Opinion Magazine
Number of visits: 9684103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનું સંબોધન

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|24 October 2019

દીકુ,
આજે તો જાનમાં જઈશું
શેઠનો દીકરો ઈડરિયો ગઢ જીતવા નીકળવાનો છે.
માથે મોડર્ન લાઈટના ઝગમગાટ સાથે સખીઓ સંગ
વરઘોડે નાચગાનમાં ગુલતાન જાનૈયા વચ્ચે હું તને
પેટે લઈને ચાલતી હોઈશ
ત્યારે વખતે કદાચ
તારું ફરફરવું મને નયે સંભળાય!
પણ તું નચિંત રહેજે ……
મારી કૂખે તો તું સલામત જ રહેશે.
અભિમન્યુની જેમ સાત કોઠા જ નહીં
પરંતુ તારા જેવા કંઈકેટલાં બાળુડાંની જેમ
તું તો શત શત કોઠાનું જ્ઞાન લઈ અવતરશે.
અને આપણી ગરીબીનો ચક્રવ્યૂહ તો કેવો!
અલકચલાણી ને પેલે ઘેર ધાણી!
બાઈ બાઈ ચારણી!
શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું તાણે ગામ ભણી!
નઈ આ પાર ને નઈ ઓ પાર!
સૂડી વચ્ચે સોપારી ને ……. ભિખારી!
આજે જ-
એ વરરાજાના પોંખણા થશે ને
એ કોડીલી કન્યાનો ધણી થશે
ને જાનૈયા અન્નકૂટની જ્યાફત ઉડાવતાં હશે
ત્યારે
આપણે તો માંડવાની બહાર
કદાચ રસ્તાની ધારે એમની મહેરબાનીનાં
વધેલાં ઘટેલાં ખાવાનાંની રાહ જોતાં
મોઢું વકાસી બેઠાં હોઈશું!
એમને તો ધોળે દા’ડે ચાંદાસૂરજ
ને આપણે ધોળે દા’ડે તારા!
એમ થાય કે એમને આંખ આડે કાન
ને આપણે છતી આંખે અંધારાં ઘોર!
જો તું આ વિષમતાના ધ્વંસ માટે
ક્રાન્તિ રૂપે અવતરે તો
મારું વચન છે કે
ઈડરિયો ગઢ કોઈ વરરાજા નહીં
આપણે જીતી લાવીશું ………..

૧૯/૧૦/૨૦૧૯ : જયશ્રી સોનીની ફેઇસબૂક વૉલ પર માથે લાઈટ મૂકી ચાલતી સગર્ભા માતાની આ તસવીર જોઈને મને સ્ફૂરેલું કાવ્ય. એમને આ ચિત્ર “વનવગડો”ની  વૉલ પરથી મળેલું, એવી નોંધ છે.

Loading

સપનું …….

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|24 October 2019

વિજયભાઈ આચાર્યે આ તસવીર એમના એક મિત્ર વિપુલભાઈની ફેઇસબૂક વોલ પરથી લીધી છે. તે અહીં સાભાર પ્રસ્તુત. આ તસવીર જોઈને સ્ફૂરેલું કાવ્ય :

આજ દિવાળી, કાલ દિવાળી
ઘરમાં છે પણ બોલતાં નથી,
દિવેલ છે પણ પૂરતાં નથી,
એરિયું મેરિયું દિવાળીનું પેરિયું ……..
આજે તો દિવાળીનો લાગો લેવાનો હતો ને
શેઠાણીનાં છોકરાંને એમની
આનબાનશાન વધે તેવાં ગાણાં ગાવાનાં હતાં.
માએ પકડાવી દીધેલાં આ ફૂલોના ગજરા
કોઈ શેઠાણીના અંબોડાની શાન બને એવી
આશમાં આ નિંદરડી કયાંથી આવી લાગી!
આજે
બાપુ ફટાકડા ને મીઠાઈ લાવે,
મા પૂરીઓ તળે, બેના રંગોળી પૂરે
અને
અમે એરિયાંમેરિયાં ગાઈને ગામ ગજવીએ
એવી આશા કયાં ઊડી ગઈ?
લે, એને પકડી  લીધી!
જો તો ખરો!
પેલો ઘેલો માણસ બધાં ગજરા લઈને
એની માશૂકાને મનાવી  રહ્યો છે!
એણે આપેલી આ સોની નોટ
વખતે
ઘરમાં દીવો પ્રગટાવશે.
કદાચ શીરો પણ બને!
તનકતારાનો અજવાસ દિલને પણ અજવાળે!
મા, બાપુ ને બેન સાથે કદાચ સાલ મુબારક થઈ જાય!
અરે!
આ કોણ જગાડે છે મને?
લઈ લો શેઠ, લઈ લો આ ગજરા,
આ તો રહી ગયા હાથમાં જ,
કોઈ છે કે મારી દિવાળી ઝળહળ કરે!

Loading

ગુજરાત : પક્ષપલટુઓને પાઠ

કેયૂર કોટક|Opinion - Opinion|24 October 2019

ગુજરાતમાં આ વર્ષે દિવાળી અગાઉ જ કૉંગ્રેસનાં હેડક્વાર્ટર બહાર ફટાકડાં ફૂટશે એ નક્કી થઈ ગયું છે. આ લખી રહ્યો છું ત્યારે ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયાં છે. આ પરિણામો ભા.જ.પ. અને કૉંગ્રેસ બંને માટે ચોંકાવનારા છે. ભા.જ.પ.ને અનપેક્ષિત અને આઘાતજનક આંચકો લાગ્યો છે, તો કૉંગ્રેસને સુખદ આંચકા સાથે રાહત મળી છે. અમરાઈવાડી, રાધનપુર, થરાદ અને બાયડની ચાર બેઠકો પર કૉંગ્રેસનાં ઉમેદવારો વિજય સરઘસની તૈયારી કરી રહ્યાં છે. આ પેટાચૂંટણીઓનાં પરિણામો સ્વસ્થ લોકશાહીમાં માનતા તટસ્થ મતદાતાઓ માટે આશાનાં કિરણ સમાન છે. વળી, રાધનપુર અને બાયડની બેઠકનાં પરિણામો પક્ષપલટુઓ અને એમને પ્રોત્સાહન આપનાર પક્ષો માટે લાલબત્તી સમાન છે.

આપણે જાણીએ છીએ કે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર અને બાયડમાં ધવલસિંહ ઝાલાને ભા.જ.પે. ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતાં. આ બંને યુવા નેતાઓ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનાં ઉમેદવારો તરીકે મેદાનમાં હતા. એ વખતે રાધનપુરમાં અલ્પેશ ઠાકારનો ૧૪,૮૫૭ મતે અને બાયડમાં ધવલસિંહ ઝાલાનો ૭,૯૦૧ મતે વિજય થયો હતો. પણ પછી નાની ઉંમરે એકાએક પ્રાપ્ત થયેલી સફળતાનાં નશામાં આ બંને નેતાઓ વધારે સત્તાની લાલચમાં ભા.જ.પ.ને ભેટી પડ્યા હતા. જે કૉંગ્રેસે એમને મંચ પ્રદાન કર્યો એ જ પક્ષની સાથે એમણે વિશ્વાસઘાત કર્યો. આ બંને નેતાઓમાં એટલી સમજણ નહોતી કે જ્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ચૂંટણી થાય છે, ત્યારથી ગુજરાતના મતદારોનું પણ કટ્ટર ધ્રુવીકરણ થઈ ગયું છે. મતદારો મોટા ભાગે બે પક્ષો વચ્ચે વહેંચાઈ ગયા છે અને એમની વિચારસરણીમાં ફેરફાર થવાનો અત્યંત ઓછો અવકાશ છે. ભા.જ.પ.નાં મતદારો હવે આંખો મીંચીને ભા.જ.પ.ને જ મત આપે છે અને કૉંગ્રેસના મતદારો કૉંગ્રેસને જ. યુવા મતદારોનો ઝુકાવ પણ વધતાઓછા અંશે ભા.જ.પ. તરફ છે. આ કારણે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પછી બે વર્ષથી ઓછા ગાળામાં જે તે બેઠકોનાં મતદાતાઓની માનસિકતામાં પરિવર્તન થાય એવી શક્યતા અત્યંત ઓછી હતી. આ સંજોગોમાં, પક્ષપલટો કરવાનો અર્થ તમારાં કાયમી મતદાતાઓ સાથે છેતરપિંડી કરવા સમાન બની રહ્યો.

મોટાં ભાગનાં રાજકીય વિશ્લેષકો ભા.જ.પ.ની સામ, દામ, દંડ અને ભેદની નીતિને અને ‘ચાણક્ય’ અમિત શાહની વ્યૂહરચનાને કારણે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો વિજય નિશ્ચિત માનતા હતા. જો કે, પેટાચૂંટણી અગાઉ બાયડ અને મોરબીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભા.જ.પ.ના મોટા ભાગના મતદારો જ આ બંને નેતાઓને સ્વીકારવાનાં મૂડમાં નહોતા. વળી, આ બંને બેઠકો પર ભા.જ.પ.ના સ્થાનિક નેતાઓમાં પણ ભારે નારાજગી છે. એટલે તેમણે આ બંને નેતાઓ હારી જશે એવી ધારણા વ્યક્ત કરી હતી. સાથે સાથે ગુજરાતના તમામ જાગૃત મતદાતાઓની નજર પણ આ બંને નેતાઓની હારજીત પર હતી. સ્વસ્થ લોકશાહીમાં માનતા ગુજરાતી નાગરિકો આ બંને યુવાનોને પ્રજા બોધપાઠ શીખવે એવું ઇચ્છતાં હતાં. તેમની ઇચ્છા ફળીભૂત થઈ છે. ચૂંટણીનાં પરિણામોએ ગુજરાતના જાગૃત નાગરિકોની સ્વસ્થ લોકશાહીની આશાને જીવંત રાખી છે. આ બંને બેઠકોની પ્રજાએ પક્ષપલટુ નેતાઓ સાથે ભારતનાં રાજકીય પક્ષોને શીખ આપી છે કે  પ્રજાની યાદશક્તિ નબળી જરૂર છે, પણ પ્રજા બહુ ઝડપથી બધું ભૂલી જાય છે એવી અપેક્ષા રાખવી મૂર્ખામી છે.

(બપોરના બે,  ૨૪-૧૦-’૧૯)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2019; પૃ. 02

Loading

...102030...2,6812,6822,6832,684...2,6902,7002,710...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved