કવિ અજમલ સુલતાનપુરીનું કાવ્ય ફેઈસબુક પર આવ્યું. સાંભળતાં જ હું ભૂતકાળમાં સરી પડી. એ હૃદયસ્પર્શી કાવ્ય સાંભળવું એ મારો પ્રાતઃકર્મનો એક હિસ્સો બની ગયો છે.
હું જે ભારતમાં જન્મી, ઉછરી અને કામ કર્યું એ ભારત હિન્દુ, મુસલમાન અને બીજી અનેક કોમનું પોતીકું વતન હતું. હું જે ભારતને યાદ કરું છું તે અખંડ ભારતની વાત છે. ત્યારે ભારત પાકિસ્તાન કે બાંગ્લાદેશની સીમાઓથી વિભાજીત થયેલું નહોતું.
એયને અમે કાચી સડક પર ધૂળ ઉડાડતાં ખેતરો વચ્ચેથી નાચતાં-ગાતાં મિત્રો સાથે નિશાળે જતાં એ યાદ આવે છે. ત્યારે અમારા મિત્રોની નાત-જાત કે ધરમ વિષે અમે સભાન નહોતાં. જેમ જેમ અભ્યાસ આગળ વધ્યો, તેમ તેમ હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી અને સંસ્કૃત ભાષા અને તેમાં રચાયેલ સાહિત્ય ભણતાં ગયાં. તુલસી, મીરાં, સૂરદાસ, કબીર, જાયસી, રહીમ, રસખાન, મોમીન, રહમત અને ગાલિબની રચનાઓ વાંચતાં રસતરબોળ થઇ જતાં એ સાંભરે છે.
મારું બાળપણ લાહોર, કરાંચી, કાશ્મીર, ઢાકા, શ્રી લંકા, દ્વારિકા કે આસામ એ તમામને એક હિન્દુસ્તાનની શૃંખલાના મણકા તરીકે જોવાને ટેવાયેલું હતું. આ એ હિન્દુસ્તાનની વાત કરું છું જે ગરીબ નવાઝ હતો, જેની પવિત્ર માટી સહુને સમાવી લેનારી હતી. એની સોંધી સુગંધથી મારા દેશનો બાગ ફોરતો હતો.
આજના ભારતને જોતાં મારા સપનાનું ભારત ક્યાંક ખોવાયાની વેદના કોની પાસે વ્યક્ત કરું એમ થતું હતું, ત્યારે ‘ઓપિનિયન’ના વાચકો જેમનાથી સુપરિચિત છે તેવા દીપકભાઈ બારડોલીકરને મળવા જવાનું નિરધાર્યું. એમનાથી વધુ સહૃદયી અને સંવેદનશીલ માન્ચેસ્ટરમાં બીજા કોણ મળે? પરસ્પરની કુશળતા પૂછ્યા બાદ, આ કાવ્ય તેમને સંભળાવ્યું, તેઓ સાથે સાથે ગાવા પણ લાગ્યા.
તેમણે પોતાનું બાળપણ અને શિક્ષણ બારડોલીની ધરતી ઉપર કેવું સુખદ હતું, ગાંધીજી, સરદારશ્રી અને મોરારજીભાઈને બારડોલીના એ ચોતરા પર બેસીને સંબોધન કરતા તે યાદ કર્યું. અમે બંનેએ હરિપુરા કોંગ્રેસ સમયે દેશભક્તિથી ધબકતા વાતાવરણની વાતો વાગોળી. બંનેની આંખો ભીની થઈ. આજના ડહોળાયેલા રાજકારણને પરિણામે સામાન્ય જનતા કે જે સંપીને રહેતી તેની વચ્ચે ઊભા થતા તનાવ વિષે ચિંતા વ્યક્ત કરી. કવિ અજમલ જે હિન્દુ-મુસ્લિમની જાન સમા પૂરેપૂરા હિન્દુસ્તાનને શોધે છે, એ જ હિન્દુસ્તાનને અમે પણ શોધીએ છીએ એવો અહેસાસ લઈને છુટ્ટા પડ્યાં.
અહીં એ મુલાકાતની યાદ રહી જાય તેવી છબી, લખાણ મદ્યે, અને એ ગીતની કડી આ નીચે પ્રસ્તુત છે.
https://www.youtube.com/watch?v=tFoMgbwyZm8&feature=em-share_video_user
मुसलमा और हिन्दू की जान वो प्यारा प्यारा हिन्दुस्तान मैं उसको ढूढ़ रहा हु!
प्रेषक : सईम नास्सर
e.mail : saroj.anjaria@gmail.com
![]()



Prof. Nirmal Kumar Bose (1901-1972) was a radical anthropologist, for whom social reconstruction was more important than building sociological theories. He was a humanist, a Gandhian and a great visionary. Bose made original and lasting contribution in the field of anthropology and the concept of culture. However, his academic pursuits did not touch the heights it would have as he plunged into the freedom struggle. He made a choice, he preferred the harsh prison sentence to the luxury of intellectual pursuit at a time when every man was rising to meet the call of the nation for freedom from foreign rule. The loss of the world of academics was the gain of the independence movement.