Opinion Magazine
Number of visits: 9584190
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દર્શકઘેર આનંદ ભયો, માયધાર વૃંદાવન ગામ

અરુણકુમાર દવે|Opinion - Opinion|6 July 2017

ટૉલ્સ્ટૉય ફાર્મ અને ડેનમાર્કની ફોકસ્કૂલની વિચારધારાથી પ્રભાવિત થઈ, ‘દર્શક’ – મનુભાઈ પંચોળીએ પોતાની મૌલિક સૂઝથી, સર્ટિફિકેટ વગરના, નિશ્ચિત અભ્યાસક્રમ વગરના, નિશ્ચિત સમયગાળા વગરના, કોઈ પણ પ્રકારની પરીક્ષા અને ફી વગરના જીવનલક્ષી અને વ્યવસાયલક્ષી તાલીમી વર્ગો ચલાવીને ગામડાંઓનો સ્થાયી વિકાસ સાધવાના મનોરથ સાથે ૧૯૭૯માં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ટ્રસ્ટ સંચાલિત ‘પંડિત સુખલાલજી લોકવિદ્યાલયની’ની સ્થાપના માયધાર ગામે કરી.

પાલીતાણાથી બાવીસેક કિલોમીટર દૂર, તળાજા અને પાલીતાણા તાલુકાની સરહદોને સ્પર્શતા હજારેકની વસ્તી ધરાવતા આ નાનકડા માયધાર ગામની રમણીયતા ધ્યાન ખેંચે તેવી છે. કૅનાલનાં પાણી અને ઉદ્યમી ખેડૂતોના રોજિંદા પરસેવાથી પાંગરેલી બારેમાસની લીલોતરી, આપણી  અંદર-બહાર લીલી ભીનાશ ભર્યા કરે છે. હાથી જેવી ભેંસોનાં ધણ અને તેડી લેવાનું મન થાય તેવાં ઘેટાં-બકરાંનાં ટોળાં ગમે ત્યારે આવતાં-જતાં નજરે પડે તેવો આ દૂધાળો વિસ્તાર છે. કોઠાસૂઝ અને પ્રકૃતિ પ્રત્યેના લગાવથી કોઈ ખાધે-પીધે દુઃખી નથી. પરંપરાગત અંધશ્રદ્ધા અને શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતાની ગરીબી જરૂર જણાઈ આવે! જીવનમાં વૈજ્ઞાનિક અભિગમનો અભાવ અને પરિવર્તનને સ્વીકારવાની માનસિકતા ઓછી હોવાથી આજના સમય પ્રમાણે આ ગામડાંઓ કુદરતી સ્રોતોથી ભરપૂર હોવા છતાં અને જાતમહેનત કરતાં હોવા છતાં પછાત જણાઈ આવે.

જીવનલક્ષી કેળવણી અને જાગૃતિ લાવવા દર્શકે તેમના ધ્યાનમંત્ર પ્રમાણે અહીં પણ ગામડાંઓના પરિચિત, ગમતાં તથા સ્વીકૃત એવા કાર્યક્રમોનું વિશેષ આયોજન કરીને સૌનો ભાગીદારીભર્યો સાથ મેળવ્યો. અહીંના સમર્પિત અને નિષ્ઠાવાન કાર્યકરોની અથાક અને નિજાનંદી સેવાથી માયધાર ગુજરાતમાં કેળવણીના અવૈધિક-શિક્ષણના એક નમૂનારૂપે ખ્યાતિ પામ્યું. દેશ-વિદેશના અનેક લોકો આ પ્રયોગ જોવા-સમજવા-માણવા અને પામવા આવવા લાગ્યા. કેળવણી, સંસ્કારઘડતર, વ્યવસાયલક્ષી તાલીમ, જીવનલક્ષી મૂલ્યો, ગ્રામવિકાસ, ખેતી, ગોપાલન, બાગાયત, જળસંચય, સજીવખેતી, ગ્રામ ટૅક્‌નોલૉજી વગેરેથી લઈને લોકોત્સવ સુધીના સફળ કાર્યક્રમોને માયધારની માયાને વ્યાપક કર્યા કરી. દર્શકના દર્શનને અનિલભાઈ ભટ્ટના સફળ નેતૃત્વ હેઠળ કાર્યરત એવી નિષ્ઠાવાન કાર્યકરોની ટૂકડીએ એક નમૂનેદાર વાસ્તવિક સ્વરૂપ બક્ષીને સૌને આકર્ષિત કર્યા.

આરંભનાં વીસેક વર્ષ સક્રિય રીતે ધબકતું રહેલું આ કેન્દ્ર પછી અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ ઊભી થતાં સર્વાંશે બંધ પડ્યું. પૂરાં ચૌદેક વર્ષ જાણે ‘કૉમા’માં રહ્યું. કેન્દ્રની નાની-મોટી સામગ્રીઓ અને કાઢી-ઉપાડી શકાય તેવાં બારી-બારણાં અને છપ્પરનાં પતરાં સહિતનો સામાન ‘દલા તરવાડી’ રાહે ઊપડી ગયો! સંસ્થાએ અથાક મહેનત અને બહુ મોટાં સ્વપ્નાં સેવીને વિકસાવેલી ફળઝાડની વાડી અને ફળદ્રુપ જમીન પણ સંજોગોવસાત્‌ વેચી દેવી પડી. સંસ્થાઓને પણ આયુષ્ય કે નસીબ જેવું હોય છે એ જાણે સાર્થક થયું. હવે બચી હતી પચ્ચીસેક વીઘા જેટલી જમીન અને ખંડેર જેવાં થોડાંક મકાનો. દર્શકદાદાએ જ્યાં બેસીને વિખ્યાત નવલકથાઓ લખેલી, ત્યાં ભેંસોનો નિવાસ હતો અને મકાનોનાં ધાબાં પર પણ ઘાસ ઊગી નીકળ્યું હતું. થોડીક ટેક્‌નિકલ મુશ્કેલીઓ જો નડી ન હોત, તો આ બધું પણ કાઢી નાખવાનો નિર્ણય તો લેવાઈ જ ગયો હતો.

આ કેન્દ્રને હવે બચેલી મિલકત કઈ રીતે વેચી શકાય, તેવી તપાસમાં માયધાર જવાનું થયું. જોગાનુજોગ એ ‘દર્શક શતાબ્દી વર્ષ’નો સમયગાળો હતો. મનમાં સહજ વિચાર આવ્યો કે આ કેન્દ્રને, એટલે કે ‘દર્શક-સ્વપ્ન’ને ફરી જીવંત કરીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું બીડું ઝડપવું જોઈએ. વિચારના ચમકારે સંકલ્પ મોતીડું હૃદયમાં પરોવાઈ ગયું. અને કેન્દ્રને વેચવાના આયોજનના સ્થાને હવે તેને પુનઃ ધબકતું કરવાનું આયોજન થવા લાગ્યું!

અતૂટ શ્રદ્ધા, અથાક પરિશ્રમ, દૃઢ સંકલ્પબળ, સાથી કાર્યકરોનો સહકાર વૈજ્ઞાનિક આયોજન તથા કેટલાક મુરબ્બીઓ મિત્રોની આર્થિક સહાય અને પ્રોત્સાહક હૂંફથી આ કેન્દ્રને ફરીથી ધબકતું કર્યું.  લોકભારતીની પ્રથમ બૅચના વિદ્યાર્થી અને લોકભારતી અધ્યાપકમંદિરના ભૂતપૂર્વ કર્તવ્યનિષ્ઠ આચાર્ય નરેન્દ્ર દેવપાઠકનાં સુપુત્રી ભાવનાબહેને (પી.ટી.સી., બીએસ.સી.,  એમ.એમ.સી.એ., પીએચ.ડી.) અધ્યાપનમંદિરમાં આચાર્ય તરીકેની તમામ ફરજો પૂરી વફાદારીથી વહન કરવાનું ભેખધારી કામ યજ્ઞાર્થે સ્વીકાર્યું છે. આજે પાતુભાઈ આહિર અને તેમની કર્મઠટીમના ભાવનાબહેનનાં સીધા માર્ગદર્શનથી માયધાર ખાતે ધૂણી ધખાવીને કાર્યરત છે, તેની નોંધ લેતાં આનંદ-સંતોષની લાગણી અનુભવીએ છીએ.

