જેમ આકાશનું પ્રતિબીંબ જળમાં દીસે
એક શૂન્યતાની ભાષાની શરૂઆત હશે.
રસ્તો તો ફૂંકાવા લાગ્યો પવનની જેમ,
લથબથ હાથમાં મુઠ્ઠીઓ વળી તો હશે.
મુઠ્ઠીમાં અકબંધ પડેલી નમતી સાંજ,
કાંચળીની જેમ છૂટ્યા વનવાસ હશે.
સાત જન્મનો ડૂમો વણબોલી વાતો,
પાણી કાંચની જેમ રૂંવેરરૂવેં ફૂટ્યું હશે.
કાળી ભમ્મર અંધારી રાત રોઈ ‘તી,
ટીપું વરસી સૂર્ય દરિયામાં પ્રગટ્યો હશે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


સ્વામી આનંદનું સાહિત્ય ગતિશીલ છે; તળપદું છે અને જિવાતા જીવનના રંગો ઉપસાવવામાં તે સક્ષમ છે. સ્વામીશૈલીમાં સત્ત્વ ઠાંસીઠાંસીને ભર્યું છે અને તેથી તેમને વાંચવા — ગ્રહણ કરવામાં સમય વહેવા દેવો પડે છે. ગુજરાતી સાહિત્યમાં સ્વામીશૈલીનું લેખન દીર્ઘ સમય સુધી જડતું નથી. બળકટ ગદ્યમાં અનેક પુસ્તકો લખ્યાં છતાં લેખક તરીકેની ઓળખમાં તેમનું ફકીરી વલણ છે. અને તે પણ એટલે સુધીનું કે ઉંમર વીત્યે ઘણું લખ્યું છતાં ય તેને ગ્રંથસ્થ કરવાની પરવાનગી ન આપી.
ગુજરાતીમાં ઉમાશંકર જોશી વિશેનાં લખાણોનો ખડકલો છે. પણ એમાંનાં પુસ્તકોમાંથી વીણીને ય ભાગ્યે જ