જુલાઇમાં એને શુંનું શું ય ફૂટે છે
જેમ મૅગ્નોલિયા ક્રૅબઍપલ લિલાક કે તુલિપ ફૂટે છે…
વીપિન્ગ વિલો સાચમાચનું રડે છે
આંસુ ફૂટે છે
તે દિવસનો આંસુને એ
ટચલી આંગળીએ ગણ્યા કરે છે
પહેલીથી ફોડ્યા કરે છે
કેમકે
એનું ફિટબિટ* મરી ગયું છે
જોયા કરે છે ચૂપ સ્ક્રીન બ્લૅક ડેડ
ફોડેલાં આંસુનો ચૂરો રેલાઈ ગયો
ખૂણે ઝમકેલાં ઝાંઝર થઈ ગયાં ચૂપ
કશાક ધબકારે આંખો ચમકેલી
સ્કર્ટના સપાટા રેશમી કશુંક ક્હૅતા’તા
કોઇ ખીલી ખીલીને નાચી રહ્યું’તું
હોઠ ફફડ્યા કરે છે
વાળ ઊડ્યા કરે છે
એ બબડ્યા કરે છે
દિવસનાં સસલાં દોડતાં’તાં અહીં તહીં
લીલી લૉનમાં સૂતાં’તાં બપોરે
રાતના તારા દિવસે ગણતાં’તાં
અમાસની ચાદર પથારી પોચી હતી
ચોપાસમાં
આગિયા ઝબૂકતા’તા
અણજાણ એક તારો કરી લિસોટો
ગયો નીસરી
પડ્યો ચિરાડો
છવાયો અન્ધકાર
મધરાત મળસ્કું બપોર સાંજ
ઘડી પલ પલકારા એ જોયા કરે છે
નથી ખબર કેમ ક્યારે થઈ ગયું
હવે ન વ્હાલ ન વાત ન ચીત
ન હસવાં ન રડવાં હવે ન ચૂમી
સુંવાળી ગોરી પ્હાની હવે સૂની
વિન્ડો-બ્લાઇન્ડ્સે કાપેલું
આકાશ કોરુંકટ નીલું હશે
હશે હવા પાતળી હશે પાણી ઘેરાં
હશે ટાઉન હશે ટાઉનશિપ સાથે હશે
નહીં કશું-નું કૂંડાળું
કોઈ પાડી દેશે વિન્ડો-બ્લાઇન્ડ્સ
ફટાક્
એનું ફિટબીટ મરી ગયું છે
જુલાઈમાં એને શુંનું શું ય ફૂટે છે
= = =
(July 24, 2021 : USA)
*ઇલૅક્ટ્રૉનિક વૉચ.
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


આજથી વીસ દિવસ પહેલા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના મહા મંત્રી તરીકે કાર્યભાર સંભાળતા જાતને વચન આપેલું કે પારદર્શક બની સંવાદ કરીશ … એટલે આજનો સંવાદ …
તમારી સૂઈ ગયેલી બેન્કના નમસ્કાર. એક જમાનામાં હું પણ જાગતી બેન્ક હતી, પણ પાર્ટીઓએ ઊઠી જવાનું શરૂ કર્યું એટલે મારે સૂઈ જવું પડ્યું. વાત એવી છે કે હું ઊઠું કે ન ઊઠું, પણ બીજી બેન્કો ન સૂઈ જાય એટલે કેટલીક ટિપ્સ આપવા માંગું છું. જો ગ્રાહકોનાં નાણાં બચાવવાં હોય તો તેનો એક જ રસ્તો છે, ગ્રાહકોને તેનાં નાણાં ઉપાડવા ન દેવા. એથી ગ્રાહકોની સલામતી ઘટશે, પણ બેન્કોની સલામતી વધશે. વ્હાલા ગ્રાહકો, તમે આમાં સહકાર આપો એને માટે આ પત્ર ! તમે કહેશો કે ગ્રાહકોને પૈસા ઉપાડતા રોકવા એ વાજબી છે? નથી, પણ મારા જેવી બેન્કો સૂઈ ગઈ તે કોણે સુવડાવી? તે વાજબી હતું? જવાબ તમને ખબર છે એટલે હું મોં ન ખોલું એમાં જ આપણી બંનેની ભલાઈ છે. એવું નથી કે હું કસ્ટમરની અગેન્સ્ટ છું. જે કષ્ટથી મરી રહ્યો છે તે કસ્ટમર કહેવાય એ હું જાણું છું. એ પણ જાણું છું કે ગ્રાહકો અનેક રીતે બેન્કોથી દુ:ખી છે. એટલે હું એમને પજવવા પણ નથી માંગતી. જાતભાતના ચાર્જ વસૂલવા છતાં ગ્રાહકો ટકી ગયા છે એનું આશ્ચર્ય છે. હું તો સૂઈ ગઈ છું, તો પણ મારી પાસે ઘણી થાપડો, સોરી થાપણો છે ને મારે હવે સૂઈ નથી જવું, લિટરલી મરી જવું છે એટલે ગ્રાહકો જ મારી અંતિમ વિધિ કરે એમ ઈચ્છું છું. મને મારવાના ઉપાયો હું સૂચવીશ. કરવું ન કરવું તમારા હાથમાં છે ને મરવું મારા હાથમાં ! જતાં જતાં અદ્ધર બેન્કોને પણ સદ્ધર કરવી છે. એટલે કેટલીક ટિપ્સ એની પણ આપીશ. માને તો સારું છે, ન માને તો વધારે સારું છે.
ઉપાડવા દેવા એ સારી વાત નથી, પણ ‘મહાસટ્ટા’ ચીને એ પ્રયોગ કર્યો છે. ચીનના હેનાન પ્રાંતમાં બેંક ઓફ ચાઈનાની સુરક્ષા માટે સરકારે, ટેન્કો શાખાની બહાર મૂકવી પડી છે. તે એટલે કે બેન્કો ગ્રાહકોને તેમના પૈસા આપવા માંગતી નથી. એને કારણે છેલ્લા થોડા સપ્તાહથી ત્યાં પોલીસ અને કસ્ટમરો વચ્ચે અથડામણો ચાલ્યા કરે છે. સાચું તો એ છે કે ચીન ઘણા અનર્થો કરવામાં વિશ્વમાં મોખરે છે, એમાંને એમાં તેનું અર્થતંત્ર, અનર્થતંત્ર થઈ ગયું છે. ચીનના હેનાન પ્રાંતની એક નાની બેન્કે ગયા એપ્રિલમાં દેવાળું ફૂંક્યાના સમાચાર છે, એટલે બેન્કોની હાલત ભારતમાં જ ખરાબ છે, એવું નથી. ચીન પણ એમાં પાછળ નથી. લોન પર ગ્રોથ નીતિનો ચીન અમલ કરવા ગયું ને એમાં એ એવું ઊંધું પડ્યું કે લોકો નાણાં ઉપાડે નહીં એટલે બેન્કોની સામે ટેન્કો મૂકી દીધી છે. ગ્રાહક ના’ઈ ઊઠે તો ચાલે, બેન્કો ના’વી ના જોઈએ. ભ્રષ્ટાચાર, ખરાબ સંચાલન અને નબળું રિસ્ક મેનેજમેન્ટ આ સ્થિતિ માટે જવાબદાર છે. 2009 પછી લોન પર ગ્રોથનું પરિણામ એ આવ્યું કે ચીન 264 ટકાના દેવા–જી.ડી.પી.ના રેશિયો પર આવી ગયું છે. ચીનમાં લગભગ 4,000 નાની અને મધ્યમ બેન્કો છે ને એની હાલત પણ ગમે ત્યારે કથળે એમ છે.