અલ્લાનો મુકામ મક્કા;
એ પણ ગયો હશે ત્યાં,
મળશે મોકા,
શોધવા શેતાનઃ
એને ટીચી નાખવા
ઉતાવળા
આ હાથ, આ પાષાણ.
પહોંચવા સૌથી પહેલાં
કામ લાગ્યા આ મુક્કા,
કેટલાયને ઢાળ્યા …
શેતાનને લાગી ભાળ.
એણે સલામત ખૂણો ખોળ્યો,
છુપાયો એની અંદર,
જેનાથી મારે ના અંતર …
હવે?
હવે મારે ફરી જાવું મક્કા ,
શોધવા શેતાન ,
આ હાથ અને પાષાણ
ઉતાવળા ..
e.mail : mehta_dhirendra@yahoo.co.uk
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2015; પૃ. 16
![]()


'જીવતા તહેવારો' પુસ્તકની પ્રસ્તાવનામાં કાકાસાહેબ કાલેલકરે આ ધાંસુ શબ્દો લખ્યા છે. આ તો કાકાના ભારતીય સમાજ અને સંસ્કૃિતના ચિંતનની એક નાનકડી ઝલક છે. આવતીકાલે હિંદુ કેલેન્ડર પ્રમાણે કારતક સુદ એકમથી બેસતું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે 'જીવતા તહેવારો'માં કરાયેલી વાતો યોગાનુયોગે અત્યારના રાજકીય-સામાજિક માહોલમાં કદાચ ઘણી વધારે મહત્ત્વની છે. આ પુસ્તકના ૩૫૦ પાનામાં આવી ઢગલાબંધ ચિંતન કણિકાઓ વિખરાયેલી છે. કાકાનું માનવું છે કે, ''સંભવ છે કે તહેવારોની ઉજવણીની પદ્ધતિઓ સુધારીને આપણે સર્વધર્મસમભાવ અને સાંસ્કૃિતક રાષ્ટ્રીય એકતા વધારે મજબૂત કરી શકીશું …'' ‘જીવતા તહેવારો’ના પ્રકાશક ‘નવજીવને’ તેના પ્રકાશકીય નિવેદનમાં પણ કહ્યું છે કે, ''… જૂનું ધાર્મિક વાચન સમાજમાં રૂઢ હોત તો સમાજને કીમતી લોકકેળવણી મળી હોત … આજના જમાનામાં કેવળ શ્રદ્ધાથી કામ નહીં ચાલે અને કેવળ તાર્કિક અશ્રદ્ધાથી પણ સામાજિક આત્મા સંતુષ્ટ ન થાય. બંનેનો જ્યાં સમન્વય હોય એવાં લખાણો જ લોકહૃદયને પૌષ્ટિક ખોરાક પૂરો પાડી શકે …''
તો ચાલો 'જીવતા તહેવારો'માં દિવાળીના તહેવારો વિશે કહેલી વાતોનો 'ગમતાનો ગુલાલ' કરીએ. આ સાથે કાકા કહે છે એમ બેસતા વર્ષથી બધા જ તહેવારોની ઉજવણીની રીત બદલવાનો સંકલ્પ કરીએ. જો કે, ઉજવણીની રીત બદલવાની કેવી રીતે? જેમ કે, આ વર્ષે દિવાળી સહિતના તમામ તહેવારોની ઉજવણીની થીમ 'પુસ્તક અને વાચન' રાખીએ. લેટ્સ સ્ટાર્ટ.