ભરબજારે શબ્દ રગદોળાય છે,
શબ્દ અહીંયા જૂઠથી છોલાય છે.
શબ્દ પોતે શસ્ત્ર છે જાણે બધાં,
એ છતાં જાતે કદી વીંધાય છે.
ગર્જના કે વંદના હો ભીતરી,
શબ્દ દ્વારા એ છતી થઈ જાય છે.
શબ્દ વાવાઝોડું ને ધરતીનો કંપ,
શબ્દરેલે સઘળે કાદવ થાય છે.
હા, શુચિતા પામવાની છે પ્રથમ,
શબ્દપશ્ચાત્મંત્ર બનતા જાય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2017; પૃ. 18
![]()


‘
આખરે …. આઝાદ’ મૂળ લેખક : ડેનિયલ ગ્રીનબર્ગ, અનુવાદ : ક્ષમા કટારિયા, પ્રકાશન : ઓએસીસ પ્રકાશન, વડોદરા. પ્રથમ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૧૪, પૃષ્ઠ : ૨૦૮, કિંમત : ૨૦૦
આ પુસ્તક ‘સડબરી વેલી શાળા’ની શિક્ષક પ્રક્રિયા-અનુભવો વિશે વાત માંડે છે. ઈ.સ. ૧૯૬૦ના પાછલા દાયકામાં ડેનિયલ ગ્રીનબર્ગ નામના અમેરિકન ભૌતિકશાસ્ત્રી તેમનાં પોતાનાં બાળકો માટે બોસ્ટનની નજીક બાળકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને ચાલતી હોય એવી શાળાની શોધમાં હતા. તેઓે તે ન શોધી શક્યા તેથી કેટલાક સમાન માનસિકતા ધરાવતા વાલીઓ ભેગા મળ્યા અને તેમણે મેસેચ્યુએટ્સમાં ઈ.સ. ૧૯૬૮માં સડબરી વેલી સ્કૂલની સ્થાપના કરી. બાળકોને જવાબદાર નાગરિક તરીકે નિર્માણ કરતી આ સ્કૂલના રોમાંચક અનુભવો આ પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.