બબ્બે વખત નાપાસ થયેલાં, જેના ઘરમાં કોઈ ભણેલું નહોતું, ખેતીકામમાં મોસમ વખતે શાળા છોડીને કામે જવું અનિવાર્ય હતું, પોતાની શાળાનું પરિણામ બગડે એ બીકે જેને ક્યાં ય કોઈ પ્રવેશ આપતું નહોતું, જે ફી ભરી શકે તેમ નહોતું, હજુ વાંચતાં-લખતાં જ આવડતું નહોતું, સહજ વાતચીતમાં અપશબ્દો સરળતાથી વાપરવાની ટેવ હતી, ગામ-તાલુકાનું બહારની દુનિયા જોઈ જ નથી, તેવાં બાળકોને ભણાવવાનું અમારું આ અભિયાન અમારી કસોટી પૂરતું જ રહ્યું. આ સેવાકીય માનવીય અભિગમ ધરાવતા સાહસમાં વારંવાર મદદે આવેલા દક્ષિણામૂર્તિ દેવે અમારી દરેક મુશ્કેલીઓમાં અમારું મનોબળ દૃઢ કર્યું. સમય જતાં બધું જ નિયમાનુસાર-કાયદેસર કરવા અમે એક અલગ જ ટ્રસ્ટ રચ્યું. માયધાર વિસ્તારના લોકભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓથી રચાયેલ આ લોકકલ્યાણ ટ્રસ્ટના નામે શાળા શરૂ કરી. આ બધું કલ્પનાતીત એવાં ટૂંકા ગાળામાં થયું કે આજના સંદર્ભે કોઈને પણ શંકા જાય કે ટ્રસ્ટની અને શાળાની માન્યતા આટલી ઝડપથી મળે જ કેમ? સંપૂર્ણ નિઃસ્વાર્થ, સેવાકીય, માનવીય, લોકભાગીદારીથી નિષ્ઠાપૂર્વક થતા કામને ઉપરવાળો ‘તારી નાવડીના રામજી કરે રે રખોપાં …’ ભજનભાવે મદદ કરે છે, તેવી પ્રતીતિ  થઈ.

આજે નવમું અને દસમું ધોરણ ચાલુ છે. આવતા વર્ષે અગિયારમું અને પછી કસોટીવાળું બારમું!

તાજેતરમાં હૈયે હરખ ઉપજાવે તેવા બબ્બે સમાચાર મળતાં જ અત્યાર સુધીના પરિશ્રમથી કંડારેલ કેડી પર ખુદ ઈશ્વર પણ આશીર્વાદની વૃષ્ટિ કરતા હોય તેવી લાગણી જન્મી. શિક્ષણ, કૃષિ-ગોપાલન, સ્વચ્છતા, શૌચાલય, જાગૃતિ, સંસ્કારઘડતર, આરોગ્ય, જળસંચય અને જળવિતરણ, ઊર્જા વગેરે ક્ષેત્રે ટૂંકા સમયમાં થયેલી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયેલ ગ્રામજનો અને સરકારી પદાધિકારીઓએ માયધાર ગામને ભાવનગર જિલ્લાના સૌપ્રથમ ‘વૃંદાવનગામ’ તરીકે જાહેર કરીને જબરી કદર કરી છે. હવે માયધાર ગામ જિલ્લાનું ભૌતિક સુવિધાઓથી સભર એવું સંસ્કારી, સુઘડ, સુંદર, પ્રાકૃતિક અને પર્યાવરણનું જતન કરી જીવનશૈલી આચરતું એવું અનોખું ભાવાવરણ ધરાવતું ગામ બનવા જઈ રહ્યું છે.

બીજા સમાચાર એ કે શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ના એસ.એસ.સી. બૉર્ડની જાહેર પરીક્ષાનું પરિણામ જાહેર થયું અને આપણી શાળાના પ્રથમ પરિણામે જ છાતી ગદગદ ફુલાવી દીધી! ધો. ૧૦માં આપણી આ નવનિર્મિત પા-પા પગલી ભરતી શાળાનું પરિણામ ૮૫ ટકા આવ્યું છે. પાશેરમાં પહેલી પૂણી જેવો ઘાટ ઘડવા બદલ નાના-નાના બાળવિદ્યાર્થીઓના કૂમળા ગાલે વહાલથી બકી ભરીને અભિનંદન પાઠવવા દોડી જઈએ એવું થાય. દર્શક-શતાબ્દી નિમિત્તે પ્રારંભેલી આ બીજા તબક્કાની માયધાર-વિકાસયાત્રા બાહુબલી-૨ જેવી બળૂકી સાબિત થવામાં છે, માયધાર કેન્દ્ર જાણે કે ફિનિક્સ પંખીની જેમ પોતાની રાખમાંથી બેઠું થઈને ઊડવા માટે પોતાની પાંખ ફેલાવી રહ્યું છે.

આજે ઊંચી શિક્ષણ ફી અને ઊંચી ટકાવારી જ ગુણવત્તાનું અને પ્રવેશનું માપદંડ બની બેઠી છે, ત્યારે જેને કોઈ ભણાવવા તૈયાર થતું નથી. તેવાની ચિંતા – કરવા બેઠા છીએ ત્યારે ઉપરવાળાથી લઈને ગાંધીનગરવાળા અમારા આ યજ્ઞાર્થે થતા પુરુષાર્થને હકારાત્મક અભિગમથી સહાય કરશે એ જ શ્રદ્ધા અમારું પ્રેરકબળ બની રહી છે.

આજે આર્થિક ઉપાર્જન અને શહેરી ભૌતિક સુવિધાઓ મેળવવાની ઘેલછામાં બહુ મોટા પાયે ગામડાંઓમાંથી શહેર તરફ સ્થળાંતર થઈ રહ્યું છે. સાથોસાથ, ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા માટે પણ શહેર તરફની દોટ વધી રહી છે. આવા સંજોગોમાં જો ગામડાંઓમાં પેદા થતો કાચો માલ ત્યાં જ પાકો કરવામાં અને ગામડાંઓમાં પણ ગુણવત્તાસભર શિક્ષણ સુવિધાઓ આપવામાં આવે, તો આ સ્થળાંતર અટકાવી શકાય. હિંદુસ્તાનના તંદુરસ્ત ભવિષ્ય માટે આ સ્થળાંતર અટકવું જરૂરી નહીં, પરંતુ અનિવાર્ય છે. દક્ષિણામૂર્તિથી ગ્રામદક્ષિણામૂર્તિ તરફની નાનાદાદાની કેળવણીયાત્રા એ આ જ વિચારધારાનું પ્રતીકાત્મક અમલીકરણ હતું. ગ્રામાભિમુખ અભિગમ ધરાવતા લોકાભિમુખ શિક્ષણ દ્વારા કેળવણીના માધ્યમથી ગામડાંઓનો સ્થાયી વિકાસ સાધવાના મનોરથ સાથે આપણા માર્ગદર્શકોએ આપણી સંસ્થાની સ્થાપના કરી છે. આપણે તેમના વારસદાર તરીકે આ યજ્ઞકાર્યને ટકાવવા-વિકસાવવાનું છે. આપણી સંસ્થાઓએ અને સાથી સંસ્થાઓએ સૌએ સાથે મળીને સહિયારા સર્વોદયલક્ષી પુરુષાર્થથી એકબીજાના સહારે આ દિશામાં કાર્યરત રહેવું એ જ આપણા જીવનની ખરી ધન્યતા છે.

વાચકોને, શુભેચ્છકોને, શિક્ષણપ્રેમીઓને, વિદ્યાર્થી-વત્સલ વડીલોને, દાતાઓને અને માયધાર સાથે થોડોકે ય ઋણાનુબંધ ધરાવતાંને વિનંતી કરવાની છે કે આપની ભાગીદારીભરી આર્થિક સહાયની અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને શરૂ કરેલી દીકરીઓ-દીકરાઓના શિક્ષણ માટે પ્રારંભિક તબક્કે વિશેષ જરૂર છે. રોકેલા શિક્ષકોનાં વાજબી મહેનતાણાં અને સાધન-સામગ્રી માટે જો આપ સહાય કરશો, તો જેને ભણવું છે પણ અનેક કારણોસર ભણી શકતાં નથી, તેવાંની ભણતરભૂખ ભાંગી શકાશે. છેલ્લાં ત્રણેક વર્ષનો ખર્ચ અમે જાતે ભોગવ્યા પછી નિઃસંકોચપણે આ સહાય માટે ગ્રામીણ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને અનુભવ અને અનુબંધ આધારિત જીવનશૈલીની કેળવણી આપવા વિનંતી કરીએ છીએ. કોઈ બે કે ત્રણ દાતા મોટી રકમ આપી દે તેના કરતાં નાની-નાની રકમથી, આશીર્વાદરૂપી, ચાહતરૂપી, પારકાંને પોતીકાં બનાવવાના સંસ્કારઘડતરની ભાગીદારી ઊભી કરવા, સારાં કામમાં સારપનો ગુણાકાર કરવા વિનંતી કરવા પ્રેરાયા છીએ.

લોકભારતી, સણોસરા

આપની મદદ ‘લોકભારતી’ના નામના ચૅક/ ડ્રાફ્‌ટથી ભરી શકો છો. પાકી પહોંચ અને ૮૦જી(૫) સર્ટિફિકેટ મોકલી આપવામાં આવશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2017; પૃ. 13 અને 15 

Loading

Decoding new India

Manini Chatterjee|English Bazaar Patrika - Features|5 July 2017

Narendra Modi is giving shape to M.S. Golwalkar's dream

To his long list of skills – powerful oratory; indefatigable energy; peerless grandstanding; bear hugging every world leader within handshaking distance – Narendra Modi just added another one: a talent for black humour.

That talent was evident in his remarks in Ahmedabad last Thursday. Speaking at a function at Sabarmati Ashram, the prime minister said, "Killing people in the name of gau bhakti is not acceptable." And added, with a straight face, "We are a land of non-violence We are the land of Mahatma Gandhi. Why do we forget that?"

Those words certainly jogged -and mocked – public memory, coming as they did from a man who was chief minister of Gujarat when riots left over 2,000 dead and who resolutely refused to express any remorse, then or since. And a man who, as prime minister, has chosen to ignore the violence unleashed by vigilantes on a regular basis.

Yet such is the stature of Narendra Modi that his words at Sabarmati have been welcomed, not just by his supporters but even by his critics. The prime minister's belated attack on cow vigilantes, they feel, will have a sobering effect on the marauding mobs and will rein in the "loony fringe" of the sangh parivar.

The speech at Sabarmati on June 29 was not the first time that Modi spoke out against the lynch mobs. He had expressed similar sentiments after the lynching of Dalits in Una last year. That had had little effect on the ground.

But this time, many hope, it will be different. One reason for this hope is that the prime minister spoke out a day after thousands of citizens came out in different cities of India under the "Not In My Name" banner to protest against the growing climate of hate and violence which led, most recently, to the murder of 16-year-old Junaid Khan on a train a little outside Delhi.

The "enough is enough" sentiment that animated the protests may have touched Narendra Modi too and impelled him to speak, some believe. Another view is that for purely political reasons the prime minister has signalled a change of course. He does not want unruly elements, in the garb of " gau rakshaks", to mar his ambitions of becoming a world statesman, jeopardize his goal of building a 'New India'.

This hope, sadly, is likely to be belied because it rests on a fundamental misunderstanding. Narendra Modi may be a consummate politician with an enviable ability to mould his words and persona to suit the audience and the occasion. But he is also a deeply committed ideologue, more ideologically oriented than any Indian prime minister barring, possibly, Jawaharlal Nehru.

The saffron fraternity knows this well. Soon after Modi led the Bharatiya Janata Party to single party majority in 2014, a television anchor asked Uma Bharati whether the Rashtriya Swayamsevak Sangh would now exercise "remote control" over the new government. Uma Bharati's immediate response: there is no need of any remote control because RSS ideology flowed through every vein of Narendra bhai Modi, he was the very embodiment of its ideals, the best vehicle to translate its vision into reality.

Modi may have focused on " vikas" and "parivartan" all through his election campaign but after assuming power he has given glimpses of his deep adherence to RSS ideology. And though he has seldom mentioned M.S. Golwalkar by name, it is Golwalkar's thoughts and writings that seem to have most influenced him.

Since Golwalkar took over the reins of the RSS in 1940 and remained at the helm till 1973, he exercised an enormous influence over generations of young men who joined the RSS in the post-Independence era, the most dedicated of whom became pracharaks (full timers) – Modi a star among them.

One only has to read Golwalkar – not just his infamous We or Our Nationhood Defined but his collection of writings brought together in Bunch of Thoughts – to recognize his imprint on Modi's mind. Modi's recent use of "Attock to Cuttack and Kashmir to Kanyakumari", for instance, is a straight lift from Golwalkar

But it goes far beyond phrases. The RSS's central thesis, extensively elaborated in Golwalkar's writings, is that India is the sacred land of the Hindus and Hindus alone, it was a land of unparalleled glory in ancient times, it fell to ruin because of successive assaults by foreign invaders, and it can only regain its lost glory once it becomes wholly Hindu again.

Golwalkar had the greatest antipathy towards the concept of "territorial nationalism" – the name he gave to the modern nation state which bestows equal rights of citizenship on all those who live within its territory regardless of caste or creed. The RSS's "cultural nationalism", a euphemism for upper caste Hindu supremacy, is the stark opposite of civic nationalism enjoined by the Constitution of India.

The difference between the two is not mere semantics but has very real consequences. Every campaign of the so-called "loony fringe" – be it ghar wapsi, love jihad, cow vigilantism, or painting minorities as anti-national – is rooted in the ideology of the RSS and finds ideological sustenance in Golwalkar's writings.

India's independence from colonial rule in 1947, Golwalkar argued, did not constitute real freedom because the new leaders held on to the "perverted concept of nationalism" that championed India's composite heritage.

"The concept of territorial nationalism," he wrote, "has verily emasculated our nation and what more can we expect of a body deprived of its vital energy? …And so it is that we see today the germs of corruption, disintegration and dissipation eating into the vitals of our nation for having given up the natural living nationalism in the pursuit of an unnatural, unscientific and lifeless hybrid concept of territorial nationalism."

For the RSS, therefore, the BJP's victory in 2014 marks a seminal moment in the dream of forming a Hindu rashtra. That Modi is aware of his own significance in this journey was made clear when he referred to the end of "1200 years of foreign rule" in his first major speech in the Lok Sabha after becoming prime minister.

In the last three years, Modi has relentlessly run down the achievements of the first 70 years of independence and insisted that India has changed in a wondrous fashion only in the last three years. These exaggerated claims do not result from misplaced hubris alone. It comes from a deeply held belief that only a "Hindu" government and polity – where all "non-Hindu" elements are obliterated or made to surrender their identity – can redeem India's destiny.

Modi's New India, thus, has two inextricably intertwined sides to it. On one hand, it is about rooting out black money, building toilets, giving up LPG subsidies, enhancing India's space programme et al. On the other, it is 'Hinduizing' both State and society by obliterating the myriad influences on art and culture, ideas and scholarship from 'non-Hindu' sources that have so enriched India over millennia.

The men who killed Junaid Khan because he was wearing a skull cap and taking home Eid gifts, Yogi Adityanath's comment that the Taj Mahal does not reflect Indian culture, and Modi's belief that India's efflorescence has only begun with his victory in 2014 are all facets of the same Golwalkarian mindset – a mindset that forms the bedrock of New India.

In his Sabarmati speech, a newspaper report said, Modi narrated a childhood memory of a cow who gave up eating after it was overcome with remorse for accidentally killing a child. "His voice choked with emotion and he fought back tears as he detailed the compassion of the cow," it noted. Modi never mentioned Junaid Khan, whose bloodstains are still visible on the platform of Asaoti station.

In New India, suicidal cows evoke more tears than murdered human beings. But then a cow, we are told, experiences remorse and compassion that a prime minister seems incapable of feeling.

e.mail : manini.chatterjee@abp.in

courtesy : 'Worm's Eye View', "The Telegraph", 03 July 2017

Loading

ભગવદગોમંડળની અવનવી વાતો

કાન્તિ ભટ્ટ|Opinion - Opinion|5 July 2017

મહાન ફિલોસોફર રુસોએ આપણને શિખામણ આપેલી કે ‘કોઈ પણ માણસને તમારી ફૂટપટ્ટીથી માપશો નહીં કે તમારા મતથી જજ કરશો નહીં. આમ કરશો તો તમે એકલાએ ભૂલ નહીં કરી હોય. કોઈ પણ નિષ્ફળ જંગમાં એક પક્ષ હારે ત્યારે કોઈને કોઈની ભૂલ થઈ હોય જ છે. આજે આ લેખ હું મહાન ગુજરાતી સંદર્ભગ્રંથ ‘ભગવદગોમંડળ’ વિશે લખું છું. મારો વિચાર છે કે હું તમને ‘ભગવદગોમંડળ’ નામનાં ગુજરાતી એન્સાઈક્લોપીડિયાની વાત કરું. આ ગ્રંથ પ્રગટ કરવામાં એક કાઠિયાવાડી નામે ગોપાલ પટેલે કેવો રસ દાખવ્યો હતો, તે વાત કહેવી છે.

મોરારિબાપુને વિભાવના શબ્દનો અર્થ સમજાયો નહીં

મહાન કથાકાર મોરારિબાપુ મિડલ સ્કૂલમાં ભણતા, ત્યારે અમે હાઈસ્કૂલમાં ભણતા હતા. તેઓ વાંચનનો નેહડો છોડતા નથી. એ વાંચનના ગાળામાં તેના જાણવામાં ‘વિભાવના’ શબ્દ આવ્યો. પણ મોરારિબાપુને વિભાવના શબ્દનો અર્થ સમજાયો નહીં. તેનો અર્થ ભગવદગોમંડળમાં હતો. વિભાવના એટલે કલ્પના, તકરાર, તજવીજ, સત્યને તપાસવું અને વિભાવના એટલે એક અર્થાલંકાર. આ બધા અર્થ ભગવદગોમંડળમાં છે.

આપણે ગૌરવ લેવું જોઈએ કે ગોંડલના ભગવતસિંહજીએ આપણને ગુજરાતી ભાષાના લભગભ તમામ શબ્દોના અર્થ આપ્યા. એટલે મને જાણવાનું મન થયું કે જગતમાં આજે સૌથી મોટો એન્સાઈક્લોપીડિયા કયો? એન્સાઈક્લોપીડિયા બિટાનિકા? ના, ના. ‘ધ અરેબિક લેજિસ્લેશન’ મોટામાં મોટો એનસાઇક્લોપીડિયા છે. આ વાત મને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંથી જાણવા મળી. લિબિયાના વિદ્વાન કાજી – વિદ્વાન મોહમ્મદ બિન યુનિસે 1,64,000 પાનાંનો અરેબિક સંદર્ભગ્રંથ 200 જેટલા ભાગમાં પ્રગટ કર્યો છે. તે ગ્રંથોનું કુલ વજન જ 925 રતલ થતંુ હતું. તમામ આરબ દેશના કાનૂનોનો અર્થ એ સંદર્ભગ્રંથમાં છે. ‘ધ અરેબિક લેજિસ્લેશન’ કે ભગવદગોમંડળ. તેમાં બન્નેમાં મુસ્લિમ કાનૂનો વિસ્તારથી છે.

એનસાઇક્લોપીડિયા એટલે સામાન્ય જ્ઞાન

એનસાઇક્લોપીડિયા ગ્રીક શબ્દ છે. ગ્રીક અર્થ પ્રમાણે એનસાઇક્લોપીડિયા એટલે સામાન્ય જ્ઞાન અગર શિક્ષણ કે જ્ઞાનની દરેક શાખાનું જ્ઞાન – આ ગ્રંથમાં દરેક શાખાનું જ્ઞાન છે. જો કે ચીન સુધી નજર દોડાવીએ, તો 1738માં 240 જેટલા ભાગમાં ચીની એનસાઇક્લોપીડિયા છપાયેલો – ચીનનો આ ‘યૂ હાઈ એનસાઇક્લોપીડિયા’ છે. આ ઇતિહાસની વાત માથાકૂટ જેવી લાગશે, પણ જાણવું જોઈએ કે પ્રથમ મોડર્ન એનસાઇક્લોપીડિયા ફ્રેંચનો છે તે (1751) જૂનામાં જૂનો છે. પરંતુ અત્યારે આપણે રાજકોટના પ્રવીણ પુસ્તક ભંડારના પ્રવીણભાઈ પટેલ વિશે જાણીએ. તેઓ 66 વર્ષની ઉંમરે પણ સાડા પાંચ વાગ્યે ઊઠીને 4 કિલોમીટર ફરવા જાય છે. મોટો દીકરો મિહિર એમ.બી.એ. કરીને પિતા સાથે ગુજરાતી પુસ્તકો વેચવાનો ધંધો સંભાળે છે.

ગ્રંથના તમામ ભાગ સંપાદિત

આપણે ચંદુભાઈ બેચરદાસ પટેલને પણ યાદ કરવા જોઈએ તેમણે આ ગ્રંથના તમામ ભાગ સંપાદિત કર્યા. આખો ગ્રંથ પ્રગટ કરતા પહેલાં મહાત્મા ગાંધીજીને પ્રસ્તાવના લખવા વિનંતી કરી. ત્યારે ગાંધીજી તો ભગવદગોમંડળને તૈયાર કરવામાં જે જે લેખકોએ મહેનત કરી તેમનાથી પ્રભાવિત થઈ ગયા. આ ગ્રંથોમાં બે લાખ શબ્દો વપરાયા છે. ગુજરાતી પ્રજાને આવો ધુરંધર ગ્રંથ આપ્યો તે બદલ ધન્યવાદ. પણ હું આ જબ્બર પુરુષાર્થ જોઈને એટલો પ્રભાવિત થયો છું કે એક પ્રસ્તાવના લખવાની મારી ક્ષમતા જોતો નથી.

લગભગ વીસ હજાર શબ્દો ભેગા કર્યા

જો કે, અફસોસની વાત એ છે કે આજે ભગવદગોમંડળની બીજી આવૃત્તિ, જે 2008માં 2000 નકલો છપાઈ, તેમાંથી હજી 1000 નકલ જ વેચાઈ છે. પણ ભગવતસિંહજીએ રાજવટ મૂકીને ભગવદગોમંડળના ‘સહસંપાદક’ તરીકે પૂરો ભાગ ભજવેલો છે. આ ‘શબ્દકોષ’ કે ‘શબ્દ- જ્ઞાનકોષ’ તૈયાર કરવામાં મદદ કરી હોય, તેની કદર ભગવતસિંહજી કરતા. એ જમાનામાં 90 વર્ષ પહેલાં નવો શબ્દ સૂચવાનારને એક આનાથી માંડીને રાણી છાપના ચાંદીના એક રૂપિયાના સિક્કાનું ઈનામ આપતા. ચારણો, બારોટો, ભરવાડો પાસેથી પણ અનેક નવા શબ્દો મળી આવતા. ઘણી વખત મહારાજા પાસે નોટબુક ન હોય, તો તેમના પહેરણ ઉપર પેન્સિલથી નવા શબ્દો અને અર્થ લખી નાખતા. આ બધાં કામને છાપવા માટે મુંબઈથી ખાસ ટાઇપો બનાવનારાને બોલાવીને ગોંડલમાં ટાઇપ ફાઉન્ડ્રી શરૂ કરાવી. મહારાજાએ લગભગ વીસ હજાર શબ્દો ભેગા કર્યા. આજે રાજકોટના ગોપાલ પટેલે પોણા ત્રણ લાખ શબ્દોના અર્થવાળા ભગવદગોમંડળના 9 ભાગ પ્રગટ કર્યા છે.

ભગવદગોમંડળ માટે ખાસ કાગળ તૈયાર કરી આપ્યો

1956માં ભગવદગોમંડળના તમામ ગ્રંથો વેચાઈ ગયેલા. ગુજરાતમાં દાહોદની કૉલેજમાં જૂના ગ્રંથો હતા, તે ચોરાઈ ગયા હતા. હદ તો એ વાતની થઈ કે ભગવદગોમંડળના નવેનવ ગ્રંથ કોઈ પટાવાળાએ પસ્તીમાં વેચી દીધા હતા! તે પસ્તી ખરીદનારે તેના રૂ. 6000 ઉપજાવ્યા હતા. ભારતની કોઈ પણ ભાષામાં હજી આ પ્રકારનો જ્ઞાનકોષ તૈયાર થયો ન હોવાનો ગોવિંદભાઈનો દાવો છે. ગોંડલની નગરપાલિકાના પુસ્તકાલયે ઘણા ગુજરાતી પ્રકાશકોને વિનંતી કરી, પણ લગભગ 100 વર્ષ જૂના આ ગ્રંથોના પ્રકાશનમાં કોઈને રસ ન પડ્યો, પણ મૂળ ઉપલેટામા ખેતી કરનારા પ્રવીણભાઈ અને ગોપાલભાઈ રાજકોટમાં નાનકડી સર્ક્યુલેટિંગ લાઈબ્રેરી ચલાવતા હતા. તેમણે પુસ્તકોનો વેપાર હાથ ધર્યો. કોઈ હાથ અડાડતા નહોતા, તેવા ભગવદગોમંડળનું પ્રકાશન હાથ ધર્યુ. આ ગ્રંથોને છાપવા માટે જ 70 (સિત્તર) ટન જેટલો કાગળ વપરાયો છે. નવ ગ્રંથોનું વજન પચાસ કિલો જેટલું થાય છે. બેલારપુર મિલે ભગવદગોમંડળ માટે ખાસ કાગળ તૈયાર કરી આપ્યો.

સૌજન્ય : ‘આસપાસ’, નામક લેખકની કોલમ, “દિવ્ય ભાસ્કર”, 05 જુલાઈ 2017 

Loading

...102030...3,3403,3413,3423,343...3,3503,3603,370...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved