મનઉદ્યાનમાં પુષ્પ ખીલે, માનો કે વસંત આવી.
કોઈક રાગ બહાર છેડે, માનો કે વસંત આવી.
પ્રફુલ્લતા મન તણી હરિયાળી બનીને પ્રસરતી,
ફોરમ ફૂલની સઘળે પ્રસરે, માનો કે વસંત આવી.
ટહુકાર સંભળાય કોકિલ, વન ઉપવન ગજવતા,
મનમયૂર નર્તન કરવા લાગે, માનો કે વસંત આવી.
પૂરબહારે વહેતી હોય લાગણી અરસપરસમાં,
ઉરે ઊર્મિઓ પળેપળ જાગે, માનો કે વસંત આવી.
સંભળાય સૂર મા શારદાની વંદનાના ઠેરઠેરને,
પ્રેયસી ઉર પ્રીતમને જ માગે, માનો કે વસંત આવી.
પતંગા રંગવૈવિધ્યે ફરે અહીંતહીં પરાગ પામવાને,
ક્યાંક વેદના વિયોગની વરસે, માનો કે વસંત આવી.
સુખ અવનીનું સર્વોચ્ચ , મિલન સ્વર્ગાધિક ભાસે,
કૃપા અનંગની અવિરત મળે, માનો કે વસંત આવી.
પોરબંદર
e.mail : joshichaitanya568@gmail.com
![]()




આપણા જેવા સામાન્ય માણસને થાય કે, આવું બધું તો ચાલ્યા કરે એમાં આપણે શું? પણ આ ચીન અને અમેરિકા વચ્ચેના યુદ્ધનો પહેલો તબક્કો છે. આ બન્ને રાષ્ટ્રો વચ્ચે જે પણ થાય તેની અસર આખી દુનિયા પર પડે છે, અને માટે જ આ બબાલ સમજવી જરૂરી છે. આ બાજુ ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ ચાલતી હતી અને એ જ દિવસે ઓપન AI ટૂલ ડીપસીક-R1 રિલિઝ કરવામાં આવ્યું. અમેરિકાના સ્ટૉક માર્કેટને હચમચાવી નાખનારી આ જાહેરાતને પગલે અમેરિકાએ દોષારોપણ શરૂ કરી દીધું. ટ્રમ્પના ખાસ ડેવિડ સાક્સ જે AI અને ક્રિપ્ટોના બાદશાહ ગણાય છે, એમણે આક્ષેપ મૂક્યો કે ડીપસીકે અમેરિકાના OpenAI મોડલની મદદ લઇને પોતાની ટૅક્નોલૉજી વિકસાવી છે તો યુ.એસ. નેવીએ પોતાના અધિકારીઓને સુરક્ષાના કારણોસર ડીપસીકનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે. અમેરિકામાં ઓપનએ.આઇ., સૉફ્ટબેંક અને ઓરેકલ જેવી કંપનીઓ જે AI વેન્ચર સ્ટારગેટમાં જોડાયેલી છે તેમને સંબોધીને ટ્રમ્પે કહ્યું કે તમે જીતવા માટે સ્પર્ધા કરવાનું બંધ કરો અને ડીપસીક એક ચેતવણી છે એ સમજો. આ બધાનાં મૂળમાં છે ચાઇનિઝ સ્ટાર્ટ અપ ડીપસીક. જે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને લઇને અમેરિકા પોતાના અર્થતંત્ર અને ભવિષ્યના વાયદા કરી રહ્યું હતું, જેની આસપાસ રહસ્ય અને રોમાંચનાં જાળાં ગુંથાયાં હતાં, તે આખી બાબત ચીને ચપટીમાં ધૂળધાણી કરી નાખી. સરળ ટેક્નોલૉજી, સસ્તું AI આસિસ્ટન્ટ અને હાઇ એન્ડ પ્રોસેસિંગ પાવર ડીપસીકની ખાસિયતો છે. અમેરિકાએ ચિપ એક્સપોર્ટ કરવાને મામલે ચીન સામે જે નિયંત્રણો અને પ્રતિબંધો લાધ્યા હતા તેની ચીન પર કોઈ અસર જ નથી થઇ કારણ કે ચીને ડીપસીકની જાહેરાત સાથે એ પણ જાહેર કર્યું કે તેમણે પોતાની રીતે ગુણવત્તામાં ઊતરતી હોવા છતાં ય બહેતર પરિણામ આપનારી ચિપ્સ બનાવી દીધી છે અને અમેરિકાના નિયંત્રણોથી તેમના વિકાસમાં કોઇ ફેર પડ્યો નથી. ચીનમાં વિકસાવાયેલા ડીપસીક અને ડેટાની સલામતીને લઇને પણ ઘણા પ્રશ્નો થઇ રહ્યા છે કારણ કે ચીનને હળવાશથી લેવાની ગફલત કરાય એમ છે જ નહીં. જુઓ આ ઉદાહરણ – આ ડીપસીકને જ્યારે તિઆનમેન સ્ક્વેરમાં 1989માં થયેલા નરસંહાર કે ભારત-ચીનના સંબંધો, 1962માં થયેલા ભારત-ચીનના યુદ્ધ કે કાશ્મીર અને લદાખના પ્રશ્નો, ચીન જેને પોતાનું ખપાવે છે એ અરુણાચલ પ્રદેશ, ચીનમાં મુસમાનો સાથે થતા અત્યાચારો વગેરે પ્રકારના સંવેદનશીલ રાજકીય સવાલ કરવામાં આવે છે, ત્યારે આ સવાલોનો જવાબ ત્યાં નથી મળતા અને હા આ ડીપસીક તિબેટને ચીનનો જ હિસ્સો ગણાવે છે. ચેટજી.પી.ટી. તમને આ સવાલોના જવાબ વિગતવાર આપે છે એમ એન.ડી.ટી.વી.ના એક રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે.