સોનેટ, મંદાક્રાન્તા
માળો બાંધે, વિહગ નમણાં, પ્રેમની ડાળ માથે,
તાણાવાણા, સહિત શમણાં, વ્હાલ રાખી જ ગૂંથે.
આખો દા’ડો, વિકટ જગમાં, જાય હોલો કમાવા,
વિત્યો થોડો, સમય સરતો, થાય બચ્ચાં પછી તો.
માદા માળે, સપન સજતી, ભાવ સંસાર તાણે.
બચ્ચાં નાનાં, કલરવ કરી, જિંદગી મોજ માણે.
કાળે વિંઘ્યું, સનન કરતું, એક પંખી કટાણે.
કેવી સર્જી, વિકટ વિપદા, મધ્ય ભાગે હતાશા.
પાંખો આવી, ઉડ ઉડ થતાં, દૂર બચ્ચાં ગયાં ને,
જૂદાં જૂદાં, વન વન ગયાં, એકલો થાય મોભી,
ચાલ્યા જાતાં, વરસ મહિના, યાદ આવે પ્રિયાની.
ગોઝારી સૌ, પળ વિરહની, રોજ રાતે રડાવે.
ખાલી ભાસે, અરવ બિડમાં, મૌન વાતો કરે છે.
ખોટાં ભાવો, સકળ ફરતાં, હ્યાં જ પાછા ફરે છે.
18/6/2021
e.mail : naranmakwana20@gmail.com
![]()


A question often raised among Gujarati NRIs at parties and elsewhere is: How to preserve the Gujrati culture if children don’t learn the language of their parents and grandparents? The obvious reason children don’t speak Gujrati, much less read or write, is that adults don’t speak the language at home. Sadly, this is true among the well educated families in India as well. It is the same everywhere: in colleges and universities, at public gatherings, as well as in conversations with friends and acauaitances. Pick up any issue of Chitralekha, a widely circulated Gujarati magazine and you will see in it a language that is an easy mixture of Gujarati and English with English words sprinkled almost every other sentence. There is even a name for this new language–Gujlish. It is prevalent all over TV and radio programs and in print media. Listen, for example, the popular Gujarati radio show by RJ Devaki just for a few minutes and you will hear conversations that are in half Gujarati and half English and sometimes mostly in English while her audience consists mostly of Gujaratis.
એ આવકાર્ય છે કે વિસ્તૃત મંત્રીમંડળમાં સમાવાયેલા મંત્રીઓમાં ગુજરાતના સાત મંત્રીઓ છે. અમિત શાહ તો ગૃહ મંત્રી હતા જ તેમને વધારાનું સહકાર ખાતું સોંપાયું છે. એમનો સહકારી સંસ્થાઓને કેવો સહકાર મળે છે તે જોવાનું રહે. એસ. જયશંકર વિદેશ મંત્રી છે જ, પણ પુરુષોત્તમ રૂપાલા રાજ્ય મંત્રી હતા, તેમને મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરીનો હવાલો સોંપી કેબિનેટમાં સ્થાન અપાયું છે તો મનસુખ માંડવિયાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતું ફાળવાયું છે, એટલું જ નહીં, કેમિકલ અને ફર્ટિલાઇઝર્સનો વધારાનો હવાલો પણ તેમને સોંપાયો છે. 1995માં શિક્ષણ સમિતિના સભ્ય તરીકે શરૂઆત કરીને ત્રણ વખત સુરતના સાંસદ તરીકે ચૂંટાનાર દર્શના જરદોશને ટેક્સટાઇલ અને રેલવેના રાજ્ય કક્ષાનાં મંત્રી બનાવાયાં છે તે સુરત માટે ગૌરવની વાત છે. તેઓ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગથી પરિચિત છે ને વખતોવખત કોરોના કાળમાં તેના પ્રશ્નો વિષે સક્રિયતા પણ દાખવી ચૂક્યાં છે, એટલે તેમની પસંદગી યોગ્ય થઈ લાગે છે. સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની વાત વર્ષોથી ચાલે છે, પણ અત્યારે તો તે વર્લ્ડમાં કોઈ ક્લાસ ન હોય એવું જ છે, ઈચ્છીએ કે દર્શના જરદોશ રેલવે સાથે સંકળાયાં છે તો એ દિશામાં પણ કૈં થાય. ટૂંકમાં, તેમની પાસેથી અપેક્ષાઓ હવે વધી છે. આ ઉપરાંત ગુજરાતના ડો. મહેન્દ્ર મુંજપરાને મહિલા અને બાળવિકાસ તથા આયુષના રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે તો દેવુસિંહ ચૌહાણને રાજ્ય કક્ષાના દૂરસંચાર મંત્રી બનાવાયા છે. આ ફેરફારો આકસ્મિક નથી, પણ ચોક્કસ ગણતરીને આભારી છે. આવતે વર્ષે ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીઓ આવી રહી છે એટલે ઉત્તર પ્રદેશ અને ગુજરાતના અનુક્રમે આઠ અને સાત મંત્રીઓ મંત્રીમંડળમાં સમાવાયા છે. અપના દળના અનુપ્રિયા પટેલનો વાણિજ્ય અને ઉદ્યોગના રાજ્ય મંત્રી તરીકેનો સમાવેશ પણ મહત્ત્વનો છે. ઉત્તર પ્રદેશમાં વિપક્ષી એકતા થઈ નથી, એ સ્થિતિમાં અનુપ્રિયાનો મંત્રીમંડળમાં સમાવેશ ઉત્તર પ્રદેશનો ચૂંટણી જંગ જીતવાનો એક પ્રયત્ન હોઈ શકે છે. કેન્દ્રીય મશીનરી કામે લગાડવા છતાં પશ્ચિમ બંગાળ ભા.જ.પ.ના હાથમાંથી ગયું જ. એનું પુનરાવર્તન ઉત્તર.પ્રદેશમાં ન થાય તેનો પૂરતો વિચાર મંત્રીમંડળનાં વિસ્તરણ વખતે કરાયો લાગે છે. રાજયોની ચૂંટણીઓ જીતવાનું ગણતરીપૂર્વક્નું આયોજન કરવાની સાથે જ મંત્રીમંડળમાં 25 રાજ્યોનું પ્રતિનિધિત્વ થયું છે તેમાં પણ બધાંને રાજી રાખવાનો પ્રયત્ન જણાઈ આવે છે.
