ઢાળ મળે તો ગબડી લેવું,
સ્થિર થતાં લગ લથડી લેવું !
વૈતરણી જો તરાય ના તો,
પુચ્છ ગાયનું પકડી લેવું !
અહીંથી ત્યાં રોપાઈ જવાનું,
કોઈ ઉખાડે ઊખડી લેવું !
મંદ વાયરે મર્મરવું પણ,
ખરી ગયા તો ખખડી લેવું !
ગોથ મારીને ઢબતાં છબતાં,
નીલ અધારે ફફડી લેવું !
શાંતિદૂત થઈ ઊડીએ ત્યારે,
મનમાં ધોળું બબડી લેવું !
પછી નિરાંતે થીજવાનું છે,
એ કે' ત્યાં લગ તતડી લેવું !
ભેદ ભેટવાથી જો ટળતો,
માખણકાંડું મચડી લેવું !
હાલ ભલે હંગામી પ્રિયજન,
જામોકામી જકડી લેવું !
3/9/2014
![]()


દિવાળી એ અંધકાર પર અજવાળાના વિજયનો ઉત્સવ છે. દિવાળીના દિવસોમાં દીપ પ્રગટાવીને આપણે અંધકાર સામે ઝીંક ઝીલવાનો જુસ્સો દેખાડીએ છીએ. જો કે, દેશ અને સમાજમાં અખંડ દિવાળી લાવવી હોય તો અજ્ઞાન, અંધશ્રદ્ધા, અસમાનતા અને અન્યાયના અંધકાર સામે જંગ માંડવો પડે. આ જંગ પ્રતિબદ્ધ માનવદીપકો વિના કેમ લડી શકાય? આજે એક એવા માનવદીપકની વાત કરવી છે, જેણે પોતાનું પ્રકાશ નામ સાર્થક કરીને મહારાષ્ટ્રના એક અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં એવો ઉજાસ ફેલાવ્યો છે, જેનો ઝગમગાટ પાવક, પ્રેરક અને પ્રોત્સાહક છે. તાજેતરમાં ડો. પ્રકાશ આમટેના જીવન અને કાર્યને રજૂ કરતી ફિલ્મ 'ડો. પ્રકાશ બાબા આમટે – ધ રિયલ હીરો' મરાઠી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ રિલીઝ થઈ છે. નાના પાટેકર અભિનીત આ ફિલ્મ સારી બની છે, પરંતુ અહીં આ ફિલ્મની નહીં, પણ એ નિમિત્તે ડો. પ્રકાશ આમટેના સાદગીભર્યા જીવન અને સંઘર્ષપૂર્ણ સેવાકાર્યની વાત કરવી છે.
વર્ષ હતું ૧૯૮૪નું. અમારા ઘરના અનિવાર્ય સભ્ય એવા મિત્ર મહેશ પરમારને બૅંકમાં નોકરી મળી હતી. મહેસાણા જિલ્લાના એક નગરમાં એમનું પોસ્ટિંગ એટલે રોજ ટ્રેનથી અપડાઉન કરવાનું. પહેલા-બીજા દિવસે જ ખબર પડી કે એમના બૅંક મૅનેજર શાહસાહેબ પણ અમદાવાદથી ટ્રેનમાં જ અપડાઉન કરે છે, એટલે પછી તો રોજનો સંગાથ થયો. ટ્રેનમાં અપડાઉન કરનારાની નિરાળી દુનિયામાં મહેશભાઈ ધીમે – ધીમે ગોઠવાઈ રહ્યા હતા. પંદરેક દિવસ બાદ ટ્રેનમાં સાંજના પાછા વળતા શાહસાહેબે નાસ્તાનો ડબ્બો મહેશભાઈ સામે ધર્યો. એક ટુકડો ભાંગ્યો ને મહેશભાઈથી સહસા બોલી જવાયું : “સર, તમારા વાઇફ આટલી પાતળી રોટલી બનાવે છે?” મહેશભાઈની આ વાત સાંભળતાં ત્યાં બેઠેલાં-ઊભેલાં સૌ હસી પડ્યાં. શાહસાહેબે ફોડ પાડ્યો : “પરમાર આ રોટલી નથી, ખાખરા છે!”