Opinion Magazine
Number of visits: 9773703
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

િશવજીનું ત્રીજું નેત્ર ખૂલ્યું

અાશા બુચ|Samantar Gujarat - Samantar|27 June 2013

૨૧મી જૂનને દિવસે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદ આવવો શરૂ થયો. એ પ્રદેશના મૂળ નિવાસીઓ, યાત્રાળુઓ અને કામ-ધંધાર્થે આવન-જાવન કરનારાઓનાં જાન જોખમમાં મુકાયા. નદીઓનાં પાણી જાણે હિમાલયની ચોટીઓને મળવા ઊંચે ને ઊંચે ચડવા લાગ્યાં. ભેખડો ધસી પડી, રસ્તાઓ અને પુલો ભૂગર્ભ તરફ ગતિ કરવા લાગ્યા. કુદરતનું વિકરાળ સ્વરૂપ અનેકનાં જાન ભરખી ગયું. જાણે શિવજીનું ત્રીજું નેત્ર ખૂલ્યું.

સમાચાર માધ્યમો દ્વારા મળતી માહિતીઓ જોતાં સાંભળતાં વિચાર આવ્યો કે આપણે શું વાંક ગુનો કર્યો તે આમ ભગવાન રૂઠે ? ત્યાં તો શિવજી ખુદ પ્રગટ થયા અને કહે, ‘બેટા, ઇન્દ્ર ભગવાન અવારનવાર માનવોની કસોટી કરતા રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતવાસીઓએ ધરતી માતા અને જંગલોની જાળવણીમાં બેદરકારી દાખવી છે, એ તું જો. નદીઓના ઉદ્દગમસ્થાન પર્વતોથી માંડીને  તેના સમુદ્ર મિલન સુધીના માર્ગોમાં અસંખ્ય જંગલો હતાં, જે આડેધડ કાપવાનું દુષ્કૃત્ય મારા ભક્તજનોએ કર્યું. આથી ધરતી નરમ બની અને ભારે વરસાદનો મારો થતાં ધસી પડી.’

શિવજીનો આક્રોશ હજુ શાંત નહોતો થયો, તેઓ વદ્યા, ‘હે અબૂધ બાળક, તમ પામર જીવોને સ્વર્ગાદપિ ગરિયસી એવી ભારતભૂમિ પર ખેતી કરીને વસવાટ કરવા રાજા ભગીરથના તપને પ્રતાપે મેં મા ગંગાને પૃથ્વી પર ઉતારી, જેને પવિત્ર માનીને તેની રક્ષા કરતા હતા એ જ પ્રજાજનોના વંશજોએ તેમાં મળ-મૂત્ર વિસર્જન કરીને, તેમાં પંચ તત્ત્વોમાં ભળી ન શકે તેવા પદાર્થો હોમીને ગંગાને અપવિત્ર બનાવી મૂકી છે. વણકર, મોચી, સુથાર, લુહાર અને દરજીના કુદરતનો મલાજો જાળવીને ચાલતા ઉદ્યોગોને સ્થાને રાક્ષસી યંત્રોથી ચાલતાં મહાકાય કલ-કારખાનાંઓમાંથી નીકળતાં દૂષિત તત્ત્વો હિમાલયની તમામ પુત્રીઓનાં જળને અતિ મલીન બનાવી રહ્યાં છે. અથ : એ નદીઓમાં વસતાં જલચરો અને તેને કિનારે વસતાં અન્ય પ્રાણી, પશુ, પક્ષી અને જ્ન્તુઓનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. આવાં અવિચારી, અધમ, સ્વાર્થી અને કનિષ્ઠ કૃત્યોનો બદલો તમને મળી રહ્યો છે. માટે હે ભક્ત, તારા ભગિની અને બંધુઓને મારી આજ્ઞા કહે કે જો તેઓ વાયુ, પ્રકાશ, જળ, અવકાશ અને અગ્નિના ગુણધર્મોને ધ્યાનમાં લઈને તેના ઉપભોગ અને સંચય-સંવર્ધનનું પૂણ્ય કાર્ય કરવાની પ્રતિજ્ઞા લેશે તો જ ભવિષ્યમાં આવો વિનાશ નિવારી શકશે.’

આ સાથે પ્રભુ અંતર્ધાન થયા.

હું ફરી ક્ષણભંગુર સૃષ્ટિમાં વિચરવા લાગી. ત્યાં તો હૈયું હરખથી છલકાયું. આવી હૃદયદ્રાવક ઘટનામાં જાન ગુમાવેલા લોકો અને તેમના પરિવાર માટે અનુકંપાથી મન વ્યાકુળ હતું તેવામાં એક સમાચાર પર નજર પડી. ગુજરાતના મુખ્ય પ્રધાન માનનીયશ્રી નરેન્દ્ર મોદીએ લગભગ ૧૫,૦૦૦ ગુજરાતી શ્રદ્ધાળુઓને બચાવવાનું પૂણ્ય કાર્ય કર્યું. એમની કરુણાનો કોઈ પાર નથી. દસ દિવસ સુધી મથવા છતાં લશ્કરની ૪૦,૦૦૦ લોકોને બચાવવાની મહેનત ન ફળી ત્યાં ન.મો. કેવા ડૂબતાના તારણહાર સાબિત થયા ? આ તો સ્વતંત્રતા મળી તે સમયે ફાટી નીકળેલ કોમી રમખાણોને સરકાર ન રોકી શકી, અને ગાંધીજીએ એકલ પંડે, કલકત્તા અને નોઆખલીમાં શાંતિ સ્થાપી ત્યારે લોર્ડ માઉન્ટ બેટને તેમને ‘One man army’ કહીને નવાજેલા એના જેવું થયું ! ભારતના વડા પ્રધાન થવું હોય તો ઉત્તરાખંડમાં આવેલ હોનારતને ગુજરાતની પોતાની આપત્તિ ગણીને દોડી જવું પણ પડે.

વળી વધુમાં એમ પણ જાણવા મળ્યું કે કેદારનાથથી દહેરાદૂનનું ૨૨૧ કિ.મિ.નું અંતર કાપવા માટે સામાન્ય વાહનને દસ દિવસ આવા સંયોગોમાં લાગે, પણ અમારા મોદી સાહેબે તો એક દિવસમાં કામ પાર પાડી બતાવ્યું. ૮૦ ઈનોવા કારમાં ૬૫ મુસાફરો બેસી શકે એટલે ૧૫,૦૦૦ માણસોને સ્થળાંતર કરીને લાવવા માટે ૨૫-૩૦ ફેરા કરવા પડે તો ય કરવા માટે તેઓએ કેટલી હિંમત બતાવી અને કાર ચલાવનારાઓએ કેટલો ભોગ આપ્યો હશે ? દેહરાદૂનથી ૨૫ લકઝરી બસમાં માન-પાન સાથે એ બચેલા મુસાફરોને સલામત પહોંચાડીને તેમણે બહુ મોટું કામ કર્યું.

જો કે અહીં એક સવાલ થાય કે જ્યાં કુદરતી આફતનો ભોગ બનેલાઓનો રાફડો ફાટ્યો હોય ત્યાં માત્ર ગુજરાતીઓને તેઓએ કેવી રીતે ઓળખ્યા હશે ? જીવ બચાવવા માટે પ્રાર્થના કરતા બિન ગુજરાતીઓને કેવી રીતે દૂર રાખ્યા હશે ? આવી હોનારતમાં મદદરૂપ થવા અસંખ્ય લોકો આવી પહોંચ્યા અને સમાચાર સંવાદદાતાઓને કહ્યું કે આ તો કુદરતી હોનારત છે, તેમાં કોઈ જાતના ભેદભાવ વગર બધા નાત-જાત-ધર્મના લોકો એકબીજાને મદદ કરે માટે અમે અહીં આવ્યા છીએ. તો સવાલ એ થાય કે કોણ મહાન, નરેન્દ્ર મોદી કે બીજા સ્વયંસેવકો ? કોણ વડા પ્રધાન થવાને વધુ લાયક ? નરેન્દ્ર મોદી કે બીજા સ્વયંસેવકો ? ધોવાઈ ગયેલા રસ્તાઓ, તૂટેલા પુલ, પુષ્કળ વરસાદ અને ધસમસતા પૂર વચ્ચે હેલીકોપ્ટર કે પ્લેઈન પણ પહોંચી ન શક્યાં ત્યાં નરેન્દ્ર મોદીની સેના પહોંચી એ એક ચમત્કાર જ સમજવો રહ્યો. મને તો એમ લાગે છે કે રાઈ જેવડા નેતાઓને પર્વત જેવડા મોટા બતાવનાર કંપનીની આ કરામત હશે.

દિલ્હીથી ગુજરાત આવવા નીકળેલા ૧૫,૦૦૦ ગુજરાતી મુસાફરો ‘હર હર મહાદેવ’ની બદલે ‘હર હર નરેન્દ્ર દેવ’ની ધૂન બોલતા સંભાળવા મળે છે. હું ગુજરાતી હોવાને નાતે નરેન્દ્ર મોદીને મુખ્ય પ્રધાન તરીકે ચૂંટી શકું કેમ કે કદીક મારો જાન બચાવશે, પણ ભારતના વડાપ્રધાન તરીકે લાયક ન ગણું કેમ કે બીજા ભારતીય પ્રજાજનો એમના શાસનમાં સલામત નહીં રહે, તે એમણે સાબિત કરી બતાવ્યું.

e.mail : 71abuch@gmail.com

Loading

મારા મોગરાની મહેક, વાર્તાકાર કિશોર રાવળ

પ્રવીણ પટેલ ‘શશી’|Opinion - Opinion|26 June 2013

વાર્તાના ચાર તબક્કા; આરંભ, ઉપાડ, ઉઘાડ અને વિરામ. આ અન્વયે વાર્તાકાર કિશોરભાઈ રાવળની મારે કેટલીક વાતો કરવી છે. ૧૯૯૮ અને ’૯૯, બે વર્ષ દરમ્યાન ‘સાઠ દિન’ સભાનું સંચાલન આદિલભાઈને હસ્તક રહ્યું. કાવ્યપઠનના આ દોરમાં હું જતો. ત્યારે કિશોરભાઈ, કોકિલાબહેન અને કાન્તિભાઈ મેપાણી છેક કનેક્ટિકટથી આવતાં. શાંત ચિત્તે કિશોરભાઈ કાવ્યોને માણતા. તેઓ સાથે લેપટોપ લાવતા, અને કમ્પ્યૂટર પર ગુજરાતી લેખનની રીતરસમ બતાવતા. મારે ઘેર તેઓ આવેલા, અને કમ્પ્યૂટરમાં તેઓએ મને આ જોગવાઈ કરી આપેલી. સહી અર્થમાં તેઓ મને ત્યારે અધ્યાપક શા લાગેલા. ગુજરાતી ભાષા, સહી બોલવી અને લખવી, તે બાબતે સજાગ અને જાગરૂક, આનું એમને જબરું તાન પણ ખરું.

એકેડેમીએ રંગલાજી – જયંતી પટેલ માટે એક કાર્યક્રમ યોજેલો. લૉબીમાં કિશોરભાઈએ મને એક કાપલી આપેલી જેના પર “કેસૂડાં”નું ચિત્ર હતું અને એમની વેબની નોંધ હતી : Kesuda.com, તે એમનું વેબ માસિક. લેખક અને સંપાદક. મને એક નવા કિશોરભાઈનો પરિચય સાંપડ્યો. વાર્તા, સાંપ્રત, અને અવનવું, તે કમાલનું લખતા. પરંપરા વચ્ચે એક એવો નવો વિચાર તરતો મૂકે જે આપણને વિચારવંતા કરી દે. એમની ભાવનગરી બોલી અને લેખન શબ્દશૈલી મને અત્યંત ગમતી. હળવું અને ગંભીર, બન્ને તેઓ આસાનીથી લખી શકતા. વિદેશી લેખકોનું તેમનું વાંચન ઘણું હતું. એમની કલાસૂઝ પણ ગજબની, વૉટર કલર કે તૈલચિત્ર, ફોટો તસ્વીરો કે કમ્પ્યૂર ગ્રાફિક, સઘળું મને ધ્યાનાકર્ષક લાગેલું. આયર્લેન્ડના ‘લિમરિક’ કાવ્યોની જાણ મને તેમના થકી થયેલી. આપણા કેટલાક સર્જકો માટે તેમણે આવાં કાવ્યો પણ બનાવેલાં. સવિશેષ તો એમની કોઠાસૂઝનો લાભ આપણે સહુ પામ્યા પણ છીએ; આમાં હું, અન્ય, “ગુર્જરી” અને એકેડમી આવી જ જાય.

અતાંતરે તેઓ ફોન કરે, જે કંઈ કરતા હોઇએ તેમાં રસ બતાવે, અને ઉચિત સૂચનો પણ કરે. વિદેશના પ્રવાસોને કારણે એકેડેમીના છેલ્લા બે સંમેલનોમાં હું હાજર રહી શક્યો ન હતો. કિશોરભાઈએ મને ત્યાં જોયો નહીં, બન્ને વખતે ચિંતા જતાવતા તેમના મારા ઊપર ફોન આવ્યા હતા. “ગુર્જરી”ના રજત-જયંતી અંક માટે લેખ મોકલવા બાબતે તેમણે મને ટપારેલો પણ ખરો.

મિત્રો માટે દિલી મિત્ર,  તે કિશોર રાવળ.

ભાષા માટે ભાવુક ભયા, તે કિશોર રાવળ.

સાદ્યંત સાહિત્યોપાસક,  તે કિશોર રાવળ.

કળાકૌશલ્ય કલાનિધિ,  તે કિશોર રાવળ.

અને, સવિશેષ તો, સંવેદનશીલ ભલો માનૂસ, તે કિશોર રાવળ.

નારાયણ દેસાઈની કથા વખતે તેમણે મને એવું જણાવેલું કે રાત્રે ગાડી ચલાવવી હવે એક સમસ્યા બની છે.

અને હવે .. શું વિરામ ? કે પછી અંત ?

ના,

નહીં કોઈ વિરામ, કારણ કે તે રામ સાથે છે;

અને નહીં કોઈ અંત, કારણ કે અનંતનો કોઈ છેડો નથી.

કલાકાર, વાર્તાકાર, સાહિત્યકાર,

કિશોર રાવળનું કામકાજ સદા સજીવ જ રહેવાનું.

માટે, તેમને માટેની મારી વાર્તા અત્રે પૂરી થતી નથી. તેઓશ્રી મારા ‘BUTમોગરો’નું એક અવિભાજ્ય અંગ બન્યા છે. મોગરા જેવા તે, એમની કાર્યસુવાસ સદા ફોરતી જ રહેવાની ને ?

તેમને મારા શતમ્ વંદન.

(ટીવી એશિયા : જૂન ૧, ૨૦૧૩)

e.mail : pcpatelxshashi@aol.com 

Loading

મહાદેવ કહે મિયાંને, આવ ભાઈ હરખા, આપણે બેય સરખા !

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|26 June 2013

કેટલાક વાચકો કહેશે; જાઓ હવે, એવું તે કાંઈ બને ? ‘ન ભૂતો ન ભવિષ્યતિ’. મહાદેવની વ્યુત્પત્તિ હિંદુ ધર્મના પ્રાદુર્ભાવથી પણ જૂની, કદાચ આઠ-દસ હજાર વર્ષ જેટલી પુરાણી હશે અને આ મિયાં જે સંદેશવાહકને માને છે તે મોહમ્મદ પયગંબર તો દોઢેક હજાર વર્ષ પહેલાં જ થઈ ગયા. એ બેમાં શું સામ્ય હોય, ભાઈ ? નીચે આપેલ સંવાદ જેમની વચ્ચે થયો તે બે વ્યક્તિ વચ્ચે ઉમરનો રેશિયો ૧:૩નો છે, જે સૂચવે છે કે નવી પેઢીની યુવતી ખૂબ પુખ્ત અને ઊંડા વિચારો ધરાવે છે અને આગલી પેઢીની જીવન સંધ્યાને આરે આવેલ શખ્સિયત નવા વિચારો સમજવા કોશિશ કરવા જેટલા ઉદાર અને સહિષ્ણુ છે.

એક વીસ-બાવીસ વર્ષની યુવતીની (જેને હું રેશમા તરીકે ઓળખાવીશ) કથા કાંઇક આવી છે. મૂળ લાહોરના, પણ બેલ્જિયમ અને નેધરલેંડમાં રહેતાં સજ્જન અને સન્નારીની ત્રણ પુત્રીઓમાંની આ વચેટ પુત્રી. પિતાને તૈયાર કપડાં યુ.કે અને યુરોપમાં વેંચવાનો ધંધો. રેશમા લાહોરમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મેટ્રિક કરી, કોલેજના બે વર્ષનો અભ્યાસ પૂરો કરી માન્ચેસ્ટર પોતાની બે બહેનો અને મા સાથે ત્રણ વર્ષ પહેલાં આવી, બી.ટેકની ઉપાધિ મેળવી અને હવે ફાઈનાન્સમાં સ્નાતકનો અભ્યાસ શરૂ કરવાની તૈયારીમાં છે.

રેશમા દરેક યુવાનની જેમ જ પોતાના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવા આતુર હતી, તેમાં તેને હમદર્દ ઉત્સુક શ્રોતા મળી ગયો પછી જોઇએ જ શું ? બંને વચ્ચે અનૌપચારિક વાતો થઈ તેનો સારાંશ કાંઈક આવો છે. રેશમાને વિમાસણ થાય છે કે ભારતમાં પહેલાં હિંદુ-મુસ્લિમ પ્રજા મોટે ભાગે શાંતિથી હળીમળીને રહેતી હતી. ઇંગ્લિશ રાજ્ય દરમ્યાન એમણે એ બે કોમ વચ્ચે વૈમનસ્ય વાવ્યું અને છેવટ એક દેશના બે ભાગલા કર્યા, તો એમાં હજુ સુધી શાંતિ કેમ નથી સ્થપાઈ ? એ એમ માને છે કે ભારત-પાકિસ્તાનના રાજ્યકર્તાઓનાં સ્થાપિત હિત અને કાશ્મીરની પ્રજાની સ્થિતિ, લાગણી અને જરૂરિયાતો સમજવાની અશક્તિ તથા એ પ્રદેશની જાળવણી કરવાની ફરજ ચુકી જવાની વૃત્તિ આ તંગદિલી માટે જવાબદાર છે. રેશમાએ પોતાના નાનાજી અને દાદાજીને મોઢે આ વાતો સાંભળેલી. એની ઇચ્છા ભારતના પંજાબની સરઝમીન જોવાની છે. કહે, ‘આ મીડિયાવાળા અમને બહુ ડરાવે છે, મુસ્લિમોની સ્થિતિ ત્યાં સારી નથી એટલે જતાં ડર લાગે છે.’

રેશમા શિયા અને સુન્ની વચ્ચેના સંઘર્ષોથી પણ ખૂબ દુ:ખી છે. કહે, ‘અમે બધા માત્ર ઈસ્લામને અનુસરીએ છીએ, બસ. આ શિયા-સુન્નીના ભેદ તો ઈન્સાને કર્યા, તેનાથી શું ફાયદો થયો ? આમ તો દરેક મઝહબ ભલે જુદા રહ્યા, પણ આખર વાતો તો એક અલ્લાહના આપેલ પયગામને સમજીને એ પ્રમાણે જીવવાની જ કરે છે તો બધા શા માટે અંદર અંદર ઝઘડે છે?’ તેનું સ્પષ્ટ માનવું છે કે જો કેટલાક ધર્મસ્થાનોમાં અન્ય ધર્મો માટે ફેલાવાતી અફવાઓ બંધ થાય, શાસન કરનારાઓ આંતર વિગ્રહ અને અન્ય દેશો સાથે લડાઈઓ કરવાનો માર્ગ છોડે અને સામૂહિક પ્રચાર/પ્રસારના માધ્યમો દરેક કોમની સારી બાજુઓ બતાવે તો દુનિયામાં અમન ચેનથી લોકો રહી શકે, કેમ કે દરેક મુલકમાં લોકો તો એ જ ચાહે છે.

હિંદુ ધર્મી પરિવારમાં જન્મ લીધેલ શ્રોતાને આ સંવાદને અંતે કહેવાનું મન થયું, બહેન, તારા અને મારા વિચારોમાં ઘણું સામ્ય છે, માત્ર જરૂર છે આપણા જેવા લોકો વચ્ચે સંપર્ક વધારવાની અને તેની જાહેરમાં જાણ કરવાની. હજુ એક ડગલું આગળ વધવાનું રહેશે. જયારે પણ અમાનવીય કૃત્યનું આચરણ થાય ત્યારે તમામ ધર્મના સંવેદનશીલ અને જાગૃત નાગરિકોએ સંગઠિત થઈને એ કૃત્યને વખોડી કાઢવું અને જે તે વ્યક્તિ પોતાના ધર્મ કે સંસ્કૃિતનો સભ્ય નથી તેમ જાહેર કરવું. કાયદો તેને સજા કરે કે ન કરે, પણ સમાજ દ્વારા તેનો તત્કાલ બહિષ્કાર થવો ઘટે.

એક અજાણી યુવતી સાથેના આ સંવાદથી નવી પેઢી આતંકવાદ અને હિંસામાંથી ઉગરવાનો માર્ગ ખોળી કાઢશે એવી ધરપત થઈ.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...4,1494,1504,1514,152...4,1604,1704,180...

Search by

Opinion

  • वह एक रात !
  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved