તો કોઈ મેટ્રો માટે, કોઈ રસ્તા ઉપર તો કોઈ રસ્તા નીચે, કોઈ ખાડી પર, તો કોઈ સાડી પર પુલો જ પુલો છે. કેટલાક પુલ તો કાગળ પર જ છે. પુલ વળ્યો છે ત્યારથી લોકોનો ભરોસો ઊઠી ગયો છે. હવે તો મંત્રીઓ પણ પુલના ઉદ્ઘાટન માટે આવતાં નથી. આવે ને પુલ ગયો તો એ પણ પાણીમાં જ જાયને !

કેટલાક પુલની નીચે ઘણાં પડી રહેતાં હતાં કે જુગાર રમતા હતા કે રસોડું કરતાં હતાં કે લુખ્ખાઓ દાદાગીરી કરતા હતા તે બધાંએ સરનામાં બદલવા માંડ્યા છે. કોઈ નવો જુગાર રમવા આવવાનું પૂછતો તો એને ‘બ્રિજ કે નીચે આ જઇઓ, અપૂન કા અડ્ડા ઉધરીચ આયલા હે.’ જેવું સમજાવાતું. અત્યારે પુલ તો સાબૂત છે, પણ કોઇની નીચે રહેવાની હિંમત નથી થતી, ‘કયા પતા, ફિર પતા મિલે યા ન મિલે. પત્તા હી કટ જાય, તો પતા રહે યા ના રહે કયા ફર્ક પડતા હૈ ? હવે પુલ નીચે એવા જ રહે છે, જે ફૂટપાથ પર રહેવા નથી માંગતા. ફૂટપાથ પર પણ ટ્રક ધસી આવતી હોય તેને બદલે પુલ જ નીચે ધસી આવે તો જરા વજન તો પડે !

શું છે કે હવે સનાતન મૂલ્યો, અમરત્વ, હેરિટેજ ઇમારતો વગેરેમાં કોઈને ખાસ રસ રહ્યો નથી, એટલે જ તો દસેક વર્ષનાં બાળકને પણ જીવન જિવાઈ ગયાનું લાગતાં, દાદીને બહાર મોકલીને લટકી જાય છે. એને કેમ સમજાવવો કે તાજમહાલ, મીનાક્ષી મંદિર, દેલવાડાંનાં દેરાં જોયા વગર ન જવાય. એ ઇમારતો સેંકડો વર્ષથી બદલાતું જગત જુએ છે, તો તું કેમ દસ વર્ષમાં જીવવાનું છોડી દે છે? આ ઠીક નથી. જો કે, આજનો જમાનો જ યુઝ એન્ડ થ્રોનો છે. બધું જ હવે ડિસ્પોઝેબલ છે. હવે કોઈ પડ્યું પાનું નિભાવતું નથી. પાનું જ બદલી કાઢે છે. તારીખ બદલાય તે પહેલાં તો સાથી બદલાઈ જાય છે. ‘બદલો’ અથવા ‘બદલો લો’ – એટલા પર જ જગત ચાલે છે. કશું કાયમી નથી. હજાર વર્ષ પછી પણ મરવાનું જ હોય તો આજે મરવા-મારવામાં વાંધો શો? હજાર વર્ષ જૂનાં મંદિરનો યશ એનો બાંધનાર ન લઈ શકે, તો કામચલાઉ મંદિર કે મકાન કે દુકાનનો યશ આજે જ શું કામ ન લેવો? માસ્તરો કામચલાઉ થઈ ગયા હોય તો મકાન કામચલાઉ કેમ ન હોય? પુલ, ‘ફૂલ’ બનાવવા જ હોય છે. પુલ હોય છે જ તૂટવા માટે. કોઈ પુલમાં એટલી ધીરજ રહી નથી કે બંધાઈ રહે ત્યાં સુધી ટકે. હવેના પુલ, પુલ ઓન કરી શકે એમ જ નથી, કારણ એ સૂકતાનથી પીડાય એ રીતે જ એનો ઉછેર થાય છે. એ સૂકતાનથી ન પીડાય તો એનો બાંધનાર સુકાવા લાગે ને એની હોજરી એટલી ખાલી હોય છે કે આખી પૃથ્વી એમાં ઓરી દો તો ય ઓછી પડે. લાખ મરજો, પણ લાખોનો પાલનહાર ન મરજો-ની જેમ લાખ તૂટજો, પણ પુલના પાલનહારની હોજરી ભરાતી રહે તે જોજો. પુલ, ભૂલની એક્સરસાઈઝ માત્ર છે, એટલે એકાદને સસ્પેન્ડ કરીને કે એકાદને નોટિસ ફટકારીને પણ એને ટકાવજો. એ ટકશે તો જ પુલ તૂટશે ને તૂટશે તો બંધાશે. તૂટશે જ નહીં તો બંધાશે શું? પુલ કામચલાઉ હશે તો જ કાયમી પેટ ભરાશે. પુલ કાયમી હશે તો હોજરી હંગામી થઈ જશે તે ભૂલતાં નહીં.

એકઝેટ એ ફોર્મ્યુલા પર બિહારના પુલ બન્યા અને તૂટ્યા છે. આખા વિશ્વમાં આ એક જ રાજ્ય એવું છે જે માને છે કે જીવન કાયમી છે ને પુલ ક્ષણભંગુર છે. બાકી મજાલ છે કે 20 દિવસમાં 13 પુલ તૂટે? એ પુલ છે, કૈં વિશ્વામિત્ર નથી કે તપોભંગ માટે મેનકાની રાહ જુએ? એ તો થોડા કરોડમાં જ કરોડ વાળી બતાવે. સંસદની છત ટપકે કે પુલ પાણીમાં જઈ પડે કે પુલ, જોક ન સાંભળ્યો હોય તો પણ બેવડ વળી જાય એ બધાંનો એક જ ઈલાજ છે અને તે પુલ, પાણી પર ન બાંધતાં પાણીમાં જ બાંધવા જેથી જળસમાધિનો પ્રશ્ન જ ન રહે. સંસદ જ પાણીમાં ગઈ હોય તો છત ગળવાનો સવાલ જ ન રહે. બધું જ પાણીમાં ગયું હોય તો પુલ વળે કે બળે, પાણીને કેટલા ટકા? કેટલાક અક્કલમઠ્ઠાઓ મઠ્ઠો ખાધા વગર કે લઠ્ઠો પીધા વગર કરોડોના ખર્ચે પુલ બનવા છતાં ન ટક્યો એવી ફરિયાદ કરે છે, પણ એમને ખ્યાલ જ નથી કે કરોડોનો ખર્ચ પુલ પાછળ નહીં, કોન્ટ્રાકટરો, કંપનીઓ માટે થાય છે. પુલ પાંચ વર્ષ પણ ન ટક્યો એવું ઘણાં રડે છે, પણ એ નથી જોતાં કે પાંચ વર્ષમાં એને બાંધનાર કેવો બલિના બકરા જેવો કડેધડે થયો છે ! જે બિઝી નથી, તે ઇઝી મનીમાં રાચે છે. બિહારના સીવાન જિલ્લાના મહારાજગંજ વિસ્તારમાં એક જ દિવસમાં ત્રણત્રણ પુલો તૂટી પડ્યા હતા તે પરથી અંદાજ લગાવો કે એના બાંધનારા કેટલા હેલ્ધી ને વેલ્ધી થયા હશે. આવા લોકો હશે ત્યાં સુધી પુલ તૂટતા, બંધાતા રહેશે.

2012થી દસ વર્ષ સુધીમાં ટોટલ 214 પુલો તૂટ્યા. ખબર નથી આને વર્લ્ડ રેકોર્ડ કહેવાય કે નહીં, પણ દાયકામાં 214 પુલનું તૂટવું માતાજીના ત્રણ તાલીના ગરબાને લાયક તો છે જ ! હવે 20 દિવસમાં 13 પુલ તૂટ્યા હોય તો એને રીપેર કરવાનો ખર્ચો ઉમેરવો પડે. એ ઉમેરો ત્યાં સુધીમાં પુલ ન ટકે તો વળી રિપેરિંગનો ખર્ચ ઉમેરાય ને એક તબક્કો એવો આવે કે પુલ ન રહે ને ખર્ચ તો પેઢી દર પેઢી વધતો જ રહે. એ બધું કરવું એના કરતાં પુલ બાંધવા જ નહીં ને ખર્ચ કોઇની હોજરીમાં જમા થઈ જાય તો ટૂંકામાં પતે. એવો કાયદો જ બનાવવો કે પ્રોજેક્ટસ નામે ઓન પેપર જ રાખવા ને કરોડોના ખર્ચે કાગળ પર બાંધનારની ગરીબી દૂર કરવી. લોકો તો ભોળાં છે, તે ફૂલ આપીને ‘ફૂલ’ બનવા સદા તત્પર હોય છે. બને તો એક ફૂલ આપ્યાનો મેસેજ ફરતો કરો ને બધાંને કહો કે ઓછામાં ઓછા આવા દસ મેસેજ રોજ કરવાનું રાખે. તમારે આમાં અક્કલ સિવાય કૈં ગુમાવવાનું નથી. એક પણ ફૂલ વગર હજારોને ‘ફૂલ’ બનાવવાનો આનાથી વધારે સારો રસ્તો બીજો નથી. હોય તો પેલા તૂટેલા તેરે તેર પુલ તમને અર્પણ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ઑગસ્ટ 2024

Loading

સતત પરિવર્તિત સમયને મુઠ્ઠીમાં બાંધી શકાતો નથી, પછી ભલે મુઠ્ઠી ગમે એટલી મજબૂત હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|4 August 2024

રમેશ ઓઝા

રતન શારદા નામના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક નેતાએ બી.જે.પી.ના આઈ.ટી. સેલના વડા અમિત માલવિયની ટીકા કરતાં સલાહ આપી છે કે ટીકાકારોનું ટ્રોલિંગ કરવાની જગ્યાએ ટીકાકારોને અનુત્તરિત કરી શકાય એ રીતની તર્કબદ્ધ દલીલો કરવી જોઈએ. કેન્દ્ર સરકારના બજેટની ટીકા કરનારાઓનું અમિત માલવીયે તેમની શૈલીમાં ટ્રોલિંગ કર્યું હતું.

અહીં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એક તો શા માટે તેઓ ટ્રોલિંગ કરે છે અને બીજો શા માટે તેઓ ટીકાકારને મૂંગો કરી શકાય એ રીતની તર્કબદ્ધ દલીલ કરવા અસમર્થ છે? કોઈને ય ગાળાગાળી કરીને ભૂંડા દેખાવું પસંદ નથી હોતું. ગાળો દેવી, નિંદા કરવી કે ઠેકડી ઉડાડવી એ ક્યારે ય કોઈની ય પહેલી પસંદ હોતી નથી જો ગળે ઉતરે એવી દલીલ હોય અને સ્વાર્થરહિતની, લોકકલ્યાણ કરનારી શોભાસ્પદ પવૃત્તિ હોય. એનો આશ્રય તો ત્યારે જ લેવામાં આવે છે જ્યારે ગળે ઉતરે એવી કોઈ દલીલ ન હોય અથવા એવું કશુંક કરવું હોય કે કર્યું હોય જેનો બચાવ કરવો મુશ્કેલ પડે.

પણ અહીં જે મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે તેનો ઉત્તર એટલો આસાન નથી. તેનું એક વિશાળ ચિત્ર છે અને તેને સમજવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય બનવાની જે છૂટ આપી છે એ પણ આ વિશાળ ચિત્રનો હિસ્સો છે. જગત આખામાં બહુમતી રાષ્ટ્રવાદીઓ રાષ્ટ્ર વિશેની તેમને અનુકૂળ આવે એવી એક કલ્પના (નેરેટિવ) વિકસાવે છે અને તેને કોઈ પડકારે નહીં એવી એક કિલ્લેબંધી રચે છે. વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, મીડિયા, સામાન્ય શિક્ષણસંસ્થાઓ, વિશેષ પ્રકારનું શિક્ષણકાર્ય કરતી શોધસંસ્થાનો, પોલિસી રિસર્ચનું કામ કરતી થીંક ટેંક, એન.જી.ઓ. વગેરે કબજે કરે છે અને જો કબજે કરવી મુશ્કેલ લાગે તો બંધ પાડે છે. તેમની એવી ધારણા હોય છે કે આ બધી સંસ્થાઓમાં જો આપણા લોકોને બેસાડ્યા હોય તો તેઓ પેલા નેરેટિવને લોકો સુધી પહોંચાડશે, તેને દૃઢ કરશે અને એ નેરેટિવનો વિરોધ કરનારાઓના વૈકલ્પિક નેરેટિવને લોકો સુધી પહોંચતા રોકશે. વિરોધીઓની જગ્યા જ આંચકી લો. તસુ જમીન મળશે તો ઊભા રહેશે ને!

તેમની ગણતરી અને ઉપાયયોજના એકદમ દુરુસ્ત છે, પણ તેમાં બે સમસ્યા છે. પહેલી સમસ્યા એ કે આ જગતમાં કોઈ પણ માણસ અને કોઈ પણ સત્તા બદલાતા સમયને અને સમય સાથે બદલાતા સમાજના ડાયનેમિક્સને રોકી શકતો નથી. જગતના ઇતિહાસમાં આજ સુધી આવું બન્યું નથી. આ સતત પ્રવાહમાન પરિબળોને સ્થગિત કે સ્થિર કરી શકાતાં નથી. સતત પરિવર્તિત સમયને મુઠ્ઠીમાં બાંધી શકાતો નથી, પછી ભલે મુઠ્ઠી ગમે એટલી મજબૂત હોય. અને બીજી સમસ્યા એ કે સમયને પ્રતિસાદ આપવાથી બચી શકાતું નથી. આ જગતમાં એવો કોઈ માયનો લાલ પાક્યો નથી જે પોતાનાં સમયના સંદર્ભોથી બચી શક્યો હોય. સમયને પ્રતિસાદ આપવો જ પડતો હોય છે તે ત્યાં સુધી કે મોઢું ફેરવી લેવું એ પણ એક પ્રતિસાદ છે. સમય અને તેનાં પ્રભાવોથી બચી શકાતું નથી અને તે સતત પ્રવાહમાન છે. બદલાતો રહે છે.

ટૂંકમાં પોતાને અનુકૂળ આવે એવું એક નેરેટિવ વિકસાવ્યું, તેને લોકો સુધી પહોંચાડવા માટે દરેક પ્રકારની સંસ્થાઓ કબજે કરી, તેને કોઈ પડકારે નહીં એવી એક કિલ્લેબંધી પણ કરી; પરંતુ પેલો સમય, સમય હાથમાં બંધાતો નથી. આ સમય અને સમય દ્વારા પ્રભાવિત સમાજના ડાયનેમિક્સ અપૌરુષેય હોય છે. આ રચનારો કોઈ પુરુષ હાથ લાગે તો ટ્રોલિંગ પણ કરી શકાય, પણ એ તો નિરાકાર છે.

અહીં આખી યોજના નિરસ્ત થઈ જાય છે અને બીજી સમસ્યા પેદા થાય છે પ્રતિસાદની. સરેરાશ બૌદ્ધિક ક્ષમતા ધરાવનારા મીડિયોકર લોકો સમયને પ્રતિસાદ આપી શકતા નથી અને સમય  તક અને જોખમ બન્નેને લઈને આવે છે. તકને ઝડપવાની હોય છે અને જોખમથી બચવાનું હોય છે. પણ ખાટલે મોટી ખોડ એ હોય છે કે દરેક જગ્યાએ મીડિયોકર લોકો ગોઠવાયેલા હોય છે. એ લોકો બદલાતા સમયને પામી નથી શકતા ત્યાં પ્રતિસાદ શું આપવાના! કોઈ બજેટની ટીકા કરે અને ગાળાગાળી પર ઉતરી જવું પડે ત્યાં સમયને પારખવો અને પ્રતિસાદ આપવો એ તો બહુ અઘરું કામ છે. આને કારણે બને છે એવું કે સમય પરિપક્વ થઈને સામે આવે ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હોય. ચીડિયા ચુગ ગઈ ખેત. જ્યાં તેજસ્વી શાસકો હતા, જ્યાં તેજસ્વી લોકોનું શાસન હતું અને જ્યાં તેજસ્વી ગુરુઓ હતા એ બધું ચણી ગયા.

ઉદાહરણ આપવું હોય તો મુસ્લિમ દેશોનું આપી શકાય. એક સમય હતો જ્યારે મુસ્લિમ દેશોનો ડંકો વાગતો હતો, પણ જ્યારથી મુસ્લિમ દેશોમાં ત્યાંના શાસકોએ અને મૌલવીએ મળીને “આપણે મહાન છીએ કારણ કે આપણે ખુદાએ પસંદ કરેલી અને ઈસ્લામને માનનારી વિશેષ  કોમ છીએ, ઇસ્લામ જગતનો એક માત્ર સાચો અને સંપૂર્ણ ધર્મ છે, ઇસ્લામને સ્થળ અને કાળના બંધનો નડતાં નથી અને માટે ઈસ્લામને નહીં માનનારું જગત આખું આપણી વિરુદ્ધ છે, આપણી વિરુદ્ધ કાવતરાં થઈ રહ્યાં છે, પણ આપણે તેમની દયા ખાવી જોઈએ” એવા નેરેટિવને લોકો સુધી પહોંચાડવાની, તેને સ્વીકૃત બનાવવાની અને તેનાથી અલગ પ્રકારના વૈકલ્પિક નેરેટિવને રોકવાની યંત્રણા અને કિલ્લેબંધી કરી ત્યારથી મુસ્લિમ દેશોનું પતન શરૂ થયું. આધુનિક યુગને તેઓ પારખી જ ન શક્યા. તેને નકાર્યો. આજે પણ નકારે છે. સરેરાશ મુસલમાન સામે આરોપ એ છે કે તે આધુનિકતા(આધુનિક મૂલ્યવ્યવસ્થા)ની વિરુદ્ધ છે. જે લોકો ઊહાપોહ કરે છે તેમને ઇસ્લામદ્રોહી કહીને સતાવવામાં આવી રહ્યા છે.

બીજું આવું ઉદાહરણ સામ્યવાદી દેશોનું આપી શકાય. “ઇતિહાસમાં સદૈવ સર્વહારાનું શોષણ કરનારો શોષક વર્ગ સામ્યવાદી વિચારનો દુશ્મન છે, કારણ કે તેણે સર્વહારાને શક્તિશાળી બનાવ્યો છે. તેઓ આપણા દુશ્મન છે, આપણી વિરુદ્ધ કાવતરાં કરે છે અને આપણે તેમનાથી સાવધ રહેવાનું છે.” આ નેરેટિવને લોકો સુધી પહોંચાડવા, તેને સ્વીકાર્ય બનાવવા તેમણે પણ ઉપર કહી એવી સંસ્થાઓને કબજે કરી હતી અને તેની સામેનું વૈકલ્પિક નેરેટિવ લોકો સુધી ન પહોંચે એ માટે કિલ્લેબંધી કરી હતી. પણ પરિણામ? એક એક કરીને સામ્યવાદી દેશોનું પતન થયું અને એ થવાનું જ હતું. બદલાયેલા સમયના સંકેતો ઓળખતા તેમને દાયકાઓ લાગ્યા. મિકાઈલ ગોર્બાચોવ જ્યારે સામ્યવાદી રશિયાના મહા મંત્રી બન્યા ત્યારે તેમને સમજાયું કે હવે બદલાયેલા સમયને નકારી શકાય એમ નથી. સમય આગળ નીકળી ગયો છે અને આપણે પાછળ રહી ગયા છીએ. તેમણે રશિયન પ્રજાને રશિયન ભાષાના બે શબ્દ આપ્યા હતા; ‘પેરેસ્ત્રોઇકા’ અને ‘ગ્લાસનોસ્ટ’ જેનો અર્થ જ થાય છે નૂતન, નૂતનનો સ્વીકાર અને સ્વીકાર શક્ય બને એ માટે નવરચના. ખાસ પ્રકારના નેરેટિવને સ્વીકાર્ય બનાવવા માટેની યંત્રણા અને તેને ટકાવી રાખવા માટેની કિલ્લેબંધીને હવે તોડી નાખવામાં આવે. જ્યાં સુધી એ તોડવામાં નહીં આવે ત્યાં સુધી હાથમાંથી છૂટી ગયેલા સમયને લાંઘી નહીં શકાય. પચાસેક જેટલા મુસ્લિમ બહુમતી દેશો અને પચાસેક જેટલા સામ્યવાદી દેશોનો આ નજર સામેનો ઇતિહાસ છે.

સો સો દેશોનો ઇતિહાસ (અને વર્તમાન પણ) સામે હોવા છતાં આપણે એ જ કરી રહ્યા છીએ જે તેમણે કર્યું હતું. હિંદુ રાષ્ટ્રનું બોન્સાઇ નેરેટિવ સ્વીકૃત બનાવવા અને તેને કોઈ પડકારે નહીં એ રીતની કિલ્લેબંધી કરવા તેઓ આકાશપાતાળ એક કરી રહ્યા છે. અપરાધશાસ્ત્ર કહે છે કે દરેક ગુનેગારને એમ લાગે છે કે અત્યાર સુધીનાં ગુનેગારોને ગુનો કરતાં આવડ્યું નહોતું એટલે તેઓ પકડાઈ ગયા, હું પરફેકટ ક્રાઈમ કરી બતાવીશ. આ ન્યાયે પરિણામ સામે હોવા છતાં કેટલાક શાસકોને એમ લાગે છે કે આગલા શાસકોને સમયને નાથતા આવડ્યું નહોતું એટલે સમય હાથમાંથી સરકી ગયો, પણ હું સમયને મારી તરફેણમાં રોકી બતાવીશ. એટલે એ ફરીવાર એ જ કરે છે જે બીજાઓએ કર્યું હતું. આને કારણે ઇતિહાસ પોતાને રિપીટ કરતો હોય છે.

તેઓ જે કરી રહ્યા છે એ થવું અસંભવ છે, પણ પતન નિશ્ચિત છે. અત્યારે જ તેનાં સંકેત મળવા લાગ્યાં છે. વિકાસના અને પ્રજાકીય સુખાકારીના દરેક ઇન્ડેક્સમાં ભારત ૨૦૧૪ની તુલનામાં નીચે જઈ રહ્યો છે. હું કહું છું એટલે માની લેવાની જરૂર નથી, તમે પોતે તપાસ કરી જુઓ. આ તો હજુ શરૂઆત છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 04 ઑગસટ 2024

Loading

...102030...477478479480...490500510...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved