Opinion Magazine
Number of visits: 9577079
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવા ભારતના નિર્માણનું બિલ કોણ ચૂકવે છે?

આશિષ મહેતા|Opinion - Opinion|16 November 2019

સપ્ટેમ્બર મહિનામાં ભારતભરનાં કારખાનાંમાં થતા કામમાં ૪.૩ ટકાનો ઘટાડો થયો છે. અગિયારમી નવેમ્બરે જાહેર થયેલા આ આંકડા બતાવે દેશની આર્થિક સ્થિતિ બહુ નાજુક છે. અર્થશાસ્ત્રના અખબારી આંકડામાં સામાન્ય રીતે વૃદ્ધિદર ઘટ્યાની વાત હોય છે, જેમ કે જી.ડી.પી. એક સમયે આઠ ટકા વધતો હતો, આજે માત્ર પાંચ ટકા વધી રહ્યો છે. પણ ફેક્ટરી આઉટપુટમાં ‘વધારો’ નથી ઘટ્યો, સીધો ૪.૩ ટકાનો ‘ઘટાડો’ થયો છે. મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ અને ઈલેક્ટ્રિસિટી, એ ત્રણેય ઘટકોમાં નેગેટિવ ગ્રોથ થયો છે. ઓગસ્ટમાં ૧.૧ ટકાનો ઘટાડો થયો હતો. છેલ્લે છેક ૨૦૧૧-૧૨માં આવું જોવા મળ્યું હતું. હવે ૨૯મી નવેમ્બરે જી.ડી.પી.ના ત્રૈમાસિક આંકડા આવશે ત્યારે તેનો વૃદ્ધિદર પાંચ ટકાથી પણ નીચે જશે, એવી ભીતિ છે.

જે દિવસે ફેક્ટરી આઉટપુટના આંકડા આવ્યા, તે જ દિવસે નેશનલ કાઉન્સિલ ફોર એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ બિઝનેસ કોન્ફિડન્સના દર ત્રણ મહિને થતા સર્વેનું પરિણામ જાહેર થયું. ઉદ્યોગ-વ્યાપાર સમુદાયનો અર્થતંત્ર પરનો ભરોસો ઘટ્યો છે, અને ઘટીને એટલો નીચે ગયો છે જ્યાં તે છેલ્લે ઓક્ટોબર ૨૦૧૩માં પહોંચ્યો હતો.

આ બંને આંકડા જાહેર થયાના ગણતરીના દિવસો પહેલાં, નવેમ્બરના પહેલા અઠવાડિયામાં વૈશ્વિક સંસ્થા મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસીઝે ભારત સરકારના રેટિંગ માટેની આઉટલૂક ‘સ્ટેબલ’માંથી ‘નેગેટિવ’ કરી છે. સરકાર, જો કે, માને છે કે બધું બરાબર ચાલી રહ્યું છે. ‘ધ ઈકોનોમિસ્ટ’ અને ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ જેવા પશ્ચિમનાં અગ્રણી પ્રકાશનો કહી રહ્યા છે કે સરકાર અર્થતંત્રની મુશ્કેલીઓની ઉપેક્ષા કરી રહી છે. (આ પ્રકાશનો જમણેરી જ છે અને તેમણે મોદીવિજયને પૂરા જોશથી આવકાર્યો હતો.)

આ તો હેડલાઈનની વાત થઈ. અત્યારે ચારેકોર આર્થિક ભીંસ વધી રહી છે. નોકરીઓ વધવાને બદલે ઘટી રહી છે. દિલ્હીમાં આગળ પડતાં મિડિયા ગૃહોમાં એક-બે વરસથી છટણીનો દોર ચાલી રહ્યો છે. ઈન્ફોટેકમાં મોભાદાર કંપનીઓમાં કર્મચારીઓને છૂટા કરાઈ રહ્યા છે. કારનું વેચાણ સતત ૧૯ મહિના ઘટ્યું, એટલે તેના ઉત્પાદકોએ હંગામી કારીગરોને છૂટા કર્યા, અને કાર બનાવવા વપરાતી વસ્તુઓ એટલે કે એન્સિલરી પ્રોડક્ટ્‌સના નિર્માતાઓને ત્યાં પણ એવું જ થયું. નોકરીથી આગળ વધીને રોકાણની વાત કરીએ તો, વખત એવો છે કે, બેન્ક, શેરબજાર કે રિયલ એસ્ટેટ, જ્યાં બચતને મૂકો ત્યાં પૈસાનું ધોવાણ જ થઈ રહ્યું છે.

ભારત જેવા દેશમાં વસતિ વધે જ જતી હોય, માટે માગ વધે જ જતી હોય, ત્યાં જી.ડી.પી., ફેક્ટરી ઉત્પાદન કે રિયલ એસ્ટેટના દર, કશાના વૃદ્ધિદરમાં વધઘટ થઈ શકે, પણ સાવેસાવ ઘટાડો (નેગેટિવ) લાવવો લગભગ અશક્ય જેવી વાત છે. પણ કહે છે ને કે, મોદી હૈ તો મુમકીન હૈ.

અર્થતંત્ર પોતાની મેળે સારી રીતે આગળ વધે જતું હતું, પણ અરુણ શૌરી જેને સર્જીકલ સ્ટ્રાઈક કરવાની લ્હાય કહે છે, તેમાં હાથે કરીને પગ પર કુહાડી મારવા જેવા એક-બે કામ કરવામાં આવ્યા. ડિમોનેટાઈઝેશન અને જી.એસ.ટી. નહિ પણ જી.એસ.ટી.નું અમલીકરણ. એમાંથી અર્થતંત્ર હજુ બહાર આવ્યું નથી.

નોટબંદી વખતે સરકારે સત્તાવાર નોંધમાં જે ત્રણ હેતુઓ લખ્યા હતા, તેમાંનો એક પણ બર આવ્યાનો દાવો એણે પોતે કર્યો નથી. કાળું નાણું બહાર આવ્યું નહિ, કારણ કે ૯૯ ટકાથી વધુ નોટો પરત આવી ગઈ, ત્રાસવાદનું ફાયનાન્સિંગ અટક્યું નહિ, અને ચલણની નકલ અટકી નહિ, કારણ કે નવી નોટોની પણ નકલ બહાર આવતી ગઈ છે. બે હેતુ સિદ્ધ થયા, જો કે એ સત્તાવાર નોંધમાં નહોતાઃ ઉત્તર પ્રદેશ જીતવાનો અને બધાને અત્યંત નાટ્યાત્મક ઢબે બતાવી દેવાનો કે સાહેબ કરપ્શન ચલાવી લેશે નહિ. જો કે કરપ્શનમાં કોઈ ફેર પડ્યો નથી, પણ સાહેબનો ઈન્ટેન્સન જુઓ. એક હજારની નોટ એટલે રદ્દ થઈ કે ભ્રષ્ટાચારને પોષણ ન મળે, તો બે હજારની નોટ કેમ શરૂ કરી એનો જવાબ શું હોય? આમ તો એક સમયે ભ્રષ્ટાચાર અટકાવવા માટે એક જ રામબાણ ઈલાજ કહેવાતો હતો, લોકપાલ, જેના માટે આખો દેશ રસ્તા પર આવી ગયેલો અને રાજ્ય સભા કાલે નહિ, આજે જ ખરડો પસાર કરે એવી તાકીદ હતી. આજે એનો કાયદો બન્યાને છટ્ઠું વરસ પૂરું થઈ રહ્યું છે, પણ કોઈને તાકીદ નથી. ઈન્ટેન્સનની કદર કરનારાઓ જરા આ વિલંબ પાછળ શું ઈન્ટેન્સન હશે તે વિચારવાની તસદી લે તો ટેન્સન થઈ જશે.

જી.એસ.ટી.ના કોન્સેપ્ટ વિશે કોઈને શંકા નહોતી, સિવાય કે ભા.જ.પ.ને જ્યારે યુ.પી.એ. સરકારે એનો ખરડો તૈયાર કર્યો. ભા.જ.પ. સરકાર તેને અમલમાં મૂકે અને મોટી આર્થિક ક્રાન્તિ આણનાર સાહેબના મોટા કટઆઉટ દિલ્હીમાં મુકાય તેનો પણ વાંધો નહિ. પણ દરરોજના ધોરણે નિયમો બદલાય, ફાઈલિંગની જફા વધ્યે જાય, દંડના આંકડા મોટા હોય, એ બધાની વચ્ચે એવો વખત આવ્યો કે લોકોને જી.એસ.ટી. જે લિમિટની ઉપર લાગુ પડે તે લિમિટની નીચે જ રહીને ઓછું કામ કરવામાં વધારે રાહત જણાઈ. બીજા શબ્દોમાં આર્થિક પ્રવૃત્તિ માટે ઈન્સેન્ટિવના બદલે ડિસઈન્સેન્ટિવ, દંડ થતો હોય તેવું વાતાવરણ થયું. વેપાર-ઉદ્યોગનો મૂડ એવો હતો કે ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી સુધીમાં આર્થિક ક્રાન્તિના કટઆઉટ સમેટી લઈને સાહેબ જી.એસ.ટી. માટે કોન્ગ્રેસ પર આક્ષેપારોપણ કરી રહ્યા હતા.

ત્રીજું કારણ એમ.બી.એ. સિન્ડ્રોમ છે, મને બધું આવડે. અર્થશાસ્ત્રી વડાપ્રધાનની સાથે પણ સંખ્યાબંધ નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ સરકારમાં હતા, પણ આ સરકારમાં અર્થશાસ્ત્રથી લઈને ઈતિહાસ-વિજ્ઞાન સુધી દરેક ક્ષેત્રમાં ટેલેન્ટની કમી છે. અરુણ જેટલી હતા ત્યારે નહિ, પણ હવે નાણાં મંત્રાલયથી લઈને રિઝર્વ બેન્ક સુધી સૌ સંસ્થાઓમાં નિષ્ણાતોની યા તો કમી છે યા અવગણના થાય છે. જે વિશ્વ સ્તરના નિષ્ણાતો હતા, તેમણે હામાં હા ભણવાના બદલે સરકારમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું.

એ દિવા જેવી સ્પષ્ટ વસ્તુ છે, અને શ્રદ્ધાનો વિષય નથી, કે અર્થતંત્ર સીધે પાટે ધીમે કે ઝડપથી આગળ જઈ રહ્યું હતું તે આ બે-ત્રણ કારણોસર આગળના બદલે પાછળ જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીને ગુજરાતની કહેવાતી આર્થિક સિદ્ધિઓના આધારે રાષ્ટ્રીય સ્તરે જનાદેશ મળ્યો છે, એમ કહેનારાઓ વિમાસણમાં છે. કોઈ કોઈ વિશ્લેષકો એવા છે કે જેમણે અત્યાર સુધી પાર્ટીલાઈન પકડી રાખી હતી, પણ હવે તેઓ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. એક રૂપિયાને એક ડોલર બરાબર કરી આપવા જેવા અનેક વાયદાઓ અને પહેલાંની સરકારની ટીકામાં કહેવાયેલી બધી વાતો અત્યારે યાદ રાખવી જોઈએ.

શ્રદ્ધાળુઓ માટે એક-બે પડીકાં તૈયાર કરવામાં આવ્યાં છે. એક છે, તમામ સમસ્યાઓ માટે પહેલાંની સરકારને, બને તો નેહરુને, બ્લેમ કરો. દાખલા તરીકે, કે બેન્કોની લોન અને એન.પી.એ.. તેમાં આગળની સરકારોનો વાંક છે જ, અને બૅંકોનું રાષ્ટ્રીયકરણ એ ઇન્દિરા ગાંધીની નોટબંદી જેવી વણવિચારી સર્જીકલ સ્ટ્રાઈક હતી જ. પણ નીરવ મોદી સહિતનાની લોનનાં રિન્યુઅલ તો તેઓ ભાગ્યા એ ફાયનાન્સિયલ યર સુધી થયાં છે. પલાયન થાનારા સામે એરપોર્ટ પર દેખરેખ રાખવાની સૂચનાઓ હળવી કરવામાં સહીઓ ૨૦૧૪ પછી જ થઈ હતી. બૅંકરપ્ટ્‌સી કાયદો લાવવાની પહેલ અને હિંમત માટે આ સરકારને દાદ આપવી જ જોઈએ, પણ હવે છઠ્ઠા વરસે પણ દરેક વાતે પહેલાંની સરકાર પર દોષારોપણ ન કરી શકાય. સાઠ વરસની સામે માત્ર સાઠ મહિના માગ્યા હતા, હવે તો પાસઠ મહિના થયા.

પડીકું નંબર બે તો સ્પષ્ટ છે : રાષ્ટ્રવાદ. હિંદુત્વના એજન્ડા પરની વર્ષો જૂની માગણીઓ એક પછી એક પૂરી થઈ રહી છે, અને તમે નોકરી-ધંધાની મોકાણ કરો છો? એટલ કે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે તેનું બિલ ત્રણ મહિનાથી દુનિયાની સૌથી મોટી જેલમાં પૂરાયેલા કાશ્મીરીઓ જ નથી ચૂકવી રહ્યા, પણ નોટબંદી પછી દૂધ અને દૂધની પેદાશો પરના સ્પેન્ડિંગમાં થયેલા દસ ટકા ઘટાડો મુજબ પૂરા ભારતના પરિવારોની આગલી પેઢી પણ એ બિલ ઉપાડી રહી છે.

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 04-05

Loading

Kashmir After Abrogation of Article 370: Lies and Propaganda Galore

Ram Puniyani|English Bazaar Patrika - OPED|16 November 2019

It is over three months that the Article 370 has been abrogated. The procedure laid down by the law has been given a go bye and through a majority in Lok Sabha, bypassing the people of Kashmir the act has been done. While many a falsehood has been promoted, lately two such surfaced yet again. Paying tribute to Sardar Patel on 31st October, Sardar’s anniversary, Narendra Modi, dedicated the abolition of this article to him. Interestingly it was Sardar who was crucial part of the Committee which had drafted the said article. Also it was Sardar Patel who had moved the resolution of Article 370 in Constituent Assembly as Pundit Jawaharlal Nehru, one dealing with the issue as External Affairs minister, was away to US at that time.

With lapse of time not only the ancient and medieval history is being doctored to suit the communal politics, even the recent history is also under mutilation by likes of Modi who are currently ruling the roost. The other point which the Prime Minster and the other top officials are harping strongly is that it was this article due to which terrorism was getting a boost! The point they want to make is that with the abrogation of this article terrorism will be controlled in the troubled state. As public memory is short it is necessary to recall that while hurling the disaster of demonetization on the country, similar claim was made that counterfeit currency is fuelling the terrorism and demonetization will wipe out the militancy in Kashmir. As the matters turned out along with other claims about merits of demonetization even this claim turned out to be totally hollow and false.

As a blockade has been put on Kashmir, normal life brought to standstill, local leaders arrested and national leaders not permitted to visit the valley, in a very clever manner a delegation of some European right wing MPs has been put together by some business person, in the name of an NGO. The invitation to the MP, Chris Davies, who said that he will like to meet the local people on his own; was withdrawn right away and the compliant MP’s did come for a the trip. Their job was to give the ‘All is well’ certificate to the Modi Governments move after the ‘conducted tour’, which they enjoyed.

During this period despite the presence of military in large numbers, despite the claims that the abolition of this article will curtail terrorism in the valley, already disturbing killings have been taking place. In one such tragic incident five migrant workers from West Bengal have been done to death, shot dead in Jammu Kashmir’s Kulgam. Prior to this there was attack on people related to fruit trade. In another shocking and painful incident one person died and fifteen injured in a grenade attack in Srinagar, in a vegetable market where vendors were targeted.

On one hand the people of J&K are feeling humiliated as their state has been demoted to a Union Territory and on the other there are boasts that this is what was the dream of Sardar Patel!

The false hood that India has eliminated one big reason behind terrorism is totally away from truth. This understanding negates the facts of history and builds the narrative to suit the politics being pursued by BJP. Why was militancy there in Kashmir? As such the story begins with Pakistan’s attack on Kashmir, in the form of Kabayalis (Tribal), who were backed by the Pakistan army. Since Kashmiri people did not want to succumb to the “Two Nation Theory” propagated by communal elements, since they were more for secular democracy, they did request Indian Government to quell the Pakistani aggression. The complex process leading the treaty of Accession and later article 370 through Indian Constituent Assembly has been dealt with extensively by serious commentators.

The efforts of likes Shyama Prasad Mukherjee to put pressure to forcibly merge Kashmir with India, the rise of communal politics in India sent the feeling of disenchantment to Sheikh Abdullah in particular, the one who as such was instrumental in accession of Kashmir to India. To cut the long story short, Sheikh’s apprehensions were answered by putting him in the prison and this is what sowed the seeds of alienation among people of Kashmir. This alienation of Kashmir people duly supported by Pakistan is what has been the root cause of terrorism in Kashmir. Article 370 was the protective cover which by giving the autonomy to the state of J&K was a big obstacle to the proliferation of terrorism as such. Of course the global situation where by America sowed the seeds of Al Qaeda to fight against Russian army added on to the problem as the Al Qaeda and its clones, after defeating the Russian army in alliance with anti Soviet Forces, made their entry into the troubled state, and communalized the militancy. Thirty years down the line now the picture is being presented in an obverse way.

What was needed was to instill more democracy in the state and involve the disgruntled elements into the process of dialogue. Of course the negative role of Pakistan, backed up thoroughly by America has been the major factor. The problems can be solved only when the correct diagnosis of the issue is made. The warped understanding of recent history by communalists, is dictating the current politics and so the blame of militancy is being put on article 370. Article 370 has also been blamed for lack of development in Kashmir.

The truth is that in social development indices Kashmir’s indices are better than many states and above the national averages. Time alone will tell how Pakistan behaves, how the cancerous Al Qaeda type elements will be tackled within the state. An all round process of dialogues on the issue is a must. Strengthening of democratic process seems to be the only way to restore peace and overcome the violence which is the tormenting the people of Kashmir!

Loading

ચલ મન મુંબઈ નગરી — 18

દીપક મહેતા|Opinion - Opinion|16 November 2019

ચોપાટી, ગોવર્ધનરામ ત્રિપાઠી અને નવીનચંદ્ર

ગયે અઠવાડિયે ચોપાટી પર લટાર મારતાં મારતાં આપણી ભાષાની એક પ્રખ્યાત નવલકથા અને તેના લેખકને યાદ કર્યા હતા. આજે તેમના ચર્ની રોડ સ્ટેશન, ચોપાટી, વાલકેશ્વર સાથેના સંબંધ અંગે કેટલીક મજેદાર વાત.

ગોવર્ધનરામના માનમાં ૨૦૧૬માં બહાર પડેલી ટપાલ ટિકિટ

એ નવલકથા તે સરસ્વતીચંદ્ર અને તેના લેખક તે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. તેમનો જન્મ ૧૮૫૫માં, અવસાન ૧૯૦૭માં. સરસ્વતીચંદ્ર નવલકથાનો પહેલો ભાગ પ્રગટ થયો ૧૮૮૭માં. ચોથો અને છેલ્લો ભાગ ૧૯૦૧માં બહાર પડ્યો. ગોવર્ધનરામનો જન્મ વતન નડિયાદમાં. પણ બાવન વર્ષની જિંદગીનાં લગભગ અડધોઅડધ વર્ષ તો તેમણે મુંબઈમાં ગાળ્યાં. ચારેક વર્ષની ઉંમરે ૧૮૫૯માં તેઓ મુંબઈ આવ્યા અને બુદ્ધિવર્ધક શાળામાં ભણવા લાગ્યા. ૧૮૬૫ સુધી મુંબઈમાં ભણી પાછા નડિયાદ ગયા. પણ ૧૮૬૮માં ફરી મુંબઈ આવી એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં દાખલ થયા. મેટ્રિક થયા પછી ૧૮૭૨માં એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ૧૮૭૯માં ભાવનગર જઈ દિવાન શામળદાસભાઈના ખાનગી સેક્રેટરી તરીકે નોકરી કરી, પણ એલ.એલ.બી. થયા પછી ખીસામાં પચાસ રૂપિયા લઈ સ્વતંત્ર વકીલાત કરવા માટે મુંબઈ આવ્યા અને બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. મોટા પગારની નોકરીઓની કેટલીક ઓફર ઠુકરાવીને મુંબઈમાં જ રહ્યા. ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે સરસ્વતીચંદ્ર નવલકથાનો પહેલો ભાગ લખવાનું શરૂ કર્યું તે મુંબઈમાં. પહેલા ત્રણ ભાગ લખાયા મુંબઈમાં અને પ્રગટ થયા ત્યારે પણ ગોવર્ધનરામ મુંબઈવાસી હતા. ૧૮૯૬ના ડિસેમ્બરની ૨૦ તારીખે ચોથો ભાગ લખવાનું શરૂ કર્યું તે મુંબઈમાં જ. હા, પછી ૧૮૯૮ના ઓક્ટોબરની ૧૯મી તારીખે વ્યવસાયમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઇ નડિયાદ ગયા. પછી અવારનવાર મુંબઈ આવતા ખરા, પણ સ્થાયી થયા નડિયાદમાં. સરસ્વતીચંદ્ર નવલકથાનો ચોથો ભાગ લખવાનું કામ પૂરું કર્યું નડિયાદમાં. આ જ નવલકથા પરથી હિન્દીમાં તે જ નામની ફિલ્મ બની, ૧૯૬૮માં અને તે પણ બોલીવુડમાં. તેમાં સરસ્વતીચંદ્રની ભૂમિકા મનીષ નામના એકટરે ભજવી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી. જ્યારે કુમુદની ભૂમિકા પ્રખ્યાત અભિનેત્રી નૂતને ભજવી હતી. તેનું દિગ્દર્શન મુંબઈના ગોવિંદ સરૈયાએ કર્યું હતું અને સંગીત હતું મુંબઈના કલ્યાણજી આણંદજીનું.

સરસ્વતીચંદ્ર ફિલ્મ(૧૯૬૮)નું એક પોસ્ટર

૧૯૦૫માં ગોવર્ધનરામ જેના પહેલવહેલા પ્રમુખ બન્યા હતા તે ગુજરાતી સાહિત્ય પરિષદે ત્રણ દળદાર ગ્રંથમાં ‘ગુજરાતી સાહિત્ય કોશ’ તૈયાર કરી પ્રગટ કર્યો છે. તેમાં લખ્યું છે કે ગોવર્ધનરામનું અવસાન નડિયાદમાં થયું હતું. પણ હકીકત જૂદી છે. ૧૯૦૬ના ઓગસ્ટથી ગોવર્ધનરામ નડિયાદમાં માંદગીમાં સપડાયા. ધીમે ધીમે તે ગંભીર થતી ગઈ. મુંબઈના ડોક્ટર ત્રિભુવનદાસ ગજ્જર ગોવર્ધનરામના નિકટના મિત્ર. તેમણે સારવાર માટે મુંબઈથી ડોક્ટર દાતેને નડિયાદ મોકલ્યા, પણ ઝાઝો ફેર પડ્યો નહિ. એટલે ૧૯૦૬ના ડિસેમ્બરની ૨૫મી તારીખે ગોવર્ધનરામને મુંબઈ લાવી ડો. ગજ્જરે વાલકેશ્વર નજીકના નેપિયન સી રોડ પરના પોતાના બંગલામાં રાખી સારવાર શરૂ કરી. સાત જેટલા ડોક્ટરોની ટીમ બનતા બધા ઉપચારો કરવા લાગી. પણ છેવટે ૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે બપોરે લગભગ અઢી વાગે ગોવર્ધનરામનું અવસાન થયું, મુંબઈમાં – નડિયાદમાં નહિ. તેમના અંતિમ સંસ્કાર પણ તે જ દિવસે સાંજે બાણગંગાના સ્મશાનમાં થયા. એટલે કે, મુંબઈ અને તેનાં ચોપાટી, વાલકેશ્વર, નેપિયન સી રોડ, વગેરે સ્થળો ગોવર્ધનરામનાં જીવન અને મરણ સાથે સંકળાયેલાં રહ્યાં.

૧૮૮૭નું વર્ષ ગુજરાતી સાહિત્ય માટે ઘણું શુકનવંતું હતું. એ વર્ષે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનો પહેલો ભાગ મુંબઈમાં પ્રગટ થયો. તો ગુજરાતી કવિતામાં નવું પ્રસ્થાન કરતો નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’ પણ એ જ વર્ષે પ્રગટ થયો. સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી નરસિંહરાવભાઈ મુંબઈમાં જ સ્થાયી થયા હતા. ‘ભદ્રંભદ્ર’ નવલકથાના લેખક રમણભાઈ નીલકંઠ એ જ વર્ષે બી.એ. થયા, અને તે પણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી. એ જ વર્ષે કવિ-વિવેચક બળવંતરાય ઠાકોર મુંબઈ યુનિવર્સિટીની ઇન્ટર આર્ટસની પરીક્ષામાં અને ગાંધીજી મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. ગોવર્ધનરામ પછી ગુજરાતી નવલકથાને બે ડગલાં આગળ લઈ જનાર કનૈયાલાલ મુનશીનો જન્મ પણ ૧૮૮૭માં થયો, ભરૂચમાં.

ગોવર્ધનરામ ૧૯મી સદીના ઉત્તરાર્ધનું અને મુંબઈ યુનિવર્સિટીનું ફરજંદ હતા. તેમનું મનોજગત નડિયાદથી નહિ તેટલું મુંબઈથી ઘડાયું હતું. ૧૯મી સદીનો ઉત્તરાર્ધ એ મુંબઈ માટે બ્રિટિશ વિચારો, સાધનો, સંસ્થાઓ, સગવડો, વ્યવસ્થાતંત્ર, ઉચ્ચ શિક્ષણની પદ્ધતિ, વગેરેના આગમન કે દૃઢમૂળ થવાનો હતો. ૧૮૪૫માં મુંબઈમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજ શરૂ થઈ, જે આખા દેશની પહેલી મેડિકલ કોલેજ હતી. તે અગાઉ એલ્ફિન્સ્ટન કોલેજ શરૂ થઈ ચૂકી હતી. ૧૮૫૩માં દેશની પહેલવહેલી રેલવે મુંબઈમાં શરૂ થઈ. ૧૮૫૫માં મુંબઈમાં પહેલવહેલી વાર ફોટોગ્રાફ લેવાયો. ૧૮૫૬માં પહેલવહેલી કોટન મિલ શરૂ થઇ. ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેનીએ સ્થાપના થઈ. ૧૮૭૪માં ઘોડાથી ચાલતી ટ્રામ મુંબઈમાં શરૂ થઈ. ૧૮૭૭માં પહેલવહેલી વાર અમેરિકાથી મુંબઈમાં બરફ આવ્યો. ૧૮૭૮માં ફોનોગ્રાફ આવ્યું, ૧૮૮૨માં ટેલિફોન આવ્યો, ૧૮૮૫માં મુંબઈમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ. ૧૮૮૭માં વિક્ટોરિયા ટર્મિનસના મકાનનું ઉદ્ઘાટન થયું.

બી.બી.સી.આઈ. રેલવેની સસ્તી ટિકિટની જાહેર ખબર

આ બધાંની સીધી કે આડકતરી અસર ગોવર્ધનરામ પર અને ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા પર પડી છે. આ નવલકથાનો પહેલો મહત્ત્વનો પ્રસંગ – નવીનચંદ્ર ઉર્ફે સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ – મુંબઈમાં બને છે, અને ચોથા ભાગના છેલ્લા પ્રકરણમાં સરસ્વતીચંદ્ર અને કુસુમનું મિલન થાય છે તે પણ મુંબઈમાં. આમ, આ નવલકથાનો આરંભ અને અંત મુંબઈમાં છે. આ નવલકથાના નાયકને ગોવર્ધનરામનો પડછાયો ન ગણીએ તો પણ એ બંનેના જીવન વચ્ચેનું કેટલુંક સરખાપણું તરત ધ્યાન ખેંચે તેવું છે. બંનેનો જીવનકાળ ૧૯મી સદીના ઉત્તરાર્ધનો છે અને બંને મુંબઈના વતની છે. બંને મુંબઈ છોડી દેશી રજવાડામાં જાય છે, પણ છેવટે પાછા મુંબઈ આવે છે. કૌટુંબિક ક્લેશથી કંટાળીને ગોવર્ધનરામ પણ ૧૮૭૪માં મુંબઈના ઘરેથી ભાગી જવા માટે ચોપાટીથી ભાયખળા સ્ટેશન સુધી ગયેલા પણ જે ટ્રેનમાં જવું હતું તે તો ઉપડી ગઈ હતી એટલે ઘરે પાછા ફર્યા હતા. એટલે જ કદાચ તેમણે સરસ્વતીચંદ્રને મુંબઈ છોડતી વખતે ટ્રેનની નહિ, પણ વહાણની મુસાફરી કરાવી છે. પોતે જે ન કરી શક્યા તે ગૃહત્યાગ કરતો લેખકે સરસ્વતીચંદ્રને બતાવ્યો છે. પિતા અને સાવકી માતા સાથે વાલકેશ્વરના બંગલામાં રહેતો સરસ્વતીચંદ્ર ગૃહત્યાગ કરતી વખતે ઘરની ઘોડા ગાડીમાં (એ વખતે મુંબઈમાં હજી મોટર નથી આવી) ચર્ની રોડ સ્ટેશન સુધી જાય છે. પણ પછી ગાડી ત્યાં જ છોડી પગપાળો આગળ જાય છે. તેને શોધવા નીકળેલો મિત્ર ચંદ્રકાન્ત ચર્ની રોડ સ્ટેશન પાસે ઊભેલી તેની ઘોડા ગાડી જુએ છે અને તેના ચાલક સાથે વાત કરતાં જાણે છે કે અહીંથી સરસ્વતીચંદ્ર પગે ચાલીને આગળ ગયો હતો. મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ તો છેક ૧૯૩૦માં થયું. તે પહેલાં બહારગામની ટ્રેનો કોલાબા સ્ટેશનેથી શરૂ થતી અને ચર્ની રોડ સ્ટેશનેથી પણ પકડી શકાતી. એટલે સરસ્વટીચંદ્ર ટ્રેનમાં બેસીને બહાર ગામ ચાલ્યો ગયો હશે એમ માનીને ચંદ્રકાન્ત ચર્ની રોડ સ્ટેશને જઈ સ્ટેશન માસ્તરને મળે છે અને તે દિવસે વેચાયેલી ટિકિટોની માહિતી મેળવે છે. પણ તેના પરથી સરસ્વતીચંદ્રના સગડ મળતા નથી. કારણ તેણે મુંબઈ છોડ્યું તે ટ્રેનમાં નહિ, પણ વહાણમાં. ગોવર્ધનરામે કથાને જે દિશામાં આગળ વધારવા ધારેલું તેમાં વહાણની મુસાફરી જરૂરી હતી. કારણ વહાણ તોફાનમાં સપડાઈ ભાંગી જાય અને તેને પરિણામે સરસ્વતીચંદ્ર અજાણ્યા મુલકમાં પહોંચી જાય એવું નિરૂપણ કરવા તેમણે ધાર્યું હતું. ગુજરાતનાં શહેરો મુંબઈ સાથે ટ્રેન દ્વારા જોડાયાં તે પહેલાં ગુજરાતથી મુંબઈ આવવા-જવા માટે મોટે ભાગે વહાણમાં જ લોકો મુસાફરી કરતા, અને ટ્રેન વ્યવહાર શરૂ થયા પછી પણ ટેવને કારણે કે વહાણની મુસાફરી સસ્તી હોવાને કારણે ઘણા ટ્રેનને બદલે વહાણ પસંદ કરતા. એટલે સરસ્વતીચંદ્ર ટ્રેનને બદલે વહાણમાં મુંબઈ છોડે એ તે જમાનામાં અસાધારણ ન ગણાય.

ગોવર્ધનરામે સંજોગવશાત્ એમ.એ.નો અભ્યાસ અધૂરો મૂક્યો હતો અને ત્રણ વાર નાપાસ થયા પછી એલ.એલ.બી. થઇ શક્યા હતા. પોતાના માનસપુત્ર જેવા સરસ્વતીચંદ્રને તેમણે એમ.એ. અને એલ.એલ.બી. થયેલો બતાવ્યો છે. યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ ત્યારથી દાયકાઓ સુધી એવો નિયમ હતો કે મેટ્રિકની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૧૬ વરસની હોવી જોઈએ. એ વખતે મેટ્રિક પછી બી.એ.નાં ત્રણ વર્ષ અને એમ.એ.નાં બે વર્ષ થતાં. એટલે ૨૧ વર્ષની ઉંમર પહેલાં કોઈ એમ.એ. થઈ ન શકે. છતાં ૧૭-૧૮ વર્ષની ઉંમરે સરસ્વતીચંદ્ર એમ.એ. થઈ જાય છે, અને પછી એલ.એલબી.! પોતે ત્રણ વાર નાપાસ થયા તેનું સાટું જાણે ગોવર્ધનરામે આ રીતે વાળી લીધું છે. સરસ્વતીચંદ્ર નવલકથાનો અંત વાલકેશ્વરના બંગલામાં આવે છે અને જોગાનુજોગ ગોવર્ધનરામના જીવનનો અંત પણ વાલકેશ્વરના એક બંગલામાં આવે છે.

૧૯મી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈમાં અર્વાચીનતાના જે અંશો પ્રગટ થવા લાગ્યા હતા તેમાંથી કેટલાકનો અણસાર સરસ્વતીચંદ્ર નવલકથામાં જોવા મળે છે. નવીનચંદ્રના પિતા લક્ષ્મીનંદન મિલ-માલિક છે. પહેલી પત્ની ચંદ્રલક્ષ્મી અને બાળક નવીનચંદ્ર સાથે બેસીને ફોટો પડાવે તેટલા શોખીન અને ‘સુધારક’ છે. જો કે ચંદ્રલક્ષ્મીનું અવસાન થાય છે તે જ દિવસે તેઓ ગુમાન સાથે બીજાં લગ્ન કરે છે, અને આ ગુમાન તેના સાવકા દીકરા નવીનચંદ્ર કરતાં ઉંમરમાં બે વરસ નાની છે! આવા આલેખનમાં એ જમાનાની સામાજિક વાસ્તવિકતા જ ઝીલાઈ છે. ૧૯મી સદીના મુંબઈનું એક આગવું લક્ષણ એ હતું કે ત્યારે ગુજરાતી-મરાઠી, હિંદુ-મુસ્લિમ, પારસી, વગેરે સાથે મળીને કામ કરતાં. લક્ષ્મીનંદનને પણ હિંદુ ગુજરાતી ઉપરાંત અંગ્રેજ, પારસી, મહારાષ્ટ્રી વગેરે સાથે સારા સંબંધો છે. ૧૮૬૫થી મુંબઈમાં ‘જસ્ટિસ ઓફ પીસ’(જે.પી.)ની પ્રથા શરૂ થઇ હતી. એ જમાનામાં પણ ‘એક અમલદારની વગથી’ લક્ષ્મીનંદનને એ માન મળ્યું હતું.

નવીનચંદ્ર યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં ભણ્યો છે અને લગ્ન પહેલાં પોતાની વાગ્દત્તા કુમુદને પત્રો લખે એટલો ‘મોડર્ન’ છે. તો મુંબઈ બહાર રહેતી કુમુદ પણ એ પત્રોના જવાબ આપે છે. તેને અને તેની બહેન કુસુમને અંગ્રેજી અને સંસ્કૃત આવડે છે પણ બેમાંથી એકે ગ્રેજ્યુએટ નથી. તેમનું કુટુંબ દેશી રજવાડામાં રહેતું હતું. બંને ભણવા માટે સ્કૂલ-કોલેજ ગઈ નથી, પણ એ જમાનાના ચાલ પ્રમાણે ઘરે ભણાવવા આવતી મિસ ફ્લોરા નામની શિક્ષિકા પાસે ભણી છે. આખી નવલકથામાં અંગ્રેજી તેમ જ ગુજરાતી છાપાં, ‘બુદ્ધિપ્રકાશ’ જેવાં માસિકો, છાપેલાં પુસ્તકો, વગેરેના ઉલ્લેખો તો વારંવાર આવે છે.

કનૈયાલાલ માણેકલાલ મુનશી

૧૯૦૭ના જાન્યુઆરીની ચોથી તારીખે મુંબઈમાં ગોવર્ધનરામનું અવસાન થયું. લગભગ પાંચ મહિના પછી, જૂન ૧૯૦૭ની શરૂઆતમાં, ભરૂચનો એક ભાર્ગવ બ્રાહ્મણ યુવાન એલ.એલ.બી.નો અભ્યાસ કરવા માટે મુંબઈ આવ્યો અને ચર્ની રોડ સ્ટેશને ઉતર્યો. ઘોડા ગાડી કરવા જેટલા પૈસા પાસે હતા નહિ એટલે એક મજૂરને માથે સામાન ઉપડાવી પીપલ વાડીમાં આવેલી એક ડબલ રૂમમાં તેના સાવકા નાના મામાઓ રહેતા હતા ત્યાં ગયો. આ યુવાન તે ગોવર્ધનરામ પછી ગુજરાતી નવલકથાને બે ડગલાં આગળ લઈ જનાર કનૈયાલાલ માણેકલાલ મુનશી. જન્મ ભલે ભરૂચમાં, પણ તેમણે પોતે લખ્યું છે કે ૧૯૦૭માં મુંબઈ આવ્યા ત્યારથી તેઓ મુંબઈગરા બન્યા. કેવું હતું એ વખતની મુંબઈની ચાલીઓનું જીવન? ‘સીધાં ચઢાણ’ નામની આત્મકથામાં મુનશી લખે છે: “પીપલ વાડીમાં એ વખતે ત્રણેક ચાલો હતી; તેમાં લગભગ બસે કુટુંબ રહેતાં. નળ પર બૈરાંઓની હંમેશાં ઠઠ જામેલી રહેતી ને ચાલુ ઝગડા થયા કરતા. ચારે તરફ ગંદવાડ – રસોડામાં, ચાલીમાં, કઠેરા પર. બપોરે ઘણી સ્ત્રીઓ ચાલીમાંથી નીચે એઠવાડ નાખે. ઠેર ઠેર કચરાના ઢગલા પડ્યા હોય. આખા મકાનમાં રસોડા ને જાજરૂની ગંધનું ત્રાસદાયક મિશ્રણ પ્રાણ રોધે. ચાલીમાં આવવા માટે એક ગલી હતી. ત્યાં ગટરનાં પાણી મુક્તપણે વહે, ને વચ્ચે વચ્ચે મૂકેલી ઇંટો પર પગ મૂકીને ગલી પસાર કરવી પડે.”

આજના મુંબઈની એક ચાલ

હા જી, આ પણ મોહમયી મુંબઈનો જ એક રંગ. ત્યારે અને અત્યારે પણ. મુંબઈના બીજા કોઈ અવનવા રંગ વિષેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 16 નવેમ્બર 2019

XXX XXX XXX

Loading

...102030...2,6212,6222,6232,624...2,6302,6402,650...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved