Opinion Magazine
Number of visits: 9682668
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાંત

ઉમેશ સોલંકી|Poetry|29 March 2020

દિલ્હી
વહાલી એને ચપટી
ચપટીમાં એ બધું ફેરવે
અણધાર્યા જટકા એને ઘણા ગમે
મનફાવે એમ ચપટી વગાડે
કંપતાં હૃદયથી એ દિલ બહેલાવે
કંપન પર જીવન ઝોલા ખાય
ચૂકે તો મૃત્યુનો ભેટો થાય.

મૃત્યુ
વેંત છેટું કે ગાઉ આઘું
વચ્ચે ક્યાંક હું
ન બીજું કશું
જગ સાંકડું
થાક લાગે માઇલોનો ડગલું જો હું ભરું.

માઇલોએ લાંબી રીત બનાવી
ઠોકર વાગી
ઠોકર પેઠે રસ્તા વાગ્યા
રસ્તા પર ખાડા ચાલ્યા
ન રસ્તા થાક્યા
ન ખાડા હાર્યા
ખાડામાં ક્યારેક પાણી પડતું
ખોળિયું આખું લપસી પડતું
ચીરામાં ઘૂસતી ઊખડેલી કપચી
ખાડામાં ઝીણી તિરાડ પડતી
તિરાડ ઊંડે ઊતરી ખાઈ બનતી
ખાઈના તળિયે પ્રેમ ટળવળતો
સંવેદનાને બચી ભરતો
હાંફતી લાગણીને ભેટી પડતો
ઢળી પડતો
શાંત શાંત શાંત
શાંત રસ્તાની ભરમાર
રસ્તા પર શાંત ખાડાની ભરમાર.

e.mail : umlomjs@gmail.com

Loading

દીપડો

કવિ : ટૅડ હ્યુઝ • અનુવાદ : રૂપાલી બર્ક|Poetry|29 March 2020

(૧૯૯૦માં આ કાવ્ય વાંચેલુ તે હાલની કોરોના વાયરસ સંબંધી લૉકડાઉનની પરિસ્થિતિ વચ્ચે માનસપટલ પર એકાએક ઝબકી આવ્યું. હાલના સંજોગોમાં મનુષ્યોની જેવી હાલત છે એવી પ્રાણી સંગ્રહાલયમાં આપણા મનોરંજન માટે પાંજરે પુરાયેલા પ્રાણીઓની હાલત હંમેશની હોય છે. હવે આપણને એમની પીડા સમજાવવી જોઈએ. ને રહી વાત આપણી — કાવ્યમાં દર્શાવેલા ચિમ્પાન્ઝી, પોપટ, અજગર, વાઘ, સિંહની જેમ દિવસો ગાાળવા કે દીપડા જેવો જુસ્સો રાખવો એ આપણા હાથમાં છે.)

ચિમ્પાન્ઝી બગાસા ખાય છે ને તડકામાં પોતાની બગાઈઓ નિરખે છે.
પોપટ  જાણે સળગતા હોય એવી ચીસો પાડે છે અથવા ટહેલનારને
સૂકા મેવાથી લલચાવતી સસ્તી વેશ્યાની માફક મહાલે છે.
આળસથી થાકેલા વાઘ અને સિંહ સૂર્ય પેઠે સ્થિર છે.

અજગરના વળ અદ્દલ અશ્મી જોઈ લો.
એકેએક પાંજરુ ખાલી ભાસે છે.
શ્વસતી પરાળમાંથી પોઢેલાની ગંધ.
આબેહૂબ બાલવાડીમાં ભીંતચિત્ર હોય એવું.

આ તમામને વટાવી બીજાની જેમ દોડીને એ જણ પહોંચે છે
એક પાંજરા આગળ જ્યાં ટોળું, અપલક નિહાળતું, નજરબંધ છે,
સ્વપન જોતાં બાળકની જેમ, રોષે ભરાયેલા દીપડા સામે જે કારાગારના
અંધકારની આરપાર પોતાની આંખોનાં ઊંડાણો ભણી ગતિમાન છે

એક ક્ષણભરના કરાળ તણખાથી પ્રેરિત, કંટાળાથી નહીં —
અગ્નિમાં અંધ થવા તૈયાર આંખ,
મગજમાં લોહીના વિસ્ફોટથી બહેરો કાન —
સળિયા બાજુથી એ વળે છે, પણ એને પાંજરું નડતું નથી

જેમ સ્વપ્નદ્રષ્ટાને કોટડી નથી નડતી.
એની એક ફાળમાં આઝાદીના જંગલ છે
એની એડીના ભારે ઝોંક તળે વિશ્વ ગબડે છે.
પાંજરાના તળિયા પર ક્ષિતિજ પ્રવેશે છે.

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

કોરોના-કાળ વિકરાળ

સુમન શાહ|Opinion - Opinion|28 March 2020

= = = = આપણે જાતે સ્વીકારેલો આ અલગાવ પણ આપણને ભીડી શકે એવો છે. એક પ્રકારનું વાઈડર પૅરેલેટિક સ્ટેટસ જનમે જેથી વ્યક્તિઓમાં અક્રિયતા સૅટ થવા માંડે, એમ થવું સંભવિત છે. = = = =

= = = = ઘરમાં જેઓ એકલ છે – સિન્ગલ, એમના માટે એ કૅદ જડબેસલાક બની જતી હોય છે કેમ કે સહભાગી થનારું કોઈ હોતું નથી – સિવાય કે બારી બહારની રડીખડી ચકલી, આઈ મીન, એનું ચીંચીં. = = = =

કોરોના-કાળ વિકરાળ બની રહ્યો છે અને ખાતરી છે કે વિકરાળથી વિકરાળ થવાનો છે.

ક્રૂર મજાક – બ્લૅક હ્યુમર – તો એ છે કે કોરોનાનો સીધો શિકાર થવા બહાર ભમો કે કોરોનાને ઘણું અઘરું પડે એ માટે ઘરમાં રહો.

ઘરમાં જ રહેવાય ને એમ જ જીવવું પડશે. અને એમ જીવવા માટે જરૂર છે, માત્ર ખોરાક-પાણીની. એ મળતાં રહે એથી મોટી જરૂરિયાત એકેય નથી. સ્વાભાવિક છે કે શરૂઆતમાં એ બાબતે દોડાદોડી થવાની. પણ ધીમે ધીમે એમ થવાનું કે ઘરમાં જેટલું છે એટલાથી ચલાવી લઈએ, ઓછું હશે તો ચાલશે, નહીં હશે તો પણ ચાલશે … મને-કમને ચિત્ત એ દિશામાં ઢળી જવાનું.

એવી મનોદશાને ‘લાચારી’ કહેવાય કે ‘આત્મસંતોષ’? જે કહેવાય એ; ભાષાની ભાંજગડમાં પડવાનું ય ક્રમે ક્રમે નહીં ગમે. આજે મને ‘રાજયોગીની દાદીજીનું અવસાન’ એમ વાંચવા મળ્યું. અર્થ એ કે કોઈ રાજયોગીની દાદીજીનું અવસાન થયું છે. ખરેખર તો, ‘રાજયોગિની’ દાદીજીનું અવસાન થયું છે. ‘ઇ’ નાની કે ‘ઈ’ મોટી-ની જરૂરી ચિન્તાઓ પણ ધીરે ધીરે નકામી લાગવાની.

જાતે સ્વીકારેલા અલગાવના આ કઠિન દિવસોમાં એ પણ સ્વાભાવિક છે કે આપણે ફિલ્મો જોઈએ, સીરિયલો જોઈએ; બચ્ચન, શાહરુખ, દીપિકા ને કૅટરિના પોતાનાં ઘરમાં શું કરે છે એ જાણવાની મજાઓ લઈએ. પણ થોડા જ દિવસોમાં એ ગતકડાં પણ સામાન્ય લાગવા માંડવાનાં. મેં સાહિત્યકૃતિઓની વાતો કરી, ‘વન હન્ડ્રડ યર્સ ઑફ સૉલિટ્યુડ’-ની કે ‘ધ પ્લેગ’-ની, એથી સાન્તવના મળે, પ્રેરણા મળે, બળ મળે. પણ સાહિત્યકલાની એ બધી વાતોથીયે આ સમયમાં એક દિવસ તો એમ જ થવાનું કે સમજ્યા હવે, ઠીક છે, છોડો …

મહામારી નામે, કોરોના હોય કે પ્લેગ, ધીરે ધીરે માણસના મનનો કબજો કરી લે છે. પહેલા તેમ જ બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં જેઓ ઘરે હતા ને યુદ્ધમાં સક્રિય સ્વજનની યાદથી ઝૂરતા’તા એ લોકો પણ છેલ્લે તો મનથી નંખાઈ ગયેલા. એમનાં જીવનમાં સ્વજનોનાં મૃત્યુના સમાચાર મેળવવાથી વિશેષ કશું હતું નહીં. આપણે જાતે સ્વીકારેલો આ અલગાવ પણ આપણને ભીડી શકે એવો છે. એક પ્રકારનું વાઈડર પૅરેલેટિક સ્ટેટસ જનમે જેથી વ્યક્તિઓમાં અક્રિયતા સૅટ થવા માંડે, એમ થવું સંભવિત છે.

જોવા જઈએ તો, આ અલગાવ એક પ્રકારની કૅદ છે. વિલક્ષણ રૂપની અસહ્ય એવી સંકડામણ છે. ઘરમાં જેઓ એકલ છે – સિન્ગલ, એમના માટે એ કૅદ જડબેસલાક બની જતી હોય છે કેમ કે સહભાગી થનારું કોઈ હોતું નથી -સિવાય કે બારી બહારની રડીખડી ચકલી, આઈ મીન, એનું ચીંચીં. સહભાગી હોય તે દૂર વસતું હોય, કે નજીક, પણ એને બોલાવાય નહીં, એને પણ એમ જ રખાય.

આમ તો, કોઈ પણ પ્રકારનો અલગાવ માણસને ક્યાં ગમે છે? હમેશાં દમે છે. કેમ કે, દરેક માણસ સહવાસ કે સાથસંગાથ – કમ્પેનિયનશિપ – ઝંખે છે. મનુષ્યનો એ મૂળેરો સ્વ-ભાવ છે. એના અસ્તિત્વનું એ મોટું રસાયણ છે.

પણ એ અલગાવ આમ કૅદ બની ગયો હોય, એ અસહ્ય સંકડામણ જ્યારે આમ સ્થિર એવી અકળામણ બની ગઈ હોય, ત્યારે માણસો, પહેલાં તો, સુસ્ત થવા માંડે છે, કામો કરવાનો એમનો ઉત્સાહ ઘટતો ચાલે છે, અને પછી એમને નાસીપાસી થાય છે કે – છોડ ને યાર, કશું નથી કરવું ! વ્યક્તિ પોતાને લો – ઢીલા – અનુભવે, વિડ્રો થઈ જાય એટલે કે સંકોચાઈને પોતાની અંદર વળી જાય. ટૂંકમાં, માણસ વધુ ને વધુ બંધ થવા માંડે છે. એટલે એ ચીડાઇ જાય છે, ઝકાઝકી કરે છે, ગુસ્સે થાય છે, તડાફડી કરે છે. અને એમ થવું એકદમનું સ્વાભાવિક છે. કરુણતા એ છે કે એ જાતના અપ-વર્તનની એ વ્યક્તિને ખબર નથી પડતી. આગળ જતાં, કેટલીક વ્યક્તિઓ સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનમાં પણ સપડાઈ જતી હોય છે. અને એમ એમની મુશ્કેલી ગહન થતી જાય છે.

આપણી હાલત હજી એટલી બધી નથી બગડી કે ઘર આપણને કૅદ લાગે, છતાં થોડા દિવસ પછી નહીં લાગે એમ પણ નથી. હા, જલસાવાદી કેટલાક કહેશે – કૅદ શેની? પણ મનોમન તો એમને ય ખબર છે કે એના સંભવની પૂરી શક્યતા છે. હું જાણું છું કે આ વાતો ન-ગમે એવી છે, અસ્વસ્થ કરનારી છે. પણ એ કરવાનો એક જ હેતુ છે કે આવનારા સમય-સંદર્ભમાં આપણે આજે છીએ એથી વધુ ને વધુ સાવધાન રહીએ.

આવું બધું કહ્યું, સાહિત્યકલાને ય ‘ઠીક’ ગણી, છતાં હું તો શબ્દધની જ છું ને સાહિત્ય સિવાય મારી પાસે શૅઅર કરવા જેવું ભાગ્યે જ કંઈ છે. એટલે આ કૅદની વાતે મને કામૂની નવલકથા ‘આઉટસાઇડર’-ના નાયક મ્યરસોની કૅદ યાદ આવે છે. એ દાખલાથી મારે એ દર્શાવવું છે કે કૅદને પણ મ્યરસો કેવાક સંવેદનથી જીવે છે, કેવાક દૃષ્ટિકોણથી જુએ છે. પરિણામે, કૅદ મ્યરસો માટે સહજ અને સહ્ય બલકે કિંચિત્ રસપ્રદ બની જાય છે, કૅદ તો નથી જ રહેતી.

પણ એ દર્શાવવા માટે મારે જરા વધારે વીગતે કહેવું પડે એમ છે. અને કશો ઉભડક ઉલ્લેખ કરીને ચાલી જવું મને ગમતું નથી. એટલે આ પછીના દિવસે વિસ્તારથી …

(March 28, 2020 : Ahmedabad)

Loading

...102030...2,5392,5402,5412,542...2,5502,5602,570...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved