Opinion Magazine
Number of visits: 9576921
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સવાલ તો એ છે કે, મુખ્ય ન્યાયમૂર્તિએ આવી ભૂલ કેમ કરી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 April 2019

સર્વોચ્ચ અદાલતમાં નોકરી કરી કરી ચૂકેલી એક ૩૫ વરસની મહિલાએ આરોપ કર્યો છે કે છ મહિના પહેલાં તે જ્યારે સર્વોચ્ચ અદાલતમાં નોકરી કરતી હતી, ત્યારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ તેમની સાથે જાતીય છૂટ લેવાની કોશિશ કરી હતી. તેણે એવો પણ આરોપ કર્યો હતો કે મુખ્ય ન્યાયમૂર્તિએ છૂટછાટ લેવા દેવા માટે કેટલીક લાલચો પણ આપી હતી. હંમેશાં બને છે એમ મુખ્ય ન્યાયમૂર્તિએ આરોપની ઇન્કાર કરતા કહ્યું છે કે તેમને ફસાવવામાં આવ્યા છે.

જો પાંચ વરસ પહેલાંનો સમય હોત તો મુખ્ય ન્યાયમૂર્તિને કોઈએ શંકાનો લાભ ન આપ્યો હોત, અને એક અવાજમાં માગણી કરવામાં આવી હોત કે મુખ્ય ન્યાયમૂર્તિએ તપાસ યોજવા દેવી જોઈએ અને તપાસનો અહેવાલ ન આવે અને તેમાં તેઓ નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી તેમણે કોઈ ખટલા ન સાંભળવા જોઈએ. પણ આ યુગ મર્યાદાલોપનો યુગ છે, એટલે કોઈ પણ સંસ્થા સાથે સંકળાયેલ કોઈ પણ વ્યક્તિ સાથે કાંઈ પણ બની શકે છે. ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતના સિનિયર મોસ્ટ ચાર ન્યાયમૂર્તિઓએ પત્રકાર પરિષદ બોલાવનારા અને સર્વોચ્ચ અદાલતમાં બધું બરોબર નથી એમ જાહેરમાં કહેનારા ચાર ન્યાયમૂર્તિઓમાંના એક હતા. એ પછીથી તેમને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવામાં આવશે કે કેમ એ વિષે શંકા સેવવામાં આવતી હતી. તેમને મુખ્ય ન્યાયમૂર્તિ તો બનાવવામાં આવ્યા હતા, પરંતુ સર્વોચ્ચ અદાલતને જે રીતે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ જાણીતી હકીકત છે.

ન્યાયમૂર્તિ ગોગોઈએ બે મહિના પહેલાં સર્વોચ્ચ અદાલતોના બોર્ડ પરથી ગાયબ કરવામાં આવતી મેટરોનું કૌભાંડ ઉઘાડું પાડ્યું હતું. રિવાજ એવો છે કે જે તે અદાલતમાં દરવાજા નજીક મૂકવામાં આવતા બોર્ડ પર દિવસ દરમ્યાન ચાલનારા ખટલાઓની યાદી મૂકવામાં આવે છે. જે અદાલતમાં જે દિવસે જેટલા વાગે ખટલો બતાવવામાં આવ્યો હોય એ સમયે અસીલોના વકીલોએ હાજર રહેવું પડતું હોય છે. મુંબઈના એક ઊઠી ગયેલા ઉદ્યોગપતિના મામલામાં ખટલો બોર્ડ પર બતાવવામાં જ નહોતો આવતો ઉદ્યોગપતિના વકીલો ગેરહાજર રહેતા હતા અને એ રીતે કેસ આગળ વધતો જ નહોતો. જો કારણ પૂછવામાં આવે તો ખુલાસો કરવામાં આવતો હતો કે બોર્ડ પર મેટર જ નહોતી એટલે અમને જાણ જ નહોતી. આમાં ફાયદો એ કે વકીલને તારીખ માગ્યા વિના તારીખ મળી જાય અને કોઈ વઢે પણ નહીં. ‘અમે શું કરીએ અમે તો તૈયારી સાથે આવ્યા હતા, પણ બોર્ડ પર મેટર જ નહોતી.’ આ ઉપરાંત છેલ્લા એક મહિના દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિએ રાફેલ અને બીજા ખટલાઓમાં આકરું વલણ અપનાવ્યું હતું અને ચૂંટણીપંચનો પણ કાન આમળ્યો હતો.

આમ જો પાંચ વરસ પહેલાંનો સમય હોત તો કોઈએ મુખ્ય ન્યાયમૂર્તિની નિર્દોષ હોવાની અને ફસાવવામાં આવ્યા હોવાની વાત પર ભરોસો ન મૂક્યો હોત અને તેમને નિર્દોષ સાબિત થવાની સલાહ આપવામાં આવી હોત. અત્યારે ઘણી મોટો સંખ્યામાં લોકો ન્યાયમૂર્તિને શંકાનો લાભ આપી રહ્યા છે.

સવાલ એ છે કે ન્યાયમૂર્તિ ગોગોઈએ શું કરવું જોઈતું હતું અને એ પણ ત્યારે જ્યારે તેઓ મુખ્ય ન્યાયમૂર્તિ છે? પહેલો સવાલ આવે છે સ્વાભાવિક ન્યાયનો અને કાયદાકીય તેમ જ ન્યાયની પ્રક્રિયાનો. અંગ્રેજીમાં આને નેચરલ જસ્ટીસ અને ડ્યુ પ્રોસેસ ઑફ લૉ કહેવામાં આવે છે. તેઓ મુખ્ય ન્યાયમૂર્તિ જેવો મહત્ત્વનો હોદ્દો ધરાવે છે, નીડર છે, સત્યના પક્ષે ઊભા રહે છે, વ્યવસ્થાકીય ક્ષતિઓમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે તો બીજી બાજુ આક્ષેપ કરનારી યુવતીના વ્યવહાર વિષે ગંભીર પ્રશ્નો છે, એટલે શું મુખ્ય ન્યાયમૂર્તિ આપોઆપ નિર્દોષ ઠરે? ન્યાય વિશેના પેલા જાણીતા કથન મુજબ ન્યાય થવો પણ જોઈએ અને થતો નજરે પડવો પણ જોઈએ. એ સ્ત્રી જો જુઠ્ઠી હોય તો તેને સજા કરવાની જોગવાઈ કાયદામાં છે.

સ્વાભાવિકપણે ન્યાયમૂર્તિ ગોગોઈએ સર્વોચ્ચ અદાલતના સિનિયર મોસ્ટ જજ કે જજોને તપાસ કરવાનું કહેવું જોઈએ અને તેમણે તેનાથી દૂર રહેવું જોઈએ. જે ખટલાઓ અત્યારે તેઓ સાંભળી રહ્યા છે તેમાંથી નહીં હટવાની સંમતિ તેમણે સાથી જજો (બ્રધર જજીઝ) પાસેથી મેળવવી જોઈએ. આ બધું કરવાની જગ્યાએ ન્યાયમૂર્તિ ગોગોઈએ વિક્ટીમ હોવાની વાતને નિર્દોષ સાબિત થવા માટે પર્યાપ્ત માની હતી જે એક ભૂલ હતી. મુખ્ય ન્યાયમૂર્તિ કાવતરાનો શિકાર છે એ વાત જ્યાં સાબિત થવાની બાકી છે ત્યાં પોતાને નિર્દોષ સાબિત કરવા તેનો આશરો કઈ રીતે લઈ શકાય? તેમણે રજાના દિવસે શનિવારે અદાલત બોલાવી હતી. બેંચની રચના તેમણે પોતે કરી હતી જેમાં સિનિયર જજોને લેવામાં આવ્યા નહોતા. તેઓ પોતે બેંચમાં એક સભ્ય તરીકે હતા, એટલું જ નહીં તેનું નેતૃત્વ કરતા હતા. તેમણે પોતે પોતાનો બચાવ કર્યો હતો અને આક્ષેપ કરનારી મહિલાના વ્યવહાર વિષે આક્ષેપ કર્યા હતા. ટૂંકમાં જજ પણ તેઓ, આરોપી પણ તેઓ અને વકીલ પણ તેઓ જ.

જેમની પાસેથી દેશની ખૂબ મોટી અપેક્ષા હતી અને છે એ મુખ્ય ન્યાયમૂર્તિએ આવી ભૂલ કેમ કરી? તેમના માટે સહાનુભુતિ ધરાવનારા લોકો પણ કહે છે આ કોઈ યોગ્ય માર્ગ નથી. પેલી સ્ત્રીના ન્યાયના અધિકારનું શું? આરોપ કરનાર વ્યક્તિ ખોટી છે એ ખટલો ચલાવ્યા વિના માની લેવાનું તો જગતનું કોઈ બંધારણ કહેતું નથી. જ્યારે કાયદાનું રાજ આજ જેવું વિકસ્યું નહોતું અને ન્યાયપ્રક્રિયા આજ જેવી ચુસ્ત લેખિત તેમ જ વસ્તુનિષ્ઠ નહોતી એ યુગમાં પણ બન્ને પક્ષને સાંભળ્યા વિના ચુકાદા નહોતા અપાતા.

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ ‘કદાચ’ નિર્દોષ વિક્ટીમ હોઈ શકે છે, પણ આ ‘કદાચ’ શબ્દ તો ત્યારે જ હટશે જ્યારે તેમની અનુપસ્થિતિ વિના તપાસ થશે કે ખટલો ચાલશે અને તેઓ નિર્દોષ તેમ જ વિક્ટીમ સાબિત થશે. આ માટેની જે કાયદાકીય પ્રકિયા છે એનાથી કોઈ બચી ન શકે, મુખ્ય ન્યાયમૂર્તિ પણ નહીં. વાસ્તવમાં મુખ્ય ન્યાયમૂર્તિ તો આ પ્રક્રિયા માટે વધારે પ્રતિબદ્ધ હોવા જોઈએ.

પોતાને વિક્ટીમ સાબિત કરવાની આટલી બધી ઉતાવળ શા માટે? જો કે આમાં આશ્ચર્ય ન થવું જોઈએ. રાફેલ કૌભાંડમાં તેમણે સરકારના પરબીડિયાને આધરે જે પહેલો ચુકાદો આપ્યો હતો ત્યારે પહેલીવાર તેમના ઉતાવળિયા અને કાચા વલણનો અનુભવ થયો હતો. વાદીઓને એ પરબીડિયામાંની વિગતો ચકાસવા દેવા માટે આપવામાં નહોતી આવી જે તેમનો અધિકાર હતો. એની જગ્યાએ સરકારે જે કોઈ ખોટા દાવાઓ કર્યા હતા તેને ફેસ વેલ્યુ પર સ્વીકારીને કૌભાંડની તપાસ કરવાની જરૂરત જ નથી એવો ચુકાદો આપ્યો હતો.

સારું થયું કે મુખ્ય ન્યાયમૂર્તિને પોતાની ભૂલ સમજાઈ છે અને તેમણે બીજા ક્રમના સિનિયર મોસ્ટ ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેને આમાં કાયદાકીય રીતે યથાયોગ્ય કરવાની વિનંતી કરી છે. ન્યાયમૂર્તિ બોબડેએ ત્રણ ન્યાયમૂર્તિઓની સમિતિ રચી છે જે ડિપાર્ટમેન્ટલ ઇન્વેસ્ટીગેશન કરશે. ત્રણ ન્યાયમૂર્તિઓમાં એક મહિલા ન્યાયમૂર્તિ પણ છે. આ બાજુ ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, રોહીગ્ટન નરિમાન અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા કાવતરાની તપાસ કરી રહ્યા છે. બન્ને બાબતો એક સરખી ગંભીર છે. જો કાવતરું હોય તો એ પણ ગંભીર છે અને મુખ્ય ન્યામૂર્તિએ વિનયભંગ કર્યો હોય તો એ પણ ગંભીર છે.

24 ઍપ્રિલ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 ઍપ્રિલ 2019

Loading

અયોનિજા લોકશાહી

પંચમ શુક્લ|Poetry|25 April 2019

યથા પરજા તથા રાજા છે લોકશાહીમાં,


અદૃશ્ય આજાનુભુજા છે લોકશાહીમાં!

સભા, સિંહાસનો, સુભટોના વેશ જુદા છે,

છદ્મવેશે અલગ દરજા છે લોકશાહીમાં!

નચિકેતાને અતિપ્રશ્નો જ જ્ઞાન આપે છે,

નરી આસ્થા કમળપૂજા છે લોકશાહીમાં!

રથો તાણી જતી જગન્નાથના વિના હસ્તે,

અરવ વિસ્ફોટની ઊર્જા છે લોકશાહીમાં!

ભલે પરખાય નહિ, પરિવર્તનો થતાં રહે છે,

પ્રસવપીડા અયોનિજા છે લોકશાહીમાં!

૨૪/૪/૨૦૧૯

આજાનુભુજા: આ (સુધી) + જાનુ (ઢીંચણ) + ભુજા (હાથ) – હાથ ઢીંચણ સુધી પહોંચતા હોય તેવું (અર્જુન)

નચિકેતા: કઠ ઉપનિષદમાંનો યમરાજ પાસેથી બ્રહ્મવિદ્યા શીખી લાવનાર ઉદ્દાલક આરુણિ ઋષિનો પુત્ર,

કમળપૂજા: ઇષ્ટદેવને પ્રસન્ન કરવા માનવામાં આવતી ભક્તની પોતાને હાથે પોતાનું માથું કાપી ઇષ્ટદેવને ધરવાની ગણાતી એક ધાર્મિક ક્રિયા

અયોનિજાઃ યોનિ દ્વારા ન જન્મેલી – સીતા, લક્ષ્મી, દ્રોપદી

"જગન્નાથજી તથા બળરામની હાલની મૂર્તિઓમાં પગ બિલકુલ હોતા નથી અને હાથ પંજા વગરના હોય છે. સુભદ્રાની મૂર્તિમાં નથી હાથ હોતા કે નથી પગ હોતા”

Email: spancham@yahoo.com

Loading

હજીય ઇક્ષુશાકિન છે!

પંચમ શુક્લ|Poetry|25 April 2019

જ્યાં જુઓ ત્યાં સોવિન છે,
પીળિયો છે તો મુમકિન છે.
મીઠાં સાથે નમકિન છે,
મોઢું છે તો મુમકિન છે.
કોરોમોરો નૅપ્કિન છે,
મહેમાન છે તો મુમકિન છે,
ખડબડ, બડબડ બૉબિન છે.
વણતર છે તો મુમકિન છે.
ઉમેદવારો ઉચ્ચકિન છે,
ચૂંટણી છે તો મુમકિન છે.
ચાંપ ઇતરને આધીન છે,
EVMમાં મુમકિન છે.
હજીય ઇક્ષુશાકિન છે!
'નૃપ દયાહીન' મુમકિન છે.

***

સોવિનઃ સોનું, સુવર્ણ

પીળિયોઃ કમળાનો રોગ

ઉચ્ચકિનઃ ગભરાયેલું; બેબાકળું

ઇક્ષુશાકિનઃ શેરડી થાય એવું ખેતર , ઇક્ષુ ( શેરડી ) + શાકિની ( વાડી )

'નૃપ દયાહીન': કલાપીના કાવ્ય "ગ્રામમાતા"ની કડી ‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ' સાથે અનુસંધાન રચ્યું છે.

***

23/4/2019

Email: spancham@yahoo.com

Loading

...102030...2,8092,8102,8112,812...2,8202,8302,840...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved