(પ્રેરણાઃ)
ખોટું ન લાગે તો વાત એક કહું?
હું થોડા દિવસ હવે તારામાં રહું
– મુકેશ જોશી
તું ખોટું જો ના લગાડે તો વાત તને એક કહું?
હું થોડા દિવસ મારી માના ત્યાં રહેવા જઉં?
એ જો પૂછશે તો ઝગડાની વાત તો નહિ કરું
એને વાતે વળગાડી માનું હૈયું જરૂરથી ભરું?
કહીશ એને તારી વહુને છે લાગણી તારી બહુ,
હું થોડા દિવસ મારી માના ત્યાં રહેવા જઉં?
કોણ જાણે મા વગર આ ઘર લાગે મને સૂનું
ઉંમરની સાથે આ ઘર પણ લાગે છે મને જૂનું!
માના હાથની વાનગીઓ પેટ ભરીને હું ખઉં!
હું થોડા દિવસ મારી માના ત્યાં રહેવા જઉં?
નિત તારા વાસણો ધોવાની વાત તો નહિ કહું!
હું થોડા દિવસ મારી માના ત્યાં રહેવા જઉં?
7 ઓક્ટો. ’૧૮
e.mail : chiman_patel@hotmail.com
![]()


જેનિફર કહે છે કે અર્વાચીન રાજનીતિવિજ્ઞાનમાં જરાક ડૂબકી મારીએ તો સમજાશે કે લોકશાહી નામના ફુવારામાંથી માત્ર Kool-Aid સાંપડે છે. 'કૂલ-એઇડ' એક ફ્લેવર્ડ ડ્રિન્ક છે – સ્વાદિષ્ટ પીણું. બાળકોને એની રેઈનબો ફ્લેવર્સની મજા આવે અને મમ્મીઓને લાગે કે છોકરું વિટામીન C પામી રહ્યું છે. એની જાહેરાત માટે એક નટ 'કૂલ-એઇડ'-થી ભરેલો મગ ઉછાળતો હોય ને – oh yeah -oh yeah ગર્જતો હોય ! 'એઇડ સોસાઇટીઝ' ગરીબીગ્રસ્ત બેહાલ પરિવારોને ખોરાક ને કપડાં દાન કરે છે, એ સંકેત પણ છે. વળી, 'કૂલ-એઇડ' બધા પ્રકારની રમૂજ માટે પણ પ્રયોજાય છે. ગુજરાતીમાં મશ્કરીમાં કહેવું હોય તો એમ કહી શકાય કે લોકશાહીની દુકાનેથી પાણીદાર ફિક્કી છાશ સાંપડતી હોય છે.
આને વિશ્વના ઉત્તમ અને નામાંકિત રાજનીતિવિજ્ઞાનીઓ ક્રિસ્ટોફર આહન અને લૅરિ બાર્ટલ્સ લોકશાહીનો લોક-સિદ્ધાન્ત કહે છે, "ફોક થિયરી' ઑફ ડૅમોક્રસી". એમનું પુસ્તક છે, "Democracy for Realists: Why Elections Do Not Produce Responsive Government. Princeton University Press. 2016.