Opinion Magazine
Number of visits: 9772466
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્રોની ક્રિયાકલાપ : મંગલાયન … અને હવે અમેરિકાયન

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|27 September 2014

– મંગલાયન … અને હવે અમેરિકાયન

– ક્રોની ક્રિયાકલાપ  − ‘મેઇક ઈન ઇન્ડિયા’ કહો કે પછી ‘ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા’… અંતે તો હેમનું હેમ જ હોય !

પહેલાં મંગાલાયન … અને હવે અમેરિકાયન! શબ્દમાહેર નમોએ અમેરિકા-પ્રસ્થાનના પૂર્વદિવસે એફ.ડી.આઈ.  ઉર્ફે સીધાં વિદેશી રોકાણને એક નવા આકર્ષક સૂત્રમાં પણ ફેરવી આપ્યું : ફોરેન ડાઈરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ નહીં પણ ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા. એક રીતે, આમાં નમોએ અગાઉ વહેતા મૂકેલ સૂત્ર ‘મેઇક ઈન ઇન્ડિયા’નું વિસ્તરણ છે એવા અર્થઘટનને પણ અવકાશ છે. નર્મદા મહાહોજ પર હીંચકેઝૂલ સહેલગાહ પછી દિલ્હી મુલાકાત આટોપી ચીની વડાએ બૈજિંગ પરત થયા બાદ વળતી ભેટપ્રસાદીની પેઠે ‘મેઇક ઈન ઇન્ડિયા’ની સામે ‘મેઇડ ઈન ચાઈના’ના સાદ બુલંદ કર્યો છે.

શું ચાલી રહ્યું છે આ બધું ? ચકાચૌંધ નાગરિક વિમાસે છે ત્યારે એને જાણે કે સપનાંનું સુખ તો મળે જ છે. નમોના અમેરિકાયન સાથે સરાસરી હિંદી નાગરિક કેવા કેવા મોટાઓ જોડે ‘આપણો’ પાટલો પડે છે એવા તાનમાં ગુલતાન પણ બને છે. ભાઈ, અમેરિકાને અહીં અનુકૂળ હટાણું કરવું છે. અમેરિકા જે અર્થમાં ચીનમાં હરીફ જુએ છે તે અર્થમાં એશિયામાં એને ભિલ્લુની ગરજ છે.

અમેરિકી અછો અછો વાનાંથી માંડીને મેડિસન સ્કવેરના સૂચિત મેગા ઈવેન્ટને અંતે પીઆર પાવડીએ આસમાની ચકરાવે ચડેલા ભારતીય નાગરિકે વિચારવું રહેશે કે ‘ફર્સ્ટ ડેલપ ઇન્ડિયા’ થકી વાસ્તવમાં આપણે ક્યાં જઈ રહ્યા છીએ. ચક્કર ચક્કર ચકાચૌંધ એવા આ અમેરિકાયન સહિતના છેલ્લા મહિનાઓના દોરમાં જે વિકાસભાત ખીલતી અને ખૂલતી આવે છે તે આખરે શું છે ? રઘુરામ રાજન જે આખી પ્રક્રિયાને અન્યથા પણ ક્રોની કેપિટલિઝમ અગર મેળાપી મૂડીવાદરૂપે વર્ણવી ચૂક્યા છે તે આ ક્ષણે પણ યથાવત્ છે.

‘ફોરેન ડાઈરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ’ અને ‘ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા’ એ સૂત્રોમાં એમને મેળાપી મૂડીવાદની મૃગયા સારુ લીલેરાં ચરિયાણની પર્યાવરણી સંભાવનાઓ દેખાય છે. અને આ સંભાવનાઓ અને એનું લાળકારણ એ કંઈ અમથાં તો નથી. ‘ગુજરાત કોની કોની રે’ એ નર્મદ પ્રશ્નનો 2002માં જે ઉત્તર હોય તે, હમણાં તો ભરત મહેતાની ચોંટડૂક પ્રતિપંકતિમાં સીધું વાસ્તવવિધાન જ સર્વજનસુલભ છે કે ‘ગુજરાત કોની કોની રે.’ હવે આ જે ‘ગુજરાત મોડલ’ જેનો કોની ક્રિયાકલાપ નેનો ગાનનાં (બાય બાય) તાતામાં સુપેરે વિલસી રહ્યો છે એની જ તરજ પર દેશની અર્થનીતિ નવાં રોકાણરમણે ચડશે કે બીજું કૈં ?

જે જોવાસમજવાનું છે તે તો એ કે આરટીઆઇ અને મનરેગા જેવા નોંધપાત્ર વાનાં છતાં યુપીએ કાર્યકાળે નરસિંહરાવ-મનમોહનનાવારાથી શરૂ થયેલી અને વાયા વાજપેયી અિનરૂદ્ધ જારી રહેલી ‘નવી નીતિ’ બરકરાર રાખી હતી. વ્યકતિગત કે પક્ષગત સત્તાગણિત બાદ કરો તો નમો નીતિ એનાથી તત્ત્વત : જુદી નથી. આ નીતિ માનો કે, વૈશ્વિકીકરણ હવેના જમાનામાં દુર્નિવાર છે એવી સમજ ઉપર મંડાયેલી છે. કબૂલ, પણ આપણે જો બદલી અવેજ (સબ્સ્ટિટયૂટ)ની નહીં પણ વિકલ્પ (ઓલ્ટરનેટિવ)ની ખોજમાં હોઈએ તો આ વૈશ્વિકરણના વશ્વિબજારમાં નવા મૂડીવાદનો જ મહિમા કરવાનો શો અર્થ છે ?

આર્થિક-સામાજિક ન્યાયની અને સ્વતંત્રતા સમાનતાનાં સહીપણાની ભૂમિકાએ, -રે, કમ સે કમ વિષમતા નિર્મૂલનને ધોરણે તો કાંક વિચારવું જોઇએ ને. જો આ ન વિચારીએ તો એફડીઆઈ એટલે ‘ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા’ એવું અર્થઘટન પુરવાર થાય એવાં બધાં જ ઇતિહાસ ચિહ્નો છે. ગયે અઠવાડિયે અહીં 2001ના નાઈન/ઈલેવન (ઓસામા બિન લાદેન) સામે 1893ના નાઈન/ઈલેવન (વિવેકાનંદ)ની મોદીએ આપેલી યાદ નિમિત્તે નુક્તેચીની કરવાનું થયું હતું.

મુદ્દાની વાત એ છે કે છેલ્લાં વર્ષોમાં બે સામસામાં વશ્વિદર્શનો આપણી સામે આવ્યા છે, એક તો સભ્યતાઓના સંઘર્ષ- કલેશ ઓફ સિવિલાઇઝેશન્સનું દર્શન છે, અને બીજું તે ઇતિહાસને એનું ધ્યેય કે દંગો મળી ગયાનું (એન્ડ ઓફ હિસ્ટરી)નું છે, આ છેડો ફુકુયામાની વાતને જાડા સરલીકરણની રીતે મૂકીએ તો બંધારણીય લોકશાહી (અગર અમેરિકી મૂડીવાદ)નો છે.

વસ્તુત : લોકશાહીમાં સમાજવાદ અને ગાંધીવિચારને ધોરણે જે સંકરણ અને સંસ્કરણ શક્ય છે એના પર મનમોહન-મોદીની તરતથી હટીને કામ કરવાની જરૂર છે, તો બદલીથી હટીને બદલ અગર વિકલ્પનો સમો બેલાશક બંધાઈ શકે. ખરુ જોતાં આ કોઈ હવાઈ એવી નવી નવાઈની વાત પણ નથી. આપણે ત્યાં સમાજવાદી આંદોલને ખાસો સાત દાયકા પૂર્વે જે પંચમઢી થિસીસ વિકસાવ્યો હતો, જયપ્રકાશે સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાં જેને લગતા મુદ્દાઓને નિખાર આપ્યો હતો, 1977ના જનતા ઢંઢેરામાં જેની ઝાંખીપાંખી પણ જિકર હતી, અરે 1980માં જનતા પક્ષથી જુદા પડતી વખતે ભાજપે નામ કે વાસ્તે પણ ‘ગાંધીવાદી સમાજવાદ’ રૂપે જે એક ‘મૂળભૂત નિષ્ઠા’નો હવાલો આપ્યો હતો, આ કશાને પોતાની ઇનિંગ્ઝ રમવાનો અવસર મળ્યો નથી … અને કોની ક્રિયાકલાપમાં રત વર્ગના વશની વાત પણ એ નથી … પણ પેલી ચકાચૌંધકારી મૂર્છા ઉતરે ત્યારે ને !

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 27 સપ્ટેમ્બર 2014

Loading

વૈજ્ઞાનિક તથ્યો અને શ્રદ્ધા

અરુણ દવે|Opinion - Opinion|27 September 2014

એક દિવસ મારા ઘર પાસે રાબેતા મુજબ દર્શકદાદાની ગાડી આવીને ઊભી રહી. હું દોડતો ગાડી પાસે પહોંચ્યો ત્યાં ચંપલ પહેરી લેવાનો અને પૈસા સાથે રાખવાનો ઈશારો થયો !

ગાડીમાં બેઠા પછી કહે, આપણે સાંઢીડા મહાદેવ દર્શને જવાનું છે. મેં કહ્યું, ‘હજુ હમણાં જ આપણે અમદાવાદથી આવ્યા, તમે થાક્યા નથી ?’ સજળ આંખે કહ્યું, ‘જો, આપણી ગૌશાળાની ગાયને ગઈ કાલે આડું આવેલું ને બીચારી છૂટતી નહોતી, દુ:ખી થતી હતી. મેં આવીને જાણ્યું કે વાછરું ને ગાય બચી ગયાં છે. મેં દર્શને જવાની માનતા માનેલી, સમજ્યો ?’ મેં કહ્યું, ‘અરે વાહ, ભગવાનને થેંક્યું કહેવા જવું છે એમ ને ?’

મંદિરે પહોંચી ઈશારાથી પૈસા માંગ્યા. મેં સોની નોટ કાઢી. તરત ડોળા ફાડ્યા, પાંચની માંગી !! પછી કહે, જો, અરુણ, આપણે પૈસાદાર નથી. ભગવાન એ બધું જાણે જ છે, એ તો ભાવનો – શ્રદ્ધાનો ભૂખ્યો છે ! ખાલી હાથે દર્શન ન કરાય એટલે આટલા તો બસ !’ વળતા મારાથી પૂછાઈ ગયું, ‘દાદા, તમે ભગવાનમાં માનો ? જોયા છે ? આ અંધશ્રદ્ધા નથી ? ગાયનું આડું તો ઢોરડૉક્ટરથી સરખું થાય ને ? વગેરે … ’

થોડીવાર થંભી જઈ કહે, ‘આ તમારા વિજ્ઞાન વર્ગમાં આપણે એક વખત ચર્ચા કરેલી કે દરેક પદાર્થ અણુ-પરમાણુનો બનેલો છે. અને પરમાણુમાં સોળેક જેટલાં સૂક્ષ્મ કણો આવેલા છે, સાચું ને ?’ મેં કહ્યું, ‘એ તો વિજ્ઞાન છે, સાબિત થયેલું છે.’

‘હવે સાંભળ તો ખરો ભાઈ, તેં સમજાવેલું કે નખ ઉપર કરોડો પરમાણુ સમાય તેટલા તે નાના છે એ પરમાણુના કેન્દ્રમાં ન્યુટૃોન અને પ્રોટોન ગાઢ રીતે જોડાયેલાં છે, ત્યારે જ્યારે ઇલેકટૃોન તેની ભ્રમણકક્ષાઓમાં ફરે છે ! હવે આ પરમાણુને તારા કોઈ વિજ્ઞાનીએ બાપગોતર જોયો છે ? ઇલેકટૃોનને ફરતો નજરોનજર જોયો છે ? એ છે અને ફરે છે તેનું અનુમાન કર્યું છે ને ?’ હું વચ્ચે કૂદી પડ્યો − ‘દાદા, દાદા સમજો, એ તો ખાસ પદ્ધતિ છે કે તમારે અનુમાનો કરવાના અને એ પ્રમાણે જો તે વર્તે તો તે અનુમાન સાચા છે તેમ સાબિત થાય ! વર્ષોની વૈજ્ઞાનિક તપશ્ચર્યા પછી એ તારણોમાંથી જેની સાબિતીઓ મળી તેને વૈજ્ઞાનિક તથ્યો તરીકે સ્વીકારાયા છે. એમ કાંઈ આડુંઅવળું ઝીકમઝીક નથી થયું !’

અને બમણા જોરથી દર્શકદાદાએ અટેક કર્યો, ‘અરે કાકા, હું એ જ પદ્ધતિથી સાબિત કરું છું કે અમે પણ ઈશ્વરના ભલે દર્શન ન કર્યા હોય, અમને તેની હયાતીના, અસ્તિત્વના તારણો પ્રમાણેના પરિણામો મળ્યા છે ! અનુભૂિત થઈ છે ! તમે ઇલેકટૃોન જોયો નથી ને મંડી પડ્યા છો ત્યારે મને ઈશ્વર બતાવો તો જ માનીએ એવું શું જોઈને ચોંટ્યા છો ? જેમ ઇલેકટૃોન નથી અને ફરતો નથી એવું જ માને તેને તમે જે કહો તેમ હું પણ ઈશ્વર નથી એમ માને તેને કહું, એ … માનવું હોય તો માનો નહીં તો થાવ દુ:ખી.’

કેવું અદ્દભુત અનુબંધિત સચોટ દૃષ્ટાંત !

દર્શક શતાબ્દીએ થયું આવું સ્મરણ.

(“કોડિયું”માંથી સાભાર)

સૌજન્ય : “બિરાદર”, 15 સપ્ટેમ્બર 2014, પૃ. 16

Loading

Long live the Trees of Truth and Trust !

Gerhard A. Fuerst|English Bazaar Patrika - Features|26 September 2014

In Memoriam Wangari Maathai

Illustration from Internet Sources

Long live the Trees of Truth and Trust !

Long live the forests
with their canopies of green…
which provide us with
life-giving oxygen,
and which labor
silently but saliently…
peacefully and purposefully…
with nature's innate, diligent care and love
to keep our air
pure and clean.
Long live the forests
with their stands
of tall, mighty, and majestic trees…
many resembling pillars of a cathedral…
or columns of structures
of historic greatness…
Let us love what nature has provided…,
Let us use these God-given resources
wisely and with great care…
Let us restore and revive forest lands…
which some had mutilated
swinging wildly and greedily
with chopping axes…
with rapacious chain saws…
wasting, brutalizing, eroding, raping the land…
stripping, burning, and cutting it bare…
Let us stand in the presence
of a mighty tree…
Let us remember
Wangari Maathai
who called us to action…
who helped open our eyes…
to make us aware…
to make us see..,
Let us go and follow her lead!
Let us honor her memory!
Let us go
to restore, to replenish,
to revive, to replant
the vital, life-giving forest lands
tree…by tree…by tree…by tree…

e.mail : G1st@aol.com

Loading

...102030...3,9593,9603,9613,962...3,9703,9803,990...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved