શબ્દ અવતરતા રહે છે, પણ ‘સુયાણી’ ચૂપ છે!
‘મગ-મરી’નું નામ પાડે નૈ, એ શાણી ચૂપ છે!
ક્યાંક અધખૂલી પલકથી કોઈ કંઈ લવતું ખરું,
બાકી બારી-બારણાં સૌ બંધ, ‘વાણી’ ચૂપ છે!
શું અતિવૃદ્ધિ, અનાવૃષ્ટિ… હશે દુષ્કાળમાં?
પાણી-પાણી ત્યાં, અહીં તો ધૂળધાણી ચૂપ છે!
ચૂપ ચિત્કારે નભ્યું છે કીડિયારું કાગળે,
‘રોટી’ બદલે ‘કૅક’ ચીંધે, તૃપ્ત ‘રાણી’ ચૂપ છે!
આમ તો એની ઉઘાડી આંખ સાથેના બનાવ,
જાણીજોઈ આંધળી થાવી અજાણી, ચૂપ છે!
દોષ કંઈ એનો નથી કેવળ કે આખી કાયનાત;
જો, અરાજક ભાડે સૂતી સોડ વાણી, ચૂપ છે!
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2016; પૃ. 09
![]()


‘ફાર્બસ ગુજરાતી સભા’ની સ્થાપના(૧૮૬૫)ને, તેમ જ ‘રાસમાળા’ના સંશોધક,‘ગુજરાતી સભા’ના તેમ જ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’, ‘ગુજરાત વિદ્યાસભા’ના સ્થાપક એવા ઍલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બ્ઝના એ જ વર્ષે થયેલા નિધનને દોઢસો વર્ષ થયાં, એ નિમિત્તે એક અનોખો કાર્યક્રમ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી-દિલ્હી, ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ, ગુજરાત વિદ્યાસભા-અમદાવાદ અને બળવંત પારેખ સેન્ટર-વડોદરાના સંયુક્ત ઉપક્રમે, તા. ૨ ને ૩ એપ્રિલે અમદાવાદની વિખ્યાત હ. કા. આટ્ર્સ કોલેજમાં યોજાઈ ગયો.
મારા બચપણના સમયમાં એવી ઘટનાઓ ઘટિત થઈ કે જેને લઈને અમો બાળકોમાં સ્વગૌરવ, ખુમારી, નિર્ભયતા અને સ્વરક્ષણની ભાવના પેદા થઈ, તેમ જ જીવનલક્ષ્ય પ્રતિ અભિમુખ બનાવામાં પણ મદદ થઈ